દુબઈ 

દુનિયાનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ છે. આજ કારણ છે કે હાલ સમગ્ર દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હોવા છતાં બીસીસીઆઈએ યુએઈમાં તેની પોતાની ટી ૨૦ લીગ ૈંઁન્નું આયોજન કર્યુ છે. જાે કે, ખેલાડીઓની સલામતીને ધ્યાનમાં રાખીને, ખૂબ જ મજબૂત ગોઠવણ સાથે બાયો-સુરક્ષિત બબલ તૈયાર કરવામાં આવ્યુ છે. આ તમામ પાછળ બીસીસીઆઈ ખુબ ખર્ચ કરી રહી છે. બીસીસીઆઈ આઈપીએલ પાછળ કરોડોનું આંધણ કરી રહ્ય્š છે તો બીજી બાજુ ભારતમાં સ્થાનિક રીતે ખર્ચ ઘટાડવાના મૂડમાં છે.

આ સંદર્ભે દુનિયાના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈએ એનસીએમાં ૧૧ કોચનો કરાર ન વધારવાનો ર્નિણય લીધો છે. એનસીએના કોચ પર બેરોજગારનો કોયડો વિંઝાયો. મીડિયા રિપોર્ટ અનુસાર કોરોના પછી પહેલીવાર બીસીસીઆઈએ કોસ્ટ કટીંગ તરફ એક મોટું પગલું ભર્યું છે. એનસીએના ૧૧ કોચનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી નાંખ્યો છે. આ યાદીમાં ભારતના પાંચ નિવૃત્ત ખેલાડીઓ રમેશ પવાર, એસ.એસ. દાસ,ઋષિકેશ કાનીતકર, સુબ્રતો બેનર્જી અને સુજિત સોમસુંદરનો સમાવેશ થાય છે. એનસીએના મુખ્ય કોચનું પદ સંભાળી ચૂકેલા રાહુલ દ્રવિડે ગત સપ્તાહે આ અંગે તમામને માહિતી આપી દીધી હતી. આ તમામ કોચ પાછળ બોર્ડને ૩૦-૫૫ લાખ રૂપિયા ખર્ચ થતો હતો.

કેટલાક કોચે જણાવ્યુ કે બીસીસીઆઈએ આ ર્નિણય અંગે પહેલા જાણકારી આપી ન હતી. બોર્ડે હજુ સુધી સત્ય કારણ પણ જણાવ્યુ નથી કે શા માટે આવો ર્નિણય લેવામાં આવ્યો. આ કોચનું કહેવુ છે કે જાે અમારો કોન્ટ્રાક્ટ રદ્દ કરવો હતો તો શા માટે અમને વેબિનારમાં ભાગ લેવાનું કહ્ય્š. અમે તો આગળનો પ્લાન કરી રહ્યા હતા અમારી સાથે આવું કરશે ખબર જ નહતી અચાનક અમને કહેવામાં આવ્યુ કે તમારી હવે જરૂર નથી.