ટોરોન્ટો-

હવે પુરુષો માટે પણ બિકીની આવી છે તેને બ્રોકિની નામ આપવામાં આવ્યું છે. પુરુષો માટે આ બિકિની એક ખંભા વળી છે જેને બ્રોકિની નામ આપવામાં આવ્યું છે. કેનેડાના ટોરોન્ટોમાં બે છોકરાઓએ તેની શોધ કરી છે. ટોરોન્ટોમાં બે છોકરાઓ મળીને છોકરાઓ માટે સ્વિમવેર કંપની શરૂ કરી છે.


પુરુષો માટે બીચવેરના આ ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જે ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. પુરુષો માટે આ બિકીની છે જોકે, તે દેખાવમાં સ્ટાઇલિશ છે પરંતુ તેને પહેર્યા પછી તમને ચોક્કસપણે ‘શરમ અને નિરાશા’ લાગશે. તે એક ખભા ઉપર પટ્ટામાં બનાવવામાં આવી છે અને તેના નીચે અન્ડરવેર આકાર આપવામાં આવ્યો છે.

તે હાલમાં બે જ પ્રિન્ટમાં બજારમાં આવી છે, પ્રથમ બ્રૂમિંગો અને બીજો ફિનાએપલ  તેની તસવીર વેબસાઇટ પર બહાર પાડવામાં આવી છે, જે જણાવે છે કે, તેની કિંમત $ 45 છે. સાસ્કો નામના છોકરા એ જણાવ્યું કે, અમે બેચલર્સ પાર્ટી શરૂ કરવાની યોજના બનાવી જેમાં અમે ક્રેજી બથીંગ સુટ પહેરવાનો વિચાર કર્યો.

આ પછી અમને વિચાર આવ્યો કે, તે એક સ્વિમવેર પણ હોઈ શકે છે. તેણે કહ્યું કે, તે પછી અમે તેના વિશે વધુ વિચાર્યું અને આજે પરિણામ બધાની સામે છે. તેમણે અહેવાલ આપ્યો કે, પ્રથમ વકહ્ત 250 ક્રેજી બથીંગ સુટ બનાવવામાં આવ્યા હતા, જેમાં $ 5,000 ખર્ચ કરવામાં આવે છે. પ્રથમ વેચાણ 19 જુલાઇએ થયું હતું.