કર્ણાટક-

કર્ણાટકમાં હાલ રાજકારણ ગરમાયુ છે, તો બીજી તરફ બી.એસ. યેદીયુરપ્પાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું એક યુવક સહન કરી શક્યો ન હતો, અને કથિત રીતે તેણે આત્મહત્યા કરી લીધી છે. સાથે જ બી.એસ. યેદીયુરપ્પાએ યુવકના મોત પર શોક પણ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે પરિવારને થતા નુકસાનની ભરપાઇ કરી શકાતી નથી.

આ આત્મહત્યા કરનાર યુવકનું નામ રવિ છે, જેની ઉંમર 35 વર્ષ છે. અને તે કર્ણાટકના ચમારજનગર જિલ્લાનો રહેવાસી છે. આત્મહત્યાના સમાચાર સામે આવ્યા બાદ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. આ મામલે પોલીસ પરિવારના સભ્યોની પણ પૂછપરછ કરી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે યેદિયુરપ્પાનું રાજીનામું માત્ર એક આપઘાત પાછળનું ખરેખર કારણ છે કે પછી બીજું કોઈ કારણ પણ છે. તો બીજી તરફ બીએસ યેદીયુરપ્પાએ ટ્વીટ કર્યું, ‘મારા રાજીનામાના કારણે રવિએ આત્મહત્યા કરી છે તે જાણવું મારા માટે ખૂબ જ દુ:ખદાયક છે. રાજકારણમાં ઉતાર-ચઢાવ આવે છે. આ કોઈ પણ કિંમતે સ્વીકાર્ય નથી કે કોઈએ પોતાનું જીવન સમાપ્ત કરવું પડે. કુટુંબ હાલ જે પરિસ્થિતીમાથી પસાર થઈ રહ્યું છે તેનો અંદાજ લગાવી શકાતો નથી.