દિલ્હી-

ચીની સામાન બોયકોટનો અસર સાચે દેખાઇ રહ્યો છે, આ આંકડા દર્શાવે છે કે લોકો હવે ચીની સ્માર્ટફોન વધુને વધુ ખરીદી રહ્યા છે. કંપનીના દાવા આ જ તરફ ધ્યાન દોરે છે.

ચાઇનીઝ સ્માર્ટફોન કપંની Xiaomiની સબ બ્રાન્ડ POCO છે. 15 સપ્ટેમ્બરના રોજ POCO M2 નો પ્રથમ સેલ હતો. કંપનીએ દાવો કર્યો છે કે એક દિવસમાં 1.30 લાખ સ્માર્ટફોન વેચાયા છે. 

POCO M2ની પ્રારંભિક કિંમત 10,999 રૂપિયા છે અને આ સ્માર્ટફોનમાં 5,000 એમએએચની બેટરી આપવામાં આવી છે. તાજેતરમાં કંપનીએ તેને ભારતમાં લોન્ચ કર્યું હતું અને તેનું પહેલો સેલ 15 સપ્ટેમ્બરના રોજ થયો હતો. POCO M2 માં બે વેરિએન્ટ્સ છે - 6 જીબી રેમ 64 જીબી સ્ટોરેજ અને 6 જીબી રેમ 128 જીબી સ્ટોરેજ. ટોપ મોડેલની કિંમત 12,499 રૂપિયા છે. આ સ્માર્ટફોનમાં બ્લેક, બ્લુ અને લાલ રંગના ત્રણ રંગો છે.

POCO M2 માં 6.53 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે છે અને તેમાં વોટર ડ્રોપ સ્ટાઇલ નોચ છે. આ સ્માર્ટફોનમાં મીડિયાટેક હેલિયો જી 80 પ્રોસેસર છે. POCO M2 માં ચાર રીઅર કેમેરા છે. પ્રાથમિક કેમેરો 13 મેગાપિક્સલનો છે, બીજો 8 મેગાપિક્સલનો છે, ત્રીજો 5 મેગાપિક્સલનો છે, અને ચોથો 2 મેગાપિક્સલનો લેન્સ છે.

POCO M2માં 5,000 એમએએચની બેટરી છે અને 18 ડબ્લ્યુ ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે, હેડફોન જેક, માઇક્રો એસડી કાર્ડ સ્લોટ અને બ્લૂટૂથ, ડબલ્યુએફઆઈ જેવી સ્ટાન્ડર્ડ સુવિધાઓ આપવામાં આવી છે. ફોનના પાછળના ભાગમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે.