દિલ્હી-

ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર અને ભાજપના સાંસદ રવિ કિશનને વાય પ્લસ સિક્યો રિટી આપવામાં આવી હતી. તેમણે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો જાહેર આભર માન્યો હતો.

બોલિવૂડના હોનહાર અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના અકાળ અવસાનની તપાસ દરમિયાન ડ્રગ પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું અને એ વિશે સંસદમાં રવિ કિસને અવાજ ઊઠાવ્યો હતો કે ડ્રગનો દાનવ યુવા પેઢીને બરબાદ કરી રહ્યો હતો. સરકારે બોલિવૂડમાં પ્રવર્તતા ડ્રગના દૂષણને ડામવા પગલાં લેવા જાેઇએ. રવિ કિસનના આ વિધાનને સમાજવાદી પક્ષના સાંસદ અને સિનિયર અભિનેત્રી જયા બચ્ચને પડકાર્યું હતું અને એવો આક્ષેપ કર્યો હતો કે કેટલાક અદાકારો જે થાળીમાં ખાય છે તેમાંજ ગંદકી કરે છે.

જયાજીના આ વિધાને નવો વિવાદ સજ્ર્યો હતો. ત્યારપછી રવિ કિસનને ડ્રગ માફિયા તરફથી ધમકી મળવાની શરૂઆત થઇ ચૂકી હતી. રવિ કિસન તાજેતરમાં પોતાના સંસદીય મતદાર વિભાગની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના કાને પોતાને ડ્રગ માફિયા તરફથી મળી રહેલી ધમકીઓની વાત નાખી હતી. એ સંદર્ભમાં યોગીએ તેમને વાય પ્લસ સિક્્યોરિટી આપી હતી.

એના પ્રતિભાવ રૂપે રવિ કિસને ટ્‌વીટર પર આભારસૂચક સંદેશો લખ્યો હતો. રવિએ લખ્યું, ‘આદરણીય શ્રદ્ધેય શ્રી .યોગીજી મહારાજજી, મારી સુરક્ષા માટે આપે જે વાય પ્લસની સિકયો રિટી મને અપાવી છે એ માટે હું, મારો પરિવાર અને મારા લોકસભાના મતદાર વિભાગની જનતા આપની આભારી છે અને આપને ધન્યવાદ આપે છે. મારો અવાજ સંસદમાં સદૈવ ગૂંજતો રહેશ.