અમદાવાદથી મુંબઈ માત્ર ૩૫ મિનિટમાં પહોંચી શકાય ખરું? તમે કહેશો પ્લેનમાં જઈએ તો પણ ૧ કલાક ૩૨ મિનિટ લાગે છે તો તેનાંથી ઝડપે કેવી રીતે પહોંચી શકાય? બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવી રહ્યો છે, પણ બુલેટ ટ્રેનમાં કંઈ ૩૫ મિનિટમાં અમદાવાદથી મુંબઈ પહોંચી શકાય નહીં! આ બુલેટ ટ્રેન પ્રોજેકટ દ્વારા જમીન પર દોડીને જ ૩૫ મિનિટમાં અમદાવાદથી મુંબઈ પહોંચી શકાશે! અમેરિકાની વર્જિન હાઇપરલૂપ વન કંપનીનો દાવો છે કે, તેનાં દ્વારા વિક્સાવાઈ રહેલી હાઇપરલૂપ વન ટ્રાન્સપોર્ટેશન ટેક્‌નોલોજી પૃથ્વી પરની સૌથી સસ્તી અને ઝડપી ટ્રાન્સપોર્ટેશન સર્વિસ હશે. 

હાઇપરલૂપ વન ટેક્‌નોલોજી કઈ ઝડપે દોડે છે?



હાઇપરલૂપ વન ટેક્‌નોલોજી અત્યારે કલાકના ૧૦૮૦ કિલોમીટર પર અવરની હાઇએસ્ટ સ્પીડ ધરાવે છે. વિશ્વની ફાસ્ટેસ્ટ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ગણાતી જપાનની મેગ્લેવ ટ્રેનની સ્પીડ કલાકના ૬૦૩ કિલોમીટરની છે. આપણને હજુ બુલેટ ટ્રેનના સપનાં દેખાડવામાં આવી રહ્યાં છે ત્યારે વિશ્વ હાપરલૂપના જમાના તરફ દોડી રહ્યું છે


હાઇપરલૂપ વન ટેક્‌નોલોજી ખરેખર કેવી છે?

હાઇપરલૂપ વન ખરેખર વિર્જિન ગ્રૂપના ખ્યાતનામ બ્રિટિશ બિલિયોનેર રિચર્ડ બ્રેન્સન, દુબઈના અરબપતિ સુલતાન અહેમદ બિન સુલયેમની સહિત બીજા બિલિયોનેરએ ભેગાં મળીને સ્થાપેલી કંપની છે. હાલ હાઇપરલૂપ વન વિશ્વની ફાસ્ટેસ્ટ પેસેન્જર અને કાર્ગો સિસ્ટમ વિક્સાવી રહ્યું છે.


વિશ્વમાં પહેલો પ્રોજેક્ટ ક્યાં હશે?

હાઇપરલૂપ વન કંપનીનો દાવો છે કે, તેનાં પ્રોજેક્ટની કોસ્ટ હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટથી માંડ વન થર્ડ જેટલી છે. વર્ષ ૨૦૨૧ના મિડ સુધીમાં કંપની કોઈપણ સિટી સાથે કોન્ટ્રેક્ટ કરીને હાઇસ્પીડ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ વિક્સાવી શકવા સક્ષમ હશે. મોટાભાગે પહેલો પ્રોજેક્ટ દુબઈમાં જ હાથ ધરાશે તેવી શક્યતા છે.


કોસ્ટ ઇફેક્ટિવ હોવાથી ટિકિટોના દર ઓછા હશે!

કંપનીનો દાવો છે કે, તેનો આ પ્રોજેક્ટ કોસ્ટ ઇફેક્ટિવ હોવાથી કોઈપણ દેશના નાગરિકો તેનો ઉપયોગ કરી શકશે. એટલે કે ટિકિટના દરો મામૂલી રાખી શકાશે. ટેક્‌નોલોજીની વાત કરીયે તો હાઇપરલૂપ વન જમીનની નીચે ટનલમાં દોડાવવામાં આવશે, જેથી એન્વાર્યમેન્ટને નુક્સાન બાબતના કોઈ ઇસ્યૂ ઊભાં નહીં થાય.


વાવાઝોડું, ધુમ્મસ કોઈપણ મોસમ નહીં નડે!


કંપનીનો એવો પણ દાવો છે કે, જમીન પર મોસમ ખરાબ હશે તોપણ હાઇપરલૂપ વન ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ક્યારેય અટકશે નહીં. કંપનીનું કહેવું છે કે, આજે મોસમ ખરાબ હોય તો હવાઈ ઉડ્ડયન રદ્દ કરવા પડે છે. ટ્રેનો અટકાવી દેવી પડે છે, એવું હાઇપરલૂપ વન સાથે નહીં થાય!


હાઇપરલૂપ વનની ટેક્‌નોલોજી કઈ રીતે કામ કરે છે?

હાઇપરલૂપ વન વિશ્વની કોઈપણ હાઇસ્પીડ ટ્રેનથી ત્રણ ગણી અને ટ્રેડિશનલ રેલવેથી દસ ગણી સ્પીડ ધરાવે છે. હાઇપરલૂપ વનની હાઇ સ્પીડ પાછળ ઇલેક્ટ્રિક મોટર કામ કરે છે. મોટરના બે પાર્ટ મહત્ત્વનો રોલ અદા કરશે. મોટરનો એક પાર્ટ સ્ટેટર તેની જગ્યાએ જ રહેશે અને બીજાે પાર્ટ રોટર રોટેટ થવાથી હાઇસ્પીડ ટ્રાન્સપોર્ટેશન શક્ય બનશે. આ ટેક્‌નોલોજીમાં સ્ટેટરને ઇલેક્ટ્રિસિટી મળે છે ત્યારે તે રોટરને સ્પીન કરે છે, જાણે કોઈ પાવર ડ્રીલ ફરતી હોય તેમ.


પ્રવાસી કઈ રીતે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે?



વિર્જિનની હાઇપરલૂપ વનની ટેક્‌નોલોજીમાં અંડરગ્રાઉન્ડ ટ્યૂબ સાથે સ્ટેટર જડેલાં છે અને ટ્યૂબમાં દોડનારા પોડ સાથે રોટર જડેલાં છે. પરિણામે સ્ટેટર રોટરને સ્પીન કરે છે ત્યારે ટ્યૂબમાં પોડ ઇલેક્ટ્રિ ડ્રીલ ફરતું હોય તે ઝડપે દોડે છે. પેસેન્જર એક સ્થળેથી બીજા સ્થળે આ પોડમાં બેસીને હાઇસ્પીડથી પહોંચી શકશે.


ઇલેક્ટ્રિસિટી ન હોય તો સોલર અને વિન્ડથી પણ દોડી શકશે!

કંપનીનો દાવો છે કે, મેગ્લેવ ટ્રેન કે હાઇસ્પીડ ટ્રેનને સતત તેનાં ટ્રેકમાં ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે, જ્યારે હાઇપરલૂપ વનને તેનાં એક જ ભાગમાં ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે. હાઇપરલૂપ ટેક્‌નોલોજી એવી રીતે ડેવલપ કરાઈ છે કે, તે સોલર કે વિન્ડ એનર્જીના સહારે પણ વોહી રફ્તારથી દોડી શકશે.


આટલી બધી સ્પીડ હોય તો પેસેન્જરની સેફ્ટીનું શું?


પેસેન્જરની સેફ્ટિ બાબતે કંપનીનો દાવો છે કે, પોડની ડિઝાઇન જ એવી રીતે બનાવાઈ છે કે, તે મેગ્લેવ ટ્રેન કે કોઈ હાઇસ્પીડ ટ્રેન કરતાં વધારે સેફ છે. પાછું જમીનની અંદર ટનલમાં હાઇપરલૂપ દોડતું હોવાથી તેને કોઈ સિગ્નલ કે રસ્તામાં આવતાં ક્રોસિંગ કે પછી વાઇલ્ડલાઇફ એનિમલ સાથેનાં અકસ્માતનો ભય રહેતો નથી!


આખી સિસ્ટમ ડ્રાઇવરસેલ છે, કમ્પ્યૂટર સંચાલિત છે!

હાઇપરલૂપને કોઈપણ સીઝન નડવાની નથી અને ફુલ્લી ઓટોમેટિક હોવાથી ડ્રાઇવરના એરરનો પણ ભય નથી. મલ્ટિપલ બ્રેકિંગનું ઓપ્શન હોવાથી ઇમર્જન્સીમાં ગમે ત્યારે પોડને ઊભું રાખી શકાશે. અંડરગ્રાઉન્ડ ટ્યૂબ સ્ટ્રોંગ સ્ટીલથી બનેલી હશે જેથી તેમાં પંક્ચર કે લીકેજનો સવાલ ઊભો થતો નથી. છતાં પણ રસ્તામાં ટ્યૂબમાં ક્યાંય પંક્ચર પડશે તો આખા રૂટ પર મૂકવામાં આવેલાં સેન્સર્સ પહેલાં જ એલર્ટ કરી દેશે! આ ઉપરાંત આખી ટેક્‌નોલોજી લાઇફસપોર્ટ સિસ્ટમથી સજ્જ કરવામાં આવી છે.


અમદાવાદ - મુંબઈ વચ્ચે સ્ટોપેજ વગર ૩૫ મિનિટમાં પહોંચી શકાય!

વિર્જિન હાઇપરલૂપ કંપનીનો દાવો છે કે, અમદાવાદ – મુંબઈ વચ્ચે આ સિસ્ટમ શરૂ કરવામાં આવે તો સ્ટોપેજ વગર એક સ્થળેથી બીજા સ્થળે ૩૫ મિનિટમાં પહોંચી શકાય. કંપનીએ એક ઇન્ટરેસ્ટિંગ આંકડો આપ્યો છે. 


કંપનીનો દાવો, વર્ષે ૧૦.૯૦ લાખ માનવ કલાકો વેડફતાં બચાવી શકાય!

કંપનીનો દાવો છે કે, હાલની અમદાવાદની વસતિ ૪૦ લાખ અને મુંબઈની વસતિ ૧.૨૭ કરોડ છે. આ વસતિને ધ્યાનમાં રાખીને અંદાજ લગાડવામાં આવે તો, હાઇપરલૂપ વનનો ઉપયોગ વર્ષે ૧.૬૫ કરોડ લોકો કરે. કંપનીના દાવા મુજબ દર ૧૦ લાખ પેસેન્જર્સ દ્વારા મુંબઈ - અમદાવાદ વચ્ચે હાઇપરલૂપ વનના ઉપયોગથી ૧૦.૯૦ લાખ કલાકો, ૭૮૦૦૧ દિવસ, ૨૫૬૪ મહિના એટલે કે આ બધાનું ટોટલ કરો તો કુલ ૨૬૧ વર્ષનો અત્યારે વેડફાઈ રહેલો સમય બચાવી શકાય!  બોલો!! આટલાં માનવ કલાકો બચાવી શકાય તો ફક્ત મુંબઈ - અમદાવાદમાં જ કેટલી પ્રોડક્ટિવિટી વધારી શકાય? તમે નક્કી કરજાે..