પુણે-

મહારાષ્ટ્ર કોરોનાના ખતરામાંથી હજી પણ બહાર આવ્યું નથી જેમાં પુણેમાં ઝિકા વાયરસનો ખતરો આવી રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે એક કે બે નહીં, પરંતુ સમગ્ર ૭૯ ગામો તેના કેસોને કારણે ખળભળાટ મચ્યો છે. રાજય માં આ મામલાની ગંભીરતાને જાેતા વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ વહીવટીતંત્ર દ્વારા આ ગામોની યાદી પણ બહાર પાડવામાં આવી છે.

પુણેના બેલસર ગામમાં ઝીકા વાયરસનો પ્રથમ ૫૦ વર્ષીય દર્દી મળી આવ્યો છે. મહારાષ્ટ્ર રાજ્યથી લઈને કેન્દ્ર સુધી હલચલ મચી ગઈ હતી. જેમની તપાસ માટે કેન્દ્રની એક ટીમ પણ પુણે પહોંચી હતી. કેન્દ્રીય તપાસ ટીમ ઝીકા વાયરસ સંક્રમણની વર્તમાન સ્થિતિ, ઝિકા વાયરસને નિયંત્રણમાં લાવવા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની માહિતી અને અન્ય ઘણા પાસાઓને સમજવાનો પ્રયાસ કરી રહી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ દેશમુખે જણાવ્યું, જિલ્લાના ૭૯ ગામો ઝિકા વાયરસથી સંકટમાં છે. આ પછી અહીં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મામલાની ગંભીરતાને જાેતા તમામ ઇમરજન્સી સેવાઓને એલર્ટ મોડ પર મુકવામાં આવી છે. જિલ્લાના ૭૯ ગામો, જ્યાં છેલ્લા ત્રણ વર્ષથી ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા કેસ સતત આવી રહ્યા છે, તે ગામોને અત્યંત સંવેદનશીલ યાદીમાં રાખવામાં આવ્યા છે. આ ગામોના લોકો, અધિકારીઓ અને કટોકટી સેવાઓ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.