અમદાવાદ, ઝાયડ્‌સ હોસ્પિટલમા સોમવાર સવારથી જ લોકો રેમડેસીવીર ઈંજકેશન માટે લાઈનો લગાવી રહયા છે ત્યારે સોમવારના રોજ દર્દીઓના સગાને ઈંજકેશન માટે ટોકન આપી અને લાઈનમાં ઉભા રાખી દીધા હતા. સવાર ૧૧ વાગ્યા સુધીમા તો દર્દીઓના સગાઓને ૧૦૦૦ ટોકન આપી દીધા હતા પરંતું ઝાયડ્‌સ પાસે ઇંજેક્શનનો જથ્થો ખૂટી પડતા લોકોને ઘરે પરત મોકલ્યા હતા. જાેકે તેમને પરત મોકલતા લોકોએ હોબાળો કર્યો હતો.લોકોએ જણાવ્યું હતું કે અમને આવતીકાલ સુધીના ટોકન આપી દીધા છે. ૧૦૦૦ લોકોને ટોકન આપી દીધા બાદ હવે તેઓ આવતીકાલે આવાનું કહી રહયા છે. અમારે પણ ઇંજેક્શનની જરૂર છે. અમે વહેલી સવારથી જ લાઈનમાં ઉભા રહી ગયા છીએ તો પણ અમને ઇન્જેકશન નથી મળી રહયા. જાેકે ગઈકાલે પણ અચાનક જ ઈંજકેશનનો જથ્થો ખૂટી પડ્યો હતો. તેથી લોકો હેરાન પરેશાન થઈ રહયા હતા. અહીં આ ઈંજકેશન લેવા માટે લોકો અમદાવાદ બહારથી પણ આવી રહયા છે. રાજ્ય સરકાર ઘ્વારા ૮ વાગ્યાથી કરફ્યુ કરી દેવામાં આવ્યો છે પરંતુ ઇન્જેકશન માટે લોકો મોડી રાતથી જ લોકો અહીં આવી જાય છે. દરરોજ ૧ થી ૨ કિલોમીટર લાંબી લાઈનો જાેવા મળી રહી છે. પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે જેથી સોસીયલ ડિસ્ટનસ જળવાઈ રહે ગઇકાલે ચાની કીટલી અને પાનના ગલ્લા, દુકાનો બંધ હતી.સોલા પોલીસે પોતાની માનવતા ની ફરજ નિભાવી પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રેમડેસીવીર ઈંજકેશન વિશે લોકો શું કહી રહયા છે

દર્દીઓના સગા ઘણા સમયથી લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહીને ઈંજકેશન માટે રાહ જૂવે છે ત્યારે એ લોકો ઇચ્છી રહયા છે કે જેમ બીજી દવાઓ જલ્દી મળી રહે છે તેમ અમને પણ ઇંજેક્શન જલ્દી હેરાન થયા વગર મળી રહે તે માટે વ્યસ્થા કરવામા આવે. લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. જ્યારે નમ્બર અવાનો સમય હોય ત્યારે જ ઇંજેક્શન ખૂટી પડે છે. એક તો અસહ્ય ગરમી અને બીજી બાજુ સગા હોસ્પિટલમાં છે, અમારે શું કરવાનું સરકાર અમને મદદ કરે તો સારું