નવી દિલ્હી 

WWEનો સુપરસ્ટાર રહેલો જોન સીના આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. રિપોર્ટ પ્રમાણે જોન સીના એ છેલ્લા એક વર્ષથી પોતાની ગર્લફ્રેન્ડ રહેલી શે શારિયટજદેદ સાથે લગ્ન કર્યા છે. રિપોર્ટ પ્રમાણે 16 વખતના વર્લ્ડ ચેમ્પિયને 12 ઓક્ટોબરે ટેમ્પા, ફ્લોરિડામાં શારિયટજદેહ સાથે પ્રાઇવેટ સેરેમનીનું આયોજન કર્યું હતું અને ત્યાં લગ્નના બંધનમાં બંધાયો હતો. આ લગ્નમાં થોડા જ લોકો સામેલ થયા હતા અને આ લગ્નને મીડિયાને નજરથી દૂર રાખવામાં આવ્યા હતા.


શારિયટજદેહ એક એન્જીનિયર છે અને તેણે યુનિવસિર્ટી ઓફ બ્રિટિશ કોલંબિયાથી ઇલેક્ટ્રિકલ એન્જીનિયરિંગની ડિગ્રી મેળવી છે. હાલ સોના ટાઇપમાં પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કરી રહી છે. આ પહેલા તે મોટોરોલા સોલ્યૂશનમાં પણ પ્રોડક્ટ મેનેજર રહી છે.

બંનેની પ્રથમ મુલાકાત વૈંકોવરમાં થઈ હતી જ્યાં પ્લેયિંગ વિથ ફાયર ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. જોન સીના આ ફિલ્મનો ભાગ હતો. આ પછી બંને ઘણા સ્થળે જાહેરમાં જોવા મળ્યા હતા. ગત વર્ષે જોન સીનાએ ખુલાસો કર્યો હતો કે તે શારિયટજદેહને ડેટ કરી રહ્યો છે.