અમદાવાદ-

ટીવીની જાણીની અને સુંદર અભિનેત્રીમાંથી એક દેવો કે દેવ મહાદેવ ફેમ, સોનારિકા ભદૌરિયાની હાલ કેટલીક બોલ્ડ તસવીરો વાયરલ થઇ રહી છે. સોનારિકા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. અને તે ફેન્સ વચ્ચે ચર્ચામાં રહેવા માટે હંમેશા તેની સુંદર તસવીરો પોસ્ટ કરતી રહે છે. પણ અનેક વાર તેને પણ પોતાની આ જ સુંદર તસવીરોના કારણે ટ્રોલર્સનો શિકાર થવું પડે છે. હાલમાં જ તેને બોડી શેમ માટે ટ્રોલ કરવામાં આવી હતી. જેનો એક્ટ્રેસ સોનારિકાએ મસ્ત જવાબ આપી ટ્રોલર્સની બોલતી બંધ કરી હતી. (Photo Credit-@bsonarika/Instagram)


સોનારિકાએ ઇન્સ્ટાગ્રામમાં પોતાના ફેન્સ માટે એક ખૂબ જ સુંદર તસવીર શેર કરી હતી. તેમાં તેણે રેડ ઓફ શોલ્ડર ટોપ અને રિપ્ડ જીન્સ પહેર્યું હતું. આ તસવીરમાં સોનારિકાની નમણી કમર અને લૂકના કામણ દેખતા જ નજરે પડતે હતા. અને તે ખૂબ જ આકર્ષક અને સુંદર લાગતી હતી. જે જોઇને તેના ફેન્સ તેના પર ફિદા થયા હતા. (Photo Credit-@bsonarika/Instagram)


ફોટોમાં સોનારિકાએ કેપ્શનમાં લખ્યું હતું કે Are you lost babyboy? તેમની આ તસવીર અનેક લોકોને ખૂબ જ પસંદ આવી. તમામે તેની નમણી કાયા અને નખશિશ સુંદરતા માટે તેના ભરપૂર વખાણ કર્યા. જો કે ટ્રોલર્સને સોનારિાકના આ બોલ્ડ અંદાજ પસંદ ન આવ્યો અને તેને તેના પર નિશાનો સાધ્યો. આવા જ એક ટ્રોલરે તેને બોડીશેમ કર્યું. (Photo Credit-@bsonarika/Instagram)


આ ટ્રોલરે સોનારિકાની તસવીર પર કોમેન્ટ કરતા લખ્યું કે તું સૂકાઇને મરી રહી છે. આ પર સોનારિકાના ફેન્સે કોમેન્ટ કરી તો સોનારિકા પણ જવાબ આપતા લખ્યું કે તુ તો એટલો ફૂલેલો છે તેમ છતાં ફૂલીને હજી સુધી નથી મર્યો. (Photo Credit-@bsonarika/Instagram)