22, જુન 2025
બોડેલી |
1980 |
ગ્રામ પંચાયતની ચુંટણી અંતર્ગત સમગ્ર રાજયમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સરપંચો અને સભ્ય માટેની મતદાન પ્રક્રિયા થઈ રહી છે. આ મતદાન પ્રક્રિયાનું કલેકટર ગાર્ગી જૈન દ્વારા વિવિધ ગ્રામ પંચાયતોના મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લઈ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મતદાન મથકો પર ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ પાસેથી મતદાનની માહિતી મેળવી કલેક્ટરે તેઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
ગ્રામ પંચાયતની ચુંટણી અંતર્ગત સમગ્ર રાજયમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સરપંચો અને સભ્ય માટેની મતદાન પ્રક્રિયા થઈ રહી છે. આ મતદાન પ્રક્રિયાનું કલેકટરશ્રી ગાર્ગી જૈન દ્વારા વિવિધ ગ્રામ પંચાયતોના મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લઈ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મતદાન મથકો પર ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ પાસેથી મતદાનની માહિતી મેળવી કલેક્ટરશ્રીએ તેઓને જરૂરી સૂચનો આપ્યા આ મુલાકાત દરમિયાન છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, મદદનીશ પોલીસ અધિક્ષક ગૌરવ અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.