15, જુલાઈ 2025
કેલીફોર્નિયા |
2673 |
કંપનીનો હેતુ ફેસબુક ફીડને વધારે રિલેવન્ટ, ક્લીન અને ઑથેન્ટિક બનાવવાનો
મેટા દ્વારા એક મોટા એક્શનની માહિતી આપી છે, જેમાં કંપનીએ 1 કરોડ એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે. જે લોકો ડુપ્લીકેટ પ્રોફાઇલ ચલાવી રહ્યા હતા, કંપનીએ આ તમામ એકાઉન્ટને આ વર્ષના પહેલાં છ મહિનામાં ડિલીટ કરી દીધા છે, જેને કંપનીએ Spammy Content નું નામ આપ્યું છે. હકીકતમાં, કંપનીનો હેતુ ફેસબુક ફીડને વધારે રિલેવન્ટ, ક્લીન અને ઑથેન્ટિક બનાવવાનો છે. ખાસ કરીને ત્યારે જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર AI જનરેટેડ કોન્ટેન્ટનો વિસ્તાર આટલી ઝડપથી વધી રહ્યો છે.
કંપનીએ જણાવ્યું કે, ફેક એકાઉન્ટ કથિત રૂપે ફેસબુકના એલ્ગોરિધમ અને ઑડિયન્સ રીઝનો લાભ લેવા ઈચ્છે છે. જેના માટે કોન્ટેન્ટ ક્રિએટર્સના એકાઉન્ટની ડુપ્લીકેસી બનાવવાનો પ્રયાસ કરે છે.
આ અંગે કંપનીએ જણાવ્યું કે, 5 લાખ અન્ય એકાઉન્ટ સામે ખોટી એક્ટિવિટીના કારણે એક્શન લેવામાં આવ્યું છે. જે જણાવે છે કે, આ એકાઉન્ટ સ્પામ, બૉટ જેવી એંગેજમેન્ટ અને કોન્ટેન્ટ રિસાઇક્લિંગમાં સામેલ હતા.
Meta એ આ એક્શન એવા સમયે લીધું છે, જ્યાં કંપની ખુદ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટા સ્તરે કામ કરી રહ્યું છે. આ સાથે જ ECO માર્ક ઝકરબર્ગે પોતાની સુપર કોમ્પ્યુટિંગ કેપેબિલિટીઝને વિકસિત કરવા અને આવતા વર્ષે પહેલું AI સુપર ક્લસ્ટર લૉન્ચ કરવા માટે મોટી રકમ ખર્ચ કરવાનો પ્લાન કર્યો હોવાનું પણ જાણવા મળે છે.