જામનગર-

જામનગર-કચ્છ-મોરબીને જોડતો પુલ ધરાશાયી થયો છે. ભાદરા પાટિયા નજીક પુલ ધરાશાયી થયો છે. મળતી માહિતી મુજબ આ પુલ વર્ષ 1970માં નિર્માણ પામ્યો હતો. પુલ જામનગર-કચ્છ-મોરબીને જોડતો 38 મીટર લાંબા હતો. આ પુલ ચાર પોલ પર બનાવાયો હતો. બે પોલ વચ્ચેથી તૂટતા ધરાશાયી થયો હતો. આ બ્રિજને છેલ્લા પાંચ-છ વર્ષથી રીપેર જ નથી કરાયો. વધુ એક દૂર્ઘટનામાં મોટા પ્રમાણમાં જાનહાની થતા થતા રહી ગઈ છે જામનગરમાં 50 વર્ષ જૂનો પૂલ ધરાશાયી થવાની ઘટના ઘટી છે. જામનગરમા વધુ એક પુલ તુટી ગયો છે. જામનગર હાઇવે પરનો જોડિયાથી ભાદર પાટીયા તરફ જવાનો પુલ તુટી ગયો છે. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.