તાશ્કંદ

રવિવારે અહીંની એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની ૪૫ કિગ્રા ઇવેન્ટમાં ભારતના ઝીલી દાલબેહરાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેમાં ફક્ત બે જ વેઈટલિફ્ટરઓએ ભાગ લીધો હતો.

જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ બ્રોન્ઝ મેડલ જીતનાર ઝિલીનું સ્નેચમાં ૬૯ કિગ્રા વજન અને ત્યારબાદ ક્લિન એન્ડ જર્ક ૮૮ કિગ્રા ગોલ્ડ લેવલની ઓલિમ્પિક ક્વોલિફાયર સ્પર્ધામાં કુલ ૧૫૭ કિગ્રા વજન ઉઠાવીને તે ત્રણેય કેટેગરીમાં પોડિયમમાં ટોચ પર છે. રોગચાળાને કારણે ગયા વર્ષે સ્પર્ધા મુલતવી રાખવામાં આવી હતી.

જોકે ૪૫ કિગ્રા ઓલિમ્પિક વજનનો વર્ગ નથી. આ ઇવેન્ટનું સિલ્વર મેડલ ફિલિપાઇન્સના મેરી ફ્લોર ડિયાઝે જીત્યું હતું, જેણે ૧૩૫ કિગ્રા (૬૦ કિગ્રા અને ૭૫ કિગ્રા) વજન ઉંચક્યું હતું. આ જીત સાથે ઝિલીએ તેના પહેલાના ચરણમાં સિલ્વર મેડલના પ્રદર્શનમાં સુધારો કર્યો હતો. જો કે ૨૦૧૯ ના તબક્કામાં તેનું પ્રદર્શન શાનદાર હતું જેમાં તેણે ૧૬૨ કિગ્રા (૭૧ કિગ્રા અને ૯૧ કિગ્રા) ઉપાડ્યું. તેનું આ ગોલ્ડ ટુર્નામેન્ટમાં ભારતનું બીજું મેડલ હતું. સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ શનિવારે ક્લિન એન્ડ જર્ક કેટેગરીમાં વર્લ્ડ રેકોર્ડ બનાવતા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ઓલમ્પિકમાં ક્વોલિફાઇ કરનાર ચાનુનું સ્નેચમાં વજન ૮૬ કિગ્રા હતું. તેણે કુલ ૨૦૫ કિગ્રા ક્લિન એન્ડ જર્કમાં વર્લ્ડ રેકોર્ડ સાથે કુલ ૨૦૫ કિગ્રા વજન ઉતાર્યું જે તેમનો અંગત શ્રેષ્ઠ પણ હતો.