બોલીવુડના પ્રખ્યાત અભિનેતા સલમાન ખાન અત્યારે પનવેલ ફાર્મ હાઉસ પર સમય પસાર કરી રહ્યા છે.સલમાન ખાન ફાર્મ હાઉસ પર હોય ત્યારે સોશિયલ મીડીયા પર ઘણા એક્ટીવ રહે છે. તે ઘણીવાર પોતાના ફોટો અને વિડીઓ ફેંસ ની સાથે શેયર કરતા જોવા મળે છે. હાલ બોલીવુડના દબંગ ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ થી પોતાનો એક ફોટો શેયર કર્યો છે, આ ફોટોમાં સલમાન ખાન પોતાના ભાણીયા આહીલને ખોળામાં લીધો છે,અને સોહેલ ખાનના દીકરા નિર્વાણ ખાને હાલમાં જન્મેલી આયાતને ખોળામાં લીધેલી છે.

સલમાન ખાન દ્વારા શેયર કરવામાં આવેલા ફોટોમાં દેખી શકાય છે કે આહીલ આયતને રમાડી રહ્યા છે. ફોટોમાં સલમાન ખાનના ચેહરા પર પણ સ્મિત જોવામાં આવી રહ્યું છે. આ ફોટોને શેયર કરતા સલમાને કેપ્સનમાં લખ્યું છે, ‘સીબલીંગ’.સલમાનના આ ફોટો પર ફેંસ ખુબ રીએકટ કરી રહ્યા છે અને આનાથી સંબંધિત વિડીઓ તે ફેન્સની સાથે શેયર પણ કરતા નજર આવી રહ્યા છે.

થોડા દિવસો પેહલા સલમાન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર થોડા વિડીઓ શેયર કર્યા હતા. આ વીડીઓમાં એક્ટર ક્યારેક ખેતરને ખેડતા તો ક્યારેક ચોખાનો પાક વાવતા નજરે આવી રહ્યા હતા. એક્ટરને એમના ખાલી સમયનો આટલો સારો ઉપયોગ કરતા જોઈ દરેક એમના વખાણ કરી રહ્યા હતા. સલમાન ખાનના વિડીઓએ ઈંટરનેટ પર ઘણી હેડલાઈન્સ બનાવી હતી.