ભાવનગર સમાચાર

 • ગુજરાત

  ભાવનગર નજીક આવેલા ટાપુને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો પર્યટક સ્થળ બની શકે

  ભાવનગર,તા.૭ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલ દરિયામાં આશરે સાડા છ નોટિકલ માઈલ દૂર ઐતિહાસિક ટાપુ આવેલો છે આ ટાપુ પીરમબેટ તરીકે ઓળખાય છે આજની યુવા પેઢી આ ટાપુથી વાકેફ નથી પરંતુ જયારે ભાવનગર કે ઐતિહાસિક એવાં “વળા” બંદર જે આજનું વલ્લભીપુર છે એનું અસ્તિત્વ પણ નહોતું એ સમયે પીરમબેટ રજવાડું હતું. આજે સદીઓના વહાણા વાયા અને ગોહિલવાડનો જાજરમાન ઈતિહાસ સરકારી ઉદાસીનતા સાથે કાયદાકીય આંટીઘૂંટીને પગલે ગુમનામીના ગર્તામાં સુષુપ્ત બન્યો છે. સરકાર દ્વારા આ ટાપુના વિકાસની શક્યતાઓ તપાસવા માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જાે અહીં વિકાસ કરવામાં આવે તો લોકોને અહીં વિદેશી આઈલેન્ડ જેવી જ સુવિધાઓ મળી શકે તેમ છે. ઈતિહાસકારોના મત મુજબ ૧૫મી સદીના ઉતરાર્ધે ગોહિલવાડના રાજવંશીઓએ મુસ્લિમો પર આક્રમણ કરી ખંભાતની ખાડીમાં આવેલ પીરમબેટ ટાપુ પર કબ્જાે કર્યો હતો અને સમયાંતરે પોતાની રાજધાની સ્થાપી હતી. એક સમયે સમ્રાટ અકબર બાદશાહ સામે જંગ લડેલ વીર સૂરવીર મોખડાજી ગોહિલે આ પીરમબેટ પર રાજ કર્યું હતું. દિલ્હી સલતનતના જહાજાે અખાતી દેશો-પ્રાંતોમાંથી દાણ (કર) ઉઘરાવી પરત ફરી રહ્યાં હતાં તે વેળાએ મોખડાજી ગોહિલે આ જહાજાેને અટકાવી પોતાની જળસીમામાંથી પસાર થવા દાણની માંગ કરી હતી, પરંતુ અકબરના સૈનિકોએ દાણ દેવાનો ઈન્કાર કરતાં મોખડાજી ગોહિલે સોના-ચાંદી હીરા-મોતી સહિત કિંમતી ખજાના ભરેલા વહાણ ફૂંકી માર્યા અને અહીં જ જળ સમાધિ અપાવી હોવાનો ઈતિહાસ આજે પણ મોજુદ છે, આ વાતથી ગીન્નાયેલ અકબરે સૈન્ય સાથે પીરમબેટ પર આક્રમણ કર્યું દિવસો સુધી યુધ્ધ ચાલ્યું અને છળકપટથી મોખડાજી ગોહિલને મારી નાખવાનો કારસો ઘડાયો યોજના મુજબ મોખડાજી લડત સમયે દગાથી વાર કરી તેમનું મસ્તક ધડથી અલગ કરી દેવામાં આવ્યું પરંતુ પીરમબેટથી દૂર સુધી મસ્તક વિનાના ધડે અકબરની સેનાને હંફાવી પરાસ્ત કરી હોવાની લોકવાયકા છે. ૩ કિ.મી. લાંબો અને ૧ કિ.મી. પહોળો આ ટાપુ દરિયાકિનારેથી સમુદ્રમાં ૧૦ કિ.મી. અંદર છે. યાંત્રિક હોડીની મદદથી લગભગ એક ક્લાકની મુસાફરી પછી આ ટાપુ પર પહોચી શકાય છે. બેટ પર એક દીવાદાંડી પણ છે. અંગ્રેજાેએ વહાણવટા પર નજર રાખવા ૨૪ મીટર ઉંચી દીવાડાંડી બનાવી હતી. આ ટાપુ પર માનવ વસવાટ નથી. ૫૦થી વધુ પ્રકારના જળચર સહિતના પક્ષીઓ વસવાટ કરતા હોવાનો અંદાજ છે.પીરમબેટ પ્રવાસીઓ માટે સુંદર સ્થાન છે. અહીંયા દરિયાના પટમાંથી બનેલા ખડકોના પથ્થરોની કોતરણી જાણે આબેહૂબ પ્રજાતિઓ જેવી ખૂબજ સુંદર જાેવા મળે છે, એ પથ્થરો જાેઈને તમે પણ કહેશો કે વાહ....શુ કારીગરી છે, આ તો કુદરતની કરામત છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  કુંભારવાડામાં રેલવે ફાટક સતત બંધ રહેતા હાલાકી

  ભાવનગર, ભાવનગરમાં રેલવે ફાટક સતત બંધ રહેતા લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે હવે તો અંતિમ સફર માટે મૈયતને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કુંભારવાડા વિસ્તારમાં રેલવે ક્રોસિંગ પાર કરી અને સૌથી મોટુ મોક્ષ મંદિર અને સૌથી મોટુ કબ્રસ્તાન આવેલું છે. ત્યારે સતત ટ્રેનની અવર-જવરના કારણે ફાટક બંધ રહેતા મૈયતને પણ ફાટક ઉપરથી જીવના જાેખમે લઇને જવું પડી રહ્યું છે. બીજી બાજુ ભાવનગર શહેરમાં આવેલા રેલવે અંડરબ્રિજ નીચે સતત પાણી પડી રહ્યુ છે જેના કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના ઘટી શકે છે. મહાનગરપાલિકા દ્વારા નાખવામાં આવેલી પાણીની લાઈન લીકેજ હોવાથી અંડરબ્રિજ નીચે સતત પાણી ભરાઈ રહ્યું છે. ચોમાસા દરમિયાન તો સ્વિમિંગ પૂલની માફક અંડર બ્રિજ પાણીમાં સમાઈ જાય છે. જેને લઈ લોકોને હાલાકી પડી રહી છે. જેથી તાકી દે પ્રશ્નોનું નિરાકરણ લાવવું જરૂરી છે.શહેરના કુંભારવાડા અંડરબ્રિજનો પ્રશ્ન છેલ્લ ઘણાં વર્ષોથી સળગી રહ્યો છે આમ છતાં મહાનગરપાલિકાનું તંત્ર જાગી રહ્યું નથી. રેલવે ફાટક બંધ હોય છે ત્યારે આ અંડરબ્રીજ નીચેથી હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે. જાેકે, ત્યા અંડરબ્રીજમાં પણ પાણી ભરાઈ રહેતા શહેરીજનોને ખૂબ જ પરેશાની ભોગવવી પડી રહી છે. આમ છતાં મનપા તંત્ર સામાન્ય પ્રશ્નનું નિરાકરણ નથી લાવી રહ્યું જેનો ભોગ ભાવનગરની જનતા બની રહી છે. કુંભારવાડા વિસ્તારમાં સૌથી મોટુ મોક્ષ મંદિર અને સૌથી મોટુ કબ્રસ્તાન આવેલું છે. ત્યારે સતત ટ્રેનની અવર-જવરના કારણે ફાટક બંધ રહે છે. જેથી લોકોને હાલાકી પડી રહી છે. અંતિમ સફર માટે પણ લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે મૈયત લઈને જઈ રહેલા લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ફાટક બંધ હોવાના કારણે મૈયતને ફાટક ઉપરથી જીવના જાેખમે લઇને જવું પડ્યું હતું. કુંભારવાડા વિસ્તારમાં આશરે ૩૦ હજારથી વધુ લોકો વસવાટ કરે છે. જેમાં મોટાભાગના લોકોને શહેર તરફ આવવા જવા માટે રેલવે ક્રોસિંગ પાર કરીને જવું પડે છે. કુંભારવાડા રેલવે ક્રોસિંગ દિવસભરમાં અંદાજે ૧૦ કરતા વધુ સમય બંધ કરવામાં આવે છે. જેથી લોકો અંડરબ્રિજનો ઉપયોગ મોટી સંખ્યામાં કરે છે. જાેકે, ચોમાસા દરમિયાન અંડરબ્રિજમાં પાણી ભરાય જાય છે. આ સાથે જ અંડરબ્રિજ નીચે પડી રહેલા પાણીના કારણે સ્ટ્રકચર પણ નબળું પડી ગયું છે જાે કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો તેની પાછળ જવાબદાર કોણ રહેશે તે પણ સૌથી મોટો સવાલ છે. રેલવે અંડરબ્રિજ નીચે પડી રહેલા પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ભાવનગર-સોમનાથ હાઈવેની નેશનલ એવોર્ડ વિજેતા તસવીર

  નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા-દિલ્હી દ્વારા ભારતના નેશનલ હાઈવેની ડિજિટલ ફોટોગ્રાફી કોમ્પિટિશનમાં “કેમેરાની આંખે નેશનલ હાઈવે”નું આયોજન કરવામાં આવેલ. જેમાં ભાવનગરના ધવલ અમૂલ પરમારને ભાવનગર- સોમનાથ હાઈવેના ફોટોગ્રાફ્સને રૂપિયા ૧૦,૦૦૦નું ઇનામ મળેલ છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  શહેરના ક્રેસન્ટ સર્કલ નજીક રહેણાંક વિસ્તારમાં ધમધમતા હુક્કાબારમાંથી ૧૯ નબીરા ઝડપાયા

  ભાવનગર,તા.૧૭ઘોઘારોડ પોલીસે મોડીરાત્રે ક્રેસન્ટ સર્કલ નજીક આવેલ માણેકવાડી વેરાયટી ફૂટવેર વાળા ખાંચામાં આવેલ નિલકંઠ ફેલટની બાજુમાં આવેલ મકાનમાં ચાલતા હુક્કાબારમાં દરોડા પાડી હુકાબારના સંચાલક સહિત ૧૯ જેટલા નબીરાઓ પાસેથી ઘોઘારોડ પોલીસે ૪ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. શહેરમાં પોલીસે કરેલ રેઈડથી ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ બલરાજસિંહે ફરિયાદ નોંધાવી હતી કે, હું તથા ગંગાજળિયા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો નાઈટ કોમ્બીગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, ભાવનગર શહેરના ક્રેસન્ટ સર્કલ નજીક આવેલા માણેકવાડી રેલવે સ્ટેશન નજીક આવેલા પ્લોટ નંબર ૫૭૧ ખાતે રહેતા અસદ અસફાકભાઈ કાલવાના રહેણાંકી મકાનમાં અમુક માણસો હુકાબાર ચલાવે છે. જે મળેલી બાતમીના આધારે ઘોઘારોડ પોલીસ કોર્ડન કરી હુક્કાબાર પર રેઈડ કરી ત્રાટકતા મકાનની અગાસી પર પ્રવેશી તલાશી લેતા ચાર કુંડાળું વાળીને અમુક માણસો હુક્કાબારની મોજ માણતા શખ્સો ઝડપાયા હતા. તમાકુની ફ્લેવરના ડબ્બા નંગ- ૩ કિ.રૂ.૭૫૦,ચાલુ હુકકો નંગ-૪ કિ.રૂ.૨૦૦૦ તથા નંગ-૧૯ કુલ કિંમત રૂપિયા ૪,૪૮,૭૫૦ના મુદ્દામાલ સાથે ઘરપકડ કરી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ૫૧ ઠરાવો મંજૂર કરાયા

  ભાવનગર,ભાવનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજેરોજ સ્ટેન્ડીંગ કમિટી મીટીંગ રૂમ ખાતે કમિટીના ચેરમેન ધિરૂ ધામેલીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં કુલ ૫૧ જેટલા ઠરાવો રજુ કરવામાં આવ્યાં હતા અને ૨ અગત્યના ઠરાવો અધ્યક્ષસ્થાનેથી કરવામાં આવ્યાં હતા. તેમાંથી તમામ ઠારવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યાં હતા. શહેરના જુદા જુદા વોર્ડ ખાતે રોડના કામોને બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ક.પરા, ઘોઘા રોડ, ઉ.સરદારનગર, ઘોઘા સર્કલ, પાણીની ટાંકી, કળિયાબીડ, વડવા અ વોર્ડ, દ.સરદારનગર, પીરછલ્લા વોર્ડ, વડવા બ વોર્ડ, કુંભારવાડા વોર્ડમાં આર.સી.સી રોડ, પેવીંગ બ્લોક, રિકાર્પેટિંગનું કામ સહિતના કુલ ૧૯.૭૨ કરોડના ૨૬ કામોને મંજૂર કરવામાં આવ્યાં હતા. સ્ટેન્ડિંગ કમિટીની આજે મળેલી બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી ૨ મહત્વનાં ર્નિણયો કરવામાં આવ્યાં હતા, જેમાં ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝમાં મહેકમમાં હાલ ૭૬ જગ્યા મંજૂર થયેલ છે. તેની બદલે હવે ૨૪૨ જગ્યા મંજૂર કરેલ છે. જયારે પશુ ત્રાસ વિભાગમાં હાલ ૧ જગ્યા હતી તેની સામે ૬૧ જગ્યા મંજૂર કરવામાં આવી છે. પશુ ત્રાસ વિભાગનું નવું સેટઅપ મંજૂર કરેલ છે. જેમાં માત્ર એક જ જગ્યા હતી, તેની સામે ૬૧ નવી જગ્યા ભરતી કરવામાં આવશે, જેથી ૬૦ ગણું વધુ સેટઅપ કરેલ છે. 
  વધુ વાંચો
 • ગુજરાત

  ભાવનગરમાં ઉત્તરાયણના એક દિવસ પહેલા જ બજારમાં ખરીદીનો અભૂતપૂર્વ માહોલ

  મકરસંક્રાંતિ પર્વ પર ભાવેણાવાસીઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. એક દિવસ બાકી છે ત્યારે શહેરના માંજાવાળાઓને ત્યાં લોકોની લાઈનો લાગી છે. આ વખતે લોકો મનભરીને માણશે તેવું લાગી રહ્યું છે અને મકરસંક્રાંતિ પર્વના છેલ્લા દિવસે બજારમાં ધૂમ ખરીદીનો માહોલ જાેવા મળી રહ્યો છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  મહુવામાં કાર ટ્રક સાથે અથડાયા બાદ આગ દરવાજાે ન ખૂલતાં અંતે ચાલકનું કંકાલ જ મળ્યું

  મહુવા, ભાવનગર જિલ્લામાં મહુવા પાસે આજે એક અકસ્માતની દર્દનાક ઘટના બની હતી. મહુવાના વડલી-નેસવડ રોડ પર સવારે ૧૦ વાગ્યા આસપાસની આ ઘટના હોવાનું મનાય છે, જેમાં ટ્રક અને કાર અથડાયા બાદ કારમાં આગ ફાટી નીકળતાં તેનો ચાલક બળીને ભડથું થઈ ગયો હતો. અકસ્માત બાદ દરવાજા ખૂલી ન શકતાં કારમાં સવાર એક વ્યક્તિ આગમાં ખાખ થઈ જતાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. આ ભોગગ્રસ્ત કોણ છે એની ઓળખ મેળવવા તજવીજ ચાલી રહી છે. બનાવની વિગત એવી છે કે મહુવાથી ભાવનગર નેશનલ હાઇવે નંબર આઠ ઉપર આજ સવારે ૧૦ વાગ્યાના સમયગાળા દરમિયાન એક ઘટના બનવા પામી હતી, જ્યાં એક કાર અને ટ્રક વચ્ચે જાેરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત તરત જ કારમાં એકાએક આગ ભભૂકી ઊઠી હતી. આગ એવી વિકરાળ હતી કે એમાં કાર સાથે કારચાલક પણ બળીને ખાખ થઈ ગયો. જ્યાં હાઈવે પર ભયંકર અકસ્માત બાદ આગ ફાટી નીકળતાં ત્યાં હાજર સમક્ષ લોકોનાં રુવાંટાં ઊભાં થઈ જાય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. હાઈવે પર મહુવા તરફથી જતી કાર અને ભાવનગર તરફથી આવતું કેમિકલ ભરેલું ટેન્કર એકાએક ધડાકાભેર અથડાયું હતું, જ્યાં કાર મહાકાય ટ્રક સાથે અથડાતાં કારનો કૂચો બોલી ગયો હતો. 
  વધુ વાંચો
 • ગુજરાત

  સાળંગપુર હનુમાનજી મંદિરે દિવ્ય શણગાર સાથે ૧૫૧ કિલો ધારીનો અન્નકૂટ ધરાયો

  સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે સુરતની પ્રખ્યાત ૧૫૧ કિલો ઘારીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. શનિવાર નિમિત્તે મોટી સંખ્યામાં હરિભક્તોએ દાદાના અન્નકૂટના દર્શન કર્યા હતા.
  વધુ વાંચો
 • ગુજરાત

  ભાવનગરમાં કાપડની દુકાનમાં ભીષણ આગ સામાન ભસ્મીભૂત

  ભરતનગર વિસ્તારમાં આવેલી કાપડની દુકાનમાં મોડી રાત્રે આગ લાગી હતી. આ આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતાં ફાયરનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનવા અંગે ફાયર વિભાગમાંથી મળતી માહિતી મુજબ, ભાવનગરના ભરતનગર વિસ્તારમાં આવેલી ગવર્મેન્ટની કાપડવાળા નામની દુકાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  નર્મદા ડેમ સાથે સરદાર સાહેબનું નામ જાેડાયેલું એટલે કોંગ્રેસ ડેમને પૂરો થવા દેતા ન હતા  શાહ

  ભાવનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોએ પ્રચાર તેજ કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં પાંચ સભા સંબોધશે. બપોરે અમરેલીના જાફરાબાદમાં સભા સંબોધ્યા બાદ શાહ હાલ ભાવનગરના તળાજામાં સભા યોજી હતી. અહીં સંબોધન દરમિયાન નર્મદા ડેમને લઈ કાૅંગ્રેસ અને આપ પર પ્રહાર કરતા કહ્યું કે, નર્મદા ડેમ સાથે સરદાર સાહેબનું નામ જાેડાયેલું એટલે કાૅંગ્રેસીઓ ડેમને પૂરો જ થવા નહોતો દેતા.સોમનાથ સાનિધ્યે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યોજેલ ઝંઝાવતી ચુંટણી સભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડેહાથે લઈ આકરા પ્રહારો કરતા કહ્યું કે, કોંગ્રેસએ મુસ્લીમોના મતો માટે ક્યારે હિન્દુઓને સન્માન આપ્યુ નથી અને હમેંશા હિન્દુઓની આસ્થા સાથે ખીલવાડ કરવાનું કામ કર્યુ છે. તો દિલ્હીથી આવેલો આમ આદમી પાર્ટીનો નમુનો આતંકીઓનો હિતેચ્છુ છે શું તેને મત અપાય ? ભાજપ જ વિકાસ, સમૃદ્ધિ અને સુરક્ષા આપી શકે તેમ હોય કમલ ખીલવવા આહવાન કર્યુ હતુ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જાફરાબાદમાં ચૂંટણી સભા સંબોધી હતી. અહીં નર્મદા મુદ્દે કાૅંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી હતી. અમિત શાહે કહ્યું હતું કે, એક પાર્ટી એવી છે કે, જેને નર્મદા વિરોધી મેધા પાટકરને લોકસબામાં ટિકિટ આપી હતી અને બીજી પાર્ટી છે કે, જે મેધા પાટકરને લઈને પદયાત્રા કાઢી રહી છે. અમરેલીના જાફરાબાદમાં જનસભાને સંબોધતા અમિત શાહે આમ આદમી પાર્ટી અને કાૅંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. કહ્યું હતું કે, રાહુલ બાબાએ હાલ પદયાત્રા કાઢી છે. મેધા પાટકર જેને આપણી યોજના રોકી હતી તેને લઈને નીકળ્યા. મેધા પાટકરથી ગુજરાત અને સૌરાષ્ટ્ર વિરોધી કોઈ હોય શકે? આ તો પદયાત્રા લઈને નીકળ્યા પહેલા ઝાડુ વાળાએ તો ૨૦૧૪માં આ મેધાબેન પાટકરને ટિકિટ આપી દીધી હતી. પણ જમાનત જપ્ત થઈ ગઈ.વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારના અંતિમ દોરમાં સોમનાથ સાનિધ્યે વેરાવળ ટાવર ચોકમાં સભા સંબોધવા પહોંચેલ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના મહાનુભાવોએ આજે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે મંચ પર બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી. બાદમાં સીએમ યોગીએ જંગી જાહેર સભાને સંબોધતા જગવિખ્યાત સોમનાથ મંદિર ઉપર વિધર્મીઓના આક્રમણને યાદ કરી ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરી ઉપસ્થિત જનમેદનીને પ્રભાવિત કરી હતી. ​​​​​​​બાદમાં સીએમ યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમોને સન્માન તો નહીં આપે અને તમારી સુરક્ષા કરી શકતી નથી. આ બધું ભાજપની સરકાર જ આપી અને કરી શકે. દિલ્હીથી આવેલો આમ આદમી પાર્ટીનો નમુનો આતંકીઓનો હિતેચ્છુ છે અને ભારતીય સેનાએ કરેલા સર્જીકલ સ્ટ્રાઈક પરાક્રમ સામે સવાલ ઉઠાવીને પ્રુફ માંગે છે. ત્યારે આવા લોકોને મત આપીને આપણા મતને કલંકિત ના કરાય. કોંગ્રેસે ક્યારેય સરદાર પટેલને સન્માન આપ્યું નથી. જ્યારે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવી સન્માન આપવાનું કામ ભાજપની મોદી સરકારે કર્યુ છે. આવી જ રીતે દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરજીને સન્માન આપવાના બદલે તેઓને હરાવવાનું કામ કોંગ્રેસે કર્યુ છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ગીરગઢડામાં ટિસી ઉપર દીપડીએ શિકાર માટે છલાંગ મારતા વીજ કરંટથી મોત

  ગીરગઢડા, ગીરગઢડાના કરેણી ગામની સીમ વિસ્તારમાં આવેલા વીજ પોલના ટીસી ઉપર દીપડીએ શિકાર માટે જંપ મારતા વિજ શોટથી દીપડીનું ઘટનાસ્થળેજ મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે વન વિભાગે આગળની વધુ તપાસ હાથ ધરી છે કરેણી ગામની સીમ વિસ્તારમાં બચુભાઈ બોધભાઈ મોરીની વાડીના સેઢા પાસે આવેલા ગૌચર જમીનમાં વીજ પોલ ઉપર ટીસી આવેલું છે. જેમાં વીજ પાવર સપ્લાઇ ચાલું હતો. ત્યારે વીજ ટીસી ઉપર બેઠેલા પક્ષીને જાેઈ દીપડીએ શિકારની લાલચમાં જંપ મારતાં ટીસી ઉપર ચડી શિકાર કરવા જતાં અચાનકજ વિજ શોટ લાગતા દીપડીનું ઘટનાસ્થળેજ ક્ષણવારમાં મોત નિપજ્યું હતું.આ ઘટના બનતા તાત્કાલિક પીજીવીસીએલ તેમજ વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને વીજ પૂરવઠો બંધ કરી દીપડીનો મૃતદેહ નીચે ઉતાર્યો હતો. વન વિભાગે દીપડીના મૃતદેહને જશાધાર એનિમલ કેર સેન્ટરમાં પીએમ અર્થે ખસેડી હતી જેમાં દીપડી અંદાજે ચારેક વર્ષની હોવાનુ વન વિભાગના ફોરેસ્ટ વી એમ ચાવડાએ જણાવ્યું હતું. આ ઘટના અંગે વનવિભાગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  મહિલાને બચાવવા જતાં કાર ડિવાઇડર સાથે અથડાઇ પલટી ગઇ

  રાજકોટ, રાજકોટ ભાવનગર હાઇવે અકસ્માત ઝોન તરીકે ધીમે ધીમે કુખ્યાત બની રહ્યો છે. સારા અને પહોળા રસ્તા છતાં છાશવારે અહીં વાહનો ટકારાવાના, વાહનો ફંગોળાઇ જવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે જંગવડ પાસે આજે શનિવારે વધુ એક અકસ્માત સર્જાયો હતો અને આગળ પસાર થઇ રહેલા એક્ટિવા ચાલક મહિલાને બચાવવા જતાં પાછળથી આવતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.અને કાર જાેરદાર ડિવાઇડર સાથે અથડાઇને ગોથું ખાઇ ગઇ હતી અને કારમાં આગ ભભુકી ઉઠી હતી આથી તાબડતોબ પોલીસની સાથે ફાયરને પણ જાણ કરવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવાયો હતો અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઇ હતી. ટક્કર એટલી જાેરદાર હતી કે એક્ટિવા ૫૦ ફૂટ સુધી ઢસડાયું હતું અને તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ભાવનગર હાઇવે પર જંગવડ પાસે એક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અને ચાલક મહિલાને બચાવવા જતાં ગાડી ડિવાઈડર સાથે અથડાઇ ગોથું ખાઈ ગઇ હતી. જાે કે કારના ચાલકનો બચાવ થયો હતો જ્યારે એક્ટિવાના ચાલકને ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયા હતા. મહિલા રોડ ક્રોસ કરવા જતા આ ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  મહાકાય જહાજાેના ભાવનગરમાં ભાંગીને ભૂક્કા થાય છે

  ભાવનગર, ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલું બંદર. તે ખંભાતના અખાતના પશ્ચિમ કિનારે ખુલ્લા સમુદ્રથી ૧.૬ કિમી. દૂર, તળાજાથી ૨૦ કિમી. અને ભાવનગરથી ૫૦ કિમી. અંતરે મણાર ગામ નજીક મણારી નદી ઉપર આવેલું છે. તે ભાવનગર-તળાજા-મહુવા કંઠાર ધોરીમાર્ગથી તથા રાજ્યમાર્ગથી રાજ્ય-પરિવહનની સીધી સળંગ બસસેવા દ્વારા જાેડાયેલું છે. મિરાતે અહમદીમાં સોરઠ(સૌરાષ્ટ્ર)ના બંદર તરીકે તથા દસ્તૂર-અલ-અમલ (મહેસૂલી દફતર)માં પણ તેનો બંદર તરીકે ઉલ્લેખ છે. તાજેતરનાં વર્ષોમાં તે જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતું બનેલું છે. દુનિયામાં જાપાન, તાઇવાન અને કોરિયામાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ સારી રીતે ચાલે છે. ભારતમાં આ ઉદ્યોગની શરૂઆત ૧૯૭૦માં મુંબઈ ખાતે થયેલી. ૧૯૭૩, ૧૯૭૮ અને ૧૯૮૧-૮૨માં અનુક્રમે ૨૬,૦૦૦; ૮૨,૦૦૦ અને ૧.૨૮ લાખ ટનનાં જહાજાે ભંગાયાં હતાં. હૂંડિયામણની મુશ્કેલીને લીધે ૧૯૮૩માં માત્ર ૨૫ જહાજાે જ ભંગાયેલાં. મુંબઈમાં ત્રણ લાખ ટન જહાજાે ભાંગવાની ક્ષમતા ધરાવતું માત્ર એક જ કારખાનું હતું. ૧૯૮૧માં ગુજરાત રાજ્યના તત્કાલીન નાણામંત્રી સનત મહેતાને સૌરાષ્ટ્રના સાગરકાંઠે આ ઉદ્યોગ સ્થાપવાની અનુકૂળતાનો ખ્યાલ આવ્યો. તેમના પ્રમુખપણા નીચે મહેતા, ઘોષ અને જાેષીની સમિતિ ગુજરાત સરકાર દ્વારા નીમવામાં આવી અને ૧૯૮૨ના ચોથા ચરણ દરમિયાન વાંસી બોરસી (નવસારી), પોરબંદર, સચાણા (જામનગર), માંડવી (કચ્છ) અને અલંગની મુલાકાત લેવાઈ. તે પૈકી અલંગ પર પસંદગી ઊતરી અને ૧૯૮૨ના અંતે અલંગને વિકસાવવાનો ર્નિણય લેવામાં આવ્યો. આ ગાળા દરમ્યાન ઘડતર લોખંડ તથા પોલાદની માંગમાં અભૂતપૂર્વ વધારો થયો. હતો. ૧૩ ડિસેમ્બર, ૧૯૮૩ના રોજ ‘ધ ડેડિયેર’ નામના એક જહાજે અલંગના દરિયાકાંઠે લંગર નાખ્યું અને અહીં જમાનાથી ઉજ્જડ પડેલી દરિયાકાંઠાની જમીન પર આ ઉદ્યોગનો પ્રારંભ થયો. અલંગને પસંદ કરવા માટે શાંત દરિયો, સાનુકૂળ ભરતી, કિનારા નજીક ઊંડું પાણી વગેરે જેવી બાબતો લક્ષમાં લેવામાં આવેલી છે. અહીં ભાંગવાનાં જહાજાેને છેક દરિયાકાંઠા સુધી લાવી શકાય છે અને તેની બંને બાજુ કામ કરી શકાય છે. અલંગ ખાતે જમીન પર જહાજભાંગી ભંગાર છૂટો પાડવાનું કામ ચાલે છે. વળી અહીં વાવાઝોડાં તથા ઝડપી સમુદ્રપ્રવાહનો ભય રહેતો નથી. બંદર નજીક કાટમાળને રાખવા તથા વર્ગીકરણ માટે પુષ્કળ ખુલ્લી જમીન છે. જહાજને લંગર નાખી પડી રહેવા માટે મોટું બારું પણ છે.સ્ટીલના કારખાનામાં ઉત્પન્ન થતા એક ટન જેટલા સ્ટીલના ગઠ્ઠા માટે ૪૫૦ કિવો. વીજળીની જરૂર પડે છે, જ્યારે ભંગારમાંથી બનાવાતા સ્ટીલ માટે ૧૧૦થી ૧૧૫ કિવો. વીજળી વપરાય છે. આમ, વીજળીની બચત થાય છે અને એકંદર ખર્ચ ઓછો આવે છે. રી-રોલિંગ મિલો ગોળ સળિયા, વળવાળા સળિયા, હળવાં માળખાં, ઍંગલો, સેક્શન પટ્ટીઓ, તાર વગેરે તૈયાર કરે છે. ૧૯૬૬થી ૧૯૭૮ના ગાળા દરમ્યાન સંગઠિત ક્ષેત્રે આવેલી રી-રોલિંગ મિલોનો વાર્ષિક વૃદ્ધિદર માત્ર ૪% હતો, જ્યારે ભંગાર વાપરતી રી-રોલિંગ મિલોમાં ઉત્પાદનવૃદ્ધિનો દર ૨૦% હતો. એક ટન ભંગાર મેળવવા માટે ૬ માનવશ્રમ-દિવસોની જરૂર પડે છે. પાંચ લાખ ટન ભંગાર મેળવવા ૩૦ લાખ માનવશ્રમ-દિવસોની રોજગારી ઊભી થાય છે. ૧,૦૦૦ લોકો એક વર્ષ સુધી રી-રોલિંગ મિલમાં રોજી મેળવી શકે છે. આ ઉપરાંત રી-રોલિંગ મિલો દ્વારા ૧૫,૦૦૦ માણસોને રોજી મળી શકે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ભાવનગર જિલ્લાની સાત બેઠક પર સાત ફોર્મ પરત ખેંચાયા  ૭૭ ઉમેદવારો મેદાને

  ભાવનગર, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી ૧ અને ૫ ડિસેમ્બરે મતદાન અને ૮ ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા અનેક ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ છે. ત્યારે સાંજ સુધીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.ભાવનગર જિલ્લાની સાત બેઠકો પર ફોર્મ પરત ખેંચાયા છે. જેમાં મહુવા બેઠકમાંથી એક, તળાજા બેઠક પરથી એક, ગારીયાધાર બેઠક પરથી એક, ભાવનગર પૂર્વમાંથી એક અને ભાવનગર પશ્ચિમમાંથી ત્રણ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા હતા આમ, સાત ફોર્મ પરત ખેંચાયા છે.ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક પર ગઈકાલ સુધી ૧૦૮ માંથી ૮૪ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. આ ૮૪ ઉમેદવારોમાંથી બુધવારે સાત ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતા. ૭ ઉમેદવારો ફોર્મ પરત ખેંચતા હવે ૭૭ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે, આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે અને બપોરે ૩ વાગ્યા સુધીમાં ઉમેદવારો દ્વારા પોતાના ફોર્મ પરત ખેંચી શકશે. સાંજ સુધીમાં સાતેય બેઠક પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
  વધુ વાંચો
 • ગુજરાત

  એમએલએ લખેલી કારમાં દારૂ ઝડપાયો

  પાલીતાણા, પાલીતાણા તાલુકા પંચાયતના ભાજપી ઉપપ્રમુખ સહિત ત્રણ શખ્સ વિધાનસભા ચૂંટણીમાં દારૂની રેલમછેલ કરવા માટે દીવથી દારૂની ખેપ લઈને આવી રહ્યા હતા. ત્યારે ઉના પોલીસે માંડવી ચેકપોસ્ટ પાસેથી ત્રણેયને ઝડપી લીધા હતા. તાલુકા પંચાયતના ઉપપ્રમુખે દારૂની હેરાફેરી માટે ઈનોવા કારમાં એમએલએનું બોર્ડ મારી રાખ્યું હતું. બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર પાલીતાણાના ડુંગરપુર ગામે રહેતો અને તાલુકા પંચાયતનો ઉપપ્રમુખ ચેતન ડાભી, હાર્દિક પરમાર અને મહેબુબ (રહે, નામના ત્રણ શખ્સ મંગળવારે દીવથી ઉના તરફ આવી રહ્યા હતા.આ સમયે વિધાનસભાની ચૂંટણીને લઈ વાહન ચેકીંગ માટે માંડવી ચેકપોસ્ટ પર હાજર ઉના પોલીસના સ્ટાફે નંબર પ્લેટ વિનાની એક સફેદ કલરની ઈનોવા કાર કે જેમાં એમએલએનું બોર્ડ માર્યું હતું. તેને રોકી તલાશી લેતા ઈનોવા કારની ડેકી તેમજ કારમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની દારૂની બોટલ નં.૨૫૧ (કિ.રૂ.૮૨,૪૬૦) મળી આવતા પોલીસે કાર, દારૂ અને એક આઈફોન અને બે વીવો કંપનીના મોબાઇલ મળી કુલ રૂા.૯,૦૫,૪૬૦ના મુદ્દામાલ સાથે ત્રણેય શખ્સની ધરપકડ કરી પ્રોહિ. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  સિહોરનું સિસ્મોગ્રાફી સેન્ટર શોભાના ગાંઠિયા સમાન બન્યું

  સિહોર, જયારે કોઇ કુદરતી આફત આવે ત્યારે બચાવ અને રાહત કામગીરી પુરજાેશમાં શરૂ થઇ જતી હોય છે. અને ભુકંપ જેવી કુદરતી આફત માટે સિસ્મોગ્રાફી સેન્ટર બનાવવામાં આવતા હોય છે. સિહોરના છેવાડે આવેલ સિસ્મોગ્રાફી સેન્ટર શોભાના ગાંઠિયા સમાન હોય લોકોમાં આ બાબતે કચવાટ જાેવા મળી રહ્યો છે.સિહોરમાં ધ્રુપકા રોડ પર રામનાથ નજીક સિસ્મોગ્રાફી સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ સેન્ટર લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં તો આવ્યું છે,પરંતુ હજી સુધી કોઇ અકળ કારણોસર આ સિસ્મોગ્રાફી સેન્ટરનું લોકાપર્ણનું મુહૂર્ત આવતું જ નથી. આ સેન્ટર બનાવ્યાને ચાર-પાંચ વરસ જેટલો સમય થયો હોવા છતાં હાલ આ સેન્ટર કાર્યરત થતું જ નથી. અને આ સેન્ટર છેવાડે બનાવવામાં આવેલ હોય, તેને કાર્યરત ન કરાતા આવારા તત્વો માટે આ જગ્યા સલામત બની ગઇ છે. આ સેન્ટરના બારી-બારણા તૂટી ગયા છે. સરકારી તિજાેરીમાંથી લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આ સેન્ટર કાર્યરત ન કરાતા નાણાનો વ્યય થયો. પરંતુ સેન્ટર હાલમાં આવારા તત્વો માટે અસામાજિક પ્રવૃતિઓનું કેન્દ્ર બની ગયું છે. લાખોના ખર્ચે બનાવાયેલ આ સિસ્મોગ્રાફી સેન્ટર માત્ર શોભાના ગાંઠિયા બની ગયું હોય, આ સેન્ટરને વહેલામાં વહેલી તકે રિપેર કરી ત્યાં સિસ્મોગ્રાફી સેન્ટર કાર્યરત કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠવા પામી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  કોઝવે પર પાણી ફરી વળતાં તાતણીયા ગામના લોકોને અંતિમયાત્રા પણ પાણીમાં કાઢવી પડે છે

  ભાવનગર, ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતણીયા ગામે મહિલાનું અવસાન થતાં તેમની અંતિમયાત્રા પાણીમાંથી કાઢવી પડી હતી. અંતિમયાત્રા કાઢવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવા ગ્રામજનો મજબૂર બન્યા છે. તાતણીયા ગામના લોકો નદીમાં પાણી આવી જતા કોઝવે પર પાણી ભરાઈ જાય છે જેથી લોકો મુશ્કેલીમાં મુકાઈ છે. તંત્ર કે સત્તાધીશો દ્વારા પાણીનો કોઇ જ નિકાલ કરવામાં ન આવતા સ્થાનિક લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી સ્થાનિકમાં હાલ ભારે રોષ જાેવા મળી રહ્યો છે.ગામની નદીના કોઝવે પર ચોમાસામાં પાણી ભરાઈ જાય છે જેથી કોઈનું મૃત્યુ થાય તો ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે લોકોને સ્મશાન યાત્રા કાઢવી પડે છે. તેમજ બીમાર વ્યક્તિને દવાખાને લઇ જવા પણ પાણીમાંથી પસાર થવુ પડે છે. ૧૦૮ પણ ગામમાં આવી શકતી નથી. ચોમાસા દરમિયાન નદી પરના કોઝવે પાણીમાં ગરકાવ થઇ જાય છે અને રસ્તાઓ બંધ થઇ જાય છે. નોકરી ધંધા જવા માટે પણ મુશ્કેલી પડે છે તો બાળકો શાળામાં જઈ શકતા નથી. આ સમસ્યા છેલ્લા ૧૦-૧૨ વર્ષથી ચાલી આવે છે. ગ્રામજનોએ કોઈ કચેરી બાકી નહીં હોય જ્યાં તેની રજૂઆત નહીં કરી હોય! પણ તંત્રએ હજુ સુધી આ સમસ્યાનું નિરાકરણ લાવ્યું નથી. જેસર તાલુકાના તાતણીયા ગામના લોકોને દર વર્ષે આશ હોઈ છે કે સરકાર આ વર્ષે પુલ બનાવશે પરંતુ હજુ સુધી પુલ બનાવવામાં આવ્યો નથી.
  વધુ વાંચો
 • ગુજરાત

  બાપા સીતારામને શીશ ઝુકાવવા માટે લાખોની સંખ્યામાં ભક્તો બમણા ઉત્સાહ સાથે ઉમટ્યાં

  ભાવનગર, ભાવનગર જિલ્લામાં આવેલા ખ્યાતનામ ગુરૂ આશ્રમ બગદાણા ખાતે આજે વહેલી સવારથી હજારો ભક્તો દર્શનાથે પહોંચ્યા હતા અને સાંજ સુધીમાં લાખો લોકો બાપાના દર્શન કરી ધન્યતા અનુભવશે. બે વર્ષના અંતરાલ બાદ ધામધુમ પૂર્વક ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ સાથે જ અનેક ધાર્મિક કાર્યકમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.બગદાણા ઘામ ખાતે ગુરુપૂર્ણિમા નિમતે બાપાને સવારે ૫ વાગે મંગળા આરતી, ધ્વજ પૂજન ૭ કલાકે, ધ્વજ રોહણ ૭ઃ૩૦ કલાકે તથા ગુરુપૂજન ૮ઃ૩૦ કલાકે સહિતના ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, ત્યારેબાદ સાંજ સુધીમાં લાખો ભાવિકો દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સંતોની ભૂમિ તરીકે જગ વિખ્યાત ગોહિલવાડમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જીવને ઈશ્વર સુધી પહોંચાડવામાં ચાવી રૂપ ભૂમિકા ભજવે છે અને જરૂર જણાયે ઈશ્વર ખુદ એક ગુરૂ ના રૂપે સૃષ્ટિમાં અવતાર ધારણ કરી દુરાચારનો અંત કરી સકળ જગતનું કલ્યાણ કરે છે એ સદ્દગુરૂ નો મહિમા વર્ણવતુ પર્વ એટલે ગુરૂપૂર્ણિમાં ભાવનગર શહેર જિલ્લામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓઓ દ્વારા ભક્તિના અનોખા ભાવ સાથે ગુરૂપૂર્ણિમાં પર્વની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી વિશ્વવ્યાપી કોરોનાની મહામારીને પગલે બે વર્ષેથી આ મહાપર્વની ઉજવણી થઈ શકી ન હતી, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી કાબૂમાં હોય જેને પગલે સરકાર-તંત્ર દ્વારા ચોક્કસ ગાઈડલાઈનના પાલન સાથે મહાપર્વની ઉજવણી કરવાની છુટછાટ જાહેર કરી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  સચિવાલયમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનું અપમાન કરીને કાઢી મૂકાયાઃ કહ્યું- તમારે વહીવટ નથી કરવાનો

  ભાવનગર ભાવનગરની સરકારી મેડિકલ કોલેજનું બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોય જેને લઈને વિદ્યાર્થીઓને અન્યત્ર ખસેડવાના ર્નિણયને લઈ વિદ્યાર્થીઓનું આંદોલન આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં કોરોના દરમિયાન તેમણે કરેલા કાર્ય દરમિયાન સરકાર દ્વારા સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા તે પરત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ જ્યારે તેમની માંગણી માટે સચિવાલય ગયા તો જવાબ આયો ‘અહીંથી જતા રહો આ વહીવટ તમારે નથી કરવાનો’. આજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તેમની માંગણીઓને લઈને આજથી પાંચ દિવસની હડતાલ પર ઉતરી ગયા છે, જાે કે રાજ્યના શિક્ષણ મંત્રી ભાવનગરના અને દેશના આરોગ્ય મંત્રી પણ ભાવનગરના હોય ત્યારે આરોગ્યના વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ હતા આખરે હડતાલનો માર્ગ અપનાવો પડ્યો છે.એક તરફ મેડિકલ કોલેજમાં શૈક્ષણિક સત્ર શરૂ છે. જ્યારે બીજી તરફ વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાના ર્નિણયથી સ્ટુડન્ટોના અભ્યાસ પર અસર પડી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી બંને ભાવનગર જિલ્લાના હોવા છતાં પણ મેડિકલ કોલેજના સ્ટુડન્ટોને સાથે અન્યાય થઈ રહ્યો છે. જેને લઈને આજથી મેડિકલ કોલેજના ૯૦૦ જેટલા વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતરી ગયા છે. મેડિકલ કોલેજનું મૂળ બિલ્ડીંગ જર્જરીત હાલતમાં હોવાના કારણે તેને રીનોવેશન કરવા માટે વિદ્યાર્થીઓને રૂવાપરી રોડ પર આવેલી લેપ્રેસી હોસ્પિટલ ખાતે ખસેડવાની તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. જે જગ્યા પર સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. તે જગ્યા પર  નિયમ મુજબ સવલતો નથી, જેના કારણે અભ્યાસ સાથે ડિગ્રી ઉપર પણ અસર પડી છે, સાથે જ તે જગ્યા શહેરથી દૂર હોય તેમને હોસ્પિટલ આવનજાવન માટે પણ મુશ્કેલી પડી શકે છે. જેથી મેડિકલના વિદ્યાર્થીઓ પોતાની માગને લઈ વારંવાર તંત્ર અને સરકારને રજૂઆત કરવા છતાં પણ આજની સુધી કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી, અંતે આજથી મેડિકલ કોલેજના તમામ વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતરી ગયા છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  મનપાએ કુંભારવાડા વિસ્તારમાં દબાણવાળા બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું

  ભાવનગર, ભાવનગર કોર્પો. દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે તવાઈ શરૂ કરતા આજે એસ્ટેટ વિભાગ દ્વારા કુંભારવાડા મિલની ચાલી વિસ્તારમાં રોડની જગ્યા પર બે માળના કરેલા બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું જ્યારે કાળીયાબીડ અને ગામતળમાં ટીડીઓ વિભાગ દ્વારા ૧૧ ગેરકાયદેસર બાંધકામોને નોટિસ ફટકારવામાં આવી છે. મ્યુ.સાધારણ સભામાં ગેરકાયદે બાંધકામના પ્રશ્ને ભારે હોબાળો મચ્યો હતો. ત્યારબાદ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.ભૂતકાળમાં પણ કોર્પોરેશન દ્વારા જ્યારે જ્યારે દબાણ હટાવવાની અને ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી શરૂ કરી છે ત્યારે રાજકીય દબાણને વશ કડક કાર્યવાહીને બ્રેક લગાવી છે. શહેરના કુંભારવાડા મિલની ચાલી વિસ્તારમાં ચોકમાં રસ્તાની જગ્યા પર છેલ્લા સાત-આઠ વર્ષથી ત્રણ દુકાનો અને બે કેબીનો સાથે બે માળનું પાકું બાંધકામ ગેરકાયદેસર રીતે કર્યું હતું. તેને હટાવવા માટે કોર્પોરેશન દ્વારા અગાઉ નોટિસ પણ આપી હોવા છતાં બાંધકામ દૂર નહીં કરાતા એસ્ટેટ વિભાગ દ્વારા આજે પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું હતું.ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા આજે કાળિયાબીડ અને ગામતળ વિસ્તારમાં ચાલુ ગેરકાયદેસર બાંધકામોને નોટિસની કાર્યવાહી યથાવત રાખી હતી ટીડીઓ દ્વારા આજે ગામતળ વિસ્તારમાં ૫ કોમર્શિયલ બાંધકામોને અને કાળિયાબીડ વિસ્તારમાં ૩ રેસિડેન્સીયલ અને ૨ કોમર્શિયલ બાંધકામને તેમજ દક્ષિણ કૃષ્ણનગર વિસ્તારમાં ૧ રેસિડેન્સીયલ બાંધકામ સહિત ૪ રેસિડેન્સીયલ અને ૭ કોમર્શિયલ મળી કુલ ૧૧ બાંધકામોને ૨૬૦/૧ અને ૨૬૭/૧ની નોટિસ ફટકારવામાં આવી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  રાજપૂતોને ટિકીટ નહીં અપાય તો કરણી સેના અપક્ષ ઉમેદવારી કરશે શેખાવત

  ભાવનગર, રાજ્યોમાં રાજપૂતો-ક્ષત્રિયોનુ પ્રભુત્વ છે એવાં રાજ્યો-શહેરોમાં “કરણીસેના” દ્વારા પ્રથમ રેલી થી કાર્યક્રમોની શરૂ કરી છે. ત્યારે હવે રાજ્યના અલગ અલગ શહેરોમાં કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવત સભાઓ-પત્રકાર પરિષદો યોજી રહ્યાં છે ત્યારે આજરોજ ભાવનગર શહેર સ્થિત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. રાજશેખાવતે રાજકીય પક્ષો પાસે રાજપૂતો અને ક્ષત્રિયો માટે ટિકિટની માગ કરી હતી. ક્ષત્રિયો-રાજપૂતોની સંખ્યા પણ વિશાળ છે. ત્યારે આ જ્ઞાતિઓનુ સૌથી મોટું સંગઠન “કરણીસેના” સમાજના અલગ અલગ ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ સાથે રાજપૂત-ક્ષત્રિયો ને એક તાંતણે જાેડવાનું કાર્ય બખૂબી રીતે કરી રહ્યું છે. આ સિવાય દેશના આદિ ઈતિહાસની ઐતિહાસિક ધરોહર સાથે તેનો માન-મરતબો અકબંધ જળવાઈ રહે એ સિવાય હવે આગામી દિવસોમાં આવનાર ચૂંટણીમા પણ કરણીસેના પોતાના ઉમેદવારો ઉભા રાખી ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી છે.ભાવનગર શહેર સ્થિત સર્કિટ હાઉસ ખાતે કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે પત્રકાર પરિષદ યોજી હતી અને શેખાવતે હુંકાર સાથે જણાવ્યું હતું કે દેશમાં રાજ-રજવાડાકાળમાં સુ-શાસન અકબંધ હતું. આદી ઈતિહાસની અવમૂલ્ય કે અવગણના ન થાય એ મુદ્દે કરણીસેના આગામી ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા રાખી ચૂંટણી લડશે. વધુમાં શેખાવતે જણાવ્યું હતું કે, રાજનીતિ અમારા રક્તમા વહે છે આવનાર ચૂંટણીમાં રાજકીય પક્ષો કરણીસેનાના ઉમેદવારોને ટિકિટ આપે તો સારી વાત છે બાકી અપક્ષ ઉમેદવારી નોંધાવી કરણીસેનાના ઉમેદવારો ચૂંટણી લડશે અને જરૂર જણાયે રાજ શેખાવત ખુદ ચૂંટણી લડી સમાજનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય વાઘા ધરાવાયાં

  બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે શનિવાર નિમિત્તે દાદાને દિવ્ય વાઘા ધરાવીને દાદાના સિંહાસનને ફુલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા. ૨૮ મે, ૨૦૨૨ને શનિવારના રોજ સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા ધરાયા હતા. તેમજ દાદાના સિંહાસનને ફુલનો દિવ્ય શણગાર કરી મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા સવારે ૭ કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી(અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  ભાવનગરથી સાઇકલ યાત્રાએ નીકળેલા લાયન્સ કલબના બે યુવાનો પોરબંદર પહોંચ્યા

  પોરબંદર, કચ્છ થી શરૂ કરવામાં આવેલ આ સાઇકલ યાત્રા વલસાડ ખાતે પૂર્ણ થશે,આ યાત્રામાં મિલનભાઈ રાવલ અને શૈલેન્દ્ર ભાઈ ગોહિલ ભાગ લઈ રહ્યા છે, યાત્રા ના ભાગ રુપે આ બંને યુવાનો પોરબંદર પહોંચ્યાં છે. અહીં લાયન્સ ૨હઙ્ઘ વિડીજી હિરલબા જાડેજા, પ્રમુખ પંકજ ચંદારાણા, સેક્રેટરી કેતન હિંડોચા, આશિષ ભાઈ પંડ્યા, નીધી બેન શાહ, ગોપાલ ભાઈ લોઢારીએ આ યુવાનોને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું અને યાત્રા માટે શુભેચ્છા પાઠવી છે. ગુજરાતના ૧૬૦૦કિમી દરિયાકાંઠાની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ સાયકલ યાત્રા ૩૦ મે ૨૦૨૨ સુધી ચાલશે. જેમાં ગુજરાતના દરિયાકાંઠાના ૧૪ જિલ્લા અને ૪૦ જેટલા તાલુકાઓમાંથી આ સાયકલ યાત્રા પસાર થશે. આ સાયકલ યાત્રા સારા સ્વાસ્થ્ય માટે સાયકલિંગને પ્રમોટ કરવા, દરિયા કિનારાના પર્યટન સ્થળો પર ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા જન જાગૃતિ કાર્યક્રમ કરવા તથા દરિયા કિનારાના આર્થિક પછાત બાળકોને પોષણયુક્ત આહાર પૂરો પાડવા માટે ભંડોળ, સેવા, નીધી, સામગ્રી એકત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે નીકળી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  નારી સંરક્ષણ ગૃહની અનાથ દીકરીના લગ્ન યોજાયા

  ભાવનગર, ભાવનગરના આંગણે નારી સંરક્ષણ ગૃહ, પાલીતાણામાં ઉછરેલી અનાથ દીકરી ‘રેશ્મા’ના એક અનોખા લગ્ન આજે સિંધુનગર ખાતે આવેલ મંગતરામ હોલ ખાતે યોજાયાં હતાં. રાજ્ય સરકારે મા-બાપની ભૂમિકા ભજવીને ’રેશ્મા’ની રેશમ દોર બાંધી પ્રભુતામાં નવજીવન તરફના પગલાં મંડાવ્યાં હતાં. આ લગ્ન માટે જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દાતાઓના સહકારથી એક દીકરી સાસરે જાય ત્યારે જે કોડ અને પ્રેમ સાથે જાય તે પ્રકારની દરેક વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી ભારે ધામધૂમથી આ દીકરીના લગ્ન કરાવ્યાં હતાં.આ રાજ્ય સરકારની સંવેદનશીલતાનો નમૂનો છે કે, એક અનાથ દીકરીના માતા-પિતા બનીને લગ્ન પ્રસંગના તમામ પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી. અનાથ દીકરીને આશીર્વાદ અને હુંફ આપવાં માટે કલેક્ટર યોગેશ નિરગુડે, રેન્જ આઇ.જી. અશોકુમાર યાદવ, મહિલા અને બાળ કલ્યાણના નિયામક પુષ્પલત્તા, ભાવનગર મહિલા અને બાળ અધિકારી કે.વી. કાતરીયા સહિતના અધિકારીઓ લગ્નમાં સહભાગી થયાં હતાં. આ તમામ અધિકારીઓએ પણ પોતપોતાની રીતે કંઇકને કંઈક ગીફ્ટ સાથે ઉપસ્થિત રહી નવદંપતીને નવવિવાહીત જીવનની શુભકામનાઓ પાઠવી હતી. જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ રેશ્માને ભવિષ્યમાં પણ કંઇપણ જરૂરીયાત જણાય તો સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર તારું પીયર છે અને ગમે ત્યારે આવીને મદદ માંગી શકે છે તેવો દિલાસો આપી સમગ્ર તંત્ર વતી આશીર્વાદ આપ્યાં હતાં.મહિલા અને બાળ વિકાસ વિભાગના નિયામક પુષ્પલત્તા તો રેશ્માને આશિર્વાદ આપવાં માટે ખાસ ગાંધીનગરથી ભાવનગર ખાતે પધારી લગ્નજીવનની શુભકામનાઓ પાઠવી હતી.ઉલ્લેખનીય છે કે, રેશ્મા ધોરણ-૩ માં હતી ત્યારથી તેનું કોઇ વાલીવારસ નથી. પહેલાં તે સૂરત નારી સંરક્ષણ ગૃહમાં આશરો લઇ રહી હતી. ત્યારબાદ તેને પાલીતાણા ખાતે આવેલાં નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી હતી. અને છેલ્લાં ઘણાં સમયથી તે પાલીતાણા ખાતે આવેલાં નારી સંરક્ષણ ગૃહમાં આશરો લઇ રહી હતી. રેશ્માની પરણવાં લાયક ઉંમર થતાં તેને ગૃહના અધિકારીઓ દ્વારા તપાસ કરીને ભાવનગરના યુવક પ્રશાંત સાથે સગાઇ કરવામાં આવી હતી અને રેશ્મા રેશમી ગાંઠે લગ્નબંધને જાેડાઇ હતી. રેશ્મા વતીથી સમગ્ર વહીવટી તંત્ર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જહેમત ઉઠાવીને દાતાઓ દ્વારા કરીયાવર, જમણવાર સહિતની સાજન-માજનની સરભરાની તમામ વ્યવસ્થાઓ કરીને એક કોડભરી કન્યાને પોતાના લગ્નની જેવી અપેક્ષાઓ હોય તેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  બોરલા ગામમાં બે વર્ષીય પુત્રીની હત્યા કર્યા બાદ પિતાએ પણ જિંદગી ટૂંકાવી

  મહુવા, ભાવનગરના મહુવા તાલુકના રતનપર-નવાગામના એક શ્રમજીવી યુવાને બોરલા ગામની સીમમાં પોતાની બે વર્ષીય પુત્રીની હત્યા નિપજાવ્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. બનાવના કારણ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર બનાવ અંગે બગદાણા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર બગદાણા પોલીસ સ્ટેશન હેઠળના રતનપર-નવાગામ ખાતે રહેતા અને છુટક મજુરી કામ કરી જીવન નિર્વાહ ચલાવતા શૈલેષ ભૂપત બાંભણીયા ઉ.વ.૨૪ આજરોજ સવારના સમયે પોતાના ઘરેથી તેની બે વર્ષીય પુત્રી નિશાને લઈને નિકળી ગયો હતો. રસ્તામાં પુત્રીને નાસ્તો કરાવી બોરલા ગામની સીમમાં પહોંચ્યો હતો અને કોઈ અગમ્ય કારણોસર સૌપ્રથમ એક લીમડાના ઝાડ સાથે દોરી બાંધી માસુમ બાળા નિશાને દોરી વડે ફાંસા પર લટકાવી હતી અને બાદમાં પોતે પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં આસપાસના ખેડૂતો-રાહદારીઓ દોડી આવ્યા હતા. બગદાણા પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબ્જાે લઈ પંચનામું કરી પિતા-પુત્રીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અંગે મૃતકની પત્ની જાગૃતિએ મૃતક પતિ શૈલેષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  કૃષ્ણકુમારસિંહજી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ

  ભાવનગર, હેરીટેજ હીરોસ ક્લબ દ્વારા આજરોજ ભાવનગર નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી જન્મ જયંતિ નિમિત્તે નિલમબાગ સર્કલ ખાતે કૃષ્ણકુમારસિંહજી પ્રતિમાને પુષ્પાંજલિ કરી, જૂદી જૂદી જગ્યાએ સહી ઝુંબેશ હાથ ધરી મહારાજાને ભારત રત્ન આપવામાં આવે તેવી માંગ કરી હતી.હેરીટેજ હીરોસ ક્લબ દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી જન્મ જયંતિ નિમિત્તે નીલમબાગ સર્કલ ખાતે પ્રતિમાને પુષ્પાંજલિ કરી શહેરના વિવિધ વિસ્તારોમાં સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં નીલમબાગ સર્કલ, પાણીની ટાંકી, જાેગસ પાર્ક, માર્કેટિંગ યાર્ડ તથા રૂપમ ચોક ખાતે સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભાવેણાની સહી એકત્રિત કરી તમામ સહીઓ ભાવનગર કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુવાત કરવામાં આવશે કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવામાં આવે. દિવસ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ કરી શહેરના જૂદા જૂદા વિસ્તારોમાં સહી ઝુંબેશ હાથ ધરી ભાવેણા વાસીઓની સહી એકત્રિત કરી ભાવનગર કલેકટરને તમામ સહીઓ સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવશે. આવેદનપત્રમાં તાત્કાલિક ભારત રત્નના આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવશે. જગતભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, દેશને પ્રથમ રજવાડુ અર્પણ કરનાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની માંગણી પરત્વે બને એટલો વહેલા અને હકારાત્મક ર્નિણય લેવાય તેવી હેરીટેજ હીરોસ ક્લબની ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરવામાં આવી છે. સાથે થોડા સમય પૂર્વે મોરારી બાપુએ પણ ભારત રત્ન આપવાની માંગ કરી હતી. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી ગોહિલની જન્મશતાબ્દીને આજે ૧૧૦ વર્ષ પ્રસંગે વિવિધ સંસ્થાઓ, સંગઠનો, રાજકીય-સામાજીક સંસ્થાઓ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કૃષ્ણકુમારસિંહનો જન્મ ૧૯ મે ૧૯૧૨ના રોજ ભાવનગરમાં થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ (દ્વિતિય) (૭૮૭૫-૧૯૧૯, શા. ૧૮૯૬-૧૯૧૯)ના જ્યેષ્ઠ પુત્ર અને તેમની ગાદીનાં વારસ હતા. કૃષ્ણકુમારસિંહએ તેમના પિતાનાં અવસાન બાદ ૧૯૧૯માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત ૭ વર્ષની હતી. તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ૧૯૩૧ સુધી શાસનની ધુરા સંભાળી હતી. ભારતની આઝાદી બાદ રજવાડાના વિલિનીકરણમાં પોતાનું દેશમાં પ્રથમ રજવાડું સોંપ્યું હતુ. ભારત આઝાદ થયું હતું અને રજવાડાઓનું વિલિનીકરણ કરવાની યોજના બની હતી અને સરદાર પટેલ જ્યારે સહી માટે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહ પાસે આવે છે. ત્યારે મહારાજા સરદારને કહે છે કે “વલ્લભભાઈ આ ભાવનગર રાજ્ય અને સંમ્પતિ હુ પ્રજાના કલ્યાણ માટે ભારત સરકારને સોંપુ છુ. એમ કહીને તેમણે ૧૮૦૦ પાદર ભારત સરકારને સોપ્યા અને ત્યારબાદ મદ્રાસના ગવર્નર બની માત્ર એક રૂપિયાના વેતન સાથે પ્રજાની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું.
  વધુ વાંચો
 • ગુજરાત

  ભાવનગરના મજૂર મિત્ર મંડળ દ્વારા ભાવનગરથી બગદાણા સુધી યાત્રા યોજાઈ

  ભાવનગર, શહેરના ખેડૂતવાસ, રજપુત સોસાયટી, સૂર્યાવાળા ચોકમાંથી મજૂર મિત્ર મંડળ દ્વારા ભાવનગર થી બગદાણા સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આજે સવારે પદયાત્રીઓ બાપાના ગીતો ગાતા ગાતા પ્રસ્થાન કરવામાં આવી હતી. કોરોના મહામારીના બે વર્ષથી બંધ રહ્યા બાદ આજે મજૂર મિત્ર મંડળ ખેડૂતવાસ દ્રારા છેલ્લા ૨૩ વર્ષથી બગદાણા પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં આજે સંઘમાં ૨૦૦થી વધુ યાત્રિકો જાેડાયા હતાં. આમ આ સંઘ બે દિવસ સતત ચાલીને કાલે સાંજ સુધીમાં બાપાના ધામ પોહચી જશે, આમ ભાવનગર શહેર અને જિલ્લામાંથી તથા ઉપરાંત બહારના રાજ્યોમાંથી પણ અનેક સંસ્થાઓ, મંડળો તથા યાત્રિકો દર વર્ષે લાખોની સંખ્યામાં પગપાળા દર્શનાર્થે આવે છે. ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનું ગામ છે તેમજ બગદાણા દેશ-વિદેશોમાં પ્રખ્યાત યાત્રાધામ છે આ ગામ ભાવનગર શહેરથી લગભગ ૮૩ કિ.મી.નાં અંતરે આવેલુ છે. આ ગામ બજરંગદાસબાપાનું બગદાણા ધામ છે જ્યાં લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવતા હોય છે. કોઈ પગપાળા, કોઈ દડતા દડતા, તો કોઈ સાઈકલ લઈ યાત્રા એ આવતા હોય છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  મહિલા ઉત્પીડન કેસમાં વોન્ટેડ પરિવારને એલસીબીની ટીમે અમદાવાદથી પકડ્યો

  ભાવનગર ભાવનગર શહેરના કણબીવાડ વિસ્તારમાં રહેતા બે શખ્સો અને એક મહિલા વિરૂદ્ધ આજથી એક વર્ષ પૂર્વે મહિલા પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂએ શારીરિક-માનસિક ત્રાસ સાથે દહેજ અંગે ફરિયાદ દાખલ કરાવી હતી. આ ફરિયાદ બાદ આરોપી સાસરીયાંઓ નાસતા ફરતાં હોવાથી તેમને એલસીબીની ટીમે અમદાવાદથી ઝડપી જેલને હવાલે કર્યાં હતાં.સમગ્ર બનાવ અંગે એલસીબી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કણબીવાડ વિસ્તારમાં આવેલી બંબાખાના વાળી શેરીમાં રહેતા વૈભવ રાજેશ શેઠની પત્નીએ એક વર્ષ પહેલાં મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ વૈભવ, સાસુ જીગીશા તથા સસરા રાજેશ બટુક શેઠ વિરૂદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ આરોપીઓ પોલીસને ચકમો આપી નાસતા ફરતા હતા. જે અંગે એલસીબીને માહિતી મળી હતી કે આરોપીઓ હાલ અમદાવાદમાં રહે છે. જે હકીકતના આધારે ટીમે સાબરમતી વિસ્તારમાં આવેલા હર્ષનગર પ્લોટનં-૪/બી વારાહી બસ સ્ટેન્ડ પાસે રહેતા તમામ આરોપીઓને ઝડપી લીધા હતા.
  વધુ વાંચો
 • ગુજરાત

  મઢૂલી માટે બજરંગદાસ બાપાને વેરાની નોટિસ મોકલતી ભાવનગર મહાપાલિકા ગઢવી

  ગાંધીનગર, હિંદુત્વના ઠેકેદાર બનેલા ભાજપના આગેવાનોએ બાપા સીતારામની મઢૂલીના ટેક્સ માટે બજરંગદાસ બાપાને નોટિસ મોકલી છે. જેના કારણે હિંદુત્વના નામે જનતાને ભોળવી રહેલા ભાજપના લોકોની વાસ્તવિકતા બધાની સામે આવી ગઈ છે, તે આપ’ના નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું છે. એટલું જ નહીં સરકાર એક તરફ પાર્ટીને ફંડ આપતી ખાનગી શાળાઓને ૫૦ ટકા વેરો માફ કરે છે, જ્યારે મઢૂલીને માત્ર ત્રણ હજાર જેટલી રકમ માટે નોટિસ ફટકારે છે તેમ પણ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે હું શરૂઆતથી જ કહું છું કે ભાજપ હિંદુ વિરોધી પાર્ટી છે. ભાજપ સરકારે અનેક મંદિરો પર બુલડોઝર ચલાવ્યું છે. થોડા સમય પહેલા અમદાવાદમાં પણ ગોગા મહારાજનું મંદિર અને સુરતમાં રામદેવ પીરનું મંદિર તોડવામાં આવ્યું હતું. આજે ભાજપ સંચાલિત ભાવનગર મહાપાલિકા દ્વારા બાપા સીતારામની મઢૂલી માટે જાણીતા સંત સ્વ. બજરંગદાસ બાપા નામે રૂ. ૩૦૩૦નો વેરો જમા કરાવવા માટેની નોટિસ મોકલી છે. ગઢવીએ જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી, તેમને કોઈ મંદિર સાથે કોઈ લેવાદેવા નથી. જ્યારે આજે આખું ગુજરાત બજરંગદાસ બાપાને સંત તરીકે પૂજે છે, હું પણ તેમની પૂજા કરું છું. આ કારણોસર આમ આદમી પાર્ટીએ ર્નિણય કર્યો છે કે, બાપા સીતારામની મઢુલી પર બીજાે કોઈ ટેક્સ હોય અથવા આ સિવાય અન્ય બીજા મંદિર પર કોઈપણ ટેક્સ હોય જે સરકાર ચૂકવી ન શકતી હોય તેને આમ આદમી પાર્ટી ચૂકવવા તૈયાર છે તેમ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું. ગઢવીએ જણાવ્યું હતું કે, અમે નક્કી કર્યું છે કે આપના કાર્યકરો સાથે બજરંગદાસ બાપાના મંદિરેથી વેરો ભરવા જશું અને આ સાથે જાે કોઈ બીજા મંદિરોનો કોઈ વેરો હોય તો તે પણ અમને જણાવશો.
  વધુ વાંચો
 • ગુજરાત

  ભાલમાં લોખંડના સળીયાના ગેરકાયદે કારોબારમાં આઠ શખ્સ ઝડપાયાં 

  ભાવનગર, ભાવનગર જિલ્લામાં આવેલી રોલીંગ મીલમાંથી લોખંડના સળીયા ભરી રાજ્ય ઉપરાંત પર પ્રાંતના શહેરોમાં ડિલીવરી આપવા જતાં વાહનોમાંથી આ લોખંડના સળીયા ભાલ પંથકમાં એક હોટલ સંચાલક દ્વારા સસ્તા ભાવે ખરીદી-વેચી નાખવાનું મોટું કૌભાંડ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપ્યું હતું. જેમાં રૂપિયા દોઢ કરોડના મુદ્દામાલ સાથે આઠ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય ચાર શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.ભાવનગર જિલ્લાના સિહોર સહિતના તાલુકાઓમાં સેંકડો રોલીંગ મીલ રાત-દિવસ ધમધમે છે. આ રોલીંગ મીલોમાં ઉત્પાદન થતાં લોખંડના સળીયા રાજ્ય ઉપરાંત પરપ્રાંતમાં સપ્લાય કરવામાં આવે છે. મીલમાંથી જે-તે શહેરમાં પહોંચતા કરવામાં આવતા સળીયા ખરીદનારી પાર્ટી પાસે પહોંચે એ પૂર્વે અધવચ્ચે જ સુઆયોજીત નેટવર્ક દ્વારા વાહનમાંથી સળીયાનો કેટલોક જથ્થો ટ્રક ડ્રાઈવરો દ્વારા બારોબાર વેચી મારવાનું કૌભાંડ વર્ષોથી ચાલે છે. આ કૌભાંડ પૈકી એક કૌભાંડ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને જાણ થતાં ટીમે ખાસ ઓપરેશન હાથ ધરી આખું નેટવર્ક ઝડપી લીધું છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ભાલ પંથકમાં આવેલા અધેલાઈ ગામની સીમમાં ગાયત્રી હોટલ આવેલી છે. આ હોટલનો સંચાલક ગિરીરાજસિંહ ભીખુભા ચુડાસમા પોતાની હોટલના પટાંગણમાં રોડ પરથી પસાર થતી લોખંડ ભરેલી ટ્રકના ડ્રાઈવરો તથા વાહન માલિકો સાથે સેટીંગ કરી ભરેલી ટ્રકો પોતાની હોટલ પર થોભાવી આ ટ્રકોમાંથી લોખંડનો કેટલોક જથ્થો સસ્તા ભાવે ખરીદી રોલીંગ મીલ ધારકો તથા લોખંડની ખરીદી કરતાં આસામીઓ સાથે છેતરપીંડી આચરતા હતાં. ટીમે દરોડા પાડી આઠ શખ્સોને ઝડપી લીધાદરમિયાન ટીમે હોટલ પર ટ્રકમાંથી લોખંડનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો એ દરમિયાન રેડ કરી આઠ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં ભવરામ કેસારામ જાટ, જેઠારામ ભીખારામ જાટ, નિતીન કૈલાસ યાદવ, મહેન્દ્ર દાસોપંડિત કુંભાર, નિકુલ ધરમશી ખસીયા, સુરેશ બટુક ચૌહાણ, ભરત ભુપત ચુડાસમા અને ગિરીરાજસિંહ ઉર્ફે ગિરૂભા ભીખુભા ચુડાસમાની ધડપકડ કરી હતી. જ્યારે અન્ય ૪ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં હતા. આ ઉપરાંત લોખંડના સળીયા, ભંગાર, મોબાઈલ, ટ્રક અને રોકડ રકમ મળી કુલ રૂ. ૧ કરોડ ૫૩ લાખ ૭૦ હજાર ૩૫૫નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ આરોપી અને મુદ્દામાલનો કબ્જાે સોંપી વધુ તપાસ હાથ ધરી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  ભાવનગરમાં દબાણ વિભાગને દબાણ થતાં શાળાઓ પાસેથી લારીગલ્લા હટાવાયા

  ભાવનગર, કોર્પોરેશન દ્વારા શહેરમાં આડેધડ રખાતી લારી ગલ્લાઓ સામે નજર અંદાજ કરાતા હવે શાળાઓ આસપાસ પણ દબાણો ખડકાઇ રહ્યા છે તેવીજ રીતે શિશુવિહાર સર્કલ પાસેની સ્કૂલ નજીક પણ લારી-ગલ્લાનું દબાણ શરૂ થતા આજે દબાણ હટાવ સેલ દ્વારા ક્રેસંટ થી શિશુવિહાર સર્કલ સુધી ગેરકાયદેસર લારી ગલ્લા સહિતના દબાણ હટાવ્યા હતા. શહેરમાં ચારેબાજુ ગેરકાયદે દબાણો ખડકાયા છે તે તંત્રને ક્યારે દેખાશે ? કોર્પોરેશનના દબાણ હટાવ વિભાગ દ્વારા આજે પીરછલ્લા તેમજ ક્રેસંટ થી શિશુવિહાર સર્કલ સુધી દબાણ હટાવવાની કામગીરી કરી હતી. ટ્રાફિકને અડચણરૂપ તેમજ શૈક્ષણિક સંસ્થા આસપાસ ખડકાયેલી ગેરકાયદેસર લારી તેમજ ગલ્લા હટાવ્યા હતા. તદુપરાંત બાંકડા અને પાથરણા વાળાને પણ દૂર કર્યા હતા. દબાણ હટાવની ટીમ દ્વારા છ થી સાત જેટલી લારીઓ, બાંકડા, ટેબલ, ટીંગણીઓ સહિત ૩૦થી પણ વધુ દબાણો દૂર કરી માલ સામાન કબજે કર્યો હતો. જ્યારે અન્ય દબાણકારોને તાત્કાલિક દબાણ હટાવવા તાકીદ કરી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  ટ્રકચાલકે મોટરસાયકલને અડફેટે લેતાં પતિ-પત્નીનાં સ્થળ પર મોત  બાળકને ગંભીર ઈજા

  ભાવનગર,ભાવનગરના સિહોર તાલુકાના જાંબાળા ગામનો પરિવાર માતાજીનાં દર્શને જઈ રહ્યો હતો. આ દરમિયાન પરિવારની બાઈકને ટ્રકચાલકે અડફેટે લેતાં અકસ્માત થયો હતો, જેમાં ગંભીર રીતે ઘવાયેલાં પતિ-પત્નીનાં સ્થળ પર જ મોત થયાં હતાં, જ્યારે બાઈકમાં સવાર બાળકને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના જાંબાળા ગામે રહેતા ભદ્રેશ સુરેશભાઈ ફમાણી તેમની પત્ની પાયલબેન અને પાંચ વર્ષીય પુત્રને લઈને પોતાની બાઈક પર ઉમરાળા તાલુકાના દડવા ગામે આવેલા રાંદલ માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યાં હતાં. આ વેળાએ ભાવનગર-વલ્લભીપુર રોડ પર ચમારડી ગામથી આગળ પેટ્રોલપંપ પાસે એક ટ્રકચાલકે બાઈકસવાર દંપતી તથા તેના બાળકને અડફેટે લેતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દંપતીએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો, જ્યારે બાળકને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ ઘટના સર્જીને ટ્રકચાલક પોતાનું વાહન સ્થળ પર છોડી નાસી છુટ્યો હતો તથા રોડ પર થોડીવાર માટે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અંગે વલ્લભીપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  સ્કૂલવાનમાં સવાર ધો.૫ની વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે મોત  આઠ લોકોને ગંભીર ઇજા

  રાજકોટ, જસદણના આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે આજે સવારે સ્કૂલવેન અને કાર વચ્ચે સામસામી ધડાકાભેર ટક્કર થઈ હતી. જેમાં ધો.૫ની વિદ્યાર્થિની ગૌરી નું મોત નીપજ્યું છે. જ્યારે ૮ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને ૧૦૮ મારફત ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે મૃતક વિદ્યાર્થિનીના મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.એસેન્ટ કાર સાથે સ્કૂલવેન સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં એસેન્ટ કાર રોડ નીચે ઉતરી ગઈ હતી. અકસ્માત થતા ઘટનાસ્થળે સેવાભાવી લોકો દોડી ગયા હતા અને સ્કૂલવેનના ડ્રાઇવરને જેકની મદદથી એક કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્તમાં સ્કૂલવેનના ડ્રાઇવર સંજયભાઈ બાવળિયા, સોમીરાણા ભરતસિંગ, હેમાની રાણા, ભોળાભાઈ રામાણી, ચંદ્રિકાબેન રામાણી, દયાબેન રામાણી, શિલ્પાબેન રામાણી અને યુગ રામાણીનો સમાવેશ થાય છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  સમગ્ર સૌરાષ્ટ્રમાં હનુમાન દાદાની જયંતિની ઉલ્લાસપૂર્ણ ઉજવણી

  ભાવનગર,  ચૈત્રી સુદ પૂર્ણિમા એટલે હનુમાન જયંતી છે. આજે હનુમાન જયંતીનો પાવન પર્વ છે. ત્યારે બોટાદના સાળંગપુરમાં હનુમાનજીની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે. દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. આજે હનુમાન જયંતી પ્રસંગે સાળંગપુર હનુમાન મંદિરે ૧૦ લાખથી વધુ ભક્તો દાદાનાં દર્શન કરશે. આજના દિવસે મારુતિ યજ્ઞ પણ કરવામાં આવશે. વહેલી સવારથી જ ‘પવનપુત્ર હનુમાન કી જય, જય શ્રી રામ’ ના નારાથી પરિસર ગુંજી ઉઠ્‌યુ છે. સવારની મંગળા આરતી ખાસ બની રહી હતી. તો ત્યાર બાદની શ્રૃંગાર આરતી ખાસ બની રહી છે. દાદાને કરોડોના ઝવેરાતથી સજાવવામાં આવ્યા છે. આજે હનુમાન જયંતિ નિમિત્તે સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીની ભવ્ય શોભા યાત્રા નીકળી ત્યારે તેવામાં આ શોભાયાત્રા કેવી ભવ્ય હોય તેની એક ઝલક તમને દર્શાવી રહ્યા છે. હાથી અને ઘોડા સાથે નીકળી આ ભવ્ય શોભાયાત્રામાં ઢોલ નગારાના તાલે ભક્તો જય શ્રી રામના નારા સાથે ઝૂમી ઉઠે છે. તો કતરબ બાજાે જુદા જુદા કરતબ દાખવીને શોભાયાત્રાની ભવ્યતામાં વધારો કરે છે. સાળંગપુરમાં દાદાનાં દર્શન માટે અંદાજે ૧૦ લાખથી વધુ ભક્તો ઊમટ્યા. તંત્ર દ્વારા ખાસ રૂટ સાથે રહેવા-જમવા અને પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરાઈ છે. બે વર્ષ બાદ સાળંગપુરના શ્રીકષ્ટભંજનદેવ મંદિરમાં હનુમાનજયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી થશે. મંદિરના સંતો દ્વારા વિશેષ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અંદાજે ૧૦ લાખથી વધુ દર્શનાર્થીઓ હનુમાન જંયતીના દિવસે આવશે. તેથી દર્શનાર્થીઓને મુશ્કેલી ના થાય એ માટે મંદિર પરિસરમાં રહેવા તથા જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત એકસાથે દસ હજારથી વધુ વાહન પાર્ક થઈ શકે એ માટે ૬ વિશાળ પાર્કિંગ એરિયા બનાવાયા છે. દાદાના જન્મોત્સવની રંગેચંગે ઉજવણી થાય એ માટે બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે.કેદારનાથ મંદિરની આબેહૂબ કૃતિ સાથે શોભાયાત્રા રાજકોટ રાજકોટમાં દરેક હનુમાનજી મંદિરે ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ બાલાજી મંદિર દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેદારનાથ મંદિરની આબેહૂબ કૃતિ બનાવવામાં આવી હતી. જે શોભાયાત્રામાં જાેડાઇ હતી. તેમજ અવનવા ફ્લોટ્‌સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શહેરના વિવિધ હનુમાનજી મંદિરમાં સવારથી જ ભાવિકો દર્શન માટે ઉમટી રહ્યા છે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કાર, ટુવ્હીલર જાેડાયા હતા. મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને જયશ્રી રામ, જય બજરંગબલીના નાદ લગાવવામાં આવ્યા હતા. શોભાયાત્રામાં ચોકલેટ અને મિલ્કની મિઠાઇનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગોંડલમાં ૩૦૦ વર્ષ પૌરાણિક તરકોશી હનુમાન મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી છે. તેમજ હનુમાનજી મહારાજને આકર્ષિત વાઘા પહેરાવામાં આવ્યા છે. દરેક મંદિરોમાં હનુમાનજીને અલગ અલગ શણગાર કરવામાં આવ્યો છે. વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈન જાેવા મળી રહી છે. હજારો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર તરકોશી હનુમાનજી મંદિર છે. શહેરના અલગ અલગ હનુમાનજી મંદિરમાં દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. હોમ-હવનનું પણ આયોજન કરાયું હતું.જામનગરમાં હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રા- બાઈક રેલી જામનગરમાં આજે ૧૬ એપ્રિલે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા રામ ભક્ત હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. છોટી કાશી ગણાતા જામનગરમાં આજે ૧૬ એપ્રિલ શનિવારે હનુમાન જનમોત્સવ ના પાવન અવસરે ભગવાન શ્રી હનુમાનજીની શોભાયાત્રાનું નીકળી છે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયોજિત હનુમાનજીના જન્મોત્સવની શોભાયાત્રાનું પ્રસ્થાન ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતેથી થયું છે. જામનગરમાં શનિવાર અને હનુમાન જનમોત્સવ નો શુભ સમનવ્ય છે. આ પાવન અવસરે તળાવ ની પાળ ખાતે આવેલા વિશ્વવિખ્યાત શ્રી બાલા હનુમાનજી મંદિરે સંપન્ન કરવામાં આવ્યું હતું. હનુમાન જનમોત્સવની આ શોભાયાત્રામાં રામ ભક્ત હનુમાનજીની વિવિધ ઝાંખી કરાવતા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ખાસ ધાર્મિક ફ્લોટ્‌સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.શનિવારે છોટી કાશી ગણાતા જામનગરમાં આ શોભાયાત્રા દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા તમામ ધર્મ પ્રેમીઓને જાેડાઈ રામભક્ત હનુમાનજીનો જય જયકાર કરી ભક્તિમય વાતાવરણ બનાવાયું હતું.
  વધુ વાંચો
 • ગુજરાત

  જીવનું જાેખમ કુડા ગામે મધ્યાહ્નન ભોજનની થાળીઓ ધોવા બાળકોને તળાવ પર જવું પડે છે

  ભાવનગર, ઘોઘા તાલુકાના કુડા ગામની સરકારી પ્રાથમિક શાળાના બાળકો ગામમાં આવેલા તળાવમાં મધ્યાહ્નન ભોજન કરેલી થાળીઓ સાફ કરતા નજરે પડ્યા હતા. જેનો વીડિયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા શિક્ષણ આલમમાં ભારે ખળભળાટી મચ્યો હતો. તેમજ આ ઘટનાને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. તો બીજી તરફ શાળાના આર્ચયએ પાણીની મોટર બળી ગઈ હોવાથી બાળકો ત્યા થાળીઓ સાફ કરવા ગયા હોવાનું જણાવ્યું હતું. બે વર્ષના લાંબા સમય પછી ૩૧ માર્ચથી સરકાર દ્વારા ફરી એકવાર મધ્યાન ભોજન યોજના પી.એમ.પોષણ યોજના અંતર્ગત શાળાઓમાં બાળકોને ગરમ ભોજન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેને આજે ૧૨ દિવસ જેટલો જ સમય થયો છે, ત્યારે ઘોઘા તાલુકાની કુડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને મધ્યાન ભોજન તો કરાવવામાં આવે છે પણ પાણીની કોઈ સુવિધા જ ના હોવાને કારણે બાળકો મધ્યાન ભોજન કરેલી થાળીઓ ગામના તળાવે સાફ કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમા જાેઈ શકાય છે કે, માસુમ બાળકો જીવના જાેખમે તળાવના કિનારે થાળીઓ સાફ કરી રહ્યા છે. ત્યારે કોઈ પણ બાળક તળાવના પાણીમાં ડૂબી જશે અને કોઈ મોટી ઘટના બનશે તો આ માટે જવાબદાર કોણ? આવા અનેક પ્રશ્નો સાથે કુડા ગામના લોકોમાં રોષ ફેલાયો છે. જેથી જવાબદારો સામે પગલા લેવાની માંગણી કરવામાં આવી છે. આ અંગે કુંડા પ્રાથમિક શાળાના આચાર્ય મુકેશ ડાભીએ જણાવ્યું હતું કે, શાળામાં પાણીના ટાકામાં પાણી ખૂટી ગયું હતું, બીજાે ટાંકો છે ત્યાં ધોવા જવાનું બાળકોને કહ્યુ હતું પણ ૭ થી ૮ બાળકો તળાવમાં ધોવા ગયા હતા. રીસેસનો ટાઈમ હતો અને હું કામ અર્થે બહાર ગયો હતો. જેથી મને ખબર જ ન હતી. તેમજ પાણીની મોટર બળી ગઈ હોવાથી પાણીના ટાંકોમાં પાણી ખૂટી ગયું હતું. તેમજ આ ઘટના અંગેના કુડા પ્રાથમિક શાળાના આચાર્ય અને કુડા ગામના પૂર્વ સરપંચના તેમજ કુડા ગામના નાગરિક અને કુડા ગામના સરપંચના કથિત ઓડિયો રેકોર્ડિંગ પણ વાઇરલ થયા છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  વાઘાણીને પાટલી પર ઉભા કરી અંગુઠા પકડાવતા સિસોદીયા

  ગાંધીનગર, આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા ભાવનગરની મુલાકાતે હતા.. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના ગઢમાં આવેલી સ્કૂલો અંગે તેઓ માહિતી મેળવી રહ્યા છે. તેમણે હદાનગરમાં આવેલી સરકારી શાળા નંબર ૬૨ અને સિદસર ખાતે આવેલી કેન્દ્રવતી શાળાની મુલાકાત લીધી હતી.હદાનગરમાં આવેલી સરકારી શાળા નંબર ૬૨ની મુલાકાત લઇ જણાવ્યું હતું કે માત્ર એકાદ-બે ન્ઈડ્ઢ લગાવી દેવાથી સ્માર્ટ શાળા બની જતી નથી. શાળામાં ગાબડાં પડી ગયાં છે, એ જર્જરિત છે. બાળકો ભયના ઓથાર નીચે જીવે છે, જેથી એને રિપેરિંગ કરાવવી જાેઈએ. અહીં આવીને મેં જાેયું કે શાળાઓની હાલત કેટલી ખરાબ છે. હું આવવાનો હતો એટલે સાફ-સફાઇ તો કરી છે, પણ એટલી થઇ નથી, સાફ કરવા છતાં જાળિયા અને ગંધકી જાેવા મળી રહીં છે. ગુજરાતના શિક્ષણમંત્રીના હોમ ટાઉનમાં જ શાળાઓની આવી હાલત છેદિલ્હીની આમ આદમી પાર્ટી સરકારના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લઈને ભાજપ સરકારમાં શિક્ષણ સ્થિતિ અંગે સવાલ ઉઠાવ્યા હતા. તો બીજી તરફ ગુજરાતની ભાજપ સરકારના બચાવમાં ભાજપના બે સાંસદોએ દિલ્હીની સરકારી શાળાઓની મુલાકાત લઈને તેના વીડિયો વાયરલ કરીને દિલ્હીની કહેવાતી વર્લ્‌ડ ક્લાસ સ્કૂલ સામે સવાલો ઉઠાવ્યા હતા. આ ગુજરાત સરકારની શાળાઓની સ્થિતિના બચાવમાં ભાજપના સાંસદોએ વળતો પ્રહાર કર્યો હતો. આમ ગુજરાત અને દિલ્હીની શાળાઓ મામલે ભાજપ અને ‘આપ’ આમને સામને આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય બની રહી છે. આજે ગુજરાતના શિક્ષણને લઈને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ રાજ્યના શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીના મત વિસ્તારમાં આવેલી સરકારી શાળાની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ મનીષ સિસોદિયાએ ટ્‌વીટ કરીને ૨૭ વર્ષથી ગુજરાતમાં સરકાર ચલાવી રહેલી ભાજપે ગુજરાતના લોકોને કેવી સરકારી સ્કૂલો આપી છે?, તેની એક ઝલક જુઓ. તેમ જણાવ્યું હતું. સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષણ મંત્રીના જ વિધાનસભા મત વિસ્તાર ભાવનગર પશ્ચિમમાં મેં આજે બે સ્કૂલોનો પ્રવાસ કર્યો. ગુજરાતના શિક્ષણમંત્રીના મત વિસ્તારમાં જે શાળા છે ત્યાં ટોયલેટ એવા છે, તમે એક મિનિટ પણ ઉભા રહી શકો નહીં. અહીં ટીચર કઈ રીતે સાત કલાક શાળામાં રહીને બાળકોને ભણાવશે? વાલીઓએ કહ્યુ હતું કે, બાળકો કે ટીચર્સને ટોયલેટ જવાનું હોય તો તે ઘરે જતા રહે છે. આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયાએ ગુજરાતની શાળાનો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ ટ્‌વીટ કર્યો છે. સોશિયલ મીડિયામાં મનીષ સિસોદિયાના ટ્‌વીટ પર મુખ્યમંત્રી કેજરીવાલે ટ્‌વીટ કરીને કહ્યુ છે કે- સરકારી શાળાની આ હાલત જાેઈને દુઃખ થાય છે. દેશ આઝાદ થયાના ૭૫ વર્ષ થઈ ગયા. આપણે સારા શિક્ષણની વ્યવસ્થા કરી શક્યા નહીં. કેમ? બાળકોને સારૂ શિક્ષણ નહીં મળે તો ભારત કઈ રીતે પ્રગતિ કરશે? આવો આપણે વચન લઈએ અને દરેક બાળકને સારૂ શિક્ષણ મળે તે માટે બધા મળીને પ્રયાસ કરીએ. ભાજપના બે સાંસદો દ્વારા દિલ્હી સરકારની સરકારી શાળાઓની મુલાકાત લઈને તેની સ્થિતિનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. દિલ્હીની ‘આપ’ સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાના ગુજરાત પ્રવાસને લઈને દિલ્હીમાં ભાજપના બે સાંસદો પ્રવેશ વર્મા અને રમેશ બિધૂડીએ દિલ્હી સરકારી શાળાઓમાં જઈને ત્યાંની ખરાબ સ્થિતિ અંગેના વીડિયો વાયરલ કરવામાં આવ્યા છે. જેના અંતર્ગત ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ દિલ્હીની સરકારી શાળાઓનો વીડિયો પોસ્ટ કરીને કહ્યુ કે, દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા બીજા રાજ્યોમાં જઈ રહ્યા છે શાળા જાેવા, પરંતુ હું તેમને મારા લોકસભા ક્ષેત્રમાં આમંત્રિત કરુ છું, આજે દિલ્હી સરકારની વર્લ્‌ડ ક્લાસ સ્કૂલની હકીકત જણાવવા. તમે ઘર સંભાળી શકતા નથી અને બીજાને સલાહ આપો છો. તેમણે વીડિયો કેપ્શનમાં લખ્યું- દિલ્હી સરકારની વર્લ્‌ડ ક્લાસ સ્કૂલની હકીકત. શાળાઓની સ્થિતિ ખરાબ છે, કેજરીવાલની સરકારી શાળાઓમાં. ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ વધુમાં જણાવ્યું હતું કે, તમને દિલ્હી સરકારની વર્લ્‌ડ ક્લાસ સ્કૂલ દેખાડુ છું. તેમણે કહ્યું કે, મનીષ સિસોદિયા ગુજરાત છે. પરંતુ તેમને હું તેની શાળા દેખાડવા ઈચ્છુ છું. જેના વિશે કેજરીવાલ કરોડોની જાહેરાત આપીને દિલ્હીની જનતાને ગેરમાર્ગે દોરે છે અને શિક્ષણનું બજેટ દોઢ ગણું વધારવાની વાત કરે છે, તે પૈસા ક્યાં ગયા? આ ઉપરાંત ભાજપના જ એક અન્ય સાંસદ રમેશ બિધૂડીએ પણ દિલ્હી સરકારની એક સરકારી શાળામાં પહોંચ્યા હતા. અને ત્યાંથી તેમણે તે શાળાની ખરાબ સ્થિતિનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર શેર કરીને દિલ્હીની કેજરીવાલ સરકારે ગુજરાતની ભાજપ સરકારની શિક્ષણની સ્થિતિ અંગે કરેલા આક્ષેપો સામે વળતો પ્રહાર કર્યો છે. જિતુભાઈ સરકારી શાળાઓ ચલાવવામાં જ નાપાસ , બાકી તેમના પરિવારની ખાનગી શાળા-કોલેજાે સારી ચાલે છે સિસોદિયા આમ આદમી પાર્ટી(આપ)ના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે ભાવનગરની સરકારી સ્કૂલની મુલાકાત લીધા બાદ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજીને તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષણ મંત્રી જિતુભાઈએ મદમાં આવીને કહ્યું હતું કે, ગુજરાતની શાળાઓ સારી છે, જેને સારી ન લાગે તેઓ દિલ્હી જાય. જિતુભાઈના આવા નિવેદન બાદ હું આજે ભાવનગર પશ્ચિમ વિસ્તારની બે સરકારી શાળામાં હું ગયો હતો. જ્યાં દરેક ખૂણામાં કરોળિયાના જાળા હતા તેમજ શિક્ષકો પણ ન હતા. આ સાથે દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ મંત્રી ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જિતુભાઈ સરકારી શાળાઓ ચલાવવામાં નાપાસ છે, પરંતુ તેમના પરિવારની ખાનગી શાળા અને કોલેજાે ખૂબ જ સારી રીતે ચલાવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા આક્ષેપો અને પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે. દિલ્હીની આમ આદમી પાર્ટી હવે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પોતાનું સ્થાન સ્થાપવા માટેના પ્રયાસો કરી રહી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  પરિવાર માટે પેટીયું રળતા એક આધેડ સાથે પોલીસના અણછાજતા વર્તનનો વિડિયો વાઇરલ

  પાલીતાણા, ધોમધખતાં તાપમાં તપીને પણપરિવારનું ગુજરાત ચલાવતાં મહેનતકસ લોકોને પણ હવે પોલીસ હેરાન પરેશાન કરી રહી હોવાનું વરવુ ઉદાહરણ પાલીતાણાના બજારમાં જાેવા મળ્યુ હતું. હિન્દુ મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર ચાલી રહ્યા છે નવરાત્રી અને રમજાન માસ નિમિત્તે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો મોટાભાગે ધાર્મિક તહેવારો નિમિત્તે ધાર્મિક વિધિમાં શ્રદ્ધાભેર ધાર્મિક વિધિ અનુસાર કાર્ય કરી રહ્યા છે એવા સમયે પોલીસ તંત્ર દ્વારા સહયોગ આપી ખરા અર્થ માં પ્રજા ચિંતક અને રક્ષક તરીકે ની ઓળખ પૂરી પાડવી જાેઈએ અને આ કારમી મોંઘવારીમાં પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે રેકડી ગલના પર પેટિયું રળતા વ્યક્તિઓને કાયદો વ્યવસ્થા સાથે સાથે ટ્રાફિક માં નડતરરૂપ ના થાય તેમ સંયમ સાથે ફરજ ના ભાગે યોગ્ય કાર્યવાહી કરી યોગ્ય માર્ગદર્શન આપી શાંતિ સલામતી જળવાય રહે એવા પ્રયાસો કરે એ પોલીસ ખરા પ્રજા રક્ષક મિત્ર તરીકેની ઓળખ પૂરી પાડી શકે પરંતુ સૌરાષ્ટ્રમાં આવેલા ભાવનગર જીલ્લાના પાલીતાણા વિસ્તારમાં આવેલ ભર બજારમાં જકાત નાકા પાસે પોલીસ તંત્ર દ્વારા ફળ ફ્રૂટ વેચનાર કોઇ શખ્સ ને ખાખી વર્દી નો રોફ નો મિજાજ કરતો વીડિયો ગત તારીખ ૯ ૪ ૨૦૨૨ ના રોજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જેથી પાલીતાણા વિસ્તારના વ્યક્તિઓમાં ભારે કુતૂહલ જાેવા મળ્યું હતું આવી કારમી મોંઘવારીમાં ઉનાળાની ઋતુ ના ફળ ફ્રૂટ ગરીબ વ્યક્તિના પોલીસ દ્વારા જાહેરમાં રોડ રસ્તા પર ફેંકી દઈ ધ્રાક જમાવતો વીડિયો વાયરલ થતાં ભારે ખળભળાટ વ્યાપી ગયો હતો જેથી બુદ્ધિજીવી અને સ્થાનિક લોકોમાં ચોરે ને ચૌટે ચર્ચા ચાલી કે પોલીસ પ્રજાનો મિત્ર છે!!! કે શત્રુ???પાલીતાણા શહેર ના બજરંગ દાસ ચોક થી એસ,ટી રોડ,આંબેડકર ચોક, તેમજ મુખ્ય બજારમાં લારી વાળા ઓ ફળ ફ્રુટ બકાલાઓ લઇને પોતાનું ગુજરાન ચલાવવા માટે ઊભા હોય ધોમ ધકતા તળકા હોય કે વરસતો વરસાદ કે હોઈ કળ કળતી ટાઢ, પોતાના પરિવાર નુ ગુજરાન ચલાવવા રોડ રસ્તા ઓ પર આમ તેમ ફરતા અથવા અમુક સાઈડ માં લારી મુકાઇ તેવી જગ્યા હોય તો ત્યાં ઊભા રહીને દીવસ ના ચાર સૌ,પાંચ સૌ રૂપિયા કમાઇ ને પોતાના પરિવાર નુ આવી મોંધવારી માં જેમ તેમ કરીને ગુજરાન ચલાવતા હોઈ છે તેવામાં છેલ્લા દોઢ બે વર્ષ થી પાલીતાણા શહેર ના નાના મધ્યમ વર્ગીય લારી વાળાઓ જાણે કોઈ મોટા ગુનેગાર હોય તેવુ વર્તન પાલીતાણા પોલીસ દ્વારા કરવામાં આવે છે. અને દરરોજ માટે પાલીતાણાની મુખ્ય બજારમાં પોલીસ ની ગાડી આવે કે તરતજ લારીયુ વાળાઓ પોતાનો ધંધો છોડીને પોલીસ ના ડર થી આમ તેમ નાસ ભાગ કરી ખાંચા,ગલ્લીઓ ચાલ્યા જાય છે. ગુજરાતની સંવેદનશીલ સરકાર ગરીબો માટે ઘણી ખરી યોજનાઓ બહાર પાડી ગરીબોને સૌથી વધુ લાભ મળી રહે તેમજ આત્મ ર્નિભર બને તેના માટે યોજના બનાવે છે અને કામ કરી રહી છે તેવામાં સોસયલ મીડિયા મા ફરતા આવા વિડીયો શરમ જનક કહી શકાય.એ અંગે વિકાસની વાતો કરનાર નેતાઓએ અને ખરા પ્રજા ચિંતક પ્રજાના પ્રતિનિધિઓ એ પ્રજાહિત કાર્ય કરવું જાેઈએ..
  વધુ વાંચો
 • ગુજરાત

  મહુવા માર્કેટીંગ યાર્ડમા એક દિવસમાં ૪ લાખ ઉપરાંત ડુંગળીના થેલાની આવક

  ભાવનગર, મહુવા માર્કેટીંગ યાર્ડમાં માર્ચ એન્ડીંગની ૮ દિવસની રજાઓ બાદ આજે એક દિવસમાં અધધ ૪ લાખ ઉપરાંત ડુંગળીના થેલાની આવક થવા પામેલ છે.એક સપ્તાહ બાદ મહુવા યાર્ડમાં કામકાજ શરૂ થતા ડુંગળીની આવકથી યાર્ડ છલોછલ થયું છે જાે કે સતત મજુરી,ખાતર,દવા સહિતમાં વધારો થવા છતા ખેડૂતોને પડતર ભાવ પણ મળતો નહીં હોવાથી એસંતોષ જાેવા મળી રહયો છે.આજે મહુવા માર્કેટીંગ યાર્ડમાં લાલ ડુંગળી(બદલો)ની ૮,૭૪૮ થેલી, લાલ ડુંગળીના ૫૫,૦૪૪ થેલા, સફેદ ડુંગળી(બદલો)ની ૩૦,૯૭૧ થેલી અને સફેદ ડુંગળીના ૩,૨૮,૮૧૩ થેલા મળી કુલ ૪,૨૩,૫૭૬ થેલાની રેકોર્ડબ્રેક આવક થવા પામેલ. સફેદ કાંદાની ૮૭,૨૪૬ થેલીનું વેચાણ થયેલ અને લાલ ડુંગળીની ૯,૯૧૯ થેલી અને સફેદ ડુંગળીની ૨,૪૧,૫૬૭ થેલા બેલેન્સમાં રહેલ. જયારે લાલ ડુંગળીના ભાવ રૂ.૬૫ થી રૂ.૨૧૮ અને સફેદ ડુંગળીના ભાવ રૂ.૧૪૦ થી રૂ.૨૩૬ રહેવા પામેલ. ચાલુ સાલે કાંદાનું વાવેતર ગત સાલ કરતા વધારે છે, હાલ સફેદ ડુંગળીની ભરપુર લણણી ચાલી રહી છે.જાે કે વિઘા દીઠ ઉતારો ઓછો છે. ઉતારો ૨૦૦ થી ૨૨૫ મણનો રહેવા પામેલ છે. જયારે ગત વર્ષે ૩૦૦ મણનો હતો. સાથે સાથે ખેડુતોને મજુરી, ખાતર, બીયારણ દવાના ખર્ચામાં વધારો થતો હોવાથી પડતર મળતી નથી આથી ખેડુતોમાં અસંતોષ ઉભો થયો છે. ખેડુતોને રૂ. ૨૦૦ થી રૂ.૨૫૦નો સરેરાશ ભાવ મળે તો જ પડતર મળે તેમ હોવાનુ ખેડુતો જણાવી રહ્યા છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  સામુહિક દુષ્કર્મ કેસમાં ત્રણને જીવે ત્યાં સુધી કેદ

  ભાવનગર,ભાવનગરના તળાજા રોડ પર ટોપ થ્રી સર્કલ નજીક રહેતા એક શ્રમજીવી પરિવારની સગીર વયની માનસિક અસ્વસ્થ પુત્રીને ચોકલેટ તથા બિસ્કીટની લાલચ આપી ઇકો કારમાં ઉઠાવી જઇ ત્રણ શખ્સોએ ગેંગરેપ કર્યાની નોંધાવાયેલી ફરિયાદનો આજે માત્ર બાવન દિવસમાં કોર્ટે ત્રણેય આરોપીઓને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારવાનો હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં પોલીસે પણ સમય સુચકતા વાપરી માત્ર ૨૪ કલાકમાં ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ શહેરના ટોપ થ્રી સર્કલ નજીક રહેતા એક શ્રમજીવી પરિવારની માનસિક રીતે અસ્વસ્થ સગીરાને મનસુખ ભોપાભાઇ સોલંકી નામનો શખ્સ ચોકલેટ તથા વેફરની લાલચ આપી લઇ ગયો હતો અને કાળિયાબીડ ભગવતી સર્કલ પાસેથી તેને ઇકો કારમાં બેસાડી અલંગ તરફ રવાના થયેલ જ્યાં રસ્તામાંથી તેના બે મિત્રો સંજય સનાભાઇ મકવાણા તથા મુસ્તુફા આઇનુલહક શેખ નામના શખ્સોને સાથે લીધેલ. દરમિયાન થોડે દુર જતા જ સગીરા સાથે ત્રણેયે વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ અલંગ પહોંચતા પોલીસની પકડમાં આવી ગયા હતાં. આ અંગેની જાણ તેના પરિવારને કરાતા સગીરાની માતાએ ૧૩ ફેબ્રુઆરીના રોજ ત્રણેય શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો તથા ૩૭૬ સહિત કલમો નોંધી ફરિયાદ દાખલ કરી આરોપીઓને ઝડપી લઇ માત્ર ૨૪ કલાકમાં ચાર્જશીટ દાખલ કરી હતી. સગીરા પર ગેંગરેપ થયાનો આ કેસ સેન્સેટીવ માની અદાલતે કેસ ઝડપી ચલાવવાનો ર્નિણય કરેલ જેમાં માત્ર બાવન દિવસમાં ૧૨ મુદતોમાં જ ચુકાદા સુધી પહોંચી ગઇ હતી. આ દરમિયાન સગીરા માનસિક રીતે અસ્વસ્થ હોય સાયકોલોજી ડોક્ટરોની પણ સલાહ લઇ જુબાની અને મેડિકલ સર્ટીફીકેટ લેવાયા હતાં. ફોરેન્સિક સાઇન્સ લેબોરેટરીના રિપોર્ટ માટે ઝડપી કામગીરી કરી માત્ર પાંચ દિવસમાં રિપોર્ટ પણ મેળવેલ અને કેસ દરમિયાન મૌખિક ૨૬ તથા દસ્તાવેજી ૭૨ પુરાવાઓ અદાલતે ગ્રાહ્ય રાખ્યા હતાં.મૌખિક જુબાની આપવા આવેલા લોકોએ પણ આરોપીઓ સામે ફીટકાર વરસાવ્યો હતો અને હિંમતપૂર્વક જુબાની આપી કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી હતી. દરમિયાન સરકારી વકીલ ભરત વોરા, મનોજ જાેષી તથા ધ્રુવ મહેતાની દલિલો, આધાર-પુરાવા ગ્રાહ્ય રાખી ભાવનગરના ત્રીજા એડિશનલ એન્ડ સેસન્સ જજ ઝંખનાબેન ત્રિવેદીએ સમાજમાં દાખલો બેસાડવા માટે ત્રણેય શખ્સોને કસુરવાર ઠેરવી જીવે ત્યાં સુધીની જેલની સજાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત સગીરાને વળતર પેટે રૂા.૬ લાખ આપવાનો હુકમ પણ કર્યો હતો. ચુકાદા દરમિયાન કોર્ટ પરિસરમાં એ.એસ.પી. સફીન હસન સહિત મસમોટો પોલીસ કાફલો બંદોબસ્તમાં જાેડાયો હતો.
  વધુ વાંચો
 • ગુજરાત

  લાંબા અંતરની ટ્રેનોને ભાવનગર સુધી લંબાવવાના પ્રયાસો બળવત્તર બન્યાં

  ભાવનગર, ભાવનગર રેલવે ડિવિઝનના બોટાદથી અમદાવાદ સુધીની મીટરગેજ લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરીત કરાયા બાદ અમદાવાદથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનોને ભાવનગર સુધી લંબાવવા માટેના રેલવે તળેના પ્રયાસોએ ગતિ પકડી છે. બોટાદ-અમદાવાદ વચ્ચે ગેજ કન્વર્ઝનનું કામ પૂર્ણ થઇ ગયા બાદ તમામ ઇન્સપેક્શન અને માલગાડી સંતોષપૂર્વક ચલાવવામાં આવી રહી છે. આ લાઇન પર આવતા તમામ રેલવે સ્ટેશનો અત્યારથી સવલતો ધરાવતા બનાવવામાં આવ્યા છે. અમદાવાદથી સમગ્ર દેશને જાેડતી ટ્રેનો ચાલી રહી છે, અને હવે અહીં પાર્કિંગની સમસ્યાઓને કારણે નવી ટ્રેનોની જાેગવાઇઓ કરી શકાતી નથી. તેથી અમદાવાદ સુધી આવતી લાંબા અંતરની ટ્રેનોને અમદાવાદમાં લાંબો સ્ટોપેજ આપી અને તેને ભાવનગર સુધી લંબાવવાની દિશામાં કાર્યવાહીઓ ચાલી રહી છે.ભાવનગરથી લાંબા અંતરની ટ્રેનોનો સ્પષ્ટ ખામી જાેવા મળી રહી છે, જાે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારત તરફની ટ્રેનોને ભાવનગર સુધી લંબાવવામાં આવશે તો તેને ભાવનગર-સુરતના ટ્રાફિકનો પણ લાભ મળી શકશે.હાલ બોટાદ-અમદાવાદ વચ્ચે માલગાડી ચાલી રહી છે, અને મુસાફર ટ્રેનો માટેના સમય પત્રક બની રહ્યા છે. તેમાં ભાવનગર-અમદાવાદ ઇન્ટરસિટી, ભાવનગર-ગાંધીનગર ટ્રેનો માટેની વિચારણાઓ ચાલી રહી છે. ભાવનગર-અમદાવાદ ટ્રેન બંને તરફથી ચલાવવામાં આવે તો મુસાફરોને સમયની બાબતમાં અનુકુળતા આવી શકે તેમ છે. અમદાવાદથી ભાવનગર આવતી ટ્રેન સવારે ૬થી ૭ની વચ્ચે ઉપાડવામાં આવે અને તેવી જ રીતે ભાવનગરથી અમદાવાદની ટ્રેન ઉપાડવામાં આવે તો મુસાફરોને ફાયદો પહોંચી શકે તેમ છે.અમદાવાદમાં ફાજલ પડી રહેતી લાંબા અંતરની ટ્રેનો ભાવનગર સુધી લંબાવવા અત્યારથી પ્રયાસ જરૂરી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  દવાઓની મોટાપાયે ખરીદી કરી ગોબાચારી કર્યાના આરોપ

  ભાવનગર, ભાવનગરના કોર્પો.ના આરોગ્ય વિભાગના એક પછી એક ગોટાળા બહાર આવતા તંત્ર સામે સવાલો ઉભા થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની આડમાં ખરીદી કરેલી દવાઓ સહિતના ગત બે વર્ષના તો હિસાબોના તાળા મળતા નથી ત્યાં આ વર્ષે તાત્કાલિક જરૂરીયાત ઉભી કરી કમિશનર પાસેથી મંજૂરી મેળવી સ્થાનિક કક્ષાએ દવા અને મેડિકલ ચીજવસ્તુઓની રૂ.૧૪ લાખની કરેલી ખરીદીમ‍ાં પણ રૂ. ૨.૫૧ લાખનો તફાવત આવતા તપાસના આદેશ થયા છે.કોરોનાના કપરા સમયમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા બે વર્ષ દરમિયાન કરેલી ખરીદીનું કોકડું ઉકેલાયું નથી ત્યાં ચાલુ વર્ષ ૨૦૨૨ ની દવા અને અન્ય મેડિકલ અ‍ાઇટમોની ખરીદમાં ગડબડ ગોટાળા બહાર આવ્યા છે.અ‍ા વર્ષે કોરોનાનો કહેર શાંત હતો પરંતુ કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રોમાં દવાની આવશ્યકતા ઉભી થતાં આરોગ્ય વિભાગ દ્વારા કમિશનરની જી.પી.એમ.સી.એક્ટ  હેઠળ મંજૂરી મેળવી જાન્યુઆરી ૨૦૨૨માં દવા, ગ્લોઝ, માસ્ક સહિતની ચીજવસ્તુઓ રૂ.૧૪,૦૬,૯૩૦ના ખર્ચે સ્થાનિક મેડિકલ સ્ટોરમાંથી ખરીદ કર્યા હતાં. પરંતુ કમિશનરે  મંજૂરી આપી હોવાથી સક્ષમ સત્તાની મંજૂરી વગર બીલ મંજુર થઈ શકે નહીં. જેથી સ્ટેન્ડીંગ કમિટીમાં બહાલી માટે આવતા જ ખરીદીના જુદા જુદા બીલો અને જરૂરીયાત વગરની ખરીદીનું ધ્યાનમાં અ‍ાવતા શંકાના આધારે સ્ટેન્ડીંગ ચેરમેને ઓડિટ વિભાગને તપાસની સુચના આપી હતી. અંતે ચિફ ઓડિટર અલ્કેશ પટેલ અને સ્ટાફ દ્વારા ભાવનગરની જુદી જુદી મેડિકલ સ્ટોર તેમજ સર્જીકલ ચીજવસ્તુઓના વિક્રેતાઓ પાસેથી આરોગ્ય વિભાગે ખરીદેલી ચીજવસ્તુઓ અને દવાના જીએસટી સાથેના ખર્ચના આકડા મંગાવતા શંકાની સોય વધુ મજબુત થઈ હતી. અને આરોગ્ય વિભાગ દ્વારા જે દવા અને મેડિકલ વસ્તુઓ ખરીદ કરી હતી તે જ આઇટમોના ભાવ વચ્ચે રૂ.૨,૫૧,૬૯૨નો તફાવત બહાર આવ્યો હતો. એટલે કે, સ્થાનિક કક્ષાએ જ ખરીદેલી આઇટમમાં ૧૮% જેટલી વધુ રકમ કોર્પોરેશનની જતી હતી. જે સંદર્ભે ઓડિટ વિભાગ દ્વારા કમિશનરને તપાસ કરી કાર્યવાહી કરવા લેખિતમાં જણાવાયું છે. આરોગ્ય અધિકારી પાસે ખર્ચની સ્પષ્ટતા માગી છેભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિક કક્ષાએથી ખરીદેલી દવા તેમજ માસ્ક સહિતની અન્ય સર્જીકલ વસ્તુઓમાં ઓડિટ વિભાગ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે જેની આરોગ્ય અધિકારી પાસે સ્પષ્ટતા માગવામાં આવી છે. - વી.એન. રાજપૂત, નાયબ કમિશનર, ભાવનગર કોર્પોરેશન.
  વધુ વાંચો
 • ગુજરાત

  ભાવનગરમાં શિક્ષણ મંત્રીએ સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

  ભાવનગર, ભાવનગર જિલ્લાના વરતેજ ખાતેથી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ સમગ્ર રાજ્ય સાથે ભાવનગર જિલ્લામાં પણ શુભારંભ કર્યો હતો. સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ છેલ્લાં ચાર વર્ષમાં મળેલી સફળતાને આગળ ધપાવતા ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જળ સંચય અને જળ સંગ્રહના વિવિધ કામોનો શુભારંભ કરાવી આગળના કામો હાથ ધરવામાં આવ્યા હતા. સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા ચરણનો વરતેજ ખાતે આવેલી માલેસરી નદી પાસેથી જીતુ વાઘાણીના હસ્તે શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે ભાવનગર જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડે, ભાવનગર મેયર, સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ અભિયાન હેઠળ ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કાંસ સફાઈ, તળાવ ઊંડા કરવા, જ મીન પાળા, ખેત તલાવડી, ચેકડેમ, કેનાલ ડીસિલ્ટિંગના આશરે રૂ.૧૭ કરોડ રૂપિયા ખર્ચે ભાવનગર જિલ્લા સહિત તાલુકાઓમાં કુલ- ૬૬૭ કામો હાથ ધરવામાં આવશે. જિલ્લામાં જળસંપતિ વિભાગ, નગરપાલિકાઓ, વન અને પર્યાવરણ વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા હેઠળ વિવિધ જળ સંચયના કામો હાથ ધરવામાં આવશે. જિલ્લામાં જળ સંચય જળ સંગ્રહના કામો હાથ ધરાતા જળ સંચય થતાં ભૂગર્ભ જળ ઊંચા આવશે. આ ઉપરાંત સ્થાનિક રોજગારીનું પણ સર્જન થશે. ભાવનગર જિલ્લામાં જળસંપતિ વિભાગ, નગરપાલિકાઓ, વન અને પર્યાવરણ વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા હેઠળ વિવિધ જળ સંચયના કામો હાથ ધરવામાં આવશે. આ અભિયાન દરમિયાન કાંસ સફાઈ, તળાવ ઊંડા કરવા, જમીન પાળા, ખેત તલાવડી, ચેકડેમ, કેનાલ ડીસિલ્ટિંગના કામો હાથ ધરવામાં આવશે. માલેસરી નદી, મેલડી માતાના મંદિર પાસે, સોળવદરા રોડ ખાતે યોજાયેલાં આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી જનકાત, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર ડી.આર.પટેલ, વરતેજ ગામના સરપંચ, પદાધિકારીઓ-અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
  વધુ વાંચો
 • ગુજરાત

  ગુજરાતમાં ઉનાળામાં મગફળીના વાવેતરમાં ૩૨૦૦ હેકટર સાથે ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમે

  ભાવનગર, ભાવનગર જિલ્લાના જળાશયોમાં પાણીની સ્થિતિ સારી હોય અને ૭૫ ટકાથી વધુ પાણીનો જથ્થો મુખ્ય જળાશયોમાં સંગ્રહિત હોય ભાવનગર જિલ્લામાં શિયાળુ પાકની જેમ ઉનાળુ પાકના વાવેતરમાં પણ આરંભથી જ ઝડપ જાેવા મળી છે. ગત વર્ષેની તુલનામાં આ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં પોણા ત્રણ ગણો નોંધપાત્ર વધારો થયો છે. ગત વર્ષે ઉનાળાના આરંભે ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર ૭૦૦૦ હેકટર હતુ તે આ વર્ષે ૭ માર્ચ સુધીમાં ૧૯,૬૦૦ હેકટર થઇ ગયું છે. સમગ્ર ગુજરાતમાં ઉનાળુ વાવેતરમાં ખાસ તો મગફળીના વાવેતરમાં ૩૨૦૦ હેકટર સાથે ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમે છે.ભાવનગર જિલ્લામાં ઉનાળુ પાકના વાવેતરમાં મુખ્ય પાક મગફળી બાજરી અને તલ હોય છે. જેમાં ઉનાળા આરંભે જ ગરમી પડવા લાગી છે અને જળાશયોમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં પાણી ભરાયેલું છે ત્યારે ખેડૂતોએ ઉનાળુ પાકની વાવણી શરૂ કરી દીધી છે. જેમાં બાજરી, મગફળી અને તલ મુખ્ય છે. સાથે ડુંગળી, શાકભાજી અને મગ જેવા કઠોળ પણ છે. ભાવનગર જિલ્લામાં શેત્રુંજી ડેમ સહિતના જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણી સંગ્રહિત છે. ત્યારે મગફળી અને તલ-બાજરીનું વાવેતર વધ્યું છે. ગુજરાત રાજ્યમાં ઉનાળુ વાવેતરમાં ૭ માર્ચ,૨૦૨૨ સુધીમાં મગફળીનું કુલ વાવેતર ૧૨,૪૦૦ હેકટરમાં થયું છે તેમાં એકલા ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર ૩૨૦૦ હેકટરમાં થયું છે. એટલે કે ૨૫.૮૦ ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. સૌરાષ્ટ્રમાં મગફળીના વાવેતરમાં ૧૫૦૦ હેકટર સાથે અમરેલી જિલ્લો બીજા નંબરે અને જૂનાગઢ જિલ્લો ૧૧૦૦ હેકટર સાથે ત્રીજા નંબરે છે. આમ પણ દર વર્ષે ઉનાળુ વાવેતરમાં ભાવનગર જિલ્લો મગફળીના વાવેતરમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અગ્રતાક્રમે હોય છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ચાર મૃતક પોલીસકર્મીઓના પરિવારજનો માટે ૧૦-૧૦ લાખની સહાયની જાહેરાત

  ભાવનગર,રાજસ્થાનના જયપુર જિલ્લાના શાહપુરામાં ભાબરું નજીક કાર અકસ્માતમાં મૃત્યુ પામનાર પોલીસ જવાનોના નશ્વરદેહને મંગળવારે રાત્રે ભાવનગર લવાયા બાદ અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવી છે. મૃતક પોલીસકર્મીઓના પરિવારજનો માટે પોલીસ વેલ્ફેર ફંડ અને મુખ્યમંત્રી દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. મંગળવારે રાત્રે હવાઈ માર્ગે ભાવનગર એરપોર્ટ પર પોલીસકર્મીઓના નશ્વરદેહને લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રાત્રિના એસપી કચેરી પર ચારેય પોલીસકર્મીઓને રાજ્ય પોલીસ વડા દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ચારેય પોલીસકર્મીના નશ્વરદેહની અંતિમ વિધિ કરવામાં આવી હતી જેમાં બે પોલીસકર્મીની હિંદૂ રીતરિવાજાે મુજબ અને બે પોલીસકર્મીની દફનવિધિ કરવામાં આવી હતી, જેમાં હેડ કોન્સ્ટેબલ મનસુખભાઈ કાબાભાઈ બાલધિયાને તેના ગામ તળાજા તાલુકાના સાંખડાસર ગામે આજે અંતિમવિધિ કરવામાં આવી હતી, જયારે પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ યુવરાજસિંહ ગોહિલને ચિત્રા મોક્ષ મંદિર ખાતે મોડીરાત્રે અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ ઈરફાનભાઈ સતારભાઈ આગવાનને કુંભારવાડા નદી કબ્રસ્તાન ખાતે મોડીરાત્રે દફનવિધિ કરવામાં આવી હતી, અને પોલીસ કોન્સ્ટેબલ ભીખુભાઈ અબ્દુલભાઈ બુકેરાને રબ્બર ફેકટરી પાસે આવેલ કંસારા કબ્રસ્તાન ખાતે મોડીરાત્રે દફનવિધિ કરવામાં આવી હતી. ચારેય પોલીસકર્મીઓની અંતિમ યાત્રામાં લોકો બહોળી સંખ્યામાં જાેડાયા હતા. રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ભાવનગરના ચાર પોલીસકર્મીઓને મુખ્યમંત્રીએ રૂ.૪ લાખની એક્સ- ગ્રેસિયા સહાયની જાહેરાત કરી છે તેની વિગતો રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ મીડિયાને મોડી રાત્રે દિવંગતોના પાર્થિવ શરીરને ભાવનગર લાવ્યાં બાદ કરી હતી.ભાટિયાએ ચારેય પોલીસકર્મીઓના પાર્થિવ દેહને એર એમ્બ્યુલન્સથી ભાવનગર લાવવા માટેની વ્યવસ્થા કરવા માટે મુખ્યમંત્રીનો આભાર માનતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર આ બાબતે સંવેદનશીલ છે અને તાત્કાલિક અસરથી તેમના પાર્થિવ દેહને લાવવાં માટેની જરૂરી કાર્યવાહી કરીને ઝડપથી દિવંગતોના પાર્થિવ દેહને ભાવનગર એર એમ્બ્યુલન્સથી લાવવામાં આવ્યાં હતાં. માનવતાના ધોરણે રાજ્ય પોલીસ વેલ્ફેર ફંડ અને કેન્દ્ર પોલીસ વેલ્ફેર ફંડમાંથી દરેક પોલીસ કોન્સ્ટેબલને રૂ.૧૦ લાખની મદદ કરવાની જાહેરાત પણ તેમણે કરી હતી. 
  વધુ વાંચો
 • ગુજરાત

  લુપ્ત થતી ચકલીને બચાવવા માટેના પ્રયાસના ભાગરૂપે કંકોત્રીને ચકલીના માળાની જેમ બનાવી

  ભાવનગર ભાવનગરના એક પરિવારે એવુ વેડિંગ કાર્ડ બનાવ્યુ છે જેનો સીધો ફાયદો ચકલીને થાય છે.હાલ લગ્નની સિઝન પુર બહારમાં ખીલી છે. ત્યારે લોકો પોતાના લગ્નમાં વિશેષ આયોજન કરતાં હોય છે. ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન વિક્રમભાઈ ડાભીએ નાનાભાઈના લગ્ન નિમીત્તે વિશેષ કંકોત્રી બનાવી છે. જે ચકલીના માળા વાળી બનાવી છે. લગ્ન બાદ આ કંકોત્રી ચકલીનો માળો બની જાય છે, જેમા ચકલી વસવાટ કરી શકશે. ભાવનગર જિલ્લા પંચાયતમાં ચૂંટાઈ આવેલા સરતાનપર બેઠકના ભાજપના સભ્ય વિક્રમ ડાભીએ પોતાના ઘરમાં લગ્નના પ્રસંગમાં પ્રકૃતિને બચાવવામાં ઉપયોગ કર્યો છે. વિક્રમભાઈએ પોતાના ભાઈની કંકોત્રી ચકલીના માળા જેવી બનાવડાવી છે. આ કંકોત્રી એક ચકલીનો બની જાય અને ઘરમાં રાખી ટીંગાડી શકાય છે. વિક્રમભાઈએ જણાવ્યું હતું કે, આજે ચકલી લુપ્ત થતી જાય છે. મારા ભાઈ ઘનશ્યામના લગ્ન છે. ત્યારે આમ તો કંકોત્રી પસ્તીમાં જતી હોય છે ચકલીના માળાને ફરતે કંકોત્રી છાપી નાખવામાં આવી છે. ત્યારબાદ તે પુઠાને લેમીનેશન કરવામાં આવે છે. આ એક કંકોત્રી અંદાજે ૪૦થી ૫૦ રૂપિયા આસપાસ પડે છે.આ અંગે વિક્રમભાઈને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, મે મારા મિત્રને ત્યાં આવી કંકોત્રી જાેઈ હતી જેને લીધી મને આ વિચાર આવ્યો છે. એમાંય હું પ્રકૃતિપ્રેમી છું, આ કંકોત્રીમાં વૃક્ષો, સ્વચ્છ ભારતના સંદેશો, પક્ષીઓના સંદેશાઓ આપવામાં આવ્યા છે. આ માટે તેઓ દરેક મહેમાનને કંકોત્રી આપતા સમયે તેનુ મહત્વ સમજાવી રહ્યાં છે, જેના લોકો વખાણ કરી રહ્યાં છે. લગ્નની કંકોત્રીને ચકલીના માળાની સ્ટાઈલમાં છપાવવા માટે તેમણે અનેક પ્રકારે રિસર્ચ કર્યુ હતું. તેના બાદ રાજકોટમાં કંકોત્રી છપાવવામાં આવી હતી. લોકો અત્યારે લગ્ન પહેલા જ પોતાના ઘર બહાર મૂકી રહ્યા છે અને ચકલીઓ પણ આ માળામાં આવી રહી છે. તેવું મને મારા સગા-સંબંધીઓ પાસેથી જાણવા મળ્યું છે તેથી મને ખુબ જ આનંદ થયો હતો અને મેં જે આ કાર્ય કર્યું તે સફળ થઇ રહ્યું હોય તેમ લાગે છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ભાવનગરના એ.વી.સ્કૂલ ગ્રાઉન્ડમાં પડેલ ખાનગી બસ એકાએક સળગતાં અફરાતફરી

  ભાવનગર, ભાવનગર શહેરના ક્રેસન્ટ સર્કલ પાસે આવેલ એ.વી.સ્કૂલ ગ્રાઉન્ડમાં પડેલ ખાનગી બસ એકાએક ભળભડ સળગી ઉઠી હતી, જાેકે, આ બસમાં કોઈ ન હોવાને કારણે કોઈ જાનહાનિ ટળી હતી.ફાયર વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ શહેરના ક્રેસન્ટ સર્કલ નજીક આવેલ એ.વી સ્કુલ ગ્રાઉન્ડ ખાતે એક ખાનગી બસ એકાએક સળગી ઉઠી છે તેવી જાણ થતાં ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ પાણી નો મારો ચલાવી આગ ને કાબુમાં લીધી હતી,એ.વી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ખાનગી ગાડીમાં એકાએક આગ લાગી હતી. આ બસમાં આગ લાગવાનું કારણ અથવા નુક્શાની જાણવા મળેલ નથી, આ આગને કારણે લોકોનો ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
  વધુ વાંચો
 • ગુજરાત

  સુરતમાં બસમાં લાગેલી આગમાં ભાવનગરની મહિલાનું કરૂણ મોત નિપજ્તા પરિવારમાં શોક

  ભાવનગર, સુરત શહેરમાં ગઈકાલે રાત્રે એક બસમાં આગ લાગી હતી. જેમાં ભાવનગરની એક મહિલાનું મોત થયું છે. સુરતથી ભાવનગર જવા નીકળેલી રાજધાની ટ્રાવેલ્સની બસમાં ગઈકાલે એકાએક આગ લાગી હતી. આ બનાવમાં ભાવનગરનું નવયુગલ ભોગ બન્યું છે. જે પૈકી પરિણીતા ઘટના સ્થળે જ ભડથું થઈ જતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જયારે તેના પતિ પણ ગંભીર રીતે દાજી જતા હાલ હોસ્પિટલની બિછાને છે. આ ઘટનાથી ભારે અરેરાટી સાથે આઘાત છવાઈ ગયો હતો. આ બનાવની વિગતો મુજબ સુરતના યોગીચોક પાસે મંગળવારે મોડી રાત્રે રાજધાની ટ્રાવેલ્સની લકઝરી બસમાં આગ લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું. જેને કારણે આગ વધુ વિકરાળ બની હતી. બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો બહાર નીકળી ગયો હતો, પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે જીવતી સળગી ગઈ હતી. આજે મૃતકના પરિવારજનોએ સુરત પહોંચી પરિણીતાએ પહેરેલી વીંટી, ઝાંઝર અને કપડાના આધારે શબ પરિણીતાનું જ હોવાનું ઓળખી બતાવ્યું હતું. પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી વિધિ બાદ મૃતદેહ સોપાતા બપોરે પરિવારજનો તાન્યાબેનનું શબ અને ઈજાગ્રસ્ત વિશાલભાઈને લઈને ભાવનગર આવવા નીકળ્યા હતા. જ્યા ભાવનગરમાં યુવતીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા.આ બનાવમાં ભોગ બનનાર સિંધી દંપતીની ગોવાથી અમદાવાદની આજે બુધવારની ફ્લાઈટ હતી પરંતુ કોવિડના કારણે તે ફ્લાઈટ કેન્સલ થઈ હતી. જયારે હવાઈ સેવાની કંપનીએ એક દિવસ અગાઉની સૂરતની ફ્લાઈટમાં ટિકિટની વ્યવસ્થા કરી આપતા મંગળવારે જ ગોવાથી પીકઅપ કરી દંપતી સૂરત જવા નીકળ્યું હતું, સાંજે ૫ વાગ્યા આસપાસ સુરત પહોંચ્યા અને ભાવનગર આવવા રાજધાની ટ્રાવેલ્સમાં હીરાબાગથી બેઠા હતા. તેની થોડી વારમાં જ આગ ફાટી નીકળી હતી.આ બનાવમાં ભોગ ગ્રસ્ત દંપતીના લગ્ન થયાને હજુ બે વર્ષ જ થયા હતા, ૧૭મીએ એનિવર્સરી હોવાથી આ દંપતી ગોવા ફરવા ગયું હતું. પીરછલ્લા શેરીમાં સાગર દુપટ્ટા નામે વ્યવસાય કરતા વિશાલ નારાયણભાઇ નવલાણી (રે. રસાલા કેમ્પ, ડોકટર હાઉસ સામે, રમ નંબર ૭, ઘર નં ૧૮૨) તેમના પત્ની તાન્યાબેન સાથે ગોવા ફરવા ગયા હતા. રિટર્ન ફરતી વખતે સુરતથી ખાનગી બસમાં ભાવનગર આવવા નીકળ્યા હતા.રાજધાની ટ્રાવેલ્સની બસની ડીકીમાં સેનેટાઇઝર હોવાથી આગ વધુ ભડકી હોવાનું ભોગગ્રસ્તના સગાઓએ જણાવ્યું હતું. આ મામલે ઊંડી તપાસ કરવા માંગ કરાઈ છે. સુરત બસ અકસ્માતમાં મૃત્યુ પામેલ ભાવનગરની દીકરી અને ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સરકાર સહાય આપે તેમની ઉચ્ચ સારવાર કરાવે અને ઘટનાના જવાબદાર લોકો પર કાયદેસરની કડક કાર્યવાહી થાયે તેવી સમાજ સેવી કમલેશ ચંદાણીએ માંગ કરી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  જપ્ત કરાયેલા બે જહાજને ૮૫ લાખની પેનલ્ટી ફટકારાઈ

  ભાવનગર,એક માસ અગાઉ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં અંતિમ સફર એ આવેલા બે જહાજના આઈ.એમ.ઓ. નંબર શંકાસ્પદ હોવાના કારણે જામનગર કસ્ટમ્સની પ્રિવેન્ટિવ ટીમ દ્વારા બંને જહાજને સીઝ કરવામાં આવ્યા હતા. આ બંને શિપને કસ્ટમ વિભાગ દ્વારા ૮૫ લાખની પેનલ્ટી ફટકારાઈ છે.ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ના પ્લોટ નંબર ૮૭-એ (ગોહિલવાડ શિપ બ્રેકર્સ) દ્વારા કોરલ નામનું જહાજ ખરીદવામાં આવ્યું હતું જ્યારે પ્લોટ નંબર ૨૮ (ક્રાઉન સ્ટીલ કંપની) દ્વારા સી-ગોલ્ડન નામનું જહાજ ખરીદવામાં આવ્યું હતું. આ બંને શિપનું નિયમ અનુસાર ભાવનગર કસ્ટમ દ્વારા બોર્ડિંગ અને રૂમેઝિગ પણ કરવામાં આવ્યું હતું. ત્યાં સુધી કોઈ સમસ્યા ન હતી. પરંતુ એકાએક જામનગર કસ્ટમની પ્રિવેન્ટિવ ટુકડી દ્વારા આ બંને શિપનું ફરી એક વખત તલસ્પર્શી ચકાસણી કરવામાં આવી હતી. અને જહાજનો ૈર્દ્બ નંબર અગાઉ કંઈક જુદો હતો અને વર્તમાનમાં કંઈક અલગ દર્શાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બંને શિપના કેપ્ટનનો, એજન્ટ સહિતના નિવેદનો નોંધ્યા બાદ કસ્ટમ દ્વારા બંને જહાજ સીઝ કરવામાં આવ્યા હતા. દરમિયાન ગોહિલવાડ શિપ બ્રેકર્સ અને ક્રાઉન સ્ટીલ કંપની દ્વારા હજુ શીપની ફિઝિકલ ડિલિવરી લીધી નહીં હોવાથી બંને વ્યવસાયકારોએ જહાજ છોડી દીધા હતા. હવે એક મહિના બાદ જામનગર કસ્ટમની પ્રિવેન્ટિવ ટુકડી દ્વારા બંને જહાજ પર ૮૫ લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે.અગાઉ અલંગમાં આવતા પૂર્વે ઉપરોક્ત બંને જહાજાેએ કરાચી આઉટર પોર્ટ લિમિટમાં ઈંધણ અને પ્રોવિઝન મેળવ્યું હતું. ઉપરાંત ગુજરાતની જળસીમામાં પ્રવેશતા પૂર્વે બંને જહાજાેએ સંદેશા વ્યવહારના સાધનો બંધ કરી દીધા હતા, તેથી સુરક્ષા એજન્સીઓના રડારમાં આ શિપ આવ્યા હતા. જામનગર કસ્ટમની પ્રિવેન્ટિવ ટુકડી દ્વારા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આવેલા કોરલ અને સી-ગોલ્ડન શિપને ખોટા ૈંસ્ર્ં નંબર હોવાનું કહી સીઝ કરવામાં આવ્યા હતા. હવે એક મહિના બાદ ૮૫ લાખની પેનલ્ટી ફટકારી બંને શિપ રીલિઝ કરવામાં આવ્યા છે. અહીં પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે, જાે બંને જહાજાે ખોટા ૈર્દ્બ નંબર વાળા હોય તો પેનલ્ટી ભરીને તે શું કાયદેસર થઈ શકે છે?. કોસ્ટ ગાર્ડ‌ અને ભાવનગર કસ્ટમની ચકાસણીમાં કાંઈ ‌મળ્યુ ન હતું. તો શા માટે જામનગર કસ્ટમે બંને જહાજને સીઝ કર્યા હતા?. સીઝ કરવામાં બંને જહાજાે ની અનિયમીતતા હતી તો, પેનલટીથી આવા જહાજાે છોડી શકાય ખરી? આવા અનેક પ્રશ્નો ઉભા થયા છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ધ્રાંગધ્રામાં ઉતરાયણ નજીક હોવા છતા પતંગ-દોરાના ધંધામાં મંદી

  ધ્રાંગધ્રા પંથકમાં એકતરફ કોરોના પોઝિટીવ કેસોનો સંખ્યા વધતી જાય છે ત્યારે આ તરફ મકરસંક્રાંતિના પવઁ સમયે જ કોરોનાની ત્રીજી લહેરે માથુ ઉચકતા હવે પતંગ-દોરાના ધંધામા મંદી જાેવા મળે છે એક તરફ કોરોનાનુ ગ્રહણ અને બીજી તરફ પતંગ તથા માંજા સહિતની ચીજાેમાં ૨૫થી ૩૦ ટકાના ભાવનો વધારો થતા ધંધાથીઁઓને પોતાનો માલ-સામાન ઘર જમાઇ પડ્યો રહે તેવી સ્થિતી ઉભી થઇ શકે છે ત્યારે આ વષેઁ ભાવમાં વધારો તથા ધંધાથીઁઓ પણ પતંગ-પોતાનો ધંધો કરીને પસ્તાઇ રહ્યા હોવાનુ વેપારીઓ દ્વારા જણાવાયુ છે.મકરસંક્રાંતિ પર્વના અંતિમ રવિવારે ભાવેણામાં રીલ-દોરા પર માંઝો ચડાવવા ભીડ ઉમટી ભાવનગર ભાવનગરમાં પતંગ પર્વ પૂર્વેના અંતિમ રવિવારે પતંગ રસીકો દ્વારા મકરસંક્રાંતિની તૈયારીઓનો માહોલ બરાબર જાેવા મળ્યો હતો. શહેરમાં ઠેરઠેર પતંગ રીલ સાથે સંક્રાંતિ પર્વની વિવિધ વસ્તુઓની ખરીદી સાથોસાથ રીલ-દોરાને માંઝો ચડાવવા ભારે ગીર્દી જમાવી હતી. શહેરમાં આવેલા એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે સ્થળોએ પતંગ-ફીરકીઓ રીલ તથા દોરા પર માંઝો ચડાવવા સિવાય બીજી કોઈ વાત જણાતી ન હતી. લોકો મકરસંક્રાંતિ ઉજવવા થનગની રહ્યાં હોય તેમ માસ્ક સોશિયલ ડીસ્ટન્સ સહિતની ગાઈડલાઈનોની ઐસીતૈસી કરી બેફીકર બની ફરતાં ખરીદી કરતાં નઝરે ચડ્યાં હતાં.શહેરના બોરતળાવ રોડ એવી સ્કૂલ સહિત અનેક સ્થળોએ રીલ-દોરા પર માંઝો ચડાવવા પતંગ રસીયાઓએ ભીડ જમાવી કલાકો સુધી રાહ જાેઈ હતી. તો બીજી તરફ કોરોના મહામારીની ત્રીજી લહેરને પગલે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હોય અને રવિવાર હોય આથી શહેરના કેટલાક વિસ્તારોમાં બાળકો યુવાનો સવારથી જ અગાશીઓ પર મ્યૂઝિક સિસ્ટમ પતંગ-ફિરકી સાથે પહોંચી ગયા હતા.
  વધુ વાંચો
 • ગુજરાત

  જનજાગૃતિ કેળવાશે તો જ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ થશે

  ભાવનગર, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરવાથી થતાં નુકશાન અને ઉભી થનાર કાયદાકીય જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવા માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ભાવનગર મહાનગરપાલિકાનાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં સંયુક્ત ઉપક્રમે એક માર્ગદર્શન સેમિનારનું આયોજન ચેમ્બર હોલ ખાતે કરાયું જેમાં સૌરાષ્ટ્ર ચેમ્બરના પ્રમુખ કિરીટભાઈ સોનીએ જણાવેલ કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા અંગેનો જે કાયદો છે તેનું અર્થઘટન સૌ સમજીએ અને તેનું પાલન કરીએ. નાયબ મ્યુનિસિપલ કમિશનર ડી. એમ. ગોહિલે જણાવેલ કે પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે સૌ કોઈએ જાગૃતિ કેળવવી જાેઈએ. સૌએ આ કામ પોતાનું છે તેમ માનીને કરવું જાેઈએ. જાે દરેક વ્યક્તિ જવાબદારી સમજે તો સમસ્યા નહી રહે. સૌરાષ્ટ્ર ચેમ્બરના માનદ્દ મંત્રી કેતનભાઈ મેહતાએ કાર્યક્રમની પૂર્વ-ભૂમિકા આપી હતી. મ્યુ. સોલીડ વેસ્ટ વિભાગનાં કાર્યપાલક ઈજનેર જે. એમ. સોમપુરાએ જણાવ્યું હતુ કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં કારણે ખુબ જ પ્રદુષણ થાય છે અને ગાય કે અન્ય પશુઓ ખાય છે તેના કારણે આ પશુઓને પણ નુકશાન થાય છે. આ રીતે પ્લાસ્ટિક ધીમે ધીમે દુષણ થતું જાય છે. શહેરી વિસ્તારમાં સરકારી નિયમ મુજબ ૭૫ એમ.એમ.થી નીચેનું પ્લાસ્ટિક વાપરવું પ્રતિબંધિત છે. આજે સૌ વેપારીઓ ભેગા મળી સંકલ્પ કરે કે ૭૫ એમ.એમ. થી નીચેના પ્લાસ્ટિક બેગનો વપરાશ નહિ કરીએ તો ગ્રાહકોને થેલી લઈને ખરીદી કરવા આવવું પડશે જેથી ઝબલાનું દુષણ નાબુદ થશે. બાદ પ્રશ્નોત્તરી રાખવામાં આવેલ જેમાં શહેરીજનોએ અને વેપારીઓએ મુંઝવતાં પ્રશ્નો રજુ કરેલ તેના સંદર્ભમાં ઉપસ્થિત બન્ને અધિકારીઓએ માર્ગદર્શન આપેલ. આ પ્રસંગે સૌરાષ્ટ્ર ચેમ્બરના હોદ્દેદારો, મેનેજીંગ કમિટીના સભ્યો, વિ. ઉપસ્થિત રહ્યાં હતા. સંચાલન મિતેશભાઇ પટેલે અને આભારવિધિ નીતિનભાઈ પટેલે કરી હતી.
  વધુ વાંચો

વિડિયો