ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર 7 કરોડ ફોલોઅર્સ ધરાવતા પહેલા ભારતીય બન્યા છે. ક્રિસ્ટિઆનો રોનાલ્ડો, લિયોનેલ મેસ્સી અને નેમાર પછી તે પ્લેટફોર્મ પર . સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતો ચોથા ક્રમનો ખેલાડી બન્યો છે. તેણે આ લિસ્ટમાં 6.9 કરોડ ફોલોઅર્સ ધરાવતા બાસ્કેટબોલ ખેલાડી લેબ્રોન જેમ્સને પાછળ છોડી દીધો છે.