23, જુન 2025 1287   |   અમદાવાદ   |  
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં ધોધમાર વરસાદ

આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં યેલો એલર્ટગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. ગુજરાતના 159 તાલુકામાં ધોધમાર વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ જોડિયામાં 7.17 ઈંચ, મેંદરડામાં 5.7 ઈંચ, અમીરગઢ,માં 5.0 ઈંચ, કેશોદ 4.9 ઈંચ, કાલાવડ 4.6 ઈંચ અને પલસાણામાં 5.6 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, પંચમહાલ જિલ્લામાં અતિભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, સુરત, ડાંગ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે આવતિકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિતના 16 જિલ્લામાં મેઘગર્જના સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.


23, જુન 2025 2475   |   સુરત   |  
 10 લાખ રૂપિયાના દાગીના ભરેલી બેગ સાથે પશ્ચિમ એક્સપ્રેસમાંથી મહિલા અધવચ્ચે ઉતરી

 સીસીટીવીની મદદથી આરપીએફ દ્વારા પકડાઈરેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ સીસીટીવી ફૂટેજની મદદથી પશ્ચિમ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા મુસાફર પાસેથી લાખોના દાગીનાની ચોરીનો મામલો ઉકેલી નાખ્યો છે. ૧૦.૪૭ લાખ રૂપિયાના દાગીના સાથે એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ટ્રેન સુરતથી મુંબઈ જવા રવાના થઈ હતી. તે જ સમયે, એક મહિલા કોઈ મધ્યવર્તી સ્ટેશનથી શંકાસ્પદ રીતે ટ્રેનમાં ચઢી ગઈ. તે પહેલાથી જ નિશાન બનાવેલા કોચ અને બર્થ પર પહોંચી ગઈ, અને તક મળતા જ તે મુસાફરની બેગ ચોરીને ભાગી ગઈ.ટ્રેન નીચે ઉતરી ગઈ. ઘટના પછી, જ્યારે પીડિતાએ બોરીવલી GRPમાં ફરિયાદ નોંધાવી, ત્યારે RPF અને GRPની સંયુક્ત ટીમે CCTV ફૂટેજની તપાસ કરી. પ્લેટફોર્મ અને કોચની વિડિયો ક્લિપ્સમાંથી મહિલાની ઓળખ થઈ તેની ધરપકડ કરાઈ હતી.


23, જુન 2025 1881   |   વડોદરા   |  
વડોદરાના ધનિયાવી ગામમાં બેલેટ પેપરમાં ઉમેદવારનું નામ ખોટું લખાતાં બે કલાક મતદાન બંધ

ચૂંટણી વિભાગે નવા બેલેટ પેપર છપાવવા પડયાવડોદરા જિલ્લાના ધનિયાવી ગામ ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણની યોજવામાં આવી હતી. રવિવારે શાંતિમય મતદાન થઇ રહ્યું હતું પરંતુ આ પ્રક્રિયા દરમિયાન એક મહિલા ઉમેદવારની અટક ખોટી છપાઈ હોવાનું ધ્યાને આવતા મહિલા ઉમેદવારે હોબાળો મચાવ્યો હતો. જો કે આ બાબતે ચૂંટણી અધિકારીએ નવા બેલેટ પેપર છપાવીને મતદાન પ્રક્રિયા શરુ કરી હતી. પરંતુ મહિલા ઉમેદવારે પણ અગાઉ જે મત આપવામાં આવ્યા છે તે માન્ય રાખવા માટે રજૂઆત કરી હતી.વડોદરા સહિત રાજ્યભરમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. આ તકે  ધનિયાવીમાં મહિલા ઉમેદવારના નામમાં છબરડો સામે આવતા ટેકેદારો રોષે ભરાયા હતા. અને મતદાન મથકે હોબાળો મચાવ્યો હતો. બાદમાં આ મામલે ઉપરથી આદેશ આવ્યા બાદ મતદાન રોકાવીને નવા બેલેટ પેપર છપાવવા પડયા હતા.


22, જુન 2025 1782   |  
પારકી મિલકત ફેક ડોક્યૂમેન્ટથી વેચી ૩.૬૭ કરોડ પડાવી દુબઈ ભાગી ગયેલા બંટી જૈનની ધરપકડ

સુરત, ખોટા નામ ધારણ કરીને અલગ-અલગ મિલકતોનાં ખોટા વેચાણ દસ્તાવેજો બનાવી ૩.૬૭ કરોડનું કૌભાંડ કરી દુબઈ ભાગી ગયેલા બંટી જૈનને પ્રત્યાર્પણ સંધિનાં પરિણામે પરત લાવી ધરપકડ કરવામાં પોલીસ સફળ રહી છે. આર્થિક ગુના નિવારણ શાખા પાસે પ્રાપ્ત વિગતો અનુસાર ભાઠામાં ગ્રીન સીટી પાસે કિંગ્સટન એપાર્ટમેન્ટમાં રહેતા ઉપવન ઉર્ફે બંટી જૈનએ જ્ઞાનચંદ બજરંગલાલ જૈનનો સંપર્ક કર્યો હતો. બંટીએ તેમને એવું કહ્યું હતું કે, પોતાની પાસે કેટલીક મોકાની પ્રોપર્ટી છે. જે માર્કેટ કરતાં સસ્તા ભાવે વેચવાની છે. ટૂંક સમયમાં જ આ પ્રોપર્ટીનો ભાવ વધી જાય એમ હોય એ ખરીદીમાં તમને ઘણો લાભ થશે. બંટીએ (૧) ઓફીસ નં.એસ/૬ વી.આઈ.પી. પ્લાઝા (૨) ફલેટ નં.એ/૧૦, રીવર પેલેસ, વેલેન્ટાઈન સિનેમા પાસે, પીપલોદ (૩) ફલેટ નં.બી/૫૦૨, ધી લેજન્ટ બિલ્ડીંગ, પ્રાઇમ શોપર્સ, રી-બાઉંસની પાછળ યુનિવર્સીટી રોડ સુરત (૪) ફલેટ નં.૩/સી, કેસલ બ્રાઉન, ઉધના મગદલ્લા રોડ સુરત વાળી મિલકત જ્ઞાનચંદને બતાવી હતી. તેમણે પ્રોપર્ટી પસંદ આવતાં તેમણે સોદો કર્યો અને ૩,૬૬,૭૩,૦૦૦ રૂપિયા અવેજ ચૂકવી દસ્તાવેજ કરાવી લીધો હતો. જો કે પાછળથી તેમને ખબર પડી કે, આ તમામ મિલકતના માલિક તરીકે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી બંટી અને તેના સાગરિતોએ બોગસ દસ્તાવેજ કરી આપી પૈસા પડાવી લીધા છે. એક શોપ અને ત્રણ ફ્લેટનાં કુલ ૮ બોગસ દસ્તાવેજો બનાવી આપી ૩.૬૭ કરોડનું ચીટિંગ કરનારા બંટી અને તેના સાગરિતો સામે જ્ઞાનચંદ જૈનએ ફરિયાદ નોંધાવી હતી. મિલકત માલિક તરીકે ખોટી ઓળખ આપનારાઓએ ઓળખનાં પુરાવા તરીકે બોગસ આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ચુંટણી કાર્ડ વિગેરે બનાવી તેના આધારે પહેલા બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. ત્યારબાદ મિલકતનો ખોટો દસ્તાવેજ બનાવી સામે અવેજ પેટે મળેલી રકમનાં ચેક આ ફેક એકાઉન્ટમાં જમા કરાવી ત્યાંથી રૂપિયા વગે કરાયાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેથી મિલકતદારો તરીકે હાજર રહેલા તથા દસ્તાવેજમાં સાક્ષી બનેલાઓની શોધખોળ કરાઇ હતી. આ કૌભાંડના સૂત્રધાર તરીકે બહાર આવેલા ઉપવન ઉર્ફે બંટી પવનકુમાર જૈન મૂળ રાજસ્થાનના પ્રતાપગઢનો વતની હોવાથી ત્યાં તપાસ કરાઇ હતી. વળી પાસપોર્ટની વિગત મેળી મેળવી એરપોર્ટ પર તપાસ કરાતાં બંટી દુબઈ ભાગી ગયાનું બહાર આવ્યું હતું, જેતી ઇકો સેલે પાસપોર્ટ નંબરના આધારે લુકઆઉટ નોટિસ ઇશ્યુ કરાવી હતી. જો કે બંટી પરત નહીં આવતા પોલીસે યુ.એ.ઈ. દેશ સાથેની પ્રત્યાર્પણ સંધિનો ઉપયોગ કર્યો હતો. સુરત પોલીસે બંટી જૈનની ગુનાખોરીનાં વિસ્તૃત અહેવાલ સાથે કેન્દ્ર સરકાર, ઇન્ટરપોલ મારફત તેની ધરપકડ અને પ્રત્યાર્પણ માટે પ્રોસીજર કરી હતી. જેથી દુબઈ પોલીસે ઉપવન ઉર્ફે બંટી પવનકુમાર જૈનને ડીટેઇન કરી ભારત ડીપોર્ટ કર્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર આવેલા બંટીનો ઇકો સેલે કબજો લઇ ધરપકડ કરી હતી.સીએ ઉપવન જૈન લંગાડીયાનાં રવાડે ચઢી કૌભાંડી બની ગયો ઉપવન ઉર્ફે બંટી જૈન સુરતમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. બોગસ દસ્તાવેજો ઉભા કરી પારકાની મિલકત બારોબાર વેચી મારતો કૌભાંડી અશ્વિન લાંગડીયા આ બંટી પાસે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરાવવા આવતો હતો. એ સમયે અશ્વિને તે ટ્રાવેલ્સનો ધંધો કરતો હોવાની વાત બંટીને જણાવી હતી. આર્થિક રીતે સધ્ધર બંટીને તેની ગાડી લાંગડીયાને ભાડે ફેરવવા આપી હતી. આ ધંધામાં લાંગડીયાએ બંટીને નુકસાન કરાવ્યું હતું. ત્યારબાદ લાંગડીયાએ નુકશાન ભરપાઇ કરવા પેટે પોતાના પાસેની મિલકત ખરીદી શકે એવા વ્યક્તિને શોધી લાવશે તો સારૂ કમિશન આપીશ એવી વાત કરી હતી. બંટી તેની વાતમાં આવી ગયો અને મિલકત ખરીદવા માટે પોતાના વર્ષો જુનો ફેમિલી ફ્રેન્ડ જ્ઞાનચંદ બજરંગલાલ જૈનને તૈયાર કર્યા હતા. બંટીને દિકરા સમાન ગણતાં હોય જૈને વધું તપાસ કર્યા વિના તેની વાતમાં ભરોસો મૂકી ૩.૬૭ કરોડમાં ચાર મિલકત ખરીદી હતી. જો કે આ મિલકતમાં લાંગડીયાએ ખેલ કરી નાખતાં બંટી ફસાયો અને દેશ છોડીને ભાગવું પડ્યું હતું. ઇકો સેલના સબ ઇન્સ્પેક્ટર યોગેશ ગીરનારે બંટી જૈનના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.  આ આઠ કૌભાંડીની ધરપકડ થઇ ચૂકી છે (૧) અશ્વિન કરમશીભાઇ લાંગડીયા (૨) આરીફ ઉર્ફે સાડાતીન ગુલશેરખાન પઠાણ (૩) નરેશ કેશવભાઇ વાઢેળ(મેઘવાલ) (૪) રસીક દેવરાજભાઇ આંબલીયા (૫) બંસીભાઇ રામજીભાઇ કળસરીયા(પ્રજાપતિ) (૬)સંગીતા બસીભાઇ કળસરીયા(પ્રજાપતિ) (૭) ચેતન રમેશભાઇ માંગરોલીયા (પટેલ) (૮) વિજય ઉર્ફે વીકી કરમશીભાઇ લાંગડીયા (પટેલ)


22, જુન 2025 1782   |  
મ્યુ.કમિશનરનાં રાજમાં એકને ગોળ અને એકને ખોળની સિલેક્ટિવ બેવડી નીતિ

સુરત, સુરત મહાનગર પાલિકાનો વહિવટ નીતિ નિયમો અને કાયદા પ્રમાણે નહીં પરંતુ ક્યારેક સત્તાધીશોનાં રાજાશાઇનાં મૂડ પ્રમાણે ચાલી રહ્યો હોવાનું જણાઇ રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલનાં રાજમાં વહિવટી અધિકારીઓ સામે પગલાં લેવામાં એકને ગોળ અને એકને ખોળની સીલેક્ટિવ ડ્યુઅલ પોલિસી અપનાવવામાં આવતાં અધિકારીઓમાં અસંતોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એડિશનલ સિટી ઇજનેર કેતન દેસાઇને ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં ટેન્ડર પ્રકરણમાં આર્થિક નુક્સાનની માત્ર ધારણાને આધારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં જ્યારે બીજા એક ગંભીર પ્રકરણમાં કાર્યપાલક ઇજનેર અને બીઆરટીએસનાં કાર્યપાલક ઇજનેર અને જનરલ મેનેજર માનસંગ ચૌધરીનો માત્ર એક ઇજાફો જ અટકાવવામાં આવ્યો છે. જે કંપનીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી ચાલતી હોય તે જ કંપનીનાં બીજા ટેન્ડરની વિગતો છુપાવવા ઉપરાંત અન્ય અનિયમિતતાઓ આચરનાર માનસંગ ચૌધરી માટે તો તલવારનો ઘા સોયથી ટળ્યાં જેવી સુવિધા કરી આપવામાં આવી હોવાનું પ્રસ્થાપિત થયું છે. મહાનગર પાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા માટે બીઆરટીએસ બસો તેમજ સિટી બસોનું સંચાલન કરવામાં આવે છે. આ બસો જે રૂટ ઉપર દોડી રહી છે ત્યાં અકસ્માતો ટાળવા માટે સ્વીંગ ગેટ તેમજ બસ શેલ્ટર્સનાં સ્લાઇડિંગ ડોર મૂકવામાં આવ્યાં છે. બીઆરટીએસનાં કોરિડોરમાં ઘણી જગ્યાએ સ્વીંગ ગેટ મેઇન્ટેનન્સનાં અભાવે કામ કરતાં નહીં હોવાથી ઇજારદારને તાકિદ કરવા છતાં કામગીરી નહીં કરનાર ઇજારદારને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. બીજીતરફ બસ શેલ્ટર્સનાં સ્લાઇડિંગ ડોરનાં ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સની કામગીરી માટે ટેન્ડર ઇશ્યુ કરવામાં આવ્યાં હતાં જેમાં ઉપરોક્ત ઇજારદારે પણ ટેન્ડર ભર્યું હતું. એકતરફ બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી ચાલી રહી હોવા છતાં ઇજારદારે ટેન્ડર ભર્યું હતું ત્યારે આ બાબત બીઆરટીએસનાં કાર્યપાલક ઇજનેર અને સુરત સિટીલિંકનાં જનરલ મેનેજર માનસંગ ચૌધરીએ ઉચ્ચ અધિકારીઓથી છુપાવી હતી. ઇજારદારનાં કરતૂતોથી માનસંગ ચૌધરી વાકેફ હોવા છતાં તેમણે આ બાબતની જાણ ઉચ્ચ અધિકારીઓને કરી ન હતી. આ ગંભીર બાબતની નોંધ લઇને તેમને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી હતી જેનો તેમણે જવાબ પણ આપી દીધો હતો. જો કે, જવાબ સંતોષકારક નહીં જણાતા બીઆરટીએસનાં કાર્યપાલક ઇજનેર અને સુરત સિટીલિંકનાં જનરલ મેનેજર માનસંગ ચૌધરીનો ભવિષ્યની અસર સિવાય એક ઇજાફો અટકાવવાનો હુકમ કરવામાં આવ્યો છે.કુલ ૭૯ બસ શેલ્ટર્સ સ્લાઇડિંગ ડોરનાં ઓએન્ડએમનાં ટેન્ડર પ્રક્રિયામાં ફરજચૂક બીઆરટીએસ કોરિડોર ફેઝ-૨, એક્સ્ટેન્શન પાર્ટ ૧ અને ૨ એટલે કે, સ્મીમેર હોસ્પિટલથી સારોલી ગામ સુધી ૯, કાપોદ્રાથી ઉત્રાણ ૨, વાલકથી કામરેજ ૭, કામરેજ ટમિર્નલ એક, વરાછા હેલ્થ સેન્ટરથી વાલક ૮, મગોબ ખાડી બ્રિજથી ડિંડોલી વારીગૃહ ૯, કાપોદ્રા ફાયર સ્ટેશન એક, સેન્ટ્રલ વેરહાઉસથી ઉર્જા સદન ૪, સરોલીથી કડોદરા ૩, નાનાવરાછા પોલીસ સ્ટેશન એક મળી કુલ ૪૫ બસ શેલ્ટર્સ તેમજ વાયજંકશન ઉધના મગદલ્લાથી સરથાણા નેચરપાર્ક ઉપર આવેલાં ૩૪ બસ શેલ્ટર્સનાં સ્લાઇડિંગ ડોરનાં ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સની કામગીરી સોંપવા બાબતની ટેન્ડર પ્રક્રિયામાં માનસંગ ચૌધરીએ ફરજચૂક કરી હતી. માનસંગ ચૌધરીને શોકોઝ નોટિસ આપવામાં આવી હતી. એસીબીમાં પકડાયેલાં માનસંગ ચૌધરીને લાભદાયી જગ્યાએ મૂકી પૂર્વ કમિશનરનાં પરિપત્ર તેમજ ફરિયાદનો ઉલાળિયો લાંચનાં ગુનામાં પકડાયેલાં કર્મચારીઓ કે અધિકારીઓને સંવેદનશીલ કે આર્થિક લાભદાયી જગ્યાએ નહીં મૂકવા બાબતે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરે ખાસ પરિપત્ર ઇશ્યુ કર્યો હતો. આ પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, એસીબીમાં ગુનો દાખલ થયો હોય, નાણાંકીય ગેરરીતિ, તકેદારી આયોગ સમક્ષ ફરિયાદ થઇ હોય, ગુના સંબંધે સસ્પેન્ડ થયાં હોય અને પછી ફરજમાં પુન:સ્થાપિત કરવામાં આવ્યાં હોય ત્યારે આવા કર્મચારી-અધિકારીને શહેર વિકાસ વિભાગમાં બિલ્ડિંગ પરમિશનને લગતી કામગીરી, નાણાંકીય લેવડ દેવડ સાથે સંકળાયેલ હોય તેવી સંવેદનશીલ કામગીરી સોંપવી નહીં. જો આવી કામગીરી સોંપવામાં આવી હોય તો તે અતિ ગંભીર બાબત હોવાથી કોઇપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. આ સુચનાનો અમલ નહીં કરનાર અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. માનસંગ ચૌધરી એસીબીનાં કેસમાં પકડાઇ ચૂક્યાં છે અને તેમની સામે પ્રોસિક્યુશનની પરવાનગી પણ સ્થાયી સમિતિએ વર્ષ ૨૦૨૪માં આપી હતી તો તેમને બીઆરટીએસમાં કાર્યપાલક ઇજનેર તરીકે અને સુરત સિટીલિંકનાં જનરલ મેનેજર તરીકે નિમણૂંક કોણે આપી તે પણ તપાસનો વિષય છે. ગોપાલ લાભા નામનાં નાગરિકે કમિશનર તેમજ મુખ્યમંત્રીને એક વર્ષ પહેલાં પત્ર લખીને માનસંગ ચૌધરી તેમજ અન્ય અધિકારીને એસીબીનાં ગુના પછી લાભદાયી જગ્યાએ પુન:સ્થાપિત કરવામાં આવ્યા હોવાની ફરિયાદ કરી હતી તેમ છતાં કમિશનર શાલિની અગ્રવાલે આ બાબતને ગંભીરતાથી લીધી ન હતી.


22, જુન 2025 2475   |  
ગળતેશ્વરમાં રાત્રે થતા પથ્થર ખનન પર દરોડા, ૫૦ લાખનું મશીન કબ્જે

નડિયાદ, ગળતેશ્વર તાલુકામાં દિવસ રાત મહિસાગર નદી માંથી ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જેને લઈ ખાણ ખનીજ વિભાગ દ્વારા હવે દિવસ અને રાત્રી દરમિયાન નદીના પટમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે શુક્રવારે મોડી રાતે ગળતેશ્વર મહાદેવ મંદિર પાછળ ખોદકામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડો કરી ૫૦ લાખનું હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જમીનની માપણી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખેડા જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે. ત્યારે જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા વિવિધ સ્થળો પર દરોડા કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ગળતેશ્વર માં ખાણ ખનીજ વિભાગ દ્વારા શુક્રવારે મોડી રાત્રે દરોડો કરવામાં આવ્યો હતો. જેમાં તાહિર અને કાસીમ બકતર નામના લોકો દ્વારા ગળતેશ્વર મહાદેવ મંદિર પાછળ થી પસાર થતી મહિસાગર નદીમાં બ્લેક ટ્રેપનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડો કરીને ૫૦ લાખનું હિટાચી મશીન કબજે કરવામાં આવ્યું હતું. આ સાથે નદીના પટમાં ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવેલ જમીનની માપણી પણ કરવામાં આવી હતી. આ દરોડામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા જણાવામાં આવ્યું હતું કે જમીનની માપણી કરી અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.


22, જુન 2025 3069   |  
સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે ઈડર પંથક જળબંબાકાર થયો

ઈડર, હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા જીલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું જેને પગલે સાબરકાંઠા જિલ્લામાં શનિવારની રાત્રે જાેરદાર વરસાદ ખાબક્યો હતો અને વડાલી, ખેડબ્રહ્મા,ઈડર પંથકમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. જેમાં વડાલીમાં ૧૨ ઈંચ,ખેડબ્રહ્મામાં ૧૦ ઈંચ તેમજ ઈડરમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદને લઈ ઈડરની ગૌવાવ તેમજ ભેંસકા અને ખેડબ્રહ્માની હરણાવ નદીમાં નવા નીર આવ્યા છે. જેમાં ચાલુ સાલે ચોમાસા દરમિયાન પ્રથમ વાર ગૌવાવ અને હરણાવ નદી બે કાંઠે જાેવા મળી છે જીલ્લાના અન્ય તાલુકાની વાત કરવામાં આવેતો વિજયનગર ૨.૯૫ ઈંચ, તલોદ ૨.૬૦ ઈંચ અને પ્રાંતિજ ૧.૮૧ ઈંચ વરસાદ નોંધાયો છે.પ્રથમ વરસાદમાં જ ઈડરની ગૌવાવ નદી બે કાંઠે વહેતી થઈ ઈડર તાલુકાના પૂર્વ વિભાગમાં આવેલી ગૌવાવ નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે ઘોડાપુર આવ્યું હતું જેને લઈનર ગૌવાવ નદી બે કાંઠે જાેવા મળી હતી ચોમાસાના પ્રથમ વરસાદે જ ગૌવાવ નદીમાં પાણીનો ધસમતો પ્રવાહ વહેતો જાેઈ આસપાસના ખેડૂતોમાં આનંદ છવાયો છે. ઈડર-ભિલોડા હાઈવે પર કાનપુર રેવાસ વચ્ચે ડાયવર્ઝન ધોવાયોઈડર તેમજ વડાલીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ઈડરની ભેંસકા નદીમાં નવા નીર આવતા ઈડર-ભિલોડા-શામળાજી નેશનલ હાઈવે પર આવેલા કાનપુર અને રેવાસ વચ્ચે ભેંસકા નદી પર નવીન બ્રિજનું કામ ચાલુ છે જેને લઈને વાહનવ્યવહાર ચાલુ રહે તે માટે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું પરંતુ ભારે વરસાદને પગલે ભેંસકા નદીમાં નવા નીર આવતા જ ડાયવર્ઝન ધોવાયું હતું જેને પગલે ઈડર,ભિલોડા,શામળાજી અવરજવર કરતો વાહનવ્યવહાર અટક્યો હતો જેથી વાહનચાલકોને આસપાસના ગ્રામ્ય માર્ગોનો સહારો લેવો પડ્યો હતો જ્યારે વાહનચાલકો ને અવરજવર કરવામાં મુશ્કેલી ન પડે તે માટે હાઈવેનું કામ કરતી એજન્સી દ્વારા ડાયવર્ઝન તૈયાર કરવાની કામગીરી હાથ ધરી હતી. ઈડરના નંદાનગર પાસે અન્ડર પાસમાં પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો ઈડરથી વિજયનગર તરફ જતા નેશનલ હાઈવે પર આવેલા નંદાનગર પાટિયા પાસે રેલવે અંડર બ્રિજનું કામ ચાલુ છે ત્યારે રાત્રી દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે આ અંડર પાસ ભરાઈ ગયો હતો અને ઈડર-વિજયનગર નો વાહનવ્યવહાર ખોરવાયો હતો અને વાહનોની લાંબી કતારો જાેવા મળી હતી ત્યારે રેલવેની કામગીરી કરતી એજન્સી દ્વારા તાત્કાલિક અંડર પાસમાંથી પાણી કાઢવાની કામગીરી આરંભી હતી અને વાહનવ્યવહાર રાબેતા મુજબ શરૂ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છેકે અત્યારે ઈડર ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે લાઈનનું કામગીરી ચાલુ છે. ઈડરના કડિયાદરા ગામમાં વરસાદી પાણી ભરાયા જિલ્લામાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયાની સમસ્યા સર્જાઈ હતી ત્યારે ઈડર તાલુકાના કડિયાદરા ગામમાં પણ વરસાદી પાણી ભરાયા હતા ભારે વરસાદીથી કડિયાદરા ગામમાં નીચાણવાળા વિસ્તાર પાણી પાણી થઈ ગયા હતા નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા ઘરમાં પાણી ભરાતા લોકોને ભારે મુશકરલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જિલ્લાના કયા જળાશયમાં પાણીની કેટલી આવક નોંધાઈ?જિલ્લાના જળાશયોની વાત કરવામાં આવેતો ભારે વરસાદને લીધે નદી નાળા છલકાયા છે ત્યારે જેને પગલે જળાશયોમાં સારી આવક થઈ છે જેમાં ગુહાઈ જળાશયમાં ૧૬૭૫ ક્યુસેક, હાથમતી જળાશયમાં ૧૦૦૦ ક્યુસેક, હરણાવ જળાશયમાં ૨૫૦ ક્યુસેક, વૈડી જળાશયમાં ૬૦ ક્યુસેક અને ખેડવા જળાશયમાં ૬૫૦ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ખેડબ્રહ્મામાં ૧૦ ઇંચ, વડાલીમાં ૧૨ ઈંચ વરસાદ, હરણાવ નદી બે કાંઠે ખેડબ્રહ્મા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વડાલીમાં આભ ફાટ્યું હોય તેમ ૧૨ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ખેડબ્રહ્મામાં પણ ૧૦ ઈંચ વરસાદ પડતા ચોતરફ જળબંબાકારની સ્થિતિ પેદા થઈ હતી. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, જાેકે શરૂઆતના દિવસોમાં વરસાદનું જાેર ઓછું રહેશે. એ બાદ વરસાદની તીવ્રતામાં સામાન્ય વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની સંભાવનાને આજે સવારે ૬ વાગ્યાથી સાંજના ૬ આગામી ત્રણ કલાક એટલે કે ૧૦ વાગ્યા સુધી બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં રેડ એલર્ટ અપાયું છે. જ્યારે અમદાવાદ સહિત અન્ય જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.૨૨ જૂનથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સાંજે સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને ખેડબ્રહ્મામાં ૧૦ ઇંચ વરસાદ તેમજ વડાલીમાં બાર ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. ઉપરવાસ રાજસ્થાનમાં તથા વિજયનગર વરસાદ તથા ખેડબ્રહ્મા શહેરની મધ્યમાંથી પસાર થતી નદી બે કાંઠે વહેતા લોકો જાેવા ઉમટી પડ્યા હતા સાંજના છ વાગ્યાથી આખી રાત મેહુલિયો મન મૂકીને વરસ્યો હતો જેથી માર્ગો પર પાણી ભરાતા સહકારી જીન તરફ રેલવે નો નવો અંડરબ્રીજ બનતા મેઘ દર્શન સોસાયટી હરજીપુરા સિગ્નલ કંપા તેમજ આજુબાજુના વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા હતા વાહન ચાલકો પરેશાન થયાં હતા. તો કેટલાક વિસ્તારોમાં વીજ વ્યવહાર પણધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને ખેડબ્રહ્મામાં ૧૦ ઇંચ કરતાં વધુ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો.માર્ગો પર પાણી ભરાતા લક્ષ્મીપુરા ચાર રસ્તા સરદાર ચોક વાસણા રોડ વાહન ચાલકો પરેશાન થયાં હતા. તો કેટલાક વિસ્તારોમાં વીજ વ્યવહાર પણ ખોરવાયો હતો. અરવલ્લી જિલ્લામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જાેવા મળી હતી. માત્ર ૨ કલાકમાં જ ૫ ઈંચ વરસાદ ખાબકી જતાં ચારેય બાજુ પાણી જ પાણી જાેવા મળ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ૧૬ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ૧૩ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરકાંઠા પાટણ મહેસાણા સહિત વિવિધ જિલ્લામાં દ્ગડ્ઢઇહ્લની ૧૨ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરેલ છે રથયાત્રાના દિવસે પણ ભારે વરસાદ પડવાની વકી છે સહકારી જીન તરફ જતા પાણી ભરાતા આ વિસ્તારના જાગૃત કોર્પોરેટર એ રાત્રે ખૂબ જ જહેમત ઉઠાવી રેલવે તંત્ર નગરપાલિકા ચૂંટાયેલા પદાધિકારીઓ અધિકારી કર્મચારીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા રાત્રિના સમયે તાબડતોબ કામ કરતા જેસીબી દ્વારા પાણી રોકાતા ખુલ્લું કરતા લોકોના ઘરમાં પાણી જતા અટક્યું હતું અને બીજા દિવસે બપોરે અંડરબ્રીજ માં પાણી ઓસરતા વાહન વ્યવહાર ચાલુ થયેલ હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે પહેલા જ વરસાદેખેડબ્રહ્માની હરણાવ નદીમાં ભારે પુર આવતા પોલીસ તંત્ર તથા વહીવટીતંત્ર દ્વારા પંડિત દિન દયાળ ઉપાધ્યાય કોઝવે પુલ ઉપર પીઆઇ ડી આર પઢેરિયા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતોહરણાવ ડેમના કારણે આટલા ગામોને અસર થઈ વિજયનગરના વણધોલ, સરસવ, રાજપુર કંથારીયા, ચંદવાસા, કૈલાવા ખોખરા હેઠવામાં આવેલ બંધાણા, અભાપુર,મતાલી, વિરપુર, આતરસુંબા, અંદ્વોખા(આશ્રમ), ખેડાસણ, લાદીવાડા, આંત્રી અને પરોસડા તેમજ ખેડબ્રહ્માના નાકા, કલોલ,શીલવાડ, સાગર કંપા, વાધાકંપા, તેમજ ખેડબ્રહ્મા શહેર વિસ્તાર. ના લોકોને સતર્ક રહેવા વહીવટીતંત્ર તરફથી જાણ કરવામાં આવી છે વડગામના અંધારીયા પાસેથી પસાર થતી અર્જુની નદી બંને કાંઠે વહેતી થઇ વડગામ વડગામ તાલુકાના અંધારીયા ગામ પાસે થી પસાર થતી અર્જુની નદી બંને કાંઠે વહેતી થતાં લોકોમાં ખુશી વ્યાપી ગઇ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે અંબાજી હાઇવે પર આવેલા અંધારીયા ગામ પાસેથી પસાર થતી અર્જુની નદી બંને કાંઠે વહેતી થઇ હતી.વર્ષોથી સુકીભઠ અર્જુની નદી માં નવા નીર આવતા લોકોમાં આનંદ છવાયો હતો.અંધારીયા ગામલોકો દ્વારા નદીમાં નીર આવતા નદીને વધાવી હતી.અર્જુની નદીમાં પાણી આવતાં વડગામ તાલુકાના મોકેશ્વર ખાતે આવેલા ડેમમાં પણ પાણી ની આવક થશે તેવી લોકોમાં આશા બંધાઈ છે.સાબરકાંઠા-અરવલ્લીમાં સાવર્ત્રિક વરસાદ મોડાસા-મેઘરજમાં ૪-૪ ઇંચ ખાબક્યો મોડાસા છેલ્લા ૩ દિવસથી ઉત્તર ગુજરાતમાં નબળો પડેલો વરસાદ શનિવાર બપોરે ૧૨ વાગ્યા બાદ ફરી સક્રિય થયો હતો. ઉત્તર-પૂર્વ રાજસ્થાન ઉપર બનેલું અપરે એર સાયક્લોનના કારણે બપોરે ૧૨ થી સાંજે ૬ વાગ્યા સુધીના માત્ર ૬ કલાકમાં ૨૦ તાલુકાને વરસાદે આવરી લીધા હતા. છેલ્લા ૩ દિવસથી ઉત્તર ગુજરાતમાં નબળો પડેલો વરસાદ શનિવાર બપોરે ૧૨ વાગ્યા બાદ ફરી સક્રિય થયો હતો. ઉત્તર-પૂર્વ રાજસ્થાન ઉપર બનેલું અપરે એર સાયક્લોનના કારણે બપોરે ૧૨ થી સાંજે ૬ વાગ્યા સુધીના માત્ર ૬ કલાકમાં ૨૦ તાલુકાને વરસાદે આવરી લીધા હતા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાવર્ત્રિક વરસાદ વચ્ચે ૨૦ તાલુકામાં ૪ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મોડાસા અને મેઘરજમાં ૪-૪ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જાે કે, એક માત્ર પાટણ જિલ્લો નોંધણી લયક વરસાદથી બાકી રહ્યો હતો. દિવસભરના વરસાદી માહોલના કારણે દિવસના તાપમાનમાં પોણા ૨ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. વરસાદનો આ રાઉન્ડ ૨૭ જૂન સુધી સક્રિય રહી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૨૭ જૂન સુધી ઉત્તરગુજરાતમાં વરસાદનો આ રાઉન્ડ સક્રિય રહી શકે છે. રવિવારે ઉત્તરગુજરાતમાં વરસાદની શક્યતા ૭૫% થી વધુની છે. આ દરમિયાન ૨.૫મીથી લઇ અઢી ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. જાે કે, બનાસકાંઠા,સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ૮ ઇંચ સુધીનાઅતિભારે વરસાદની શક્યતા છે.વડગામના જલોતરામાં ૪ કલાકમાં પોણા સાત ઇંચ વરસાદ વડગામ વડગામ તાલુકાના જલોતરામા ૪ કલાક માં પોણા સાત ઇંચ વરસાદ ખાબકતાં ઠેર ઠેર જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી. હવામાન ખાતાની ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ હતી.જેમા શનિવાર ના રાત્રીના સમયે જલોતરા પંથકમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.૪ કલાક માં પોણા ચાર ઈંચ વરસાદ ખાબકતાં સુકીભઠ ઉમરદશી નદી બંને કાંઠે વહેતી થઇ હતી.જલોતરા પાસે આવેલું કરમાવાદ તળાવમાં પાણી ભરાયાં હતાં.ઉપરવાસ માં પણ ભારે વરસાદ થતાં અરવલ્લીની ગીરીમાળા માં પણ પાણી ધોધ વહેતા થયા હતાં.ભિલોડાની ઇન્દ્રાશી, હાથમતી અને બુઢેલી નદીઓ બે કાંઠે વહેતી થઈ મોડાસા અરવલ્લી જિલ્લામાં ચોમાસાની સીઝન દરમિયાન છેલ્લા બે દિવસથી સતત વરસાદ નોંધાયો છે. જિલ્લાના મોડાસા, મેઘરજ અને ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ઉપરવાસના વિસ્તારોમાં પણ સારો વરસાદ થયો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વિજયનગર અને ઇડર પંથકમાં સાંબેલાધાર વરસાદ નોંધાયો છે. આ વરસાદના કારણે ભિલોડાની ત્રણેય મુખ્ય નદીઓમાં પાણીની આવક શરૂ થઈ છે. ભિલોડાના લીલછા પાસે આવેલી ઇન્દ્રાશી નદી બે કાંઠે વહેવા લાગી છે. હાથમતી અને બુઢેલી નદીમાં પણ નવા નીરની આવક શરૂ થઈ છે. આ સીઝનમાં પ્રથમ વખત નદીઓમાં પાણી આવ્યું છે. નદીઓમાં પાણીની આવકથી કિનારા આસપાસના ગામોના બોર-કૂવા રિચાર્જ થશે. પાણીનો આવરો જળવાઈ રહેશે તેવી આશા છે. વરસાદને પગલે આ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.ભારે વરસાદને પગલે મોડાસા-સાયરાનો વૈકલ્પિક માર્ગ ધોવાઈ ગયો મોડાસા અરવલ્લી જિલ્લામાં શનિવારના રોજ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નીચાણવાડી જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ જાેવા મળી રહી છે, તો રોડ પણ ધવાઈ જવાના કિસ્સાઓ સામે આવ્યા છે. મોડાસા સાયરા માર્ગ પર પાણીના નિકાલ માટે ગરનાળાનું કામ ચાલુ થતાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જાેકે ડાયવર્ઝનનો રસ્તો પણ વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે. અહીં ડાયવર્ઝનનું કામ પણ હલકી ગુણવત્તાનું કરવામાં આવ્યા હોવાની રાવ ઉઠવા પામી છે, જેને લઇને હવે ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું છે. ચોમાસાના સમયમાં આ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે હવે પૂર્ણ ક્યારે થશે, તે યક્ષ પ્રશ્ન છે.પ્રાપ્ત માહિતી મુજબ મોડાસા થી સાયરા જવાનો એકમાત્ર મુખ્યમાર્ગ છે, જેનો ઉપોયગ સાયરા, મોરા તેમજ વણિયાદ અને આગળ રેલ્લાવાડા જવા માટે વાહન ચાલકો કરતા હોય છે. અહીં ચેકડેમનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, જેને લઇને વાહનચાલકોને હાલાકીઓ ન પડે, તે માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું,જાેકે ભારે વરસાદને કારણે ઉપરવાસમાંથી પાણી આવતા, ડાયવર્ઝનનો રસ્તો પણ ધોવાઈ ગયો છે, જેને લઇને સ્થાનિક લોકોને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રજા અને ચૂંટણીને કારણે હવે પ્રજાને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ ક્યારે આવશે, તે સવાલ છે. અરવલ્લી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધોવાયેલા રસ્તાનું સમારકામ સત્વરે થાય, તેવી માંગ ઉઠવા પામી છે.


22, જુન 2025 1683   |  
પાવી જેતપુર ભરાજ નદીના ડાયવર્ઝનમાં ભુવો પડ્યા બાદ રોડ પણ બેસી ગયો

છોટાઉદેપુર જિલ્લામાં આવેલ પાવીજેતપુર ખાતે ભારજ નદીનો પુલ ક્ષતિગ્રસ્ત થતાં બીજી વાર બનાવવામાં આવેલ ડાયવર્ઝન પણ પ્રથમ પાણીએ ધોળાવવા માંડ્યો ગઈકાલના રોજ સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવતા ડાયવર્ઝનના કેટલાક વિસ્તારમાં ભુવા પડ્યા હતા અને રોડ ઉપર પણ તિરાડો જાેવા મળી હતી જ્યારે આજરોજ સવારથી જ ડાયવર્ઝન ઉપર એક તરફનો રોડ બિલકુલ બેસી ગયો હતો અને જાણે બે ભાગલામાં વહેંચાઈ ગયો સાથે અંદરના પાણી નીકળવાના જે પાઇપ હતા તે પણ છુટા પડી ગયા હતા જ્યારે વહીવટી તંત્ર દ્વારા એને એજ્ પરિસ્થિતિમાં પાઇપો પણ ફીટ કર્યા વિના જ ઉપર રબરના પથ્થર તથા માટી પુરવામાં આવી રહી હતી એ કેટલું યોગ્ય શુ એ ટકશે ખરું ? જ્યારે આ ડાયવર્ઝનની વાત કરીએ તો તંત્ર દ્વારા ૨,૩૯ લાખના ખર્ચે પ્રથમ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જ્યારે એ ડાયવર્ઝન ગત વર્ષ વરસાદમાં પહેલા પાણી એ જ ધોવાઈ ગયું હતું જેથી કરીને હાઇવે નંબર ૫૬ ના છોટાઉદેપુર જિલ્લાના તથા મધ્યપ્રદેશના લોકોને અવર જવર કરવા માટે ૩૦ કિલોમીટર જેટલો ફેરો પડતો હતો જેથી કરીને સમગ્ર ચોમાસા દરમિયાન લોકોને ૩૦ કિલોમીટરના ફેરા ફરીને જવું પડતો હતો ત્યારબાદ જિલ્લાના રાજકીય નેતાઓ દ્વારા ફરી એકવાર ડ્રાઈવરજન બનાવવા માટે પોતાની રજૂઆતો મૂકી તંત્રને અપીલ કરવામાં આવી ત્યારે તંત્ર દ્વારા ૪ કરોડો ઉપરાંત ના રૂપિયાની ફાળવણી કરવામાં આવી રૂપિયા ૪ કરોડના ખર્ચે ડાઈવરજનને બનતા બનતા લગભગ છ થી આઠ મહિના થયા બાદ જ્યારે સિહોદ ખાતે આવેલ ડાયવર્ઝન. ૨૦૨૫ ની સાલ ફરી શરૂ કરવામાં આવ્યું જે ડાઈવરજન પહેલું પાણી આવતા જ ગઈકાલના રોજ બે થી ત્રણ જગ્યાએ ભુવા જાેવા મળ્યા હતા અને સાથે સાથે રોડ ઉપર તિરાડ પણ જાેવા મળી હતી જ્યારે આજરોજ સવારના સમયે ડાયવર્ઝન નો રોડ એક તરફ બેસી જતા જાણે બે ભાગમાં વહેંચાઈ ગયો હોય એવું લાગતું હતું જેના કારણે વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું જેથી કરીને લોકોને ફરી એકવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જ્યારે કોન્ટ્રાક્ટરોના કામ ઉપર અધિકારીઓની નજર હોય છે છતાં પણ આ રીતનું કામગીરી થતી હોય અને તેનો ભોગ પ્રજાને બનવું પડતું હોય એ કેટલું યોગ્ય છે


22, જુન 2025 1980   |   ઝાલોદ   |  
ઝાલોદ નગરની વિશ્વાસ નગર સોસાયટીમાં રસ્તા બિસમાર હાલતમાં

         ઝાલોદ નગરમાં ચોમાસુ શરૂ થતાં રસ્તાઓ ની હાલત ખરાબ જાેવા મળી. એમા ઝાલોદ નગર મા વિશ્વાસ નગર સોસાયટી મા પાણી નો કોઈ નિકાલ ના હોવાથી અને કાચા રસ્તા હોવાથી ચોમાસા મા સોસાયટી મા આવતા જતા લોકો ને ઘણી તકલીફ નો સામનો કરવો પડે છે. અવર જવર કરવા વાળા લોકો ને ચોમાસા ના પાણી ને લઈને સ્લીપ મારી જવાનો ડર રહે છે. સાથે જ વાહનો પણ પસાર થતા હોવાથી કાદવ કીચડ લોકો ને અવર જવર મા પરેશાન કરે છે. આ બાબત ને દયાન મા લઈને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ વિશ્વાસ નગર સોસાયટી ના લોકો હેરાન પરેશાન ના થાય એના માટે રસ્તા ની હાલત કેવી છે એ જઈને જાેવુ જાેઈએ મૌખિક રજુઆત કરવા છતા કોઈ ધ્યાને લેતા નથી. એવુ કહેવુ છે. નગર ના વિકાસ અને લોકો હેરાન પરેશાન ના થાય એ હેતુ થી તંત્ર એ વહેલી તકે આનુ સમાધાન લાવવુ જાેઈએ. હજી આતો ચોમાસા ની શરૂઆત છે. આખો ચોમાસુ શુ કરી લોકો અવર જવર કરશે? એ પણ એક ચીંતા નો વિષય છે. નગર મા લોકો ની સુખ સુવિધા આપવી એજ નગર નો વિકાસ કહેવાય નગરજનો કોઈ પણ સુવિધા ના અભાવ થી વંચિત ના રહે એ નગર ના તંત્ર એ ઘ્યાન આપવા ની જરૂર છે.


22, જુન 2025 2079   |   શહેરા   |  
શહેરા તાલુકામાં ૨૭ ગ્રામ પંચાયતની ચુંટણીમાં અંદાજીત ૭૨ ટકા મતદાન

શહેરા તાલુકામાં ૨૭ ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટાચુંટણીમાં પાંચ વાગ્યા સુધીમાં અંદાજીત ૭૨ ટકા જેટલું મતદાન થયું હતું.આ ચૂંટણીના ૬૮ જેટલા બુથ પર મતદારોની લાંબી કતારો મત નાખવા માટે લાગી હતી.  શહેરા તાલુકાની ૨૪ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૩ ગ્રામ પંચાયતોની પેટાચુંટણી મળી કુલ ૨૭ ગ્રામ પંચાયતોની ચુંટણી માટે રવિવારની વહેલી સવારના ૭ વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ૬૮ જેટલા બુથ પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી,જેને લઈને મંગલપુર, સંભાલી ,ગુણેલી,બોરીયાવી,નાંદરવા, સાજીવાવ, ગમન બારીયા ના મુવાડા અને ચોપડાખુર્દ સહિત અન્ય મતદાન મથક ખાતે મતદારોનો ઉત્સાહ જાેવા મળવા સાથે મતદારોની લાંબી કતારો મત નાખવા માટે લાગી હતી. અને પોતાના પસંદગીના ઉમેદવારને મત આપીને મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.૨૭ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદના ૮૦ ઉમેદવાર અને સભ્ય પદના ૩૩૭ ઉમેદવારો માટે વહેલી સવારથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા દરમ્યાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ રહેવા સાથે સાંજના પાંચ વાગ્યા સુધીમાં અંદાજીત ૭૨ ટકા જેટલું મતદાન થયું હતું.મહત્વનું છેકે બેલેટ પેપરથી અને ગામની ચુંટણીનું મતદાન હોવાથી ગ્રામ્ય વિસ્તારના મતદારોમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો,જાેકે યોજાયેલ ચુંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મતદાન પ્રક્રિયા દરમ્યાન ૧ ડી.વાય.એસ.પી.,૩ પીઆઈ,૧ પીએસઆઈ,૭૦ પોલીસ જવાનો તેમજ ૧૦૫ હોમગાર્ડ અને જીઆરડી જવાનો સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેરા તાલુકાની સરાડીયા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૧૧૩૪ જેવું મતદાન હોવાની સાથે માત્ર એક જ મતદાન મથક હોવાથી મતદારોને વધુ સમય સુધી લાઈનમાં ઉભા રહેવું પડ્યું હોવાથી પરેશાન થયા હતા.સાંજના પાંચ કલાકે એટલે કે મતદાન પૂર્ણ થવાને માત્ર એક કલાક બાકી હોવા છતાં મતદારોની લાંબી કતારો લાગેલી જાેવા મળી હતી.જેથી મતદાનનો સમય પૂર્ણ થયા બાદ પણ મતદાન ચાલે તેવી શક્યતાઓ દેખાઈ રહી હતી.જાેકે અગાઉની ગ્રામ પંચાયતની ચુંટણીઓમાં બે મતદાન મથક ફાળવવામાં આવતા હોય જ્યારે આ વખતની ચુંટણીમાં માત્ર એક જ મતદાન મથક ફાળવવામાં આવતા મતદારોને હાલાકી વેઠવી પડી હતી. જાેકે મહત્વનું છે કે આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બે મતદાન મથક ફાળવવામાં આવે તેવી રજૂઆત હાલના સરપંચના ઉમેદવાર ભદ્રસિંહ ઠાકોર દ્વારા કરવામાં આવી હોવાનું તેમના પાસેથી જાણવા મળેલ હોય ત્યારે ચૂંટણી અધિકારી દ્વારા આ બાબતે ગંભીરતાથી કેમ ન લેવામાં આવી તેવા અનેક સવાલો અહીં ઊભા થતા જાેવા મળી રહ્યા હતા.


22, જુન 2025 1485   |   બોડેલી   |  
બોડેલીના જબુગામ પાસે ઓરસંગ નદીમા મૃતદેહ તણાઈ આવ્યો

છોટાઉદેપુર જિલ્લાના ડુંગરવાટ ખાતે આવેલ સુખી ડેમમાંથી સતત છ દિવસથી વરસાદ વરસતા ડેમના બે બારા ૩૦ ષ્ઠદ્બ જેટલા ખોલવામાં આવેલ હતા જેના કારણે ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધવા માંડ્યો હતો જ્યારે શુક્રવારના રોજ ભારજ્ નદીમાં વાગવા ખાતે એક વ્યક્તિ પાણીનો પ્રવાહ વધતા ડૂબી ગયા હતા જેમનું નામ રમેશભાઈ મનસુખભાઈ રાઠવા હોવાનું જણાવ્યું હતું  જેની શોધખોળ માટે એન ડી આર એફ ની ટીમ પણ ગઈકાલ ના રોજ આવી હતી આખો દિવસ શોધ ખોળ કર્યા બાદ પણ એ વ્યક્તિનો કોઈ પતો મળ્યો ન હતો જ્યારે આજરોજ સવારના સમયે વાગવા ગામના લોકો પોતાના ગામની વ્યક્તિની શોધખોળ અર્થે ઓરસંગ નદીમાં નીકળ્યા હતા જ્યાં તેમને જાણ થઈ કે કોઈ બોડી જબુગમ નદીમાં જાેવા મળી છે જેથી કરીને ગામ લોકો જબુગામ ખાતે આવી તપાસ કરી એન ડી આર એફ ની ટીમ બોલાવી બોડી કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જ્યારે બોડી બહાર આવતા ગામ લોકો દ્વારા પુષ્ટિ કરી હતી અને પોસ્ટમોર્ટમ અર્થે જબુગામ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બોડેલીના જબુગામ ઓરસંગ નદી મા એક લાસ તણાઈ આવી, વાગવા ખાતે ડૂબેલ વ્યક્તિ ની બોડી હોવાનું બહાર આવ્યું હતું


22, જુન 2025 1881   |   બોડેલી   |  
ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાન મથકોની મુલાકાત લેતા કલેકટર

ગ્રામ પંચાયતની ચુંટણી અંતર્ગત સમગ્ર રાજયમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સરપંચો અને સભ્ય માટેની મતદાન પ્રક્રિયા થઈ રહી છે. આ મતદાન પ્રક્રિયાનું કલેકટર ગાર્ગી જૈન દ્વારા વિવિધ ગ્રામ પંચાયતોના મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લઈ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મતદાન મથકો પર ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ પાસેથી મતદાનની માહિતી મેળવી કલેક્ટરે તેઓને જરૂરી સૂચનો આપ્યા હતા. ગ્રામ પંચાયતની ચુંટણી અંતર્ગત સમગ્ર રાજયમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સરપંચો અને સભ્ય માટેની મતદાન પ્રક્રિયા થઈ રહી છે. આ મતદાન પ્રક્રિયાનું કલેકટરશ્રી ગાર્ગી જૈન દ્વારા વિવિધ ગ્રામ પંચાયતોના મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લઈ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મતદાન મથકો પર ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ પાસેથી મતદાનની માહિતી મેળવી કલેક્ટરશ્રીએ તેઓને જરૂરી સૂચનો આપ્યા આ મુલાકાત દરમિયાન છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, મદદનીશ પોલીસ અધિક્ષક ગૌરવ અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.


22, જુન 2025 1485   |   વડોદરા   |  
મધ્ય ગુજરાતમા મતદાન પૂર્ણ, મતદારામાં ભારે ઉત્સાહ

ગુજરાત રાજ્યની કુલ ૮૩૨૬ ગ્રામપંચાયત માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીનું આજે ૨૨ જૂનના રોજ મતદાન યોજાયું હતું. જેમાં મધ્ય ગુજરાતના ૮ જિલ્લામાં ૧૨૯૦ ગ્રામપંચાયત માટે મતદાન પૂર્ણ થયું છે. છેલ્લી કલાકમાં મતદારો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ઉમેદવારોનું પરિણામ ૨૫ જૂને જાહેર થશે. મતદાન મથકો પર મહિલા મતદારોની લાંબી કતાર જાેવા મળી હતી. ઝાલોદના મોટીહાંડી ગામમાં બેલેટ ગુમ થતા ૨૪ જૂને ફરી મતદાન થશે. છોટા ઉદેપુર જીલ્લાના આંબલા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા પાડલીયા ગામના લોકોએ આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. મહીસાગર જીલ્લાની એક એવી ગ્રામ પંચાયત કે જ્યાં ૫૦ વર્ષ બાદ પ્રથમવાર અહીં મતદાન થઈ રહ્યું છે. આમ જાેવા જઈએ તો આઝાદી પછી પહેલીવાર ગામમાં સરપંચ માટેની ચૂંટણી યોજાઈ રહી છે. મહીસાગરના વીરપુર તાલુકાના બારોડા ગામની કે, જ્યાં વર્ષ ૧૯૭૬ માં ભારોડી ગ્રામ પંચાયતમાંથી વિભાજિત થઈ અને બારોડા ગ્રામ પંચાયત બની હતી. ત્યારથી લઇ અત્યાર સુધી અહીં સરપંચની ચૂંટણી યોજાઈ ન હતી.મહીસાગર જિલ્લામાં આજે ૯૬ ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઇ હતી. આજે સાંજે ૬ના ટકોરે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે.મતદાન પેટી સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મતદાન મથક ખાતેથી મતદાન પેટી સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં લઈ જવાશે અને ૨૫ જૂને મત ગણતરી યોજાશે. મહીસાગર જિલ્લામાં આજે સાંજે ૫ કલાક સુધીમાં ૭૫.૦૯ ટકા મતદાન નોંધાયું છે.મહીસાગર જિલ્લામાં ૬ ના ટકોરે મતદાન પ્રક્રિયા પૂર્ણ, મતદાન પેટીને પોલિંગ અધિકારીઓ દ્વારા સીલ કરવામાં આવી ચૂંટણીમાં ૭૫.૪૭ ટકા મતદાન નોંધાયું.


22, જુન 2025 1386   |   બોડેલી   |  
છોટાઉદેપુર જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે વરસાદ : નદી નાળા છલકાયા,

છોટાઉદેપુર જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે વરસાદ વરસતા નદી નાળા છલકાયા, સુખી ડેમ નો ૬ નંબર નો ગેટ ૩૦ સેમી ખોલાયો છે.છોટાઉદેપુર જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે વરસાદ વરસતા ઉપર વાસમાંથી પાણી નો પ્રવાહ વધવાના કારણે જિલ્લાના ઓરસંગ નદીમાં તથા આસપાસના કોતર માં પાણીનો પ્રવાહ વધવા માડ્યો હતો જ્યારે ગઈકાલે ભારજ નદીના પ્રવાહમાં એક ટ્રેક્ટર રેતી ભરવા ગયેલ હતું તે ડૂબી ગયો હતો જ્યારે આજરોજ સુખી ડેમ ખાતે સવારના ૯:૦૦ કલાકે ૬ નંબરનો ગેટ ૩૦ સેન્ટીમીટર જેટલો ખોલવામાં આવ્યો જ્યારે ૫ નંબરનો પહેલાથી જ ૩૦ ષ્ઠદ્બ ખુલ્લો રાખવામાં આવ્યો હતો જેથી કરીને ૨૦૦૦ ક્યુશેક પાણીનો જથ્થો ભારજ નદીમાં વહેસે જેથી કરીને ભારજ્ નદીમાં તથા ઓરસંગ નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ પ્રમાણમાં વધવા માંડ્યો નીચાણવાળા વિસ્તારોને નદીથી દૂર રહેવા માટે જાણ કરવામાં આવી હતી


22, જુન 2025 1386   |   દાહોદ   |  
જામનગર દાહોદ એસટી બસ વલ્લભ ચોક ખાતે ટ્રાન્સફોર્મર પાસેની દીવાલ સાથે અથડાઈ ટ્રાન્સફોર્મરને નુકસાન થતાં આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો..

દાહોદ શહેરમાં બેફામ દોડતી એસટી બસોને કારણે મોટી દુર્ઘટનાના ડોકાતા ભય વચ્ચે આજે વહેલી પરોઢે પૂરપાટ દોડી આવતી જામનગર-દાહોદ એસટી બસ શહેરમાં પ્રવેશ્યા બાદ દેસાઈવાડ સ્થિત વલ્લભ ચોકમાં બેકાબુ બની વીજ ટ્રાન્સફોર્મર અને તેની પાસેની દિવાલ સાથે ધડાકાભેર અથડાતા દિવાલ તૂટી જવા પામી હતી તેમજ વીજ ટ્રાન્સફોર્મરને ભારે નુકસાન થવા પામ્યું હતું. જેના પગલે આસપાસના સમગ્ર વિસ્તારમાં વીજળી ડુલ થઈ જતા અંધારપટ છવાયો હતો. એસટી બસ એટલી જાેશભેર પાસેના વીજપોલ સાથે અથડાઈ હતી કે લોખંડનો વીજપોલ પણ બેન્ડ થઈ ગયો હતો. જાેકે ચાલકના જણાવ્યા અનુસાર કૂતરું આડે આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. પરંતુ ઉલ્લેખનીય છે કે શહેરના ગોધરા રોડ વિસ્તારમાં એક અઠવાડિયામાં આ ત્રીજી ઘટના છે દાહોદ શહેરમાં યમદૂતની બની માતેલા સાંઢની જેમ ધસમસતી દોડી આવતી આ એસટી બસો કોઈક દિવસ કોઈ મોટી દુર્ઘટના સર્જશે અને કંઈ કેટલાના જીવ લેશે તે નક્કી છે. જેથી કરીને શહેરમાં બેફામ દોડતી એસટી બસો પર નકેલ કસવાની તાતી જરૂર છે. આજરોજ વહેલી સવારે પોણા ચાર વાગ્યાના સુમારે પૂરપાટ દોડી આવતી જામનગર- દાહોદ એસટી બસ દાહોદના સ્ટેશન પહોંચે તે પહેલા જ શહેરના તળાવ સ્થિત વલ્લભ ચોકમાં બેકાબુ બની ટ્રાન્સફોર્મર પાસેની બાઉન્ડ્રી વોલ તોડી ટ્રાન્સફોર્મર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના પગલે વીજ સપ્લાય ખોરવાતા આસપાસના વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. બોરસદ ડેપોની જામનગર-દાહોદ એસટી બસના ચાલક ઝેડ એસ મલિકના જણાવ્યા અનુસાર કુતરુ રોડ પર આવતા તેને બચાવવા જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં એસટી બસ લોખંડના મજબૂત વીજ પોલ સાથે અથડાતા વીજ પોલ આખો બેન્ડ થઈ ગયો હતો. એના પરથી વિચારો કે એસટી બસની ઝડપ કેટલી બધી હશે. સિટીમાં આટલી બધી ઝડપે એસટી બસ દોડાવવી શું ખરેખર વ્યાજબી છે. આ વીજ પોલ પરથી પસાર થતી ૧૧ કેવી ની હેવી લાઇનના જીવતા વાયર બસ ઉપર પડ્યા હોત તો તમે કલ્પના કરો કે અંદર બેઠેલા મુસાફરો અને ચાલક ક્લીનરની તેમજ એસ.ટી બસની શું હાલત થતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ અત્રે નોંધનીય છે કે દાહોદ શહેરમાં એસટી બસ અકસ્માતનો માત્ર ગોધરા રોડ વિસ્તારમાં જ એક અઠવાડિયામાં આ ત્રીજાે બનાવ છે. દાહોદ શહેરમાં એસટી બસોના ચાલક ખાસ કરીને રાત્રિ દરમિયાન બેફામ બસો દોડાવે છે. જેના પગલે આગામી સમયમાં દાહોદમાં યમદૂત બની માતેલા સાંઢની જેમ દોડતી આ એસટી બસો નક્કી કોઈ દિવસ મોટી દુર્ઘટના સર્જી કંઈ કેટલાયનો ભોગ લેશે. તેવી આશંકાઓ સેવાઈ રહી છે.