વડોદરા, તા.૨૧ 

ભારતીય પ્રાચીન યોગ વિઘા દ્વારા આંતરિક શકિત વધારીને કોરોનાને હરાવી શકાય તે હેતુથી છઠ્ઠા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિનની ઉજવણી કરાઇ હતી. છઠ્ઠા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિન નિમિત્તે “યોગ કરીશુ, કોરોના હરાવીશુ.” તેવા ઉદ્દેશ હેઠળ વડોદરા શહેરના ૬ લાખથી વધારે નાગરિકોએ યોગ એટ હોમ અને યોગા વીથ ફેમિલીનો પ્રયોગ કરી યોગને પ્રોત્સાહન આપવાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્‌યુ હતું.

વડોદરા મહાનગરપાલિકા તેમજ રેલવે મંડળ

છઠ્ઠા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિન નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા આયોજિત શહેરના આશરે ૬ લાખથી વધુ નાગરિકોએ યોગ કર્યા હતા. સાથે મહાનગરપાલિકાના સભાસદો,પદાધિકારીઓ, -કર્મચારીશ્રીઓ તેમજ સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, આગેવાનોએ કોવિડ- ૧૯ની પરિસ્થિતિને લઇ યોગા એટ હોમ,યોગા વીથ ફેમિલીનો આયુષ મંત્રાલયના નિર્દેશ મુજબ નવતર પ્રયોગ કરેલો હતો. તેમજ ‘યોગા એટ હોમ વિથ ફેમીલી’ કોન્સેપ્ટ પર છઠ્ઠા આંતર રાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન શહેરમાં વિવિધ સ્થળે થયુ હતું. પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળના અધિકારીઓ તથા કર્મચારીઓના વૈશ્વિકમહામારી કોવિડ-૧૯ના કારણે પોતાન ઘરોમાં પરિવાર સાથ ેયોગ અભ્યાસ કયા હતો. આ અવસર પર ઉપમંડળ રેલપ્રબંધક એ ક ેસિંહ દ્વારા પણ યોગાભ્યાસ કરવામાં આવ્યો.

અટલાદરા સ્વામીનારાયણ મંદિર

ભગવાન સ્વામિનારાયણના ૧૦૮ મંગલકારી અને કલ્યાણકારી નામો કે જે જનમંગલ નામવાળીથી પ્રખ્યાત છે તેમાંનું ૨૪મું નામ એટલે યોગકલા પ્રવૃત્તયે નમઃ આ નામને સાર્થક કરતી યોગ પ્રવૃત્તિમાં પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ મગ્ન બન્યા હતા. તથા અટલાદરા ખાતે યોગ કરતા કોઠારીસ્વામી તથા સંતો પણ જાડાયા હતા.

ભાયલીની નીલાંબર ગ્રેન્ડીયોર સોસાયટી

ભાયલી સ્થિત નીલાંબર ગ્રેન્ડિયોર સોસાયટીની મહિલાઓએ ૧૦૮ સૂર્યનમસ્કાર કર્યા હતા. આ મહિલાઓ, છેલ્લા ૨ મહિનાથી આજના ૧૦૮ સૂર્યનમસ્કાર માટે તૈયારી કરી રહી હતી.