અર્ચના કુમાર બેંગ્લુરુની રહેવાસી છે. તે પૂર્વ સ્ટેટ લેવલ બાસ્કેટબૉલ ખેલાડી અને ફીલ્ડ હૉકી પ્લેયર પણ રહી ચૂકી છે. તેમણે પોતાના પરિવારની સાથે ભણતર અને મોડેલિંગ બંને એક સાથે કર્યું છે. 2012માં મુંબઇ આવવા પહેલા તેમણે લગભગ 2 વર્ષ બેંગ્લુરુમાં જ મોડેલિંગ કર્યું હતું. 2011માં તે શંધાઇમાં એલિટ લુક ઑફ ધ યર તરીકે પણ પસંદગી પામી હતી અને ટૉપ 10 મોડલ્સમાં તેનું નામ હતું.

ઉજ્જવલા રાઉત જે અત્યારે 40 વર્ષની છે, તે લગભગ 17 વર્ષની હશે જ્યારે તેણે 1996માં ફેમિના લુક ઑફ ધ યરનો ખિતાબ પોતાને નામ કર્યો હતો. આ વર્ષ એલિટ મોડલ લુક કૉન્ટેસ્ટન્ટમાં તે 15 ટૉપ મોડલ્સમાં પણ પસંદગી પામી છે. તેમણે વિદેશોમાં સૌથી વધુ સફળ સુપરમોડલના રુપમાં ઓળખ મેળવી છે.

શીતલ મલ્લર મુંબઇની ભારતીય ફેશન મોડલ છે. 44 વર્ષીય સ્ટારે 1994માં 16 વર્ષની ઉંમરથી કામની શરુઆત કરી હતી. તેમનું પહેલું શૂટ ફોટોગ્રાફર ગૌતમ રાજાધ્યક્ષની સાથે હતું. એક જ વર્ષમાં તેણે ફેમિના લુક ઑફ ધ યર અને એલિટ લુક ઑફ ધ યરનો ખિતાબ પોતાને નામ કર્યો હતો.

કોલકાતાથી સંબંધ રખનારી નોનિકાએ પોતાનું કરિયર 13 વર્ષની નાની ઉંમરથી જ શરુ કર્યું હતું. તે શરુઆતમાં નાના પ્રોજેક્ટ્સ પર કામ કરતી હતી, પરંતુ જ્યારે તે કોલેજમાં પહોંચી ત્યારે તેણે પોતાના કરિયર તરફ વધુ મહેનત કરવાની શરુઆત કરી હતી. ઇન્ડિયાની નાઓમી કેપેબલ તરીકે ઓળખાતી, ડસ્કી રંગની ખૂબસુંદર મોડલ સ્ટીરિયોટાઇપ્સને તોડવાનું શરુ કર્યું અને પોતાના ગ્લેમરસ સ્ટાઇલથી લોકોને નજરોમાં આવી હતી.

39 વર્ષીય સુપર મોડલ કૈરોલ ગ્રેસિયસનો જન્મ મુંબઇના ગોન (ગોઆ નિવાસી) કૈથોલિક પરિવારમાં થયો હતો. મોડેલિંગ ઉપરાંત તેમણે ફિલ્મો, મ્યૂઝિક વીડિયો અને રિયાલિટી શોમાં કામ કર્યું છે. તે 1998માં થયેલા ઇન્ડિયા એલિટ લુકની વિજેતા રહી હતી. 2016માં જ્યારે તે 37 વર્ષની હતી ત્યારે તેણીએ પોતાના બેબી બમ્પને દર્શાવતા રેમ્પ પર ખુબસુંદર વૉક કર્યું હતું.