વલસાડ સમાચાર

 • ગુજરાત

  ધરમપુરમાં કાળારામજી મંદિરના વિવાદનો અંત - પૂજારીએ પારણાં કર્યાં

  વલસાડધરમપુર મામલતદારે ભગવાન કાળારામજી મંદિર ના ચાર ઓરડાઓ માંથી બે ઓરડા જૈન ધર્મ ના રાજચંદ્ર ટ્રસ્ટ ને મેન્ટેનન્સની આડ માં આપી દઈ અન્ય ઓરડા માં રહેતા પૂંજારી ને કાઢી મુકવા માટે નોટિસ આપી હતી જે બાબતે નારાજ થયેલ પૂંજારી ૧૭ તારીખથી મંદિર સામે જ આમરણ ઉપવાસ પર બેઠા હતા. ઉપવાસ પર બેઠા બાદ તંત્ર દ્વારા તેમની કરાઈ રહેલ ઉપેક્ષા ને કારણે પૂંજારી એ આજે રાત્રે ૮ વાગ્યે મંદિર ની અંદર ભગવાન સામે પોતા ની બલી ચઢાવી દેશે ના સોસીયલ મીડિયા પર મેસેજ વાયરલ થતા પ્રશાસન દોડતું થયું હતું ડીવાયએસપી જાડેજા અને પ્રાંત વતી મામલતદાર એચ એ પટેલ તેમજ પીએસ આઈ પુરાણી પૂંજારી જયદીપ દવે ને ન્યાય આપવાની બાંહેધરી આપી પારણા કરાવતા મામલો થાળે પડ્યો હતો. કથાકાર પ્રફુલભાઇ શુકલ એ કહ્યું હતું કે રામ ની ભૂમિ ઉપર આશ્રય લેનારને એ મિલકત પચાવી પાડવાનો અધિકાર નથી કાળારામજી ના પૂૂજારી ને અન્યાય કરશે તો સમગ્ર ગુજરાત બ્રહ્મસમાજ, કથાકારો, સાધુ-સંતો અને હિન્દુત્વવાદી સંગઠનો જયદિપભાઈ દવેની સાથે રહી.અયોધ્યાની જેમ ધરમપુર માં બીજી વાર કારસેવા કરતા અચકાસે નહિ પહેલા વિધર્મીઓ હિન્દુસ્તાન ની સંસ્કૃતિને નષ્ટ કરવાના પ્રયાસ કરતા હતા. હિંદુ સંસ્કૃતિ માથી જૈન , બૌદ્ધ અને શીખ ધર્મ જન્મ્યા છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  પારડી પાર નદી હાઇવે પર એકસાથે 6 કારનો અકસ્માત સર્જાતાં  અફરાતફરી સર્જાઈ

  વલસાડ-પારડી નેશનલ હાઇવે નંબર 48 ઉપર મોડી સાંજે પસાર થતાં વાહન પૈકી એક પાછળ એક 6 કાર અને એક મોટર સાઇકલ અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેને પગલે ટ્રાફિક સમસ્યા વકરી હતી. બાઈક અને કાર સહિત 6 વાહનો એકની પાછળ એક ભટકાયાં હતાં જેને લઇને થોડીવાર અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ અકસ્માતમાં કોઈને મોટી જાનહાનિ થઈ ન હતી. વાહનોમાં સવાર લોકોને સામાન્ય ઈજાઓ થતાં 108ની મદદથી તમામ ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ અકસ્માત સર્જાતાં વલસાડથી અતુલ હાઇવે સુધી વાહનોની લાંબી લાઇન લાગી ગઇ હતી. અચાનક 6 વાહનો અથડાવાની ઘટનાને પગલે વલસાડથી અતુલ હાઇવે સુધી લાંબી વાહનોની કતાર લાગી હતી. આ ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસનો કાફલો અકસ્માત સ્થળ પર પહોંચી ટ્રાફિક જામ દૂર કરવામાં જોતરાયો હતો. ગણતરીના સમયમાં વાહનો દૂર કરતાં ટ્રાફિક રાબેતા મુજબ શરૂ થયો હતો. દિવાળીના સમય દરમિયાન હાઇવે ઉપર આવા નાના-નાના અકસ્માતોની ઘટના બની રહી છે, ત્યારે તંત્રએ વધુ સજાગતાથી ટ્રાફિક સરળતાથી ચાલે તેવી વ્યવસ્થા પર ધ્યાન અપાય તેવી લોકોની લાગણી જોવા મળી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  ખેરગામ-પાણીખડક માર્ગ પર બે બાઈક અથડાતાં ત્રણનાં મોત

  વલસાડ, ચીખલીચીખલી તાલુકાના કલીયારી ગામના કોલાવાડ ખાતે રહેતા સુનિલભાઈ રમેશભાઈ પટેલે આપેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર સુનિલ પટેલનો ભાઈ જીગ્નેશ પટેલ અને કાકાનો છોકરો સાવન પટેલ જે ફોટો પડાવવાનો શોખ ધરાવતા હોય.જે સોમવારની બપોરના સમયે ફોટો પડાવવા વલસાડના તિથલ ખાતે યામાહા આર-૧૫ મો.સા નંઃજીજે-૨૧-બીએ-૮૧૫૨ પર ગયા હતા.બાદ ફોટો સેશન કરી પરત ફરતી વેળા આછવણી ડેબરપાડા ફાટક પાસે ખેરગામથી પાણીખડક જતા રોડ ઉપર સામેથી પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવેલ હોન્ડા સાઈન મો.સા નંઃજીજે-૨૧-બીએચ-૭૯૩૩ નો ચાલક સુભાષ ખંડુભાઈ પટેલ (રહે.અંબાચ મંદિર ફળીયા તા.ચીખલી) ની બાઈક સાથે સામસામે અકસ્માત થતા ચીખલી તાલુકાના કલીયારી ગામના જીગ્નેશ પટેલનું સ્થળ ઉપર કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે જીગ્નેશ પટેલની પાછળ બેસેલ સાવન જયંતીભાઈ પટેલને ખેરગામ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યો હતો.જ્યારે હોન્ડા સાઈન મોટર સાયકલનો ચાલક સુભાષ પટેલને પણ શરીરે વધુ ઇજા થતાં જેનું પણ સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે સુભાષ પટેલની બાઈક ઉપર બેસેલ અન્ય બે જેટલાને શરીરે ઓછી વધતી ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું.બનાવ અંગેની વધુ તપાસ ખેરગામ પોલીસ મથકના પીએસઆઇ-જી.એસ.પટેલ કરી રહ્યા છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ધરમપુરના નાની વહીયાળ ગામને લાભ પાંચમ અવસરે નવી બસ સેવાની ભેટ

  વલસાડધરમપુરના નાની વહીયાળ તેમજ તેની આસપાસના ગામોમાં રહેતા પ્રજાજનોને ધરમપુર તાલુકા મથકે જવા-આવવાની સુવિધા મળી રહે તે હેતુસર લાભ પાંચમના શુભ અવસરે નવી બસ સેવાને વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરે લીલી ઝંડી આપી બસનું પ્રસ્‍થાન કરાવી શુભારંભ કરાવ્‍યો હતો. આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે નવા વર્ષ અને લાભપાંચમની શુભકામનાઓ પાઠવતાં જણાવ્‍યું હતું કે, ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી તાલુકા મથક સુધી લોકો સરળતાથી આવન-જાન કરી શકે તે માટે વસ્‍તીના ધોરણે આ બસ સેવા શરૂ કરવામાં આવી છે. સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર હેઠળ ગામ, તાલુકો અને જિલ્લાને પાકા રસ્‍તાથી જોડતાં દરેક પ્રકારના વાહનોની આવન-જાવન પણ સરળ બની છે. આ બસ સેવા આ વિસ્‍તારના ખેડૂતો, વિદ્યાર્થીઓ સહિત દરેકને ઉપયોગી નીવડશે. આ સેવાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ બસ સેવા ધરમપુર ડેપોથી સવારે ૮-૩૦ કલાકે નીકળી, હાથીખાના, નાશિક રોડ, બારોલીયા, કાકડકુવા, જલારામમંદિર, કાકડકુવા-ફુલવાડી ફાટક, પી.એચ.સી., આમલી ફળિયું (ડેરી), અટારા ફળિયું, જલારામ મંદિર ચોકડી, બરપટા ચાર રસ્‍તા, મેંદી ફળિયું, નિશાળ ફળિયા, બંગલા ફળિયું, વાંકા ફળિયા, નાની વહીયાળ થઇ પરત ધરમપુર જવા રવાના થશે.
  વધુ વાંચો