વડોદરા, તા.૨૩

ભારતીય જનતા પાર્ટીએ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નં.૯માં સૌથી યુવા ઉમેદવાર ૨૨ વર્ષીય શ્રી રંગ આયરે અને વોર્ડ નં.૭માં સૌથી યુવા મહિલા ઉમેદવાર તરીકે ૨૨ વર્ષિય ભૂમિકા રાણાને ટીકીટ આપી હતી બંને યુવા ઉમેદવારો રેકોર્ડ મતોથી જીતીને કાઉન્સીલર બન્યા છે.

રાજ્યમાં સૌથી યુવા ઉમેદવાર તરીકે રાજેશ આયરેના પુત્ર શ્રીરંગ આયરે અને યુવા મહિલા ઉમેદવાર તરીકે ભૂમિકા રાણાની પસંગદી કરવામાં આવી હતી. બંને યુવા ઉમેદવારોને સત્તાપક્ષ દ્વારા ચૂંટણી લડવા માટે મેન્ડેટ મળતાની સાથે જ પેનલમાં પ્રચાર શરૂ કર્યો હતો. યુવા ઉમેદવાર શ્રીરંગ આયરે વોર્ડ ૭માંથી અને યુવા મહિલા ઉમેદવાર ભૂમિકા રાણા વડોદરાના વોર્ડ નં.૭માંથી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મ ભર્યા બાદ બંને ઉમેદવારોએ પોતાની પેનલ સાથે પ્રચાર શરૂ કર્યો હતો.

પેનલ સાથે ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો હતો. ૨૧ ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં ૬ પાલિકા માટે મતદાન યોજાયું હતું. આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરી બાદ રાજ્યમાં સૌથી વધુ યુવા મહિલા અને યુવકને સૌથી વધુ મત મળ્યા હતા. વોર્ડ નં.૭માંથી ઉમેદવારી કરતી ભુમિકા રાણાને ૧૮૭૩૫ મત મળ્યા હતા. તેઓની પેનલનો વિજય થયો હતો. જ્યારે વોર્ડ નં.૯માંથી ઉમેદવારી કરતા શ્રીરંગ આયરેને ૨૭૨૩૬ મત મળ્યા હતા. આમ ભાજપના યુવા ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. શ્રીરંગ આયરે રાજકીય પરિવારમાંથી આવે છે. તેના પિતા રાજેશ આયરે વોર્ડ નં.૭માં ગત ચૂંટણીમાં ૧૯,૧૨૦ મતે વિજયી થયા હતા. રાજેશ આયરેએ જણાવ્યું હતું કે મારા પુત્રનો મારા કરતા વધારે મતથી વિસ્તારમાં વિજય થયો છે. તેનાથી વધારે ખુશી ન હોઇ શકે. શ્રીરંગ આયરેની પેનલમાં અન્ય ઉમેદવારો સરેરાશ ૨૦ હજાર વધુ મતોથી વિજયી થયા હતો.