ભુજ-

પર્યાવરણના જતનથી પૃથ્વીને કરીએ પુલકિત આ અભિગમને સાકાર થતો જોઇ શકાય છે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુકમા ગામમાં ! પર્યાવરણના જતનને જનસહયોગથી સાર્થક કરી રહયું છે. કુકમા  માત્ર વર્તમાન જ નહીં પરંતુ સ્વસ્છ અને સ્વસ્થ ભવિષ્યના ટકાઉ વિકાસને ચરિતાર્થ કરી રહયું છે.કુકમાનું પર્યાવરણ. ૬૦ હજાર જેટલાં વૃક્ષોના જતન, પશુપક્ષીની માવજત, જળસંચય શુધ્ધિ અને પ્લાસ્ટિક મુકત જીવનશૈલી અપનાવવાના સકારાત્મક પગલાંથી કુકમા જુથ ગ્રામ પંચાયતની આવકારદાયક અને પ્રશંસનીય કામગીરી જનસહયોગથી વધુ દીપી ઉઠી છે. જેના પગલે વર્ષ ૨૦૨૦માં પર્યાવરણ જતન પણ કુકમાને શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ અપાવવાનો એક માપદંડ બન્યું હતું.

ગામમાં અને આસપાસ સાત-વનોમાં ૬૦ હજાર વૃક્ષોથી હરિયાળી લહેરાઇ રહી છે. ક્રિષ્ણા બાગ, બુધ્ધઉપવન, ગામડીયો ડુંગર, દાતારપીર ડુંગર, તળાવ કિનારા, બોરડી ડુંગર, મિયાવાકી જંગલ...કુકમાના મતીયા દેવ મંદિર પ્રાંગણમાં દરરોજ દસ હજાર લીટર ગટરનું પાણી શુધ્ધ કરવાનાપ્લાન્ટથી પ એકર જમીનમાં કાસીદ, સોનાલી, સરુ, સેમલ, ગુલમહોર, કરંજ જેવા ૧૫ જાતના વૃક્ષો ગતસપ્ટેમ્બરથી પાણી પીને ઉછરી રહયા છે. ગામનાં ગટરના શુધ્ધિ પાણીના નવીનીકરણ પ્રોજેકટ મીયાવાકીમાં એક એક ફૂટના અંતરે ૭ હજાર જેટલા વૃક્ષો ઉછર્યા છે. તો આગામી સમયમાં અન્ય ૧ લાખ વૃક્ષો ઉછેરવાનો ઉદેશ છે. આ વનોમાં ૪૫ જેટલા ગામના યુવાનો સ્વેચ્છાએ સેવા આપી ઉત્તમ ઉદાહરણ પુરું પાડી રહયા છે તો ગામની આસપાસ આવેલી કંપનીઓ અને ટ્રસ્ટો પણ આ પર્યાવરણ જતનમાં વિવિધ રીતે જોડાયેલા છે. જેમાં મનરેગા હેઠળ મહિલાઓ પણ રોજગારી મેળવી રહી છે.

ભૂગર્ભજળ સંચયની ઉત્તમ કામગીરી કરી ગામનું જળ ગામમાં અને સીમનું જળ સીમમાં વાતને ચરિતાર્થકરી છે. કુકમા ગામમાં દસ તળાવો છે. તળાવ ખાણેતરા, ચેકડેમ, બોર રિચાર્જ, સફાઇ જેવા કામો પૈકી૨૫ બોર રીચાર્જ કરાયા છે. પાંચ તળાવ ખાણેતરા કરેલા (ખોદાવ્યા) છે અને ૬ ચેકડેમો બનાવ્યા છેઅને માત્ર જળસંચય અને સંગ્રહ જ નહીં પણ જળશુધ્ધિ અને સફાઇનું પણ ધ્યાન રાખવામાં આવે છે. કુકમાના તળાવો કચ્છની ધોમધખતી ગરમીમાં પણ છલોછલ લહેરાતાં જોઇ શકાય છે સ્વસ્છ કિનારા સાથે !! ગ્રામ મહિલાઓ તળાવે કપડાં ધોવા માટે ગ્રામજનો સાથે મળી સરપંચ  કંકુબેને તળાવ કે જળસંગ્રહ સ્થાનો પર કચરો, પ્લાસ્ટિક નાંખનારને બે વાર ચેતવણી બાદ રૂ.૧૦૦ નો દંડ અમલી કરેલ છે. દર અમાસે ગામ તળાવોની સફાઇ કરાવવામાં આવે છે.

ગ્રામ પંચાયતમાં બેઠા બેઠાં સરપંચ દાતાઓના સહયોગથી ૨૫ સીસીટીવી કેમેરાથી સમગ્ર ગામ પર નજર રાખી શકે છે. તેમજ ગંદકી ફેલાવનાર કે કરનાર પર તેમનું ધ્યાન રહે છે. ગામ તળાવોમાં કિનારા અને પાણી શુધ્ધિ રહે તેમજ લોકોની આસ્થા સચવાય તે માટે તળાવ કિનારે ધાર્મિક વિસર્જન કુંડો અને પુજાપા કુંડ પણ મુકેલા છે. આથી સ્વચ્છતા જળવાય અને આસ્થાનું માન રહે આ અભિગમને પણ ગામે સહર્ષ વધાવ્યો છે એમ સરપંચ કહે છે.

રાખ્યા છે. ઘેર ઘેર પ્લાસ્ટિક ભેગું કરવું તેમજ કચરાથી પ્લાસ્ટિક એકઠું કરનારને બદલામાં અનાજ અપાય છે અને વેસ્ટ પ્લાસ્ટિકના બદલામાં એક ખાનગી કંપની પંચાયતને ટેબલ ખુરશી, જોઇતી વસ્તુ પરત કરે છે. કચરો તેમજ અતિ વેસ્ટ પ્લાસ્ટિકને મજુર પણ સકારાત્મક ઉપયોગ કરી શકે છે.સરપંચ કંકુબેન કહે છે, “ ગામ કે કોઇપણ સ્થળ સંપૂર્ણ પ્લાસ્ટિક મુકત તો ના થઇ શકે પણ અમે જનજાગૃતિ અને શાળાઓ વિધાર્થીઓને બિનજરૂરી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા જણાવીએ છીએ. કુકમાના ગ્રામજનો ના છુટકે જ પ્લાસ્ટિક વાપરે છે. ગ્રામ પંચાયતને આ માટે કપડાંની થેલી પણ વિતરણ કરી હતી. જાહેરમાં કચરો નાંખનાર કે પ્લાસ્ટિક નાંખનારને પણ દંડ ભરવો પડે છે. ગામમાં સેવસ્પેરોના ધ્યેયથી યુવકો ગામના બાવળ તેમજ અન્ય વૃક્ષો પર માળા, દાણાપાણીની વ્યવસ્થા કરે છે તો ગ્રામ પંચાયત દ્વારા પણ નવરાત્રી કે ધાર્મિક કાર્યક્રમો બાદ તળાવ કુંડમાં મુકાતા ગરબાઓને ચકલીઘર બનાવે છે. અહીં ગરબાઓમાં ચકલીઓ સાથે અન્ય નાના પંખી પણ માળા બનાવે છે.

યુવાનોની દેખભાળ તેમજ ગામના દાતાઓ અને આસપાસની નામી કંપનીઓના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટીના ભાગરૂપે અન્ય વિકાસના કામો સાથે પર્યાવરણ જતનના પણ નોંધનીય વિકાસ કામો થઇ રહયા છે. જે આવનારી પેઢીના ટકાઉ વિકાસને મજબૂત બનાવશે.સરપંચ કંકુબેન જણાવે છે એમ, “ સરપંચ તરીકે હું હોઉ કે ના પણ રહું તો પણ પર્યાવરણ જતન કે વિકાસના જે કાર્યો છે તે અટકવા ના જોઇએ એટલે જાગૃત ગ્રામજનો અને સહયોગી યુવાધનની જનભાગીદારી અને ખાનગી કંપનીઓના ફાળાથી વિકાસની ગતિ અવિરત રહેશે અને એજ મને આનંદિત કરે છે.