માઇક્રોસોફ્ટે વિન્ડોઝ-10ને સપોર્ટ આપવાનું બંધ કર્યુ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, ઓક્ટોબર 2025  |   નવી દિલ્હી   |   31086

વિન્ડોઝ-11માં યુઝર્સ શિફ્ટ ન થતાં કંપનીએ નિર્ણય લીધો

માઇક્રોસોફ્ટે વિન્ડોઝ-૧૦નો સપોર્ટ સત્તાવાર રીતે બંધ કરી દીધો છે. ઉલ્લેખનિય છે કે, મોટાભાગના યુઝર્સ વિન્ડોઝ-૧૦ નો ઉપયોગ કરે છે તેનું શું થશે. વિન્ડોઝ-૧૧ માઇક્રોસોફ્ટની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ છે, જેને કંપનીએ ચાર વર્ષ પહેલાં લોન્ચ કરી હતી. જો કે રિપોર્ટ મુજબ જોઈએ તો ૪૧ ટકા યુઝર્સ હજી પણ વિન્ડોઝ-૧૦ ઓપરેટિંગ સિસ્ટમ્સ જ યુઝ કરી રહ્યા છે.

કંપનીએ ચાર વર્ષ પહેલાં વિન્ડોઝ-૧૧ લોન્ચ કર્યુ હતુ. તેમા કંપનીના અપેક્ષા કરતાં ઘણા ઓછા લોકો વિન્ડોઝ-૧૧ તરફ શિફ્ટ થયા. હજી પણ લોકો વિન્ડોઝ-૧૦નો જ ઉપયોગ કરી રહ્યા છે.

માઇક્રોસોફ્ટે વિન્ડોઝ-૧૦ને સપોર્ટ બંધ કરી દીધો એટલે તેનો અર્થ એવો થતો નથી કે તે કામ કરવાનું બંધ કરી દેશે. તે પહેલાં જેવું કામ કરતું હશે તેવું જ કામ કરશે, પણ હવે તેને ૧૪ ઓક્ટબર પછીના અપડેટ નહી મળે. આ ઉપરાંત માઇક્રોસોફ્ટ તેના માટે ટેકનિકલ સહાય પણ પૂરી નહીં પાડે કે સપોર્ટ પૂરો નહીં પાડે. સ્વાભાવિક રીતે તેના કારણે લેપટોપ કે કેમ્પ્યુટરની સિક્યોરિટી ભયમાં મૂકાશે.


© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution