અમદાવાદ-

આમ આદમી પાર્ટી પર જૂનાગઢના વિસાવદરમાં ગઇકાલે આમ આદમી પાર્ટીના નેતાઓ પર થયેલા હુમલાને આજે અમદાવાદનાં આપના નેતાઓએ વખોડી કાઢ્યો છે. તેમને આ હુમલો નિંદનીય ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ હુમલા થી એક વાત સાબિત થાય છે કે બીજેપી પાર્ટી હવે આપ થી ડરી રહી છે. જેથી જ જનસંપર્ક યાત્રામાં આવા હુમલા કરાવી રહી છે. આપના નેતા ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને મહેશ સવાણી, પ્રવીણ રામની કાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. 6 થી 7 ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા હતા.

ત્યારે આ વિષે આજે અમદાવાદના આમ આદમી પાર્ટીના નેતાઓએ બીજેપી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે બીજેપી પાર્ટી હવે ડરી ગઈ છે. લોકો આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છે. આપમાં જોડાઈ રહ્યા છે. તે પણ બીજેપીને ખટકી રહ્યું છે. બીજેપીને હવે કોંગ્રેસ પાર્ટીથી નહીં પણ આમ આદમી પાર્ટીથી ડર લાગી રહ્યો છે. મજબૂત નેતુત્વ માટે હવે આમ આદમી પાર્ટી છે તેમના ષડયંત્રો અને ભ્રસ્ટ્રાચાર હવે બહાર આવશે તેવો પણ બીજેપી ને ડર લાગી રહ્યો છે. ગઇકાલે જે પણ ઘટના બની હતી એ મામલે હવે પોલીસે આપના નેતાઓને સુરક્ષા આપી છે . આ 2 મહિના ચાલનારી જનસંપર્ક રેલીમાં જ્યાં પણ તેઓ જશે ત્યાં તેમણે પોલીસ પ્રોટેક્ષન આપવાની પણ વાત કરી છે. જન સંપર્ક યાત્રામાં આમ આદમી પાર્ટી પર આ 3જો હુમલો છે.

શહેર પ્રમુખ જે જે મેવાડાએ આ ઘટનાને નિદનીય ગણાવી

અમદાવાદ આપ શહેર પ્રમુખ જે જે મેવાડાએ જણાવ્યુ હતું કે આ ઘટના બની છે તે ખૂબ જ નિંદનીય છે. ખરેખરમાં અમારા નેતાઓ ત્યાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને મળવા માટે ગયા હતા. ત્યાં તેમના પર કરવામાં આવેલો હુમલોએ નિંદનીય છે. ભાજપ સરકારએ આમ આદમી પાર્ટી ઊભરીને બહાર આવી રહી છે લોકો તેના વિશ્વાસ કરીને જોડાઈ રહ્યા છે તે ખાટકી રહ્યુ છે. અત્યારે કોંગ્રેસ પક્ષ વિપક્ષ તરીકે ખૂબજ નબળો પડી ગયો છે અને આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે. ત્યારે તેમના નેતાઓ પર આવા હુમલા કરાવી અને તેમણે ડરાવી રહી છે.

મીડિયા કન્વીનર તુલિ બેનરજીએ કહ્યું આપથી બીજેપી ડરવા લાગી છે

આમ આદમી પાર્ટીના મીડિયા કન્વીનર તુલિ બેનરજીએ જણાવ્યુ હતું કે ભાજપ સરકાર આમ આદમી પાર્ટી થી ડરી ગયા છે. ગઇકાલે જે ઘટના બની એમાં તેઓ પોલીસ પણ ફરિયાદ લેવા નહોતી માગતી પરંતુ આમ આદમી પાર્ટીના લોકોએ ત્યાં ધારણા કર્યા અને બાદમાં તેમની ફરિયાદ લેવામાં આવી છે. પોલીસ પણ આ તાનાશાહી સરકારની છે ફરિયાદ માટે પણ અહી ધારણા કરવા પડે છે એ ખૂબ જ ખરાબ બાબત છે. જોકે પોલીસે આગામી સમયમાં જે પણ જગ્યા પર આ જન સંપર્ક યાત્રા જશે ત્યાં તેમણે પોલીસ પ્રોટેક્ષન આપવામાં આવશે.

સ્ટેસ્ટ પ્રવકતા એ કહ્યું છે બીજેપી હવે હલકી કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે

તો આમ આદમી પાર્ટીના સ્ટેસ્ટ પ્રવકતા નિતિન બારોટ એ જણાવ્યુ હતું કે ભાજપ સરકાર અત્યારે ખૂબ જ ટેન્શનમાં આવી ગઈ છે. ગઇકાલે હુમલો સરકાર અને સંગઠનનું એક કાવતરું હતું. આ હુમલો બીજેપી પાર્ટી દ્વારા પ્રિ પ્લાન કરવામાં આવ્યો હતો. પહેલા કઈ પણ ઘટના બનતી હતી તો બીજેપી કોંગ્રેસ પર આરોપ નાખતી હતી અને આજે આપ પર આરોપ નાખે છે. અત્યારે કોંગ્રેસ નબળી પડી ગઈ છે અને આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે. લોકો તેમાં જોડાઈ રહ્યા છે એ વાત નો બીજેપીને વાંધો છે. એમને એક ડર છે કે અમારા કાવતરા ષડયંત્રો અને ભ્રસ્ટાચાર ખુલા પડી જશે. અમારી પાર્ટી દ્વારા કઈ પણ વિરોધનો કાર્યકર્મ બનાવીએ તો પોલીસ વહેલી સવારે અમારા કાર્યકર્તાઓ નેતાઓને પકડીને લઈ જાય છે.

આપના નેતાઓએ આ બધુ સહન કરવા તૈયાર રહેવું જોઈએ: નિતિન પટેલ

તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ લગાવેલા આરોપો વિષે નાયબ પ્રધાન નિતિન પટેલ એ જણાવ્યુ હતું કે આપ દ્વારા જે પણ આરોપો લાગવ્યા છે એ પાયા વગરના છે બીજેપી પાર્ટી કોઈ પણ રીતે આવી હિંસાને પ્રોત્સાહન આપતી નથી. અગાઉ પણ ભાજપા સરકારના કાર્યકર્મોમાં કાળા વાવટા ફરકાવમાં આવ્યા હતા. અગાઉ સભાઓમાં જૂતાં અને પથ્થર ફેકવામાં આવ્યા છે. હવે જ્યારે તેઓ બહાર આવ્યા છે ત્યારે તેમણે પણ આ બધુ સહન કરવા માટે તૈયાર રહેવું જોઈએ.