લખનઉ-

ઉત્તર પ્રદેશની યોગી સરકારે એક નવું વિશેષ સુરક્ષા દળ બનાવ્યું છે. આ દળની ટુકડીઓ  સેન્ટ્રલ ઓદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ) જેવી જ હશે. આ દળને વોરંન્ટ વગર શોધ કરવાનો અને કોઈની ધરપકડ કરવાનો અધિકાર હશે. રાજ્ય સરકારે રવિવારે આ માહિતી આપી હતી. ઉત્તર પ્રદેશ વિશેષ સુરક્ષા દળ (યુપીએસએસએફ) ઉત્તર પ્રદેશમાં ઉચ્ચ અદાલતો, જિલ્લા અદાલતો, વહીવટી કચેરીઓ અને સ્થળ અને યાત્રાધામો કેન્દ્રો, મેટ્રો રેલ, હવાઇમથકો, બેંકો, અન્ય નાણાકીય, શૈક્ષણિક સંસ્થાઓ, ઓદ્યોગિક સંસ્થાઓ વગેરે માટે સુરક્ષા વ્યવસ્થા કરશે.

યુપી સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે. અતિરિક્ત મુખ્ય સચિવ (ગૃહ) અવનીશ અવસ્થીએ કહ્યું કે આ રીતે 5 બટાલીયનના ગઠન પર કુલ 1747.06 કરોડ જેટલો અંદાજીત ખર્ચો છે જેમા  પગાર ભથ્થાઓ અને અન્ય વ્યવસ્થાઓ પણ આપવામાં આવશે. તેમણે માહિતી આપી કે તેના પ્રથમ તબક્કામાં પીએસીના ટેકા સાથે, કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વહેંચીને આગળ વધારવામાં આવશે. આ દળના સભ્યોને વિશેષ સત્તાના નિયમો આપવામાં આવશે.

અવસ્થીએ કહ્યું, "મહત્વપૂર્ણ મથકોની સુરક્ષા માટે હાલમાં 9,919 જવાનો કાર્યરત રહેશે. પ્રથમ તબક્કામાં વિશેષ સુરક્ષા દળ તરીકે 5 બટાલિયનની રચના કરવાની દરખાસ્ત છે. આ બટાલિયનની રચના માટે કુલ 1,913 નવી પોસ્ટ્સ બનાવવામાં આવશે." તેમણે કહ્યું કે આ દળ (યુપીએસએસએફ) મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ નો સ્વપ્ન પ્રોજેક્ટ હશે. આ ટ્વિટમાં એડિશનલ ચીફ સેક્રેટરીને ટાંકીને જણાવ્યું છે કે, સૈન્યના સભ્ય કોઈ મેજિસ્ટ્રેટ તરફથી કોઈ આદેશ વિના અને કોઈપણ વોરંટ વિના વ્યક્તિની ધરપકડ કરી શકે છે.વોરન્ટ વિના, આ દળમાં પાસે તલાશી લેવાની પણ પાવર હશે.

ઘણા લોકોએ સરકારના તાજેતરના પગલા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. ઘણા વિવેચકો કહે છે કે શોધ અને ધરપકડના અધિકારનો દુરુપયોગ થઈ શકે છે.