કોચ્ચી,

બળાત્કારના કિસ્સામાં કેરલ હાઇકોર્ટે ચુકાદો આપતાં ઠરાવેલ કે, સગીરની સહમતિ હોય તો પણ દુષ્કર્મનો મામલો જ ગણાય. મહિલા, યુવતિ, સગીરાનું આત્મ સમર્પણ હોય તો પણ તેને માની શકાય નહિં અને તેવી હાઇકોર્ટે ટીપ્પણી કરી હતી. આ કિસ્સામાં ૧૪ વર્ષની એક સગીરા ઉપર બળાત્કાર થવાથી તેણી ગર્ભવતી થયેલ હતી જે માટે ટ્રાયલ કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ હેઠળ આરોપીને દોષિત ઠરાવેલ હતો. 

આ અંગે આરોપી દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેમાં તેણે એવો બચાવ લીધેલ કે, સગીરાએ સહમતિથી શરીર સંબંધ બાંધેલ છે. સગીરા તેની સંમતિથી મારે ઘરે આવી હતી તેવું આરોપીનું કથન હતું, જસ્ટીસ પી. બી. સુરેશકુમારે આ રીતના સંમતિના આધારને માની શકાય નહિં તેમ ઠરાવીને આરોપીની અપીલ નકારી કાઢી હતી.