અમદાવાદ-

શિયાળાના આ સમયમાં સવારના વિઝિબીલીટી ઓછી થઇ જાય છે. સવારે વિઝિબીલીટી ઝીરો હોવાના કારણે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર કેટલાક વાહનોના અકસ્માત થવા પામ્યા હતા. સવારે માર્ગ પર વિઝિબીલીટી ઝીરો હોવાના કારણે આ ઘટના ઘટી હતી. જેને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારના સમયે અમદાવાદ બરોડા હાઈવે પર વાહન ચલાવવું મુશ્કેલીભર્યું બન્યું હતું. અનેક ગાડીઓ અકસ્માતનો ભોગ બની હતી. અને વાહન ચાલકોએ પોતાનો પ્રવાસ રોકવો પડ્યો હતો. જોકે અમદાવાદ વડોદરા એકસપ્રેસ વે પર અનેક નાના મોટા એકસ્માતો સર્જાયા હતા. જોકે અમાદાવાદ વડોદરા એકસપ્રેસ વે જ નહિ પરંતુ રાજયમાં આજે વહેલી સવારથી ઝીરો વિઝીબીલીટી હોવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.