નડીયાદ સમાચાર

 • ગુજરાત

  રાજયમાં 24 કલાકમાં રાજ્યના 170 તાલુકામાં મેઘાની મહેર, બગસરામાં 4 ઈંચ વરસાદ

  ગાંધીનગર-ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલીનાં બગસરામાં ૪.૨૪ ઇંચ વરસાદ ખાબક્્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યનાં દક્ષિણ અને ઉત્તરનાં અનેક ભાગોમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બન્યા પછી તે ઓડિશા અને પ. બંગાળથી આગળ વધતા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સુધી વાદળો સાથે હલકાથી ભારે વરસાદ કરીને પસાર થઈ જાય છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલીનાં બગસરામાં ૪.૨૪ ઇંચ વરસાદ ખાબકયો છે. જે બાદ જૂનાગઢનાં માણાવદરમાં ૩ ઇંચ, અમરેલીના લાઠીમાં બે ઇંચ, ભાવનગરનાં ઉમરલામાં ૪૮ એમએમ, અમદાવાદનાં સાણંદમાં ૪૫ એમએમ, મોરબીનાં હળવદમાં ૪૩ એમએમ, જૂનાગઢનાં ભેસાણ, અમદાવાદનાં ધોલેરા અને કચ્છનાં રાપરમાં ૪૦ એમએમથી વધુ વરસાદ વરસ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં ૧૩૦ ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ૧૦૦૦ એમએમથી વરસાદ વરસ્યો હોય તેવા ૧૧૫ તાલુકા છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલની સ્થિતિ પ્રમાણે સોમવારે સુરત, ડાંગ, નવસારી, તાપી, મંગળવારે ડાંગ, તાપી, ગુરુવારે છોટા ઉદ્દેપુર, પંચમહાલ, દાહોદ, શુક્રવારે દાહોદ-પંચમહાલમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં જામનગર, પોરબંદર, દ્વારકામાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્્યતા છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે. રાત્રે ૧૨ વાગ્યાથી રવિવારે સવારે ૬ વાગ્યા સુધીમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં ચાર ઇંચ, બારડોલી તેમજ માંડવીમાં બે ઇંચ અને સુરત શહેરમાં સવા ઇંચ વરસાદ ખાબકયો હતો. સુરત શહેરમાં પણ ભારે પવન વચ્ચે સવા ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે સૌરાષ્ટ્રમા અડધાથી ૩ ઈંચ વરસાદ પડયો હતો. જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં ૩, રાજકોટ જિલ્લાના મોટીમારડમા ૨, ગીર સોમનાથના વેરાવળમા દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.
  વધુ વાંચો
 • ગુજરાત

  આણંદ-ખેડાના ૩૭ ગામોમાં એલર્ટ

  આણંદ, નડિયાદ : મધ્યપ્રદેશ અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદને લઈને કડાણા ડેમમાં પાણીની આવક ૨.૩૫ લાખ ક્યૂસેક થઈ હતી. પરિણામે કડાણા ડેમનું લેવલ વધ્યું હતું. કડાણા ડેમનું લેવલ ૪૦૮.૦૭ ફૂટ તથા આવક ૨.૩૫.૨૭૧ ક્યૂસેક છે. કડાણા ડેમની પૂર્ણ સપાટી ૪૧૯ ફૂટ (૧૨૭.૭૧ મીટર) છે, જેથી ડેમમાં હાલ ૭૦%થી વધુ પાણી ભરાઈ ચૂક્યું છે. કડાણા ફ્લડ સેલ દ્વારા વોર્નિગ સ્ટેજ જાહેર કરવામાં આવ્યું હતું. કડાણા ડેમમાંથી સોમવારે સાંજના ૬ કલાકે ૧.૧૨ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. વણાંક બોરી ડેમ ૨૨૧.૫૦ મીટરે પહોંચ્યું હતું. તેમાંથી પણ પાણી છોડવામાં આવ્યું હતું, જેની અસર આણંદ-ખેડા જિલ્લાના ગામડાંને થઈ હતી. ગળતેશ્વર, ઠાસરા અને બાલાસિનોર તાલુકોના તથા આણંદ જિલ્લાના ઉમરેઠ અને આંકલાવ અને બોરસદ તાલુકાના ૩૭ ગામોને એલર્ટ કરવામાં આવ્યાં હતાં. આણંદ જિલ્લાના મહિકાંઠા વિસ્તારના ગામોના ગ્રામજનોને સાવચેત રહેવા અને નદીકાંઠા સુધી નહીં જવા સૂચના અપાઈ હતી. પોતાના પશુઓને પણ નદી કિનારે નહીં લઇ જવા કહેવાયું હતું. પશુપાલકોને તેમનું પશુધન સલામત સ્થળે ખસેડી લેવા કલેક્ટર આર.જી.ગોહિલે તાકીદ કરી હતી. આણંદ જિલ્લાના મહિનદી કાંઠા વિસ્તારના ગામોની જનતાને નદી કિનારે કે નદીમાં નહીં જવા પણ તાકીદ કરવામાં આવી હતી. આ સાથે જિલ્લા કલેકટરે ભારે વરસાદના પગલે સોમવારથી આણંદ, બોરસદ, ઉમરેઠ, આંકલાવના પ્રાંત અધિકારી, મામલતદાર સહિત ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક તલાટી મંત્રીને પોતાના હેડ ક્વાર્ટરમાં હાજર રહેવા તાકીદ કરી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  ખેડા જિલ્લાના ઔદ્યોગિક એેકમોની આકસ્મિક ચકાસણી કરાશે

  નડિયાદ : ઔદ્યોગિક અકસ્માતો નિવારવા અને કામદારોની સલામતી માટેના પ્રયાસના ભાગ રૂપે ડિરેક્ટોરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ એક માસ લાંબી સલામતી ઝુંબેશ હાથ ધરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સલામતી માસ તા.૧૭ ઓગસ્ટથી તા.૧૫મી સપ્ટે‍મ્બર સુધી મનાવવામાં આવશે. આ ગાળા દરમિયાન ઔદ્યોગિક એકમોમાં મોકડ્રિલનું આયોજન કરાશે અને કામદારોની સલામતી અંગે ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. લેબર ડિરેક્ટોરેટના અધિકારીઓ પણ આ સલામતી કાર્યક્રમમાં જાેડાશે. આ અભિયાન અંતર્ગત આજે ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાજ મુકામે એઇજીસ ગેસ(એલપીજી) પ્રા.લિ. મૂકામે મોકડ્રિલ યોજાયું હતું. આ મોકડ્રિલ વખતે ખેડા જિલ્લાના ઔદ્યોગિક સલામતી અને હેલ્થ વિભાગના આસિ. ડિરેકટર રિના રાઠવા, ગર્વ. લેબર ઓફિસર દિપ પટેલ, પ્લાન્ટસ મેનેજર સાગર તથા પ્લાન્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. મોકડ્રિલ દરમિયાન લાગેલી આગને તાત્કાલિક ધોરણે ફાયર ફાયટરોની મદદથી બુઝાવી દેવામાં આવી હતી. શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્યવ સચિવ વિપુલ મિત્રાના જણાવ્યાં જણાવ્યાંનુસાર સલામતી માટેના ફરજિયાત પગલાંને અનુસરવામાં આવે તો મોટાભાગના અકસ્માણતો નિવારી શકાય તેમ છે. સેફટી માસ મનાવવાનો ઉદેશ સલામતીના નિયમોનું પાલન કરીને રાજ્યમાં ઔદ્યાગિક અકસ્માતો ઘટાડવાનો છે. સલામતીના ધોરણોને અનુસરવાને કારણે તથા ઉદ્યોગો અને કામદારોમાં બહેતર જાગૃતિને પરિણામે છેલ્લાં થોડાં વર્ષોથી ઔદ્યોગિક અકસ્માતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, પરંતુ હજુ પણ આ આંકડાને ઓછો કરવાનો પ્રયત્ન કરવાની જરૂર ઉપર રાજ્ય સરકારે ભાર મૂકયો છે. ડિશ શ્રમ અને રોજગાર વિભાગના નેજા હેઠળ કામ કરી રહ્યું છે. ડિશના ડિરેક્ટર પી.એમ. શાહે જણાવ્યું હતું કે, આ ઝુંબેશ દરમિયાન ફેસ માસ્કનો ઉપયોગ, નિયમિત સેનિટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સ, જેવા કોવિડ-૧૯ના નિયમોનું પણ પાલન કરવામાં આવશે. તેમાં ચૂક કરતાં એકમો સામે પ્રવર્તમાન માર્ગદર્શન મુજબ નિયમનું પાલન ન કરવા બદલ દંડાત્માક કાર્યવાહી કરવામાં આવશે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ડાબસરથી બાધરપુરા જતી મહી કેનાલની મુખ્ય નહેરની બંને સાઇડના સ્લેબમાં ફાટ પડી!

  નડિયાદ : ખેડા જિલ્લા ઠાસરા તાલુકાના બાધરપુરા પાસેથી પસાર થતી મહી કેનાલની મુખ્ય નહેરમાં મોટું ગાબડું પડી ગયું છે. થોડાં સમય પહેલાં જ નહેરની બંને બાજુ આરસીસી કોંક્રિટનું કામ કરવામાં આવ્યું હતું. થોડાં વરસાદમાં તેમાં ગાબડાં પડતાં ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચા ચાલી રહી છે.  ગાબડાં જાેવા મળતાં તાત્કાલિક નહેરનું પાણી બંધ કરવામાં આવ્યું હતું. મોટી હોનારત થતાં અટકી કઈ હતી. જ્યાં સુધી આ કામ કરવામાં નહીં આવે ત્યાં સુધી આસપાસના ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ તોળાઈ રહી છે.
  વધુ વાંચો