લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, જાન્યુઆરી 2026 |
2376
નવી દિલ્હી: યુરોપિયન યુનિયન સાથે મધર ઑફ ડીલ્સ બાદ હવે ભારતને અમેરિકાથી પણ ગુડ ન્યૂઝ મળી શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરાર અંગેની વાતચીતમાં ખૂબ મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઈ છે અને બંને પક્ષો તેને અંતિમ ઓપ આપવાની નજીક છે. જાેકે, સરકારે આ અંગે ઓફિશ્યલી કોઈ માહિતી નથી આપી.
એક અહેવાલ પ્રમાણે સત્તાવાર સૂત્રોએ બુધવારે ભારત અને અમેરિકા વચ્ચે વાતચીત આગળ વધવાની જાણકારી આપી છે. સૂત્રોએ જણાવ્યું કે, યુરોપિયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં પહોંચવા દરમિયાન પણ ભારતે અમેરિકા સાથે વાટાઘાટોની ગતિ જાળવી રાખી હતી.સૂત્રોએ કહ્યું કે, ભારત-ઈયુ ને અમેરિકા સાથેના વેપાર સંબંધોની વર્તમાન સ્થિતિના વિકલ્પ તરીકે ન જાેવું જાેઈએ, કારણ કે ભારતીય નિકાસકારો માટે અમેરિકન બજાર પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. અમેરિકા સાથેના પ્રસ્તાવિત વેપાર કરાર પર વાટાઘાટોમાં ખૂબ મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઈ છે અને બંને પક્ષો સકારાત્મક પરિણામની આશા રાખી રહ્યા છે. આ દિશામાં પ્રયાસો ચાલુ છે. અમને વાટાઘાટોના સકારાત્મક પરિણામની આશા છે.ભારત અને અમેરિકા વચ્ચે ગત વર્ષે દ્વિપક્ષીય વેપાર કરાર પર અનેક તબક્કાની વાટાઘાટો થઈ હતી.