કચ્છ-સૌરાષ્ટ્ર સમાચાર

 • ગુજરાત

  ધ્રાંગધ્રા પીપલ્સ બેંકના તમામ ડીરેક્ટરો બિનહરીફ ચુંટાયા

  સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા શહેરની ધ પીપલ્સ કો ઓપરેટીવ બેંકમાં ડીરેક્ટરોની ચુંટણી છેલ્લા કેટલાક સમયથી પાછળ ઠેલાતી હતી. જેનુ મુખ્ય કારણ કોરોના વાયરસને લીધે અહિ ચુટણી યોજવાની પરવાનગી નહિ મળતા અંતે કોરોના કાળ હળવો થતા પીપલ્સ બેંક ખાતે નવા ડિરેક્ટરોની નિમણુક માટે ચુંટણીનુ આયોજન કરાયુ હતુ. જેમા પેનલના તમામ સભ્યો સામે અન્ય કોઇ વિરોધ્ધ ફોમઁ નહિ ભરતા આ પેનલના તમામ 12 સભ્યો બિન હરીફ વિજેતા થયા હતા. ત્યારે આ તકે ગુજરાત પ્રદેશ ભાજપ અને 50 મુદ્દા અમલીકરણના ચેરમેન આઇ.કે.જાડેજા, સંજયભાઇ ગોવાણી, પ્રહલાદસિંહ પઢીયાર સહિતનાઓ દ્વારા તમામ બિન હરીફ ડીરેક્ટરોને અભિનંદન પાઠવ્યા હતા.
  વધુ વાંચો
 • ગુજરાત

  ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

  ગાંધીનગર-રાજ્યમાં આગામી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી આગામી પાંચ દિવસ સુધી પંચમહાલ, મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી.આણંદ, ભાવનગર, સુરત, વડોદરા નર્મદા, નવસારી અને તાપીમાં ભારે વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 23.69 ઈંચ સાથે મોસમનો સરેરાશ 71.63 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.રાજયમાં છેલ્લા ચાર દિવસ પડેલા ભારે વરસાદને પગલે ગુજરાતના અનેક જિલ્લા હજુ પણ અસરગ્રસ્ત છે. રાજ્યમાં 8 સ્ટેટ હાઇવે, 77 પંચાયત, 4 અન્ય સહિત કુલ 89 માર્ગ હજુ પણ બંધ છે. આ ઉપરાંત રાજ્યમાં 23 ગામોમાં હજી વિજપુરવઠો પૂર્વવત નથી થયો. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાંથી રેડ એલર્ટની આગાહી દૂર કરી હતી. જેમાં રાજકોટ, જૂનાગઢ, વલસાડમાંથી રેડ એલર્ટ હટ્યું છે. ઓડિસા તરફથી આવતી વરસાદી સિસ્ટમ ફંટાઇ જતા સંકટ ટળ્યું હોવાનું અનુમાન છે. તેમ છતાં આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  લોકોને ઝડપી ન્યાય મળે તે માટે નવી યોજના બનાવવામાં આવશે: રાજેન્દ્ર ત્રિવેદી

  રાજકોટ- વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા વિવિધ કાર્યક્રમો પૈકી રાજકોટમાં ગરીબ લાભાર્થીઓને કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવા કાયદા અને મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય ધારાસભ્ય તેમજ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના નવનિયુક્ત કાયદા અને મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું કાયદા અને મહેસૂલ ખાતાનો પ્રધાન બન્યો છું. જેને લઈને આગામી દિવસોમાં લોકોને મુશ્કેલી ન પડે તે માટે નવી યોજના બનાવમાં આવશે. જયારે લોકોને જલ્દી ન્યાય મળે, સસ્તો ન્યાય મળે અને સરળ મળે તે માટેની એક આખી યોજના આગામી દિવસોમાં બનાવમાં આવશે અને એ કાર્યને આગળ વધારવામાં આવશે. જ્યારે મહેસૂલ વિભાગમાં પણ આવી જ રીતે લોકોને કામમાં મુશ્કેલી ન પડે તે માટે IT વિભાગને સાથે રાખીને કામ કરવામાં આવશે. આજે વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નવી સરકારમાં પ્રધાન બનેલા વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં લોકોને મુશ્કેલી ન પડે તે માટે વિવિધ યોજનાઓ તૈયાર કરવામાં આવશે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ગુજરાતના આજિલ્લામાં આજે 2 લાખ લોકોને કોરોનાની રસી આપવાનો લક્ષ્યાંક, જાણો કેમ

  ભુજ- કચ્છ જિલ્લામાં 380 સબસેન્ટર પર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન તેમજ તાલુકા કક્ષાએ બસ સ્ટેશન પર પણ નાગરિકો માટે રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં આજે સવારના 9 થી રાત્રે 12 વાગ્યા સુધી આ કામગીરી ચાલુ રહેશે જેનો તમામ જનતાએ લાભ લેવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. આજે અન્ય 125 ગામોમાં 100 ટકા રસીકરણ કરવાનો લક્ષ્યાંકકચ્છ જિલ્લાના 220 ગામોમાં કોરોના રસીકરણના પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી થયેલી છે. જે પૈકી અબડાસાના 8 ગામ, અંજારના 57, ભચાઉના 8, ભુજના 17 , ગાંધીધામના 9, લખપત ના 12, માંડવીના 20, મુન્દ્રાના 51, રાપર ના 19 અને નખત્રાણાના 19 ગામો થઈને કુલ 220 ગામોમાં 100 ટકા રસીકરણ થયેલ છે. તથા આજે રસીકરણના મહાઝુંબેશ હેઠળ અન્ય 125 ગામોને પણ 100 ટકા રસીકરણ થાય તેવું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.જિલ્લામાં 2,05,694 લોકો બીજા ડોઝ માટે પાત્રતા ધરાવે છેહાલ સુધીમાં કચ્‍છ જીલ્‍લામાં 18 કે તેથી વધુ ઉંમરના અંદાજિત 15,87,774 લોકો સામે 12,60,935 લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધી છે. પ્રથમ ડોઝમાં બાકીના લોકોને કોરોના થવાનો જોખમ વધુ છે. જેથી આ લોકોએ મહા ઝુંબેશમાં પોતાનો પ્રથમ ડોઝ લેવા માટે આરોગ્ય વિભાગે અપીલ કરી છે.જિલ્લામાં 2,05,694 લોકો બીજા ડોઝ માટે પાત્રતા ધરાવે છે જિલ્લામાં આજે 2 લાખ કોરોના રસીના ડોઝ ઉપલબ્‍ધ છે.500થી વધારે સ્થળોએ રસીકરણના બીજા ડોઝનું આયોજન કરવામાં આવ્યુંઆજ રોજ જિલ્‍લામાં 2 લાખ રસીના ડોઝ ઉપલબ્‍ધ છે.
  વધુ વાંચો

રાજકોટ સમાચાર

જામનગર સમાચાર

જૂનાગઢ સમાચાર

પોરબંદર સમાચાર

ગીર સોમનાથ સમાચાર