વાંસદા/ઉનાઈ, તા. ૧૯ 

વરસાદ ખેંચાતા વાંસદા તાલુકાના ભીનાર ગામે વરસાદને રીઝવવા કાળાકાકડદેવની પૂજા અર્ચના અને ભજન ગામના અગ્રણીઓ અને વડીલો દ્વારા રાખવામાં આવ્યા હતા.

 ચોમાસાની ઋતુના મહિના વીતી જવા છતાં વાંસદા પંથકમાં વરસાદ ખેંચાતા આદિવાસી સમાજના લોકો ખેડૂતો દ્વારા જૂની પરંપરા મુજબ વરસાદને રીઝવવા માટે સંસ્કૃતિ મુજબ ભીનાર ગામે આવેલ કાળાકાકડદેવની પૂજા અર્ચનાનો આરંભ કરવામાં આવ્યો હતો ગામના વડીલો અને આદિવાસી સમાજના ભુવા ભગતો દ્વારા વરસાદ આવે એના માટે પૂજા અર્ચના અને ભજનો રાખવામાં આવ્યા હતા

આ પ્રસંગે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન કુંવર તથા તાલુકા પંચાયત સભ્ય મનીષ પટેલ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદ કૃષિ માટે ખૂબ જ આવશ્યક છે. ખેડૂતો સારા વરસાદ આવે તે માટે પ્રાર્થના કરે છે. ભીનારના લોકોએ વરસાદને રીઝવવા પ્રાર્થના કરીને સારા વરસાદની કામના કરી હતી.