ઍર ઇન્ડિયાનું વિમાન જ્યારે તબીબો જમતાં હતાં એ કૅન્ટીન સાથે અથડાયું ત્યારે શું થયું? | Plane Crash |
15, જુન 2025 23463   |  

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓ સહીત અનેક લોકોની યાદો હંમેશા આપણા હૃદયમાં રહેશે. બીજે મેડિકલ કૉલેજના છાત્રાલયમાં કેન્ટીનમાં જમી રહેલા વિદ્યાર્થીઓને શું ખબર હતી કે આ કોળિયો તેમનો છેલો કોળિયો હશે. કેટલાક સાથે તો એવું બન્યું કે સુકુનથી અન્નનો કોળિયો જમે તે પહેલા જ તેઓ કાળનો કોળિયો બની ગયા. આજે આપણે આ માસૂમ ચહેરાઓને યાદ કરીએ છીએ જે હવે આપણી સાથે નથી. આ એવા વિદ્યાર્થીઓ હતા કે જેમના સપના મોટા હતા, જેમના ચહેરા પર તેજસ્વી સ્મિત હતું. તેમનું હાસ્ય, તેમની ખુશી, બધું જ હવે આપણી સાથે ફક્ત યાદોમાં રહી ગયું છે. 


કારણકે, અમદાવાદની પ્લેન દુર્ઘટનાએ આ હસતા રમતા માસુમોનો ભૉગ લઇ લીધો છે. કેન્ટીનમાં મસ્ત બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને મોજ મસ્તી કરતા કરતા જમાઈ રહ્યા હતા અને અચાનક જ એક પ્રચંડ અવાજથી કૅન્ટીનનો મજાક-મસ્તીભર્યો અવાજ ખોવાઇ ગયો - અને પછી રૂમમાં ભયંકર વિસ્ફોટ થયો. જેમાં વિમાન અથડાયું અને જોતજોતાંમાં એક વિશાળ આગના ગોળામાં ફેરવાઇ ગયું. વિમાનમાં સવાર એક મુસાફર સિવાય બધાં જ લોકોના જીવ ગયા હતા. આ સિવાય જે હોસ્ટેલ સાથે આ વિમાન અથડાયું ત્યારે આ બિલ્ડિંગમાં જે દ્રશ્યો સર્જાયા તેને તો પ્રત્યક્ષદર્શીના જીવ અધ્ધર કરી દીધા.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution