નવી દિલ્હી 

ક્રિકેટ બાદ જૈવિક ખેતી કરવા લાગેલા મહેન્દ્રસિંહ ધોની હવે ગાયોનો ઉછેર કરવામાં લાગ્યો છે. પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર ગત ઓગષ્ટ માસમાં નિવૃતી જાહેર કરી ચુક્યો છે. આઇપીએલ ટુર્નામેન્ટ પુર્ણ કરીને ધોની વધુ સમય પોતાના વતનમાં જ સમય ગાળી રહ્યો છે. જ્યાં ખેતી અને ડેરી ફાર્મ પણ શરુ કર્યુ છે. તે નિયમીત તેની દેખરેખ રાખી રહ્યો છે. ધોનીએ હવે ડેનમાર્કની ગાયોની માફક જ ઉચ્ચ નવી નસલની ગાયોને ઉછેરવામાં આવી રહી છે. તે ગાયોને પણ તે ઝારખંડના ખેડુતોને મફત આપવાની યોજના બનાવી રહ્યો છે. જોકે આ યોજનાને હજુ ધોનીએ જાહેર કરી નથી. 

ધોનીના ફાર્મ પર કામ કરનારાઓના દાવાઓને માનવામાં આવે તો, ફાર્મ તૈયાર કરવામં આવી રહ્યુ હતુ ત્યારે આ વિચાર તેણે રજૂ કર્યો હતો. તે એવી ગાયની નસલ ઇચ્છી રહ્યા છે કે જે દૂધ વધારે પ્રમાણમાં આપે. જેતી ખેડૂતોને વધારે લાભ મળી શકે. તે માટે તે પોતાના એક મિત્ર પશુ ચિકિત્સકની પણ મદદ લઇ રહ્યા છે. માહિની યોજના છે કે, તે નસલ ડેનમાર્કની ગાયોની માફક જ ભરપૂર દૂધ આપે છે. નવી નસલની ગાયોને તૈયાર થઇ ગયા બાદ એક વર્ષ પછી તે ખેડુતોને આપવામાં આવશે. ગાયોને જે ખેડુતોને અપાશે તેમન વિગતો રાખી રુબરુ નિરીક્ષણ પણ અવારનવાર કરવામાં આવશે. હાલમાં ધોનીના ફાર્મમાં લગભગ 105 ગાય છે, જેમાં ફ્રાંસની ફ્રિઝીયન, સાહિવાલ, પંજાબની સાથે સાથે સ્થાનિક ગાયો પણ સામેલ છે.

ધોની પોતાના ફાર્મ હાઉસમાં ગાયોને ઉછેરવા ઉપરાંત માછલી અને મરઘીને પણ ઉછેરી રહ્યો છે. તેમના ફાર્મ પર ઉછેરવામાં આવી રહેલા કડકનાથ મરઘાંની માંગ અત્યાર થી થવા લાગી છે. ફાર્મ હાઉસ પર અત્યાર થી લોકો કડકનાથ મરઘા ને લઇને પુછપરછ કરી રહ્યા છે. તો લોકો આ મરઘાના બજારમાં આવવાને લઇને પણ જાણકારી માંગી રહ્યા છે.