બનાશકાંઠા સમાચાર

 • અન્ય

  અંબાજી ગર્ભવતી મહિલા મામલામાં રાષ્ટ્રીય મહિલા આયોગે આપ્યા તપાસના આદેશ

  બનાસકાંઠા-જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન સરકારની ગાઇડ લાઇન અનુસાર, માસ્ક પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે અંબાજી પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જો કે, અંબાજીમાં સગર્ભા મહિલાની ડિલીવરી જેવા ઈમરજન્સી સમયે પણ માસ્ક સહિતના નિયમોનું પાલન કરાવવા માટે ગાડીને રોકાવી સમય વેડફવામાં આવતા સગર્ભાને સારવાર મળે તે પહેલાં જ નવજાત બાળકીનું મૃત્યુ થયુ હતું. જેવા પરિવારજનોએ ગંભીર આક્ષેપો કરી અંબાજી પોલીસ મથકમાં વિરોધ કર્યો હતો. પરિવારજનોએ નવજાત બાળકીના મૃતદેહને પી.એસ.ઓના ટેબલ પર મુકી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હોબાળો મચાવ્યો હતોબનાસકાંઠા અંબાજીમાં ગર્ભવતી મહિલા સાથે બનેલી ઘટના બાદ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલાબેને S.P સહિતના અધિકારીઓ સાથે વાત કરી હતી અને સમગ્ર ઘટનાની તપાસ ત્રણ દિવસમા કરવા આદેશ કર્યો હતો. S.P ત્રણ દિવસમાં સમગ્ર બાબતની ઘટનાની તપાસ કરવાની ખાતરી આપી હતી. ડો.રાજુલાબેને ઘટનાને દુઃખદ ગણાવી હતી તપાસ થવી જોઈએ અને જે કોઈ દોષિત હશે તેમની સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી. સમગ્ર ઘટનાને નિંદનીય ગણાવી હતી. નોંધનીય બાબત એ છે કે મહિલાને પ્રસૂતા પીડા ઉપડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. તે સમયે પોલીસે મોડે સુધી જવા નહીં દેતા બાળકનું પ્રસુતિ પહેલાજ મોત થયેલ હતું જેને લઈને હાલ વિવાદ સર્જાયો છે.
  વધુ વાંચો
 • અન્ય

  અંબાજીને અડીને આવેલી રાજસ્થાનની સરહદને સીલ કરાતાં લોકોને હાલાકી

  અંબાજી, તા.૧૨ રાજસ્થાનની સરહદી બોર્ડર ફરી એકવાર સીલ કરી દેવાતા રાજસ્થાનથી ગુજરાતમાં જતા વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગુજરાત રાજ્યને અડીને આવેલી રાજસ્થાનની સરહદો રવિવારે સવારથી બંધ કરવાનો આદેશ મળતા રાજસ્થાન પોલીસે ગુજરાતને અડીને આવેલી બોર્ડર સીલ કરી દીધી છે. જેને લઈ ગુજરાતથી રાજસ્થાન જતા અનેક વાહનચાલકો અટવાયા હતા. તેમને રાજસ્થાનની બોર્ડર સીલ કરેલી હોવાથી વાહન ચાલકોને પરત ગુજરાત તરફ વાળવામાં આવ્યા હતા. જોકે આ બાબતે રાજસ્થાન પોલીસે જણાવ્યું હતું કે રાજસ્થાનમાં ફરી કોરોનાનું સંર્ક્મણ વધતા બોર્ડર સીલ કરવાનું આદેશ મળ્યો છે. જ્યાં જીવન જરૂરિયાત સામગ્રી સહીતના મોટા માલ વાહકો અને પાસ પરમિશનવાળા વાહનોને અવર જવર કરવા માટે છૂટછાટ આપવામાં આવી છે. છાપરી ફરજ પર ફરજ બજાવતા પોલીસ કર્મચારી નથ્થુલાલે જણાવ્યું હતું. જ્યારે રાજસ્થાનમાંથી ગુજરાતના વાહનોને પરત ગુજરાત આવવા માટે માવલ ચેકપોસ્ટ મોકલવામાં આવી રહ્યા છે. જોકે આ રાજસ્થાનની બોર્ડર સીલ કરવા પાછળનું એક કારણ રાજસ્થાન સરકાર ઉપર ઘેરાયેલો સંકટોને લઈને પણ નિણઁય લેવાયો હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે. 
  વધુ વાંચો
 • અન્ય

  થરાદમાં એક સાથે પાંચ દુકાનોનાં તાળાં તૂટ્યાં : બે બુકાનીધારીઓ કેમેરામાં કેદ

  થરાદ,તા.૯ થરાદના વિજય બિઝનેસ શોપિંગમાં મંગળવારે રાત્રીના સમયે તસ્કરોની ગેંગ ત્રાટકી અલગ-અલગ પાંચ દુકાનોના શટરના તાળાં તૂટતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. દુકાનોની અંદર પાટેશન હોવાથી કાચ ફોડી નુકસાન કર્યું હતું. પણ કંઈ ચોરાયું ન હતુ.થરાદના વિજય બિઝનેસ શોપિંગમાં આવેલી પાંચ દુકાનો જેવી કે રેડીમેડ, કટલરી, વાસણ ભંડાર, ઝેરોક્ષ સહિત એઆઇસી વીમા ઇન્શ્યોરન્સ એજન્ટ ઓફીસ તેમજ સહકારી મંડળીમાં મંગળવારે રાત્રે તાળાં તૂટ્યાં હતા. દુકાનોમાં પ્રવેશ કરતાં અમુક દુકાનો અંદર પાટેશન હોવાથી કાચ ફોડી નુકશાન કર્યું હતું. જ્યારે બુધવારે સવારે વેપારીઓ પોતાની દુકાનો પર આવતાં શટરના તાળા તૂટેલી હાલતમાં જોતા હેબતાઇ ગયા હતા.આથી એક પછી એક વેપારી પોતાની દુકાનો ચેક કરતાં કુલ પાંચ દુકાનોના શટર તૂટેલા જણાઇ આવતાં વેપારીઓ એકઠા થયા થઇ પોલીસ મથકે જાણ કરવામાં આવતાં પીએસઆઇ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં દુકાનોમાં રહેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં બુકાનીધારી બે શખ્સો કેમેરામાં કેદ થયા હતા.કોરોના સંક્રમિતને અટકાવવા જાહેર જગ્યાએ ફરતા લોકોને મોંઢા પર માસ્ક બાંધવું ફરજીયાત નિયમ જાહેર કરવામાં આવેલો છે. છતાં દુકાનોમાં તપાસ અથેર્ આવેલા પીએસઆઇજાલોરા માસ્ક પહેયાર્ વિના આવ્યા હોવાથી હાજર રહેલા વેપારીઓમાં કચવાટ ફેલાયો હતો. 
  વધુ વાંચો
 • અન્ય

  અંબાજી મંદિરના ત્રણ મહિના બાદ કપાટ તો ખૂલ્યાં પણ આવકમાં કરોડો રૂપિયાનો ઘટાડો

  અંબાજી,તા.૮ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે ત્રણ મહિના સુધી અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાતા મંદિર પરિષર જ નહીં પણ સમગ્ર અંબાજી ધામમાં સન્નાટો છવાઈ ગયો હતો. જોકે સતત ત્રણ માસના લોકડાઉન બાદ ગત ૧૨ જૂનથી અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યા છે, પણ અગાઉની જેમ દર્શનાર્થીઓની ભીડ ન જોવા મળતા મંદિરની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બાર જૂનથી મંદિરના દ્વાર ઉઘડતા એક મહિનામાં માત્ર ૭૦ હજાર શ્રદ્‌ધાળુઓએ જ માતાજીના દર્શનનો લાભ લીધો છે. જો મંદિરની દાન દક્ષિણાની આવકની વાત કરીએ તો ગત વર્ષ ૨૦૧૯માં એપ્રિલ,મે,જૂન આ ત્રણ મહિનાની આવક ૫.૬૦ કરોડ જેટલી થઈ હતી.ચાલુ વર્ષે આ સમયગાળા દરમિયાન માત્ર ૬૦ લાખ રુપિયાની જ દાન ભેટની આવક થતા ૫ કરોડ ઓછી આવક નોંધાઇ છે. અંબાજી મંદિરને સુવર્ણમય બનાવાની ચાલી રહેલી કામગીરી માટે આ સમયગાળા દરમિયાન ગત વર્ષે મંદિરને રુ.૧.૮ કરોડના સોનાની આવક નોંધાઇ હતી. તેની સામે ચાલુ વર્ષે માત્ર સુવર્ણ શિખર માટે દાનભેટમાં માત્ર ૧૨ લાખ રુપિયા જ આવ્યા છે. ટ્રસ્ટના હિસાબી અધિકારી સવજીભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.મંદિરની આવકમાં ધરખમ ઘટાડો થવા છતાં કોઈ પણ કર્મચારીના પગાર અટક્યા નથી.આ વખતે ભાદરવી મેળા ઉપરપણ કોરોનાનું ગ્રહણ લાગે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.
  વધુ વાંચો