જામનગર-

દિવાળીના તહેવારો પૂર્ણ થયા છે અને શિયાળાની શરૂઆત થઈ છે ત્યારે કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. જામનગરમાં છેલ્લા 15 દિવસમાં 18 જેટલા લોકોના કોવિડની સારવાર દરમિયાન મોત થયા છે અને પોઝિટિવ કેસમાં પણ સતત વધારો થતો જાય છે. દિવાળી પહેલા જામનગર જિલ્લામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો હતો. જો કે દિવાળી બાદ ફરી કોરોના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.તો ગુરુવારે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 44 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે જિલ્લા વહીવટીતંત્ર માટે ચિંતાજનક બાબત છે. જામનગર શહેરમાં લોકોની ભીડ એકઠી ન થાય તે માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે પણ સતત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી. જો કે તહેવારોની સીઝનમાં કોરોનાએ કમબેક કર્યું છે.જે આગામી દિવસોમાં લોકો માટે મુશ્કેલીરૂપ બની શકે છે.