લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, જાન્યુઆરી 2026 |
2475
ગાંધીનગર, દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી મોટું રોકાણ લાવી રહી છે. મારુતિ સુઝુકીના ડિરેક્ટર બોર્ડે ગુજરાતમાં રૂ.૪,૯૬૦ કરોડના જમીન સંપાદન પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
હાલ ગુજરાતમાં ચાલી રહેલા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ચાલી રહી છે, ત્યાં બીજી તરફ, ગુજરાતમાં એક કાર કંપનીએ ગુજરાતમાં મોટું રોકાણની જાહેરાત કરી છે. દેશની ટોચની ઓટોમોબાઇલ ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયાના ડિરેક્ટર બોર્ડે ગુજરાતમાં જમીન સંપાદન અને તેની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે રૂ.૪,૯૬૦ કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જે અંતર્ગત ગુજરાતમાં ૧૦ લાખ યુનિટ સુધીની ક્ષમતા વધારવાનો પ્રસ્તાવ મૂકાયો છે. મારુતિ સુઝુકીની ટીમે ગુજરાતમાં જમીન સંપાદન કરવાની યોજનાને લીલીઝંડી આપી દીધી છે. ભારતમાં કારની સતત વધી રહેલી ડિમાન્ડને પહોંચી વળવા માટે જાપાનની સૌથી મોટી કાર ઉત્પાદક કંપનીનો હેતુ ભારતમાં વાર્ષિક ઉત્પાદન ક્ષમતામાં ૧૦ લાખ યુનિટનો વધારો કરવાનો છે.આ માટેનો કુલ અંદાજિત ખર્ચ ૪૯૬૦ કરોડ રૂપિયા છે. ગુજરાતના ખોરજ જીઆઈડીસીમાં આ પ્રોજેક્ટ અમલમાં મૂકાશે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ પાસેથી જમીન સંપાદનની મંજૂરી મળી છે તેવી કંપનીના ડિરેક્ટર બોર્ડે સોમવારે યોજાયેલી બેઠકમાં જણાવ્યું. ગત વર્ષે જાપાનની ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝુકી મોટર કોર્પોરેશને જાહેરાત કરી હતી કે, આગામી ૫ થી ૬ વર્ષમાં ભારતાં ૭૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે.