નવી દિલ્હી

ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિકને હરાવીને ચર્ચામાં આવી ચુકેલા હરિયાણાની યુવા રેસલર સોનમ મલિકને માથામાં ઈજાના કારણે આગામી વર્લ્ડ રેન્કિંગ સિરીઝ (ડબ્લ્યુઆરએસ) માંથી બહાર થઈ છે. સોનમના પર્સનલ કોચ અજમેરસિંહે બુધવારે આ માહિતી આપી હતી. અજમેરે જણાવ્યું હતું કે સોનમ ગુરુવારે નેશનલ કેમ્પમાં શરૂ થનારી ડબ્લ્યુઆરએસની તૈયારી કરી રહી હતી જ્યાં ગત સપ્તાહે સાક્ષી મલિક સાથે તાલીમ લેતી વખતે તેણી ઘાયલ થઈ ગઈ હતી અને માથામાં ઈજા થઈ હતી. તેના માથામાં ચારથી પાંચ ટાંકા છે.

અજમેરે જણાવ્યું હતું કે, સોનમને હજી માથાનો દુખાવો થતો હોવાથી તેના માતાપિતાએ તેણીને રેન્કિંગ સિરીઝ માટે નહીં મોકલવાનો ર્નિણય લીધો છે. અમે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ) ને તેના સ્વાસ્થ્ય વિશે જાણ કરી દેવામાં આવી છે. ડબલ્યુએફઆઈએ તેને મંજૂરી આપી છે. આ ઈજામાંથી સાજા થવા માટે સોનમે થોડા દિવસો માટે તાલીમ આપીને વિરામ લીધો છે. ગત મહિને આગ્રામાં યોજાયેલી નેશનલ ચેમ્પિયનશિપમાં સોનમે સાક્ષી મલિકને હરાવીને અપસેટ કર્યો હતો.

આ દરમિયાન સોનમ સિવાય રવિ દહિયા (૫૭ કિગ્રા) અને દીપક પુનિયા (૮૬ કિગ્રા) પણ સ્પર્ધામાંથી બહાર થઈ ગયા છે.વર્લ્ડ રેન્કિંગ્સ સિરીઝ માટે બજરંગ પુનિયા સહિત કુલ ૩૪ ભારતીય રેસલર્સ બુધવારે સવારે ઇટાલી જવા રવાના થયા હતા.