દિલ્હી-

બુધવારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો છે. જેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થયાં છે. 1990ના દશકમાં શરૂ થયેલા રામ મંદિરના આંદોલનના સૂત્રધારોમાં સામેલ રહેલા ભાજપના નેતા અડવાણીએ તેના પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, રામ મંદિર ભૂમિ પૂજન વર્ષો જૂનું સપનું સાકાર થઇ રહ્યું છે તેમ લાગી રહ્યું છે. અડવાણીએ કહ્યું કે, 'મને એ વિશ્વાસ છે કે, રામ મંદિર બધા માટે ન્યાયની સાથે એક મજબૂત, સમૃદ્ધ, શાંતિપૂર્ણ અને સુમેળભર્યા રાષ્ટ્રના રૂપે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેમણે કહ્યું કે, આ પહેલા કોઇની અપેક્ષા અથવા તિરસ્કાર હશે નહીં. જેનાથી આપણે વાસ્તવમાં રામ રાજ્યમાં સુશાસનનું પ્રતિક બની શકે.'

અડવાણીએ કહ્યું કે, ક્યારેક ક્યારેક મહત્વપૂર્ણ સપનાઓને પુરા કરવામાં લાંબો સમય લાગે છે, પરંતુ જ્યારે અંતમાં તે પૂર્ણ થાય છે, તે ભાવનામાં એક સંતોષની ભાવના હોય છે. તેમણે કહ્યું કે, એવું જ એક સપનું જે મારા દિલની નજીક હતું તે પૂર્ણ થવા જઇ રહ્યું છે. અડવાણીએ કહ્યું કે, વડાપ્રધાન રામ મંદિરનો પાયો નાખશે. જે ન માત્ર મારા માટે પરંતુ બધા ભારતીયો માટે એક ઐતિહાસિક અને ભાવનાત્મક દિવસ છે.