ભુજ

વાહ...આ વાત સાંભળીને દરેકનુ દિલ ગદગદ થઇ જશે..આપણે ત્યાં અનેક જગ્યા પર દિકરીઓને આજે પણ ભણવામાં આવતી નથી...જ્યારે ભુજના એક ગામમાં દિકરી સરપંચ બની...આ વાત સાંભળીને ખરેખર એક સુખદની લાગણી અનુભવાય છે.

વાત ભુજના કુનેરીયા ગામની છે..જ્યાં સોમવારે 20 વર્ષીય ભારતી ગરવા 117 વોટથી જીતને ભુજના કુનેરીયા ગામની બાલિકા પંચાયત ની પ્રથમ સરપંચ તરીકે ચૂંટાઈ છે.વાત એમ છે કે ૧૩ થી ૨૧ વર્ષની યુવતીની દરેક સમસ્યાનું સમાધાન માટે કોઇ પ્રતિનિધીત્વ કરે તેના માટે ચૂંટણી યોજવામાં આવી હતી.જેમાં 10-21 વર્ષની બાળકીઓએ વોટ આપીને ભારતીને જીતાડી હતી.આ ચૂંટણીમાં 410 બાળકીઓએ પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો.

ચૂંટાયેલ સરપંચ ભારતી ગરવા હાલમાં ભણી રહી છે.અને પંચાયત અને ગામમાં ખુબ વિકાસ કરવા ઈચ્છે છે.બાલિકા સરપંચ ભારતીનું કહેવુ છે કે 

પંચાયતમાં 50% મહિલાની ભરતી કરીને ભણતર, સ્વસ્થાય, પોષિત ભોજન અને અન્ય સમસ્યાઓ નિવારણ અમે કામ કરીશું. 

આ ઘટનાથી પ્રેરિત થઈને બીજા નાના-મોટા ગામોએ પણ આ પ્રથાને પ્રોત્સાહન આપ્યું.આ સાથે આજુબાજુ મોટા અંગિયાં અને માસ્કા ગામમાં સર્વસંમતિથી યુવતીઓને ચૂંટાઈ હતી.માસ્ક ગામમાં 11માં ધોરણમાં ભણતી વિધિ રાજગોર અને મોટા અંગિયામાં પૂજા ગરવા સરપંચના પડે ચૂંટાઇ હતી.