લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જાન્યુઆરી 2026 |
3069
રાજકોટ, રાજકોટમાં ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સનું પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ૧૧ જાન્યુઆરીએ ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે દેશ-વિદેશમાંથી મોટા-મોટા ઉદ્યોગપતિઓ રાજકોટ પહોંચ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી પણ આ સમિટમાં ભાગ લેવા માટે રાજકોટ પહોંચ્યા હતા.વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ઉદ્ધાટન દરમિયાન મંચ પરથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ પોતાની સ્પીચની શરૂઆત તેમણે “જય સોમનાથ” સાથે કરી. તેમણે કહ્યું કે, હું રાજકોટને સલામ કરું છું, હુંં સૌરાષ્ટ્રની ભૂમિને નમન કરું છું. મારા પૂજ્ય પિતા ધીરુભાઈ અંબાણી સૌરાષ્ટ્રની ધરતીના પુુત્ર હતા અને તેમનો જન્મ ચોરવાડમાં થયો હતો.મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ એક ગુજરાતી કંપની છે.
ગુજરાત અમારી આત્મા છે, ગુજરાત અમારું શરીર છે. હું આજે તમારી સમક્ષ ૫ વચનો સાથે ઉભો છું. મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે, પાંચ વર્ષમાં અમે ગુજરાતમાં ૩.૫ લાખ કરોડ રૂપિયાથી વધુ રોકાણ કર્યું છે. આજે હું ખુશીથી જણાવું છું કે આગામી ૫ વર્ષમાં અમે આ રોકાણ બમણું એટલે ૭ લાખ કરોડ રૂપિયા સુધી લઈ જઈશું.આ સાથે જ તેમણે જણાવ્યું કે જામનગરમાં વર્લ્ડની સૌથી મોટી ક્લિન એનર્જી ઇકો સિસ્ટમ ઉભી કરી રહ્યા છીએ. ગુજરાતને દેશનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પોયોનિયર બનાવીશું. જામનગરમાં અમે ભારતનું સૌથી મોટું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તૈયાર ડેટા સેન્ટર બનાવી રહ્યા છીએ. આનો એકમાત્ર ઉદ્દેશ છે – દરેક ભારતીયને સસ્તું છૈં આપવાનો છે. જિયો ટૂંકમાં ભારત માટે બનેલું, ભારતના લોકો માટે બનેલું એક નવું પીપલ-ફર્સ્ટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ લોન્ચ કરશે.
અદાણી ગ્રૂપ પણ દોઢ લાખ કરોડનું રોકાણ કરશે
-કરણ અદાણી
ગાંધીનગર : અદાણી ગ્રૂપના મેનેજિંગ ડિરેકટર કરણ અદાણી દ્વારા પીએમ મોદીને સંબોધીને જણાવ્યુ હતું કે, તમારા નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. મુન્દ્રા અમારી કર્મ ભૂમિ છે. અદાણી ગ્રૂપ મુન્દ્રામાં વર્લ્ડ લાર્જેસ્ટ એનર્જી પાર્ક બનાવી રહ્યું છે. જેના અંતર્ગત અદાણી ગ્રૂપ દ્વારા ૩૭ ગીગા બાઈટનું એનર્જી પાર્ક બનાવાઇરહ્યું છે. જ્યારે અદાણી ગ્રૂપ દ્વારા આગામી પાંચ વર્ષમાં રૂપિયા ૧.૫ લાખ કરોડનું કચ્છના મુન્દ્રામાં રોકાણ કરશે.