વડોદરા સમાચાર

 • ગુજરાત

  જીંદાબાદના નારા લગાવી રાષ્ટ્ર વિરોધી કૃત્ય કરનાર સામે ગુનો દાખલ કરવા માંગ

  વડોદરા : તાજેતરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાયેલી ર૦-ર૦ ક્રિકેટ મેચમાં પાકિસ્તાનના વિજય બાદ જિંદાબાદના નારા લગાવી જીતની ઉજવણીમાં ફોડેલા ફટાકડા ફોટા ફેસબુક એકાઉન્ટના માધ્યમથી સોશિયલ મીડિયામાં અપલોડ કરી રાષ્ટ્રવિરોધ કૃત્ય કરનાર ગોઠડાના ઉસ્માન ચૌહાણ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવા બદલની અરજી એક નાગરિકે નંદેસરી પોલીસ મથકે કરી છે.તાલુકાના સાંકરદા ગામમાં પટેલ ખડકીમાં રહેતા કૃણાલભાઈ વિરેન્દ્રભાઈ પટેલે નંદેસરી પોલીસ મથકે આપેલી અરજીમાં જણાવ્યું હતું કે, પોતે ખેતીકામ કરી પરિવાર સાથે રહું છું. ગત તા.૨૪ ઓકટોબરના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી, જે મેચમાં પાકિસ્તાનની ટીમ જતી જતાં ગોઠડા ગામમાં ચૌહાણ વગામાં રહેતા ઉસ્માન ચૌહાણ ઉર્ફે સુફિયાન ખાન નામની વ્યક્તિએ સોશિયલ મીડિયામાં પોતાના ફેસબુક એકાઉન્ટમાં પાકિસ્તાનની ટીમના ખેલાડીઓ તેમજ જીતની ઉજવણીમાં ફોડેલા ફટાકડા ફોટા અપલોડ કર્યા હતા તેમજ અભદ્ર વિવરણ કરીને સમગ્ર ભારતવાસીઓની લાગણી દુભાવી છે અને વિજેતા ટીમના દેશના જિંદાબાદી નારા પણ લગાવ્યા છે, જે રાષ્ટ્રવિરોધી કૃત્ય પણ તેના દ્વારા કરવામાં આવ્યું હતું. તેના લીધે ગુજરાતની સમગ્ર જનતાની લાગણીને ધ્યાનમાં લઈને આ રાષ્ટ્રવિરોધી કૃત્ય કરનાર વ્યક્તિ વિરુદ્ધ નંદેસરી પોલીસ મથકમાં અરજી આપી છે. આ વ્યક્તિએ દેશવિરુદ્ધ કૃત્ય કર્યું છે. જાે તેના ફેસબુક આઈડીને સર્ચ કરી તમામ વિગતો જાણીને તેના ઉપર દેશના વિરુદ્ધ અભદ્ર પ્રકારનું તેમજ છલકતું કૃત્ય કર્યા બદલ ગુનો દાખલ કરી કાર્યવાહી કરશો તેવો અરજીમાં ઉલ્લેખ કર્યો છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  પોલિસ પરિવારો દ્વારા મોડી રાત્રે ચક્કાજામ

  વડોદરા : રાત્રિના ૯.૩૦ વાગ્યાના સુમારે પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ કર્મચારીઓના પરિવારજનો મોટી સંખ્યામાં ગ્રેડ-પે ની માગને લઈને રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. મોટી સંખ્યામાં પોલીસ પરિવારજનો ભેગા થતાં હેડ ક્વાર્ટરની બહાર આવેલા જાહેર માર્ગ ઉપર પરિવારજનોએ ભેગા થઈ સૂત્રોચ્ચાર કરતાં ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ પરિવારજનોની ગ્રેડ-પે ની માગણીને લઈને જાહેર માર્ગ ઉપર ઉતર્યા હોવાની જાણકારી મળતાં એસીપી અને ડીસીપી ખુદ સ્થળ ઉપર પહોંચી પરિવારજનોને શિસ્તમાં રહી આંદોલન ચલાવવાની સૂચના આપી હતી. જેનો પરિવારજનોએ સાંભળવાનો ઈનકાર કરી ખુદ શહેર પોલીસ કમિશનરને સ્થળ ઉપર બોલાવવાની માગ કરી હતી. આ લખાય છે ત્યાં સુધી પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટરની બહાર ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ જાેવા મળી રહી હતી.પોલીસના સર્મથનમાં જુદી જુદી સંસ્થાઓ મેદાનમાં ઉતરી ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેના દ્વારા આજે કલેકટરને આવેદનપત્ર આપી રાજ્યના એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ ગ્રેડ-પે ખૂબ જ ઓછો છે જેના બદલે ૪૨૦૦, ૩૬૦૦, ૨૮૦૦ કરવામાં આવે અને પોલીસના તમામ કર્મચારીઓને મળતા વરસો જૂના ભથ્થામાં તાત્કાલિક વધારો કરવાની માગ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓના ફરજની સમયમર્યાદા પણ નક્કી કરવાની માગ ઉપરાંત અધિકાર મુજબની યોગ્ય વળતર આપવાની માગ કરવામાં આવી હતી.  બે પોલીસ કર્મચારીઓને શોકોઝ નોટિસ સરકાર દ્વારા અનુશાસનનો ભંગ કરનાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. એ અંતર્ગત શહેર પોલીસમાં ફરજ બજાવતા અર્નામ લોકરક્ષક ઈલેશકુમાર રામાભાઈ રાઠવા બ.નં. ૩૩૪૧ નોકરી ટ્રાફિક શાખા અને પોલીસ મુખ્ય મથકમાં ફરજ બજાવતા જિતેન્દ્રકુમાર અમૃતલાલ લોઢા બ.નં.૩૪૦૦એ સોશિયલ મીડિયા ઉપરથી હેશટેગ કરી પોલીસની આચારસંહિતાના હુકમનો ઉલ્લંઘન બદલ ખાતાકીય રાહે સીધા કારણદર્શક નોટિસ શહેર પોલીસ વિભાગ તરફથી પાઠવવામાં આવી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  નિષ્ણાત તબીબ અને સ્ટર્લિંગ હોસ્પિટલ વચ્ચે હિસાબના વિવાદની પ્રાથમિક તપાસ શરૂ

  વડોદરા : સ્ટર્લિંગ હોસ્પિટલ અને ફેકસાના રોગોના નિષ્ણાત ડો. સોનિયા દલાલ વચ્ચે રૂા.૩૦ કરોડના હિસાબના વિવાદ અંગે ક્રાઈમ બ્રાન્ચ દરેક પાસાની તપાસ કર્યા બાદ જ ફરિયાદ નોંધશે એમ એસીપી ક્રાઈમ ડી.એસ.ચૌહાણે જણાવ્યું છે. ડોકટર દ્વારા ર૮૦૦ દર્દીઓની સારવાર કરી હોવાનું લાંબુંલચક લિસ્ટ અપાયું છે. એમાં દર્દીઓની વિગતો, હોસ્પિટલનું લિસ્ટ, વીમા કંપનીઓ પાસેથી પણ વિગતો મેળવ્યા બાદ ચોક્કસ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા બાદ એફઆઈઆર દાખલ થશે એમ એસીપીએ ઉમેર્યું હતું.ડો. સોનિયા દલાલે પોલીસ કમિશનરને કરેલી અરજીની તપાસ હાલ પ્રાથમિક તબક્કામાં છે. ડોકટર દ્વારા એમ.ઓ.યુ.નો ભંગ કરી હોસ્પિટલ સત્તાવાળાઓએ દર્દીઓ પાસેથી લખલૂટ રકમો ડોકટરના નામે મેળવી લઈ એ રકમ જે ૩૦ કરોડ ઉપરાંતની થાય છે એવું ડોકટરે જણાવ્યું છે. આ અરજીમાં ૨૮૦૦ દર્દીઓની સારવારનું લિસ્ટ પણ સામેલ છે ત્યારે આવા દર્દીઓએ સારવારના કેટલા રૂપિયા ચૂકવ્યા અને નિષ્ણાત ડોકટરની ફી નામે કેટલા આપ્યા એની તપાસ કરાશે. એવી જ રીતે સ્ટર્લિંગ હોસ્પિટલ તરફથી પણ દર્દીઓ પાસેથી કેટલી રકમ લેવાઈ, નિષ્ણાત ડોકટરના નામે કેટલી એની તપાસ થશે. ૨૮૦૦ પૈકી મોટાભાગના બિલો હેલ્થ ઈન્સ્યુરન્સ હેઠળ વીમા કંપનીઓએ ચૂકવ્યા હોવાથી ઈન્સ્યુરન્સ કંપનીઓ પાસેથી પણ માહિતી મેળવાશે. હોસ્પિટલ અને ડોકટર વચ્ચે એમ.ઓ.યુ.નો ભંગ થયો છે કે કેમ? સરકારની કોરોનાની સારવારની ગાઈડલાઈનનું પાલન થયું છે કે નહીં એ અંગેની માહિતી મેળવાશે એમ તપાસ સાથે સંકળાયેલા એસીપીએ જણાવ્યું છે. હાલમાં જ રાજ્યના એક પૂર્વ મંત્રી યોગેશ પટેલ દ્વારા કોરોનાકાળમાં તબીબોએ લૂંટફાટ ચલાવી હોવાનું નિવેદન અપાયું હતું, જેને લઈને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને ભારે વિરોધ કરી પૂર્વ મંત્રી અને ધારાસભ્ય યોગેશ પટેલને નિવેદન પાછું ખેંચવા માગ કરી હતી. એવા સમયે ડો. સોનિયા દલાલની સ્ટર્લિંગ હોસ્પિટલ સામેની ફરિયાદથી તબીબીઆલમમાં ખળભળાટ મચી ગયો છે.  સારવારના વધારે નાણાં લેવાયાં હોય તો દર્દીને પાછા મળવા જાેઈએ નિષ્ણાત તબીબ અને હોસ્પિટલ વચ્ચેના વિવાદમાં બંને પક્ષ દ્વારા સામ-સામે આક્ષેપો કરી પોતપોતાનું આર્થિક હિત જુએ છે. ખરેખર તો સારવારના નામે વધારે નાણાં લેવાયા હોય તો સામાન્ય જનતાનું વિચારી એ નાણાં દર્દીઓને પાછા આપવા જાેઈએ એવું કોઈ કેમ બોલતું નથી એવી ટકોર એક ઉચ્ચ પોલીસ અધિકારીએ કરી છે. આવા વિવાદોથી આખું તબીબીઆલમ બદનામ થઈ રહ્યું છે, એવા સંજાેગોમાં સારવાર માટે વધારે નાણાં લેવાયાં હોય તો દર્દીઓને પરત કરવા જાેઈએ એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. દર્દીઓને વધારાના નાણાં પરત કરવા જાેઈએઃ યોગેશ પટેલે પૂર્વ મંત્રી અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પણ સ્ટર્લિંગ હોસ્પિટલ સત્તાવાળાઓ સામે ડો. સોનિયા દલાલે કરેલી ફરિયાદ અંગે પોતાનો મત પ્રગટ કરી સ્ટર્લિંગ હોસ્પિટલે કોરોનાની સારવારના નામે ઉઘાડી લૂંટ ચલાવી હોવાનું અખબારીયાદીમાં જણાવ્યું છે. સ્ટર્લિંગ હોસ્પિટલે જે તે સમયે સરકારના જાહેરનામાનો ભંગ કરી દર્દીઓ પાસેથી નાણાં વસૂલ્યાં છે, તે ચલાવી લેવાય નહીં એમ જણાવી પાલિકાના આરોગ્ય વિભાગે પણ તપાસ કરી દર્દીઓને વધારાના નાણાં પરત કરવા જાેઈએ એમ યોગેશ પટેલે ઉમેર્યું છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ઉદ્યોગપતિએ પૂત્ર સાથે ટ્રેનની નીચે પડતું મુકી આપઘાત કરી લેતાં ચકચાર

  વડોદરા : વડોદરા શહેરના અલકાપુરી જેતલપુર રોડ સ્થિત આવેલ વૈભવ બંગલામાં રહેતા પ્લાસ્ટીકની ફેક્ટરી ધરાવતાં ઉદ્યોગપતિ તથા તેમના માનસિક અસ્વસ્થ મોટા પુત્રએ ભેદી સંજાેગોમાં મકરપુરા વરણામાં રેલ્વે ટ્રેક પર ગત રાત્રે એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. રેલવે પોલીસ દ્વારા બંન્ને પિતા પુત્રના મૃતદેહોનો કબજાે મેળવી પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં.આ આપઘાતના હૃદય દ્રાવક બનાવની માહિતગાર સુત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના અલકાપુરી જેતલપુર રોડ પર આવેલ સુવર્ણપુરી સોસાયટી બંગલા નંબર ૮૩-એના ફ્લેટ નં.૩માં દિલીપભાઇ વિક્રમભાઇ દલાલ (ઉ.૭૦) તથા તેમના પત્ની તથા માનસિક અસ્વસ્થ પુત્ર રષેશ દલાલ (ઉ.૪૩) ત્રણ સભ્યોના પરિવારમાં રહેતા હતાં. દિલીપભાઇ દલાલ રણોલી સ્થિત પ્લાસ્ટીકની ચીજવસ્તુઓ બનાવવાની ફેક્ટરીની માલિકી ધરાવતાં હતાં. ઉદ્યોગપતિ દિલીપભાઇ દલાલ ગઇકાલે બપોરના લગભગ ત્રણ વાગ્યાની આસપાસ ફેક્ટરીએથી આવ્યા બાદ કારેલીબાગ ખાતે આવેલ સ્પંદન સ્કૂલમાં પુત્રને લેવા માટે ઓટોરીક્ષામાં ગયા હતાં. ત્યાથી માનસિક અસ્વસ્થ પુત્ર રષેશ દલાલને ઓટોરીક્ષામાં બેસાડી બંન્ને પિતા પુત્ર ઓટો રીક્ષા મકરપુરા અને વરણામા વચ્ચે આવેલ મારેઠા રેલવે ફાટક આવ્યા હતાં અને ઓટોરીક્ષા ચાલકને ભાડુ ચુકવી રવાના કર્યો હતો. ત્યાર બાદ રાત્રીના લગભગ સાડા સાત આઠ વાગ્યાની આસપાસ રેલવે ટ્રેક પરથી પસાર થઇ રહેલા ભાવગર - કોચીઅલ્લી એક્સપ્રેસ ટ્રેનનીચે બંન્ને પિતા પુત્રએ પડતું મુકી આપઘાત કરી લીધો હતો. જેમાં પિતા પુત્રના કમકમાટી ભર્યા નિપજ્યા હતાં.આ ઘટનાની જાણ એક્સપ્રેસ ટ્રેનના એન્જીન ડ્રાઇવરે સ્ટેશન માસ્ટરને કરી હતી. જેથી સ્ટેશન માસ્ટરે રેલવે પોલીસને આપઘાતના બનાવની જાણ કરી હતી. જેથી રેલવે પોલીસના પી.એસ.આઇ બી.એમ.લબાના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં. જ્યા ધડથી માથું અલગ તથા હાથ પગ કપાયેલી હાલતમાં બે મૃતદેહો રેલવે ટ્રેક નજીક પડેલા મળી આવ્યા હતાં. પોલીસે બનાવ સ્થળની તથા મૃતદેહનો તપાસ કરતાં આધાર કાર્ડ મળી આવતાં ઉદ્યોપતિ દિલીપભાઇ દલાલ તથા તેમના પુત્ર રષેશ દલાલની ઓળખ થઇ હતી. પોલીસે આધાર કાર્ડના આધારે આપઘાતના બનાવની જાણ સગાઓને કરી હતી. તે બાદ સગાઓ ઘટના સ્થળે પહોંચ્યા બાદ રેલવે પોલીસ દ્વારા બંન્ને પિતા પુત્રના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. જાેકે હાલ ઉદ્યોપતિએ પુત્ર સાથે આપઘાતનું પગલું કેમ ભર્યું એ રહસ્ય પોલીસની તપાસ દરમિયાન અકબંધ રહેવા પામ્યું છે તેમ છતાં પોલીસે આપઘાતનો કોયડો ઉકેલવા કવાયત હાથ ધરી ભત્રીજા કૃણાલ દલાલ સહિત સગાઓના તથા પત્નીના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. માનસિક અસ્વસ્થ પુત્રએ દિવ્યાંગ સ્કૂલમાં આ વર્ષે એડમીશન લીધું હતું ઃ ભત્રીજાે ઉદ્યોગપતિ દિલીપભાઇ દલાલનો એકનો એક પુત્ર રષેશ દલાલ (ઉ.૪૩)ને માનસિક અસ્વસ્થ હોવાથી તેને આ વર્ષે થોડા સમય અગાઉ જ કારેલીબાગ ખાતે આવેલ મુક બધિર સ્પંદન સ્કૂલમાં એડમીશન લઇને અભ્યાસ અર્થે મુક્યો હતો. તેને લેવા મુકવા માટે દિલીપભાઇ જતાં હતાં. ગઇકાલે તેઓ પુત્ર રષેશને લેવા માટે ઓટો રીક્ષામાં ગયા હતાં. ત્યાથી પુત્રને ઓટો રીક્ષામાં મારેઠા ફાટક પાસે પહોંચ્યા હતાં. અપરિણીત માનસિક અસ્વસ્થ પુત્રનો ટ્રેસ હોવાથી શક્યતા ઃ ભત્રીજાે કૃણાલ દલાલ ઉદ્યોગપતિ કાકા દિલીપભાઇ દલાલના કચરારી આપઘાતના બનાવ સંદર્ભે ભત્રીજા કૃણાલભાઇ દલાલે તેમની વાતચીતમાં જણાવ્યું હતું કે, કાકાને આર્થિક મુશ્કેલી હોય તેમ લાગતું ન હતું તેમ જણાવી આર્થિક સંકળામણનો છેડ ઉડાવી દીધો હતો. જાેકે તેમને ઉમેર્યું હતું કે, તેમનો એકનો એક મોટો ૪૩ વર્ષિય પુત્ર રષેશ અપરિણીત તથા માનસિક અસ્વસ્થ હોવાથી માનસિક ટ્રેસમાં હોય તેમ લાગી રહ્યું છે. એ સિવાય બીજી કોઇ તકલીફ હોવાનું નકાર્યું હતું.
  વધુ વાંચો
 • ગુજરાત

  પોતે જ ભારતીય જનતા પાર્ટી છે તેવું બતાવવાનું સી.આર.પાટીલ બંધ કરે

  સુરત : મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં આકરાં ક્રાઇટેરિયા અપનાવનાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે વિધાનસભાની ચૂંટણી સંદર્ભે પણ સેલવાસ ખાતે આગેવાનો તેમજ કાર્યકરોને કડક શબ્દોમાં ચેતવણી આપતાં અકળાઇ ઉઠેલાં સુરતના પૂર્વ કોર્પોરેટરે સી.આર.પાટીલ વિરૂદ્ધ મોરચો ખોલતાં ભાજપમાં ભારે ચકચાર વ્યાપી ગઇ છે. સી.આર.પાટિલ જ ભારતીય જનતા પાર્ટી છે તેવું બતાવવાનું પ્રદેશ અધ્યક્ષે બંધ કરવું જાેઇએ કારણ કે, તેમનાં નિવેદનોથી ભાજપનાં સક્ષમ કાર્યકરોનું અપમાન થાય છે તેવો સીધો આક્ષેપ રાજુ અગ્રવાલે કર્યો છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે યોજાવાની છે ત્યારે ભાજપ હાઇકમાન્ડે અત્યારથી જ તૈયારીઓ આદરી દીધી છે. પ્રદેશ અધ્યક્ષ સમગ્ર રાજ્યનો પ્રવાસ કરીને કાર્યકરો તેમજ આગેવાનોની રૂબરૂ મુલાકાત લઇને પરિસ્થિતિનું આકલન કરી રહ્યાં છે. સેલવાસ ખાતે સી.આર.પાટિલે એક જાહેર મિટિંગમાં ટીકિટ માટે દોડધામ કરનાર કાર્યકરો તેમજ અગ્રણીઓની આકરાં શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. નેતાઓને સ્ટેજ ઉપર નહીં બેસવાની પણ તેમણે સલાહ આપી હતી. સી.આર.પાટિલનાં કડક વલણનો વિરોધ કરતી પોસ્ટ સુરતનાં પૂર્વ કોર્પોરેટર રાજુ અગ્રવાલે ફેસબુક ઉપર આજે અપલોડ કરતાં તેનાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યાં છે. રાજુ અગ્રવાલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સી.આર.પાટિલે પોતે જ ભારતીય જનતા પાર્ટી છે તેવું બતાવવાનું બંધ કરવું જાેઇએ. સી.આર.પાટિલ જેવી તંતબાજી અગાઉનાં કોઇ પ્રદેશ અધ્યક્ષે કરી નથી, સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કરવાનું સી.આર.પાટિલે બંધ કરવું જાેઇએ. રાજુ અગ્રવાલે સી.આર.પાટિલ વિરૂદ્ધ ફેસબુક ઉપર અપલોડ કરેલી પોસ્ટથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. જાે કે, એક પણ ભાજપ નેતા આ બાબતે પોતાનો અભિપ્રાય આપવા રાજી નથી. પક્ષ સી.આર.પાટીલનો નહીં પરંતુ કાર્યકરોનો છે ઃ રાજુ અગ્રવાલ સક્ષમ અને મહેનત કરતાં કાર્યકરોને કારણે પક્ષ બને છે અને મજબુત થાય છે. ભારતીય જનતા પક્ષ સી.આર.પાટિલનો નહીં પરંતુ સક્ષમ કાર્યકરોનો પક્ષ છે. કાર્યકરો ફિલ્ડમાં મહેનત કરે છે ત્યારે જીત મળતી હોય છે પરંતુ જાહેરમાં વિવાદાસ્પદ નિવેદનો આપીને સી.આર.પાટિલ સક્ષમ કાર્યકરો ઉપરાંત સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કરી રહ્યાં છે. તેમનાં નિવેદનો ઉપરથી તો સ્પષ્ટ જણાય છે કે જે કાર્યકરો તેમની ચાપલુસી કરે તેને જ ટીકિટ મળે તેવો સીધો આક્ષેપ પૂર્વ કોર્પોરેટર રાજુ અગ્રવાલે કર્યો છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  મેયરની જાહેરમાં ટીકા કરીને પ્રદેશ ભાજપા અધ્યક્ષે સંગઠનની તરફદારી કરતાં વિવાદ

  વડોદરા : વડોદરા સરદારધામ ખાતે વિશ્વ પાટીદાર સમાજ ૨૦૨૬ અંતર્ગત વિઝન અને પાંચલક્ષ બિંદુઓ સિદ્ધ કરવા ઐતિહાસિક અભિયાનના ભાગરૂપે આયોજિત પ્રમોશનલ પ્રોગ્રામમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેર મંચ પરથી ટકોર કરતાં મેયરને કહ્યું હતું કે, માત્ર મિટિંગો નહીં પરંતુ રખડતા ઢોરો અને ભિક્ષુકોના પ્રશ્નો ઉકેલવા કામગીરી કરીને દેખાડો તેમ કહેતાં હોલમાં ઉ૫સ્થિત કેટલાકે તાળિયોનો ગડગડાટ કર્યો હતો. આમ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેના મતભેદો ફરીથી સપાટી પર આવ્યા હતા. તો બીજી તરફ સ્થાનિક જૂથબંધી હવે પ્રદેશ નેતાગીરી સુધી પહોંચી હોવાનું તેમજ પ્રદેશ નેતાગીરી પણ એક પક્ષની તરફેણ કરી રહ્યાની છાપ ઉપસ્થિત થઈ રહી છે.વિશ્વ પાટીદાર સમાજ મિશન-૨૦૨૬ અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૨ પ્રમોશનલ પ્રોગ્રામ-૫નું વડોદરા સરદારધામ ખાતે આજે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કરતાં જણાવ્યું કે, સરદાર પટેલ પર અમને અતુટ શ્રદ્ધા છે જેનું ઉદાહરણ કેવડિયામાં ભાજપની કારોબારી બેઠક કરીએ છીએ. સરદાર પટેલના કહેવા પર લોકોએ પોતાના રજવાડાં પણ છોડી દીધાં હતાં. સરદાર સાહેબે આખા દેશને અખંડિત કરવાનો પ્રયત્ન કર્યો અને એટલે જે સરદાર પટેલ લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે. પ્રદેશ પ્રમુખે મેયરને ટકોર કરતાં જણાવ્યું હતું કે તમે યુવાન છો અને સફળ કામગીરી કરશો તેવા ઉદ્દેશથી તમને મેયર બનાવ્યા હતા પરંતુ તમે હવે ધીમી ગતિથી કામ કરી રહ્યા છો. વડોદરા શહેરમાં રખડતા ઢોરો અને ચાર રસ્તા પર ભિક્ષુકોનો પ્રશ્ન ઉકેલી શકતા નથી. રખડતા ઢોરનો પ્રશ્ન હોય કે ભિક્ષુકોનો પ્રશ્ન હોય કે પછી પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં મિટિંગો બંધ કરો અને સફળતાપૂર્વક કામગીરી કરીને દેખાડો તે જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે સુરતમાં રખડતા ઢોરનો પ્રશ્ન હોય કે ભિક્ષુકોનો પ્રશ્ન હોય તેને ઉકેલવામાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને સફળતા મેળવી છે. સુરતમાં ભિક્ષુકો માટે રેનબસેરા બનાવ્યા છે ત્યાં રાખવામાં આવે છે. વડોદરામાં રેનબસેરા બનાવ્યા હોવા છતાં ત્યાં તેઓને રાખવામાં આવતા નથી અને ચાર રસ્તા પર ભિક્ષુકો ભીખ માંગતા દેખાય છે. પ્રદેશ પ્રમુખે ટીકા કરતા જણાવ્યું કે વડોદરામાં રખડતા ઢોરના મુદ્દે મને પણ કેટલાક લોકો ફોન કરતા હોય છે હવે ફરી મારે જ્યારે વડોદરામાં આવવાનું થાય તે પહેલા આવા પ્રશ્નોનો ઉકેલ લાવશો એવી આશા રાખું છું. જાે કે, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના આ જાહેર નિવેદનનો પક્ષના જ એક જૂથ દ્વારા તાળિઓના ગડગડાટથી વધાવી લેવામાં આવતાં સી.આર.પાટીલ કોઈએ તેમના મોઢામાં મુકેલા શબ્દો જ બોલી રહ્યા હોવાની છાપ ઊભી થઈ હોવાની ચર્ચાએ ભાજપામાં જ ચરુ ઉકળ્યો છે અને પ્રદેશ અધ્યક્ષ જેવા નેતા સ્થાનિક કક્ષાએ ચાલતા જૂથવાદમાં એક જૂથના હાથા તરીકેનું વલણ લે તે અંગે ટીકાઓ શરૂ થઈ છે. સી.આર.૫ાટીલને રોકડું પરખાવતાં રોકડિયા રખડતાં ઢોરો સંદર્ભે ગુજરાતમાં સૌથી સારી કામગીરી વડોદરા કોર્પોરેશને કરી છે ઃ મેયર વડોદરાના મેયર કેયુર રોકડિયાએ આ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખની સૂચના ને ધ્યાનમાં રાખીને અમે અગાઉથીજ રખડતા ઢોરો પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે જેમાં તા.૪ થી શરૂ કરાયેલ કામગીરીમાં અત્યાર ુસુધી ૬૯૦ થી વધુ રખડતા ઢોરો પકડવામાં આવ્યા છે. જે પૈકી ૬૨૩ને જુદી જુદી પાંજરાપોળમાં શીફ્ટ કરવામાં આવ્યા છે.ઉપરાંત ૪૩૦૦ ડેટલા પશુઓનુ ટેગીંગ કરવામાં આવ્યુ છે. જ્યારે રખડતા ઢોર સંદર્ઙે ૨૮ જેટલી ફરીયાદો કરવામાં આવી છે. તેમજ રસ્તે રખડતી પકડાયેલ ગાયો પૈકી ૫૩ ગાયોને રૂા.૧.૯૭ લાખનો દંડ વસૂલીને છોડવામાં આવી છે.આમ ગુજરાતમાં રખડતા ઢોરોના પ્રશ્ને વડોદરાએ સૌથી સારી કામગીરી કરી છે.પાલિકા દ્વારા આગામી દિવસમાં ભિક્ષુકોને રેન બસેરા માં રાખવાની પણ શરૂઆત કરવામાં આવનાર છે આ અંગે પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી છે. મેયરે રાજીનામું આપી દેવું જાેઈએ -વિપક્ષ પાલિકામાં વિપક્ષના નેતા અમી રાવતે જણાવ્યુ હતુ કે,ભારતીય જનતાના પક્ષ પ્રમુખ સી આર પાટીલે જાહેરમાં કહ્યું કે વડોદરા મેયર કામગીરી માં નિષ્ફળ નિવડ્યા છે.પાટીલને ખબર છે કે ૨૫ વર્ષથી ભાજપનું શાસન છે.વડોદરા કોર્પોરેશનનો નિષ્ફળ ગયેલો વહીવટ ની સૌ કોઈને ખબર છે..તો હોંશિયાર પાટીલે યુવાન મેયર નું રાજીનામું લઈ લેવું જાેઈએ..અને વડોદરા ની માથે થોપી દીધેલા નિષ્ફળ મેયરની જગ્યાએ બીજા સક્રિય ની નિમણુંક કરવી જાેઈએ.અને મેયરે પણ આત્મસન્માન અને પ્રમુખે કરેલ ઇશારો સમજી ને રાજીનામું આપી દેવું જાેઈએ. યુનિ.ભરતી કૌભાંડમાં ખોટું થયું હશે તો પગલાં લેવાશે એમ.એસ.યુનિવર્સિટીના ભરતી કૌભાંડ મામલે છેલ્લા કેટલાક દિવસ થી સત્તાધારી ગૃપનાજ બે જૂથોમાં આક્ષેપો થઈ રહ્યા છે.આ સંદર્ભે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પણ પત્ર લખીને શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. ત્યારે આજે વડોદરા આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યુ હતુ કે,ભરતીમાં પારદર્શિતા હોંવી જરૂરી છે. તપાસ દરમિયાન કોઈ ખોટુ થયાનુ જણાશે તો કોઈ પણ વ્યક્તી હશે તેના પર પગલા લેવાશે.
  વધુ વાંચો
 • ગુજરાત

  સિન્ડિકેટ તોફાની બની : વિરોધી જૂથ પર સ્થાપિત જૂથ હાવી

  વડોદરા : એમ એસ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકોની ભરતીને લઇને મળેલી સિન્ડીકેટની બેઠક તોફાની બની હતી.આ બેઠકમાં સુપર વીસીના માનીતા સિન્ડીકેટ સભ્યોએ માહિતી માંગનાર ચાર સભ્યો પર સવાલોનો રીતસરનો મારો ચલાવીને તેમનું નૈતિક બળ તોડવાની કોશિશ કરી હતી. વીસીએ પણ સભ્યોના એક પણ પ્રશ્નનો જવાબ નહી આપી તમામને બેસી જવાની સૂચના આપીને સિન્ડીકેટની બેઠક મિનિટોમાં જ પૂરી કરવાની કોશિશ કરી હતી.સભ્યો દ્વારા ધરણાંની શક્યતા હોવાથી અગાઉથી જ વિજીલ્સના ધાડેધાડા ઉતારી કેમ્પસમાં પોલીસ બોલાવાવની પણ તૈયારી કરી દીધી હતી.આજની સિન્ડીકેટની બેઠકમાં સુપર વીસીના માનીતાઓએ રીતસરનો ત્રણ સભ્યોના ધેરાવ કરીને તેમને જૂઠા સાબિત સુધીની હરકત કરી હતી.એમ એસ યુનિવર્સિટીમાં પ્રાધ્યપકોની ભરતીને લઇને છેલ્લા ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે.ત્યારે આજે મળેલી સિન્ડીકેટની બેઠક ભારે તોફાની બની હતી.બેઠક પહેલા જ ત્રણ સિન્ડીકેટ સભ્યો પહોંચી જઇને અન્ય સભ્યોને લેખિતમાં રજૂઆત કરીને વિગતો આપવા માગ કરી હતી.આ બેઠક બપોરે ત્રણ વાગે શરુ થઇ હતી.અને આ સળગતા અને યુનિવર્સિટી ગરિમાને લાંછન ન લાગે તે માટે સુપર વીસીની પ્રિ-સિન્ડીકેટની બેઠકમાં નક્કી થયેલી વ્યૂહરચના મુજબ છ નંબરનું કામ ૧૦ માં નંબરે લઇને વિલંબની નીતિ અખત્યાર કરવામાં આવી હતી.આ બેઠક અડધો કલાકમાં જ પૂર્ણ કરવાનો મનસુબો હતો.પણ ત્રણ સભ્યોએ પોતાના પ્રશ્નો મૂકીને જવાબ માંગ્યા હતા.પણ ૧૫ સભ્યોએ આ સભ્યો પર સવાલોનો મારો ચલાવીને તેમનું નૈતિક મનોબળ તોડવાની તેમજ ચૂપ કરી દેવાની પ્રવૃત્તિ આચરી હતી.તમામ સિન્ડીકેટ સભ્યોએ જવાબ નહી મળે તેવું સ્પષ્ટ જણાવીને માહિતી આપવાનો ઇન્કાર કરીને બહુમતી સિધ્ધ કરીને માહિતી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો.જાે કે ત્રણ સભ્યોએ તમામ દસ્તાવેજી પુરાવા રજૂ કરીને જવાબ માંગવા છતાં પણ તમામ સભ્યોની નીચે રેલો આવે તેવી શકયતા જણાતા ત્રણ સભ્યો સાથે અપમાનજનક વર્તન કરીને ધમકાવ્યા હતા.વીસી પણ મૂક પ્રેક્ષક બનીને તમાશો જાેતા રહ્યા હતા.એટલું જ નહી માહિતી આપવાથી પોતાની ખુરશી જાેખમમાં મૂકાઇ શકે તેમ લાગતા સભ્યોને તમારી વાત સાંભળવી નથી.તમે બેસી જાઓ તેવા આદેશ કર્યા હતા.આજની બેઠકમાં સભ્યો ધમાલ કરવા સાથે ધરણાં કરે તેવું લાગતા વીસીએ પહેલેથી જ વિજીલન્સનો કાફલો ખડકી દીધો હતો.સાથોસાથ સયાજીગંજ પોલીસને પણ લીલી ઝંડી મળે તો એકશનમાં આવવા તાકીદ કરી દેવામાં આવી હતી.આ બેઠક બે કલાક ચાલી હતી.જેમાં એક કલાક સુધી ભરતી પ્રક્રિયામાં ગોબાચારીનો વિષય ચાલ્યો હતો.ત્રણેય સભ્યોએ પોતાની વાત મૂકવાની કોશિશ કરી હતી.પણ તેમની એક પણ વાત ધ્યાને લેવામાં આવી ન હતી.અને આ બેઠક સુપર વીસી જીગર ઇનામદાર જ ચલાવતા હોય તેવું સ્પષ્ટ જણાતું હતું. તમામ સભ્યો જીગરની હા હા માં પરોવી પોતાનુ સિન્ડીકેટનું પદ બચાવવા સત્યને છુપાવી જુઠાણાને સમર્થન આપતા દેખાતા હતા.જેમાં કેટલાક સમય પૂર્વે જ સરકાર માન્ય સિન્ડીકેટ બનેલા બે સભ્યો કે જેમને યુનિવર્સિટીની ફેકલ્ટી કે ડીન અથવા તો પ્રિન્સીપાલ બાબતે સાંધાની સુઝ નથી તેવા બે સભ્યો પણ વિરોધી સભ્યો પર તાડુકયા હતા.અને રીતસરનું બેઠકમાં અપમાન કર્યુ હોવાનું સિન્ડીકેટ સભ્યનું કહેવું છે.પણ આજની બેઠકથી યુનિવર્સિટીની ગરિમાને લાંછન લાગ્યું હોય તેવું જણાઇ આવે છે.સાથો સાથ યુનિવર્સિટી દ્વારા જેમને અન્યાય કરવામાં આવ્યો છે.તેવા લોકો આરટીઆઇ એકટીવીસ્ટ વિષ્ણું પ્રજાપતિ તેમજ માજી વિદ્યાર્થી જૈમિન જાેશી પણ હાજર રહી સિન્ડીકેટ સભ્યોને રજૂઆત કરી હતી. જિગર ઇનામદારે બેઠકમાં બદનક્ષી તેમજ કાર્યવાહી કરવાની ધમકી આપી ઃ હસમુખ વાઘેલા એમ એસ યુનિવર્સિટીની બે કલાક સુધી ખાસ કરીને ભરતી પ્રક્રિયાને લઇને ચાલેલી બેઠકમાં ત્રણ સિન્ડીકેટ સભ્યોનો બહુમતી ધરાવતા સભ્યોએ લોકશાહીમાં વિચાર તેમજ વાણી સ્વાતંત્ર્યનો હક્ક છીનવાની કોશિશ કરી હતી.સિન્ડીકેટ સભ્ય હસમુખ વાઘેલાએ જણાવ્યું હતું કે એક પણ માહિતી આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો.અને બહૂમતીનું વાતાવરણ નિર્માણ કરવામાં આવ્યું હતું.અમારા ત્રણ સિન્ડીકેટ સભ્યોને ભયંકર ધમકાવવામાં આવ્યા હતા.જીગર ઇમાનદારે બદનક્ષીનો દાવો કરવાની તેમજ ફોજદારી કાર્યવાહી કરવાની ધમકી આપી હતી.વીસીએ એક પણ પ્રશ્નનો જવાબ આપવાનો ઇન્કાર કરીને આરટીઆઇ હેઠળ જવાબ માંગો આરટીઆઇ એકટ હેઠળ આવતી જ માહિતી આપીશું.૧૫ સભ્યોનો એક સાથે ઘેરાવથી એ વાત સ્પષ્ટ છે.કે ભરતી પ્રક્રિયામાં ભયંકર ખોટું કરવામાં આવ્યું છે.અને જયાં સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી લડત લડીશું તેમજ મુખ્યમંત્રી તેમજ શિક્ષણમંત્રીને રજૂઆત કરીશું.અને રોજ તબક્કાવાર કાર્યક્રમ કરાશે.જીગર ઇનામદાર જ યુનિવર્સિટી ચલાવે છે.તમામ ઓફિસો ચલાવે છે.સરકાર નક્કી કરશે તો તેની તપાસ કરાવશે.તેના જણાવ્યા મુજબ તપાસ કરાવી શકાય નહી. યુનિ.ની ગરિમાને લાંછન લગાવનાર સભ્યો સામે બદનક્ષીનો દાવો કરાશે ઃ જિગર ઇનામદાર આજની સિન્ડીકેટની બેઠક બાબતે સુપર વીસી સિન્ડીકેટ સભ્ય જીગર ઇનામદારે બેઠકમાં આ સમગ્ર પ્રકરણની નિવૃત જજ થકી તપાસ કરાવવા તૈયાર છે.અને આ ભરતી પ્રક્રિયામાં કૌભાંડ હશે તો અમારા તમારા સિન્ડીકેટ સભ્યો રાજીનામું આપી દેશે તેવું જણાવ્યું હતુ.જીગર ઇનામદારે વાતચીતમા જણાવ્યું હતું કે આ તમામ સભ્યોએ માંગેલી પાંચ પૈકી ચાર મુદ્‌ાની માહિતી આપી દીધી છે.પણ કયાં નિષ્ણાતે કયાં ઉમેદવારને કેટલા માર્ક આપ્યા તે માહિતી આપી શકાય નહી.અગર આ જાહેર કરાય તો કોઇ પણ નિષ્ણાંત યુનિવર્સિટીમાં આવે નહી.અને સિન્ડીકેટમાં કરાયેલા ઠરાવ મુજબ આ માહિતી આપી શકાય નહી.તેમ છતાં પણ સરકાર તરફથી અથવા તો કોર્ટ દ્વારા આ માહિતી માંગવામાં આવે તો જ આપી શકાય.કોર્ટ કે સરકાર સિવાય કોઇને માહિતી નહી આપવાનું બેઠકમાં નક્કી કરાયું હતું. એક મહીનાથી માહિતી માટે ત્રણ સભ્યો દ્વારા જે પણ મુદ્‌ો ઉઠાવવામાં આવ્યો છે.તમામ માહિતીનો રીપોર્ટ તૈયાર કરી હાઇકોર્ટના ત્રણ સિનિયર કાઉન્સીલનો અભિપ્રાય લેવામાં આવે બદનક્ષીનો દાવો કરવો પડે તો તે કરો અથવા ગુજરાત સિવિક સર્વિસ રુલનો ભંગ થતો હોય તો શિક્ષાત્મક કાર્યવાહી કરી શુ થઇ શકે તેનો અભિપ્રાય લેવાશે.પુરાવા વિનાના આક્ષેપ બદલ બદનક્ષીનો દાવો યુનિવર્સિટી દ્વારા કરાશે. કથિત ભરતી કૌભાંડની યોગ્ય સ્તરે તપાસ કરાશે ઃ સી આર પાટીલ એમ એસ યુનિવર્સિટીમા કથિત ભરતી પ્રક્રિયામાં ગોબાચારીનો મામલો રાજયકક્ષા સુધી ચકડોળે ચઢયો છે.ત્યારે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ અગર યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હશે તો કડક કાર્યવાહી કરાશે તેવુ જણાવ્યું હતું.આજની સિન્ડીકેટ બેઠક બાદ સેનેટ સભ્ય સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પ્રદેશ અધ્યક્ષ સાથે વાત કરતા સી આર પાટીલે તમામ સિન્ડીકેટ સભ્યોને પુરાવા સાથે તાત્કાલિક ગાંધીનગર તેમના નિવાસસ્થાને બોલાવતા કેતન ઇનામદાર તેમજ ત્રણ સભ્યો ગાંધીનગર પહોંચી ગયા હતા.અને સી આર પાટીલને તમામ પુરાવા આપી રજૂઆત કરી હતી.સી આર પાટીલે દસ મિનિટમાં તમામ રજૂઆતો સાંભળી પુરાવા તપાસ્યા પછી પ્રકરણની યોગ્ય સ્તરે તપાસ કરાવવાની ખાત્રી આપી હતી.જેના કારણે સિન્ડીકેટ સભ્યોમાં એક આશાનું કિરણ દેખાયું છે.હવે યુનિ.સત્તાધીશોના અન્યાયનો ભોગ બનેલ ડાॅ.આશુતોષની શિક્ષણમંત્રીને રજૂૂઆત આજની તોફાની સિન્ડીકેટની બેઠકમાં પરફોર્મિંગ આર્ટસના નાટયવિભાગમાં પ્રોફેસર અને આસી.પ્રોફેસર તરીકે ઉમેદવારી કરનાર ડાॅ.આશુતોષ મ્હસ્કરે હાજર રહ્યા હતા.અને તમામ સિન્ડીકેટ સભ્યોને માનીતાની પસંદગી માટે આચરવામાં આવેલી ગેરરિતી બાબતે રજૂઆત કરી હતી.ડાॅ.આશુતોષ કે જે યુનિવર્સિટીના વિદ્યાર્થી હોવા સાથે વડાપ્રધાન તેમજ દેશની કોકિલા લતા મંગેશકરજીના હસ્તે ગોલ્ડ મેડલ મેળવ્યા છે.તેમને ઇન્ટરવ્યુમાં નહી બોલાવી જગ્યા માટે ગેરલાયક ઠેરવીને પ્રોફેસર તરીકે પ્રભાકર દાભાડે તેમજ આસી.પ્રોફેસર તરીકે ત્રિલોકસીખ મહેરાની પસંદગી કરી હતી.આ બાબતે ડાॅ.આશુતોષે મુખ્યમંત્રીને રજૂઆત કરવા સાથે શિક્ષણમંત્રીને પણ પત્રથી રજૂઆત કરી છે.અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસના નાટ્યવિભાગમાં છેલ્લા પાંચ – છ એવા લોકો પણ છે.જે ટેમ્પરરી આસી.પ્રોફેસર તરીકે કામ કરે છે જે એ જ ફેકલ્ટીમાં વિદ્યાર્થી તરીકે પરીક્ષામાં ચોરી કરતા પકડાયા હોય પ્રમોદ ચોહાણને સજા પામેલા હોય અથવા જેમના પર ડીસીપ્લીનરી એક્શન લેવાઈ હોય અને વિદ્યાર્થી તરીકે સસ્પેન્ડ થયેલા હોય જે સીનીયર સુપરવાઈઝર હતા તે પ્રમોદ ચૌહાણની નાટ્યવિભાગના અધ્યક્ષ તરીકે પ્રમોદ ચવહાણ નો ઇન્ટરવ્યું લઇ ટેમ્પરરી આસીસટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂંક આપી હતી. આ બાબત ની પણ તપાસ જરૂરી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  જેતલપુર ગરનાળા પાસે બોલેરોને ટક્કર મારતાં બોલેરો સાંઈબાબા મંદિરમાં ઘૂસી

  વડોદરા ઃ ધોળા દિવસે દારૂના નશામાં કાર હંકારતા કારચાલકે જેતલપુર રોડથી અકોટા દિનેશ મિલ રોડ પર પસાર થતી એક બોલેરોને જાેરદાર ટક્કર મારતાં બોલેરો રસ્તા પર આવેલ સાંઈબાબા મંદિરમાં ઘૂસી જતાં મંદિરની દીવાલને નુકસાન થયું હતું. સદ્‌નસીબે કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી. અકસ્માતના બનાવને પગલે લોકોના ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં અને નશેબાજ કારચાલકને ઝડપી પાડી પોલીસને સોંપવામાં આવ્યો હતો. કારચાલક નશાની હાલતમાં હોવાથી પોલીસ સાથે પણ ઘર્ષણ ઉપર ઉતરી આવ્યો હતો.આ અંગે મળતી માહિતી અનુસાર આજે બપોરના સમયે ખાનગી બેન્કમાં નોકરી કરતા વિરાજસિંહ નામની વ્યક્તિ દારૂનો નશો કરી પૂરઝડપે કાર ચલાવીને અલકાપુરી જેતલપુર બ્રિજ નીચેથી અકોટા દિનેશ મિલ તરફ જતો હતો તે વખતે જેતલપુર રોડ પર અકોટા તરફ જતી બોલેરોને ટક્કર મારતાં બોલેરો રોડ પર આવેલ સાંઈબાબા મંદિરમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ બનાવને પગલે મંદિરની દીવાલ ધરાશાયી થતાં મોટું નુકસાન થયું હતું. અકસ્માતના બનાવને પગલે રાહદારીઓ અને સ્થાનિક લોકોનાં ટોળાં ભેગાં થઈ જતાં નશેબાજ કારચાલક વિરાજસિંહને ઝડપી પાડી ગોત્રી પોલીસને સોંપવામાં આવ્યો હતો. જાે કે, વિરાજસિંહ પોલીસની ગાડીમાં બેસવા માટે પોલીસ સાથે પણ ઘર્ષણમાં ઉતરી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં વિરાજસિંહ ખાનગી બેન્કોમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ અંગેની કાર્યવાહી હાથ ધરી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  રસ્તામાંથી મળેલું લાખો રૂપિયાની મત્તા ભરેલું પર્સ યુવકે પોલીસને સોંપ્યું

  વડોદરા ઃ હાલના ચોરી, લુંટફાટ અને બેઈમાનીના જમાનામાં હજુ પણ માનવતા હજુ મરી પરવારી નથી તેનો કિસ્સો ગઈ કાલે વારસિયા વિસ્તારમાં સપાટી પર આવ્યો હતો. ખાનગી બેંકમાં કામ પતાવીને ઘરે ઝડપથી પહોંચવાની લ્હાયમાં એક મહિલાનું દાગીના, રોકડ અને મોબાઈલ ભરેલું પર્સ રસ્તામાં પડી ગયું હતું. જાેકે આ પર્સ એક ગેરેજ સંચાલક યુવકને મળતા તેણે પર્સ વારસિયા પોલીસના હવાલે કરતા પોલીસે ગણતરીના સમયમાં પર્સમાલિક મહિલાને શોધીને તેનું પર્સ તેને સુપ્રત કર્યું હતું અને ઈમાનદાર ગેરેજચાલક યુવાનનું બહુમાન કર્યું હતું.વારસિયા વિસ્તારની પટેલપાર્ક સોસાયટીમાં રહેતા પ્રદીપભાઈ અમરભાઈ થદાણી ઘર પાસે સાંઈબાબા એપાર્ટમેન્ટમાં પોતાનું ગેરજ ધરાવે છે. ગઈ કાલે તેમને રસ્તામાંથી એક લેડીઝ પર્સ મળ્યું હતું. તેમણે આસપાસમાં તપાસ કરી હતી પરંતું પર્સમાલિક નહી મળતાં અને પર્સમાં રહેલો મોબાઈલ ફોન સતત રણકતો હોઈ તેમણે ઈમાનદારીપુર્વક તુરંત વારસિયા પોલીસ મથકમાં પર્સ રજુ કર્યું હતું. વારસિયા પોલીસ મથકના પીઆઈ કિરીટસિંહ લાઠિયાએ પર્સમાં રણકી રહેલો ફોન રિસિવ કરી ફોન કરનાર વ્યકિતને પોલીસ મથકમાં બોલાવ્યો હતો. પોલીસ મથકમાં પોતાની પત્ની સાથે આવી પહોંચેલા મોહિતભાઈ રાજકુમાર જાેષીએ જણાવ્યું હતું કે આ પર્સ તેમની પત્ની પ્રિયંકાબેનનું છે. પ્રિયંકાબેન આજે સવારે મુથુટ ફાયનાન્સ કંપનીમાં ગયા હતા અને ત્યાંથી મપેડ પર પરત ફરતી વખતે ભુલથી પર્સ રસ્તામાં ક્યાંક પડી ગયુ હતું અને તે પર્સની સતત શોધખોળ કરી રહ્યા છે. પર્સમાલિકની ખાત્રી થતાં પોલીસે મોહિતભાઈની હાજરીમાં પર્સ ખોલ્યું હતું જેમાં પર્સમાંથી સોનાનું એક મંગળસુત્ર, એક આઈફોન, બે સોનાની બંગડી, ઘડીયાળ, રોકડ રૂ.૫૫૦૦ તથા અલગ અલગ અલગ ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. તમામ ચીજાે પર્સમાં સહિસલામત મળતા દંપતી ભાવવિભોર થયું હતું. પોલીસે આ પર્સ દંપતીને સોંપ્યું હતું જયારે ઈમાનદારીનું ઉદાહરણ પુરૂ પાડનાર પ્રદીપભાઈનું પીઆાઈ લાઠિયાએ બુકે આપી બહુમાન કર્યું હતું.
  વધુ વાંચો
 • ગુજરાત

  સરકારી જમીન પણ આવાસ યોજનાને ફાળે

  વડોદરા ઃ શહેરના ભારે વિવાદીત બનેલા સંજયનગર પીએમ આવાસ યોજના અંગે રાજ્યની વડીઅદાલતે મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો છે. બે સપ્તાહ અગાઉ થયેલા આ નિર્ણય અંગે હજુ સુધી પાલિકાતંત્રે મૌન સેવ્યું છે. પ્રોજેકટનું બાંધકામ અટાવવા માટે ૨૦૧૮માં થયેલી જાહેરહિતની અરજીનો નિકાલ હાઈકોર્ટે કરતાં હવે સંજયનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૬૩૭ મકાનો બનાવવાનો માર્ગ હવે ખૂલ્લો થયો છે.હરણી-વારસિયા રિંગ રોડ ખાતે ૨૦૧૬માં એ સમયના વિવાદીત મ્યુનિ. કમિશનર ડો. વિનોદ રાવે આવાસ યોજના ઊભી કરવાના બહાને વગરવિચાર્યે તાત્કાલિક ઝુંપડપટ્ટી હટાવી દીધી હતી અને ૧૮૦૦ પરિવારોને બેઘર બનાવી દીધા હતા. ૨૦૧૭માં આ સ્થળે મકાનો બનાવવાની શરૂઆત થઈ હતી, પરંતુ ઈજારદાર જાણીબુઝીને ધીમી ગતિએ કામ કરતો હતો, એવામાં શહેરના જાગૃત નાગરિક કલ્પેશ પટેલે વડીઅદાલતમાં જાહેરહિતની અરજી કરી હતી. જેમાં આ જમીન અગાઉ ભિક્ષુક ગૃહને ફાળવી હોવાથી આવાસ યોજના સામે વાંધો ઉઠાવ્યો હતો. જાહેરહિતની અરજીના પગલે હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકાર સહિત જુદા જુદા વિભાગ મળી ૯ પક્ષકારોને નોટિસ પાઠવવામાં આવી હતી. સુનાવણીઓના અંતે હાઈકોર્ટ દ્વારા અરજીનો નિકાલ કરી દેવાતાં હવે આ સંજયનગરની જમીન ઉપર આવાસ યોજના બની શકશે. જેની ૧૮૦૦ પરિવારો લાંબા સમયથી રાહ જાેઈ રહ્યા હતા. મહત્ત્વની વાત તો એ છે કે, ૨૦૧૭માં ઝુંપડાં તોડી નંખાયા બાદ આવાસ યોજનાના નિયમ અનુસાર યોજના તૈયાર ન થાય ત્યાં સુધી વિસ્થાપિત બનેલા પરિવારોને મકાનોનું ભાડું આપવાનંુ નક્કી કરવામાં આવ્યું હતું. જાે કે, ઈજારદારો વચ્ચે વિવાદ અને કાયદાકીય ગુંચના કારણે થોડા મહિનાઓ બાદ વિસ્થાપિતોને ભાડું આપવાનું પણ બંધ કરાયું હતું. આ મામલે વિસ્થાપિતોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને મામલો છેક મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યો હતો. વિસ્થાપિતોએ મોરચો લઈ પાલિકાની કચેરી ખાતે ભાડાની માગને લઈને ભારે હોબાળો મચાવતાં પાલિકા દ્વારા આ સ્થળે ટૂંક સમયમાં જ આવાસ યોજનાનું કામ શરૂ થશે એવું આશ્વાસન વિસ્થાપિતોને આપી મામલો ઠંડો પાડવાનો પ્રયાસ કરાયો હતો. જાે કે, કોરોનાકાળને કારણે વિરોધ પણ સમી ગયો હતો. પરંતુ કોરોનાનું જાેર ઘટતાં શરૂ થયેલી હાઈકોર્ટની સુનાવણીમાં આ જાહેરહિતની અરજીનો નિકાલ કરવામાં આવતાં હવે સંજયનગરની જમીન ઉપર બીજી કોઈ અડચણ ન આવે તો ૨૬૩૭ આવાસો બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે.
  વધુ વાંચો
 • ગુજરાત

  વીજકાપની સ્થિતિ સર્જાય તેવા કોઇ જ એંધાણ નથી તુષાર ભટ્ટ

  વડોદરા,  કોલસાની તંગીને લઈને રાજ્યમાં વીજકાપનું સંકટ તોળાઈ રહ્યું છે, તેવા સમયે રાજ્યના તમામ ગ્રાહકોને વીજમાગને સંતોષવા માટે રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું એમજીવીસીએલના એમ.ડી.એ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.વીજ કંપનીના એમ.ડી. તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે, રાજ્યમાં વીજકાપ લદાશે તેવી અફવાઓ ફેલાઈ રહી છે, પરંતુ અફવાઓથી વીજ કંપનીના ગ્રાહકોને ગભરાવવાની કોઈ જરૂર નથી. રાજ્યમાં વીજકાપની સ્થિતિ સર્જાય તેવા કોઈ એંધાણ નથી. અઠવાડિયા કરતાં હાલમાં પરિસ્થિતિ ખૂબ જ સારી છે અને બે દિવસમાં સામાન્ય બની જશે. આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ સારી બનશે તેમ જણાવ્યું હતું. સામાન્ય રીતે રિન્યુએબલ એનર્જિ પર વિશ્વાસ કરીએ છીએ. હાલ સાંજના સમયમાં ૩૦ મિનિટ સુધી કૃષિ માટે વીજકાપ આપવામાં આવ્યો છે. કૃષિમાં પણ ખેડૂતો માટે શિડયુલ બનાવ્યું છે. સવારે ૬ થી ૮ વાગ્યા સુધી વીજળી સપ્લાય આપીએ છીએ. હાલ ૩૦ મિનિટ માટે ખેડૂતોને અસર થઈ છે. હાલ કોલસાની પણ ઘટ નથી. મધ્ય ગુજરાતમાં ૧૬૦૦ મેગાવોટ વીજળીની રોજ જરૂરિયાત હોય છે. લોડ દરમિયાન ૩૦ ટકાની અછત સર્જાતી હોય છે. જાે કે, જીસેકના ૧૦ પ્લાન્ટ શરૂ કરાશે. હાલમાં ૬ પ્લાન્ટ ચાલુ છે જેમાં વીજળી ઉત્પન્ન થઈ રહી છે. સોલાર ઊર્જા ર૦૦૦ મેગાવોટ વીજ ઉત્પન્ન થાય છે, જ્યારે રાતના સમયે વીજળી માટે તો થર્મલ ગેસ અને કોલસા ઉપર જ આધારિત છે. વીજળી ઉત્પન્ન થાય એટલે તેનો ઉપયોગ કરવો જ પડે તેની બચત થતી નથી. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાના ભાવમાં થયેલ તીવ્ર વધારો, ગેસ સીમિત ઉપલબ્ધતા અને હંગામી ધોરણે ટેકનિકલ કારણોથી બંધ થયેલા જીએસઈસીએલના વીજ મથકોને કારણે રાજ્યમાં વીજ મથકમાંથી વીજ ઉત્પાદનના જથ્થાને અસર થઈ છે. પરંતુ હંગામી ધોરણે ઉદ્‌ભવેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર અને તેના હસ્તકની વીજ કંપનીઓ દ્વારા તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટેકનિકલ કારણોથી અસરગ્રસ્ત થયેલ વીજ એકમોને તેની સંપૂર્ણ ક્ષમતાએ પુનઃ કાર્યરત કરવા માટે પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. આગામી બે દિવસમાં સમસ્યાનું નિરાકરણ થઈ જશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અફવાથી ગેરમાર્ગે ન દોરાવવાનો અનુરોધ કર્યો હતો. એમજીવીસીએલના મુખ્ય ઈજનેર એમ.ટી.સંગાડા અને અધિક મુખ્ય ઈજનેર કે.બી.ઢેબર ઉપસ્થિત રહ્યા હતા.
  વધુ વાંચો
 • ગુજરાત

  વડોદરામાં ગુજરાતનું સૌ પ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ શરૂ, જયાં વિમાનમાં બેસીને ભોજન કરવા મળશે

  વડોદરા-વડોદરામાં ગુજરાતનું સૌ પ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ બન્યું છે. નેશનલ હાઈવે કપુરાઇ થી ધનિયાવી ચોકડી વચ્ચે આ હાઈ ફ્લાય હોટેલ બનાવવામાં આવી છે. ગુજરાતની આ પહેલી એવી હોટલ છે, જ્યાં લોકો વિમાનમાં બેસીને ભોજન કરી શકશે. વિમાનમાં એકસાથે 102 લોકો બેસીને ભોજન ખાઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે.  વિશ્વમાં માત્ર આવી નવ જ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ આવેલી છે. આ રેસ્ટોરન્ટની શરૂઆત કરનાર મહેબુબ મુકીએ જણાવ્યું કે વિશ્વમાં ન્યુઝીલેન્ડમાં શહેર ટાઉપો , ઘાનાની રાજધાનીનું શહેર આક્રા, પંજાબના લુધીયાણા, હરીયાણાના મોરી સહીતના દુનિયાના આઠ એવા શહેરોમાં આવી એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ આવેલી છે. હવે વડોદરા તેમજ વડોદરાની આસપાસની જનતા હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં જમવાનો આનંદ ઉઠાવી શકશે. એરક્રાફ્ટ રેસ્ટોરન્ટની અંદર તમામ જે એરક્રાફ્ટમાં સુવિધાઓ હોય છે તેવી તમામ સુવિધાઓ આપવામાં આવેલ છે. 102 વ્યક્તિ એક સાથે બેસી ભોજનનો આસ્વાદ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બેંગલોરના નેગ એવિયેશન કંપની પાસેથી આ એરબસ ખરીદવામાં આવ્યું છે. બોઈંગની અંદર હોટલ બનાવવામાં આવે છે. અંદર જવા માટે એરો બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે,એરક્રાફ્ટ રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું હતું કે તેઓને આ રેસ્ટોરન્ટ બનાવવામાં ઘણો સમય લાગ્યો છે. તેઓએ આ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ અચાનક જ કોરોના મહામારી આવવાના કારણે પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ઘણો સમય વિતી ગયો, જેને કારણે તેનો શુભારંભ કરવામાં વિલંબ થયો હતો. સામન્ય માણસને એરક્રાફ્ટમાં બેસવાનો મોકો નથી મળ્યો તો કેમ નહીં એરક્રાફ્ટની અંદર રેસ્ટરોરેન્ટ શરૂ કરીએ. જેથી કરીને બેંગ્લોરની નેગ કંપની પાસેથી સ્ક્રેપની હાલતમાં 1 કરોડ 40 લાખના ખર્ચે એરબસ 320 નામનું સ્ક્રેપ એરક્રાફ્ટ ખરીદી કર્યું હતું. પરંતુ કોરોના આવી જતા લોકડાઉન લાગ્યું અને દોઢ વર્ષ વીતી ગયા. તેના એક એક પાર્ટ્સ લાવી અહીં તેને રેસ્ટોરેન્ટનો લુક આપવામાં આવ્યો છે. જેથી હાલ આની કિંમત અંદાજે 2 કરોડ સુધીની છે. આ એરક્રાફ્ટ રેસ્ટોરેન્ટમાં 102 વ્યક્તિઓની કેપેસિટી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  સગીર બાળા મળતાં પોક્સોની કલમ ઉમેરાઈ : ૪ની ધરપકડ, ૧૨ વોન્ટેડ

  વડોદરા : શહેરના વાઘોડિયા રોડ પર અંબે વિદ્યાલય પાસે આવેલ સનરાઈઝ કોમ્પલેક્સમાં ચાલતા કૂટણખાના ઉપર પીસીબીએ પાડેલા દરોડામાં ચોંકાવનારી માહિતીઓ બહાર આવી રહી છે. જેમાં દેહવ્યાપારના ધંધામાં સામેલ યુવતીઓમાં એક સગીર વયની બાળા હોવાથી ઈમોરલ ટ્રાફિક ઉપરાંત પોક્સો એક્ટ મુજબનો ગુનો પાણીગેટ પોલીસ મથકે નોંધાયો છે. પીસીબીએ અટકાયત કરેલી દેહવ્યાપારમાં સંડોવાયેલી સાત યુવતીઓને મુક્ત કરી હતી. જ્યારે સ્થાનિક પાણીગેટ પોલીસ કેમ આ મામલામાં અંધારામાં રહી એવા સવાલો ઊભા થયા છે.વૈકુંઠ ચાર રસ્તા પાસે આવેલ સનરાઈઝ કોમ્પલેક્સમાં ચાલતા દેહવ્યાપારના ધંધાની બાતમી પીસીબી પીઆઈ જે.જે.પટેલને મળતાં ગુરુવાર રાત્રે પાડવામાં આવેલા દરોડામાં મુખ્ય સંચાલિકા ચંદ્રિકા ઉર્ફે રીટા શાહ અને ત્રણ ગ્રાહકો તેમજ એક સગીરવયની બાળા સહિત સાત ભોગ બનનાર યુવતીઓ મળી આવી હતી. જેમાં ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્સન એક્ટ ઈપીકો કલમ ૩૬૬, ૩૭૦, ૩૭૨, ૩૭૬ અને ગંભીર કહી શકાય એવી પોક્સો એક્ટની કલમ-૬ મુજબની કાર્યવાહી માટે પાણીગેટ પોલીસ મથકે ગુનો રજિસ્ટર્ડ કરાવાયો છે. આ ગુનામાં આરોપીઓ તરીકે અડ્ડાની સંચાલિકા ચંદ્રિકા ઉર્ફે રીટા બાબુલાલ શાહ (રહે. વાઘોડિયા રોડ), મંગળસિંગ ઉર્ફે મંગા કરનેલસિંગ વાલ્મીકિ (રહે. નિમેટા, મૂળ હાસનપુર, પંજાબ), ચરણજિતસિંગ ઉર્ફે કરમસિંગ કંબોજ (રહે. પટિયાલા, પંજાબ), જયેશ જગદીશભાઈ મકવાણા (રહે. નાથદ્વારા સોસાયટી, ડભોઈ રોડ)ને ઝડપી પાડયા છે. જ્યારે પાયલ પરસોત્તમદાસ સોની (રહે. સનરાઈઝ ટાવર), વિમલ લાલુભાઈ ડોડિયા (રહે. સુરત, સરોલી ગામ, મૂળ અમદાવાદ) અને આશરે ૧૦ અજાણ્યા ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂા.૨૪,૩૦૦, વાહન નંગ-ર કિંમત રૂા.૫૫,૦૦૦, એક ઓટોરિક્ષા કિંમત રૂા.૭૦,૦૦૦, મોબાઈલ ફોન નંગ-૩ કિંમત રૂા.૨૨,૦૦૦ મળી કુલ રૂા.૧ લાખ ઉપરાંતની કિંમતનો મુદ્‌ામાલ જપ્ત કર્યો હતો. બપોર બાદ આરોપી સિવાયની સાત ભોગ બનેલી યુવતીઓને મુક્ત કરવામાં આવી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  દેવીપુજક પરિવારનુ ૭ દિવસનુ બાળક માતાના પડખામાંથી ગુમ!

  વાઘોડિયા : દેવીપુંજક પરિવારનુ સાત દિવસનુ બાળક ગુમ થતા માતા સંગીતાબેન પુનમભાઈ દેવીપુંજક(૨૧)એ વાઘોડિયા પોલીસ મથકે ફરીયાદ નોંઘાવી છે.સંગીતાબેન પુનમભાઈ દેવીપુજક(૨૧)નુ ત્રણ વર્ષપુર્વે પુનમભાઈ ટીનાભાઈ દેવીપુંજક સાથે બોરસદના નાનીશેરી ગામે લગ્ન થયા હતા.જેઓને સંતાનમા બે વર્ષની દિકરી પણ છે. સંગીતાબેનને છેલ્લા મહિને પિયરમા આવેલ પિતા રયજીભાઈ રાયનભાઈ દેવીપુંજક રહે. કુુમેંઠા હાલ એક વર્ષથી લિલોરા નવીનગરીમા રહેતા પિતાની ત્યા આવ્યા હતા. જેઓને ૧૫/૧૦/૨૧ ને દશેરાને દિવસે પ્રસુતીનો દુખાવો ઊપડતા જરોદ સામુહિક કેન્દ્રમા દાખલ કરવામા આવ્યા હતા. રાત્રીના નવ વાગે પુત્રને જન્મ આપ્યો હતો. માતા- પુત્રની તંદુરસ્ત તબીયત જણાતા હોસ્પીટલમાંથી ૧૮/૧૦/૨૧ ના રોજ રજા આપવામા આવી હતી. તારીખ ૨૦/૧૦/૨૧ના રોજ સાંજના નવેક વાગે માતા જમી પરવારી ધરના આગળના ભાગે કાચા ઝુપડાની ઓસરીમા સુતા હતા. અંદરના રુમમા બીજુ સંતાન સુતુ હતુ. માતાએ નવજાત શિશુને બાર વાગે અને રાત્રીના દોઢ વાગે ધાવણ ઘવડાવી બાળકની વિરુધ્ધ દિશામા પડખુ ફેરવી સુઈ ગયા હતા ત્યારે રાત્રીના બે વાગ્યાની આસપાસ આંખ ખુલતા પથારીમા બાળક મડી આવ્યુ નહતુ. જેથી માતા સહિત પરિવારે આસપાસના ઘરોમા તપાસ કરી હતી.રાત્રીના અઢી વાગે ગામના સરપંચ જાકીરભાઈ પટેલને જાણ કરતા તેવોએ પણ બાળકની શોધખોળ માટે સ્થાનિકો સાથે વહેલી પરોઢ સુઘી કરી હતી. પરંતુ અનેક જગ્યાએ તપાસ કરતા બાળક મળી આવેલ નહી, જેથી સાત દિવસના બાળક ગુમ થયા અંગે માતાએ જરોદ ઓપી પર બાળક ગુમ થયાની ફરીયાદ નોંઘાવી હતી.આમ એકાએક સાત દિવસનુ બાળક ગુમ થતા બાળકપર કોઈ તાત્રીક વિધી કરવા ઊઠાવી ગયુ છેકે પછી બાળકનુ અપહરણ કોઈક ધ્વારા કરવામા આવ્યુ છે કારણ કે જંગલી પશુ ઊઠાવી જાયતો કપડા મા લપેટેલા શિશુના કપડા અને ગોદડી સહિત ઊઠાવી જાય તેવી શક્યતા નહિવત્‌ છે. પશુ ઊઠાવેતો કોઈ પણ પ્રકારના બાળકના કપડા કે અન્ય ચીજ મડે તેમ છે.ફરીયાદ બાદ લિલોરા ગ્રામ પંચાયતના સરપંચ જાકીર ભાઈની રુબરુમા વહેલી સવારથીજ એફએસએલ, એલસીબી, એસોજી,ડિવાયએસપી કલ્પેશ સોલંકી, પીએસ઼આઈ, ડી સ્ટાફ, પોલીસ અઘિક્ષક સુઘિરભાઈ દેસાઈ સહિત ડૉગસ્કોડની ટીમો બનાવી સઘન શોધખોળ હાથ ઘરાઈ હતી, જેમા ડૉગને ખેતરો અને અવાવરુ જગ્યાએ નવજાતના કપડા સુંઘાડી શોધખોળ આરંભી હતી. જિલ્લાની તમામ ટીમો બાળકને શોઘવા કામે લાગી બાળક હોસ્પીટલની આપેલી કિટ સાથે ગુમ થયો છે. અમે બાળકના ફોટોગ્રાફ મિડીયા અને અલગ અલગ ગામમા બતાવી શોઘ કરી રહ્યા છે.પરા વિસ્તાર ખેતરોને અડીને આવેલો છે ઝાડી ઝાંખરા આસપાસલહોય ત્યા પણ તપાસ અમે કરી રહ્યા છે. પરિવારે અત્યારે કોઈ પણ પર શંકા જાહેર કરી નથી, બાળકના જન્મથી લઈ અત્યારસુઘી જેજે લોકો સંકડાએલા છેતેવો તમામની પુછપરછ હાથ ઘરી છે.આ ઊપરાંત ટેકનીકલ બાબતો પણ પોલીસ તપાસી રહિ છે.જિલ્લાની તમામ ટીમો બાળકને શોઘવા કામે લાગી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ગાંજાે અને એમડી ડ્રગ્સના જથ્થા સાથે છ ઝડપાયા

  વડોદરા : ક્લીન વડોદરા-નશામુક્ત વડોદરા મીશન હેઠળ શહેર પોલીસે હાથ ધરેલી ઝુંબેશમાં પોલીસે વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી ગાંજાે તેમજ એમડી ડ્રગ્સનું વેચાણ કરતા મહિલા સહિત છને ઝડપી પાડી તેઓની પાસેથી માદકદ્રવ્યોનો જથ્થો, વાહનો અને રોકડ સહિત લાખો રૂપિયાની મત્તા કબજે કરી હતી જયારે શહેરના યુવાધનને ડ્રગ્સને રવાડે ચઢાવવા માટે ડ્રગ્સ કેરિયરોને માદક દ્રવ્યનો જથ્થો આપનાર પાણીગેટના બે સપ્લાયરોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.શહેર પોલીસ કમિ.એ મિશન ક્લીન વડોદરા ,નશામુક્ત વડોદરાના મીશન હેઠળ શહેરમાંથી ડ્રગ્સની હેરાફેરી અને વેંચાણ પ્રવૃત્તીને સદંતર નાબુદ કરવા માટે ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ દરમિયાન જવાહરનગર પોલીસે કોયલી ચરો સ્મશાન પાસે મકાનમાં દરોડો પાડી ગાંજાનું વેચાણ કરતા રાજવિરસિંહ ઉર્ફ મુન્ના ગીરી સરદારસિંહ રાજપુત (મુળ રહે.ગંગોત્રી એપાર્ટમેન્ટ, પ્રતાપનગર પાસે)ને ઝડપી પાડી તેની પાસેથી બે થેલીમાં મુકેલો ૫૫૬૭ રૂપિયાની કિંમતનો ૫૫૬.૭ ગ્રામ ગાંજાે ઝડપી પાડ્યો હતો. તેણે ગાંજાે પાણીગેટ વિસ્તારમાં રહેતા કાદર પાસેથી વેચાણ માટે લાવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે કાદરને વોન્ટેડ જાહેર કર્યો હતો.જયારે સમા પોલીસે સંજયનગર પાસે નહેરુનગરમાં રહેતો અને અગાઉ હત્યાનો પ્રયાસ, જાહેરનામાના ભંગ સહિતના ગુનામાં સંડોવાયેલો ભરત પ્રતાપસિંહ ચૈાહાણના ઘરે દરોડો પાડી તેની પાસેથી પણ ૮૪૫ રૂપિયાની કિંમતનો ૮૪ ગ્રામથી વધુ વનસ્પતિજન્ય ગાંજાે ઝડપી પાડી તેની પાસેથી ગાંજાે અને મોબાઈલ ફોન સહિત ૫૮૪૫ રૂપિયાની મત્તા જપ્ત કરી હતી.સયાજીગંજ પોલીસે પણ પરશુરામ ભઠ્ઠામાં દરગાહની સામે રોડ પર ૧૪૦૦ રૂપિયાની કિંમતના ૧૪૦ ગ્રામ ગાંજાે વેચાણ માટે નીકળેલી ૫૦ વર્ષીય ઝરીના શેરખાન શેખ (સુભાષનગર, સયાજીગંજ)ને ઝડપી પાડી તેની પાસેથી ગાંજાે અને મોબાઈલ ફોન સહિત ૧૮૪૦ની મત્તા કબજે કરી હતી.તેવી જ રીતે હરણી પોલીસે ગત મોડી સાંજ ે માણેકપાર્ક પાસે વાહન ચેકીંગ હાથ ધરતા પોલીસને જાેઈને રિક્ષાચાલક મહંમદહુસેન સલીમમીયા શેખ (ભાંડવાડા,અંબામાતા મંદિર પાસે)ત્યાંથી રિક્ષા લઈને પુરઝડપે ફરાર થયો હતો. પોલીસે તેનો પીછો કરીને ઝડપી પાડતા તેના ખિસ્સામાંથી ૭૪૦ રૂપિયાની ૩.૭૦ ગ્રામ ગાંજાે મળી આવતા પોલીસે તેની અટકાયત કરી તેની પાસેથી ગાંજાે, મોબાઈલ ફોન અને સીએનજી રિક્ષા સહિત ૧૪૨૪૦ની મત્તા કબજે કરી હતી. પ્રાથમિક પુછપરછમાં તેણે આ ગાંજાે સોમાતળાવ પાસે હનુમાન ટેકરી પર રહેતા ધનસુખ ઉર્ફ મુછાળા મગન પ્રજાપતિ પાસેથી લાવ્યાનું કહેતા પોલીસે ધનસુખને વોન્ટેડ જાહેર કર્યો હતો. સ્વીફ્ટ કારમાં એમડી ડ્રગ્સ સાથે બે પેડલર ઝડપાયા શહેરમાં કેટલાક સમયથી યુવાવર્ગમાં એમ.ડી. ડ્રગ્સની ભારે માંગ હોઈ યુવાવર્ગ આ ડ્રગ્સની લતે ચઢ્યા બાદ મોં માંગ્યા દામે આ ડ્રગ્સ ખરીદી રહ્યા છે. દરમિયાન યુવાવર્ગને ડ્રગ્સને રવાડે ચઢાવવા બે યુવકો ડ્રગ્સની પડીકીઓ લઈને કારમાં જુનાપાદરા રોડથી રાજવી ટાવર તરફ આવતા હોવાની બાતમીના પગલે જેપી રોડ પોલીસ મથકના પીઆઈ બી.જી.ચેતરિયા સહિતના સ્ટાફે રાજવી ટાવર પાસે વોચ ગોઠવી હતી અને જીજે-૦૬-પીસી-૦૯૫૭ નંબરની સ્વીફ્ટ કારને આંતરી હતી. કારમાં બેઠેલા સપન અજય બ્રહ્મભટ્ટ (શિવમપાર્ક, આજવારોડ) અને રાજેશ્વરસીંગ ભુપેન્દ્રસિંગ પુવાર (ક્રિષ્ણાફ્લેટ, વાસણારોડ)ની તપાસમાં તેઓની પાસેતી ૨૭૦૦ રૂપિયાની મેફેડ્રોન ડ્રગ્સની ૨.૭૦ ગ્રામની પડીકીઓ મળતા પોલીસે બંનેની અટકાયત કરી હતી. પોલીસે તેઓની પાસેથી એમડી ડ્રગ્સની પડીકીઓ તેમજ કાર અને બે મોબાઈલ ફોન સહિત કુલ ૪,૧૨,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કર્ય હતો. પોલીસ કમિ.ની સુચના છતાં પાંચ સ્થળે જ કામગીરી શહેરના યુવાધનને ડ્રગ્સને રવાડે ચઢાવી તેઓનું ભવિષ્ય અંધકારમય બનાવતા ડ્રગ્સ પેડલરો અને સપ્લાયરોને ઝડપી પાડવા માટે શહેર પોલીસ કમિશ્નરે શહેરના તમામ પોલીસ મથકમાં કડક સુચના આપી હતી. આ સુચનાના પગલે પોલીસ મથકની ટીમોએ તેઓના વિસ્તારમાં નશીલા દ્રવ્યોનું વેચાણ કરતા તત્વોને શોધી કાઢવા માટે ઘનિષ્ટ તપાસ આદરી હતી. જાેકે માત્ર પાંચ જ પોલીસ મથકમાં આ મીશન સફળ રહ્યું હતું જયારે માદકદ્રવ્યના વેચાણ-ઉપયોગ માટે કુખ્યાત ફતેગંજ, નવાપુરા, રાવપુરા, પાણીગેટ અને વાડી વિસ્તારમાં પોલીસ કામગીરી નિષ્ફળ રહેતા શહેર પોલીસ કમિ.એ તેની ગંભીર નોંધ લીધી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  વાઘોડિયા લિલોરા નવીનગરીમાંથી સાત દિવસના બાળકનુ અપહરણ, રાત્રે ૨ વાગે ઘરમાંથી બાળક ગુમ

  વડોદરા-વાઘોડિયા લિલોરા નવીનગરીમાંથી દેવીપુંજક પરિવારનુ સાત દિવસનુ બાળક ગુમ થતા માતાએ વાઘોડિયા પોલીસ મથકે ફરીયાદ નોંઘાવી છે. સંગીતાબેન પુનમભાઈ દેવીપુજક નાઓનુ ત્રણ વર્ષપુર્વે પુનમભાઈ ટીનાભાઈ દેવીપુંજક સાથે બોરસદના નાનીશેરી ગામે લગ્ન થયા હતા.જેઓને સંતાનમા બે વર્ષની દિકરી પણ છે. ત્યારબાદ સારા દિવસો રહેતા સંગીતાબેનને છેલ્લા મહિને પિયરમા આવેલ રયજીભાઈ રાયનભાઈ દેવીપુંજક રહે. કુુમેંઠા હાલ એક વર્ષથી લિલોરા નવીનગરીમા રહેતા પિતાની ત્યા આવ્યા હતા. જેઓને ૧૫-૧૦-૨૧ ને દશેરાને દિવસે પ્રસુતીનો દુખાવો ઊપડતા જરોદ સામુહિક કેન્દ્રમા દાખલ કરવામા આવ્યા હતા. જે બાદ રાત્રીના નવ વાગે પુત્રને જન્મ આપ્યો હતો. માતા- પુત્રની તંદુરસ્ત તબીયત જણાતા હોસ્પીટલમાંથી ૧૮-૧૦-૨૧ ના રોજ રજા આપવામા આવી હતી. તારીખ ૨૦-૧૦-૨૧ના રોજ સાંજના નવેક વાગે માતા જમી પરવારી ધરના આગળના ભાગે કાચા ઝુપડામા સુતા હતા. અંદરના રુમમા બીજુ સંતાન સુતુ હતુ.માતાએ નવજાત શિશુને બાર વાગે અને રાત્રીના દોઢ વાગે ધાવણ ઘવડાવી બાળકની વિરુધ્ધ દિશામા પડખુ ફેરવી સુઈ ગયા હતા ત્યારે રાત્રીના બે વાગ્યાની આસપાસ આંખ ખુલતા પથારીમા બાળક મડી આવ્યુ નહતુ. જેથી માતા સહિત પરિવારે આસપાસના ઘરોમા તપાસ કરી હતી.રાત્રીના અઢી વાગે ગામના સરપંચ જાકીરભાઈ મન્સુરીને જાણ કરતા તેવોએ પણ બાળકની શોઘખોડ હાથ ધરી હતી. ત્યાર બાદ વહેલી સવારે બાળકની માતાના પરિવારે તમામ જગ્યાએ તપાસ કરતા બાળક મડી આવેલ નહી, જેથી સાત દિવસના બાળક ગુમ થયા અંગે માતાએ જરોદ ઓપી પર બાળક ગુમ થયા અંગે ફરીયાદ નોંઘાવી હતી.આમ એકાએક સાત દિવસનુ બાળક ગુમ થતા બાળકપર કોઈ તાત્રીક વિધી કરવા ઊઠાવી ગયુ છેકે પછી બાળકનુ અપહરણ કર્યુ છે. જેઅંગેની જાણકારી જરોદ ઓપીના પીએસઆઈ જે. કે. બાવિષ્કરને પુછતા ફરીયાદના આઘારે સવારે ડૉગસ્કોડ, એફએસએલ વગેરે નિષ્ણાંત ટીમો બોલાવી તપાસ કરાશે તે અંગેની જાણકારી આપી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  રાવ૫ુરા સ્થિત પાલિકાની એફોરડેબલ હાઉસિંગની કચેરી ખાતે આવાસોના ફોર્મ માટે ધક્કામુક્કી થતાં એક મહિલા બેભાન થઈ ગઈ

  વડોદરા મહાનગરપાલિકા દ્વારા હરણી સહિત ચાર સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૨૧૩૨ આવાસો માટે ફોર્મ વિતરણની કાર્યવાહી હાથ ધરતા છેલ્લા ૩ દિવસથી લાભાર્થીઓએ ફોર્મ લેવા માટે પડાપડી કરી હતી. એક સમયે પોલીસને બોલાવતા લોકો સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સજાર્યા હતા. ફોર્મ લેવા ઉભેલા લાર્ભાથીઓની ભારે ભીડ વચ્ચે ધક્કામુક્કીને પગલે એક મહિલા નીચે પડી ગઈ હતી પોલીસે ભારે જહેમત બાદ આ મહિલાને ઉભી કરીને બહાર કાઢી મહિલાઓનો જીવ બચાવ્યો હતો.
  વધુ વાંચો
 • ગુજરાત

  મ.સ. યુનિ.માં કથિત ભરતી કૌભાંડને લઇને સિન્ડીકેટ તેમજ સેનેટ સભ્યોના કાલથી ધરણાં

  વડોદરા : એમ એસ યુનિવર્સિટીમાં પ્રાધ્યપકોની ભરતીને લઇને સિન્ડીકેટ તેમજ સેનેટ સભ્યો હવે આંદોલનનો માર્ગ અખત્યાર કરવા તૈયાર થયા છે.યુનિ.સત્તાધિશોએ તા ૨૫ ના રોજ સિન્ડીકેટની બેઠક બોલાવી હોઇ આ બેઠક તોફાની બનવાની પુરેપુરી શકયતા છે.પણ તે પહેલા સત્તાધિશો ધારાસભ્યની રજૂઆત પછી પણ નિયત સમયમાં વિગતો આપી નહી શકતા શુક્રવારના રોજથી સિન્ડીકેટ તેમજ સેનેટ સભ્યો પ્રતિક ધરણાંના મંડાણ કરશે.એમ એસ યુનિવર્સિટીમાં છેલ્લા દોઢ વર્ષથી પ્રાધ્પાપકોની ભરતીમાં મોટાપાયે કટકી આચરવામાં આવી હોવાના આક્ષેપ સિન્ડીકટ તેમજ સેનેટ સભ્યો દ્વારા કરવામાં આવ્યા છે.અને આ બાબતે રજીસ્ટ્રારને પુરાવા આપવાની માગ કરી છે.પણ સત્તાધિશો સિન્ડીકેટની બેઠકમાં બહુમતી મળે તો જ વિગતો આપવાની હઠ પકડીનેે બેઠા છે.ત્યારે આ મામલામાં ધારાસભ્ય કેતન ઇનામદારે પણ રજૂઆત કરીને વિગતો આપવા જણાવ્યંું છે.જેમાં આવતીકાલે છ દિવસ થઇ રહ્યા છે.અને સત્તાધિશો વિગતો આપવા માંગતા ન હોઇ સિન્ડીકેટ તેમજ સેનેટ સભ્યોએ આંદોલનકારી નીતિ અખત્યાર કરી છે.અને જેના ભાગરુપે શુક્રવારના રોજથી પ્રતિક ધરણાંના મંડાણ કરશે.તો બીજી તરફ યુનિ.સત્તાધિશોએ તા ૨૫ ના રોજ સિન્ડીકેટની બેઠક બોલાવી છે.આ બેઠકમાં સિન્ડીકેટ તેમજ સેનેટ સભ્યોએ માંગેલી વિગતો આપવી કે નહી સહીત વિવિધ મુદ્‌ા આવરી લેવામાં આવ્યા છે.રજીસ્ટ્રાર ચુડાસમાએ વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે આ બેઠકમાં અગર બહુમતી સધાશે તો જ વિગતો આપવામાં આવશે નહી તો નહી અપાય. અને ભરતી પ્રક્રિયા યુજીસીની ગાઇડલાઇન મુજબ જ કરવામાં આવી હોઇ કૌભાંડની કોઇ શકયતા જ નથી.
  વધુ વાંચો
 • ગુજરાત

  ઇડબલ્યુએસના મકાનોના ફોર્મ લેવા બીજા દિવસે પણ પડાપડી :ફોર્મનું વિતરણ બંધ કરાયુ

  વડોદરા : વડોદરા  કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ના ઇડબલ્યુએસ ના મકાનો અંગેના ફોર્મનું વિતરણ  સોમવારથી શરૂ કરવામાં આવતા લોકોનો ફોર્મ લેવા માટે ભારે ધસારો થયો હતો. આજે સવારે બીજા દિવસે પણ ફોર્મ લેવા ભારે ધસારો હોવાથી કોર્પોરેશનને ફોર્મ વિતરણ જ બંધ કરી દેવાની ફરજ પડી હતી ભારે ધસારાના પગલે ફોર્મ વિતરણ કરવાની સમયમર્યાદામાં વધારો કરીને કોર્પોરેશન દ્વારા તા. ૩૧ ડિસેમ્બર સુધી ફોર્મનું વિતરણ કરવા ર્નિણય લીધો હતો . છતાં લોકોએ વગર વિચાર્યે પડાપડી કરતા પોલીસ પણ બોલાવાઈ હતી અને ફોર્મનું વિતરણ બંધ કરી દિધુ હતુ. હવે કોર્પોરેશન ફોર્મ વિતરણ કરવા માટે નવી વ્યવસ્થા ગોઠવશે અને નવેસરથી ફોર્મ વિતરણ ની જાહેરાત કરાશે.પાલિકા દ્વારા આવાસ યોજનાના ફોર્મ માટે ધસારાને ધ્યાનેે લઈ હવે વોર્ડ લેવલે આપવા કે પછી  ઝોન લેવલ એ અંગે ટૂંક સમયમાં ર્નિણય લેવાશે તેમ જણાવ્યુ હતુ.જાેકે જેમને ટોકન આપવામાં આવ્યા છે તેમને જણાવેલ તારીખે સવારે ૧૦ થી બપોરે બે વાગ્યા સુધી ફોર્મ આપવામાં આવશે. જ્યારે હાલ પુરતી નવીન ટોકન તેમજ ફોર્મ વિતરણની કામગીરી મુલત્વી રાખવામાં આવી છે.ઉલ્લેખનિય છે કે, હરણી માં મકાનો ઓછા છે એટલે ત્યાં ફોર્મ લેવા માટે ઘસારો ઓછો થશે જ્યારે કલાલી માં સૌથી વધુ મકાનો હોવાથી ત્યાં ઘસારાની શક્યતા વધુ છે.કોર્પોરેશનને પ્રથમ દિવસે ફોર્મ વિતરણ માટે ધસારો થતાં ટોકન સિસ્ટમ અમલમાં મૂકી હતી જેમાંથી આજે ૭૫ લોકો આવતા તેઓને મકાન ના ફોર્મ અપાયા હતા . કોર્પોરેશનની  રાવપુરા ખાતેની એફોર્ડેબલ હાઉસિંગ યોજના ની ઓફીસ ખાતેથી અત્યાર સુધીમાં ૩૦૫૦ ટોકન આપવામાં આવ્યા છે. તેઓને જ આવતીકાલથી ટોકન ની તારીખ મુજબ ફોર્મનું વિતરણ કરાશે .બાકી  કોઈ ફોર્મ અપાશે નહીં. આજે સવારે ફોર્મનું વિતરણ શરૂ થયું ત્યારે લોકોનો ભારે ધસારો હતો, જેમાં કોઈ એક યુવાન પણ યાદી બનાવીને ફોર્મ આપવા માટે ઉભો રહી જતા તેના પર શંકા જતા તેને પોલીસને હવાલે કરી દેવાયો હતો. જાેકે આ યુવાનએ એવું કહ્યું હતું કે તે પોતે વ્યવસ્થા માટે રહ્યો હતો. પોલીસ આ યુવાનને લઈ ગઈ હતી. કોર્પોરેશને ૨૧૩૨ મકાનો માટે આશરે બાર હજાર ફોર્મ છપાવ્યા છે . જેમાં હરણી માં ૫૮, સુભાનપુરામાં ૭૪ ,ગોત્રીમાં ૧૦૦ અને કલાલી માં ૧૯૦૦ મકાનની યોજના  છે. મકાનો હજી બન્યા નથી ઇડબલ્યુએસ- ૨ પ્રકારના એક મકાનની કિંમત આશરે રૂપિયા ૫.૫ લાખ છે. ફોર્મ લેવા આવેલ દંપતીની બાળકી ભીડમા વિખૂટી પડી ગઈ શહેરના રાવપુરા રોડ ખાતે આવેલી આવાસ યોજનાની કચેરી ખાતે ફોર્મ લેવા માટે આવેલ દંપતીની બાળકી ભારે ભીડમાં વિખુટી પડી ગઇ હતી. જે બાળકીને રાવપુરા પોલીસે તેના માતા-પિતા સાથે મિલાપ કરાવ્યો હતો. કલાકો બાદ માતા-પિતાએ દીકરીને હેમખેમ જાેતા પોલીસ અધિકારી સામે પોતાના આંસુ રોકી શક્યા ન હતા. માતાએ રડતા..રડતા..પોલીસ ટીમનો આભાર માન્યો હતો.
  વધુ વાંચો
 • ગુજરાત

  સંપાદનમાં જતી જમીન માટે ૨૦ ટકાનું કમીશન માંગનાર કોણ?

  વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન અને મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે ના જમીન સંપાદનમાં શહેર અને ગ્રામ્ય પ્રાંત કચેરીમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા આવી જમીન ગુમાવનાર માલિક પાસે વળતરની રકમના ર૦ ટકા જેટલી મોટી કટકી માગવામાં આવી હોવાની રજૂઆત રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવતાં તપાસ શરૂ કરવામાં આવી છે. પાંચ હજાર કરોડ ઉપરાંતના આ પ્રોજેકટમાં પ્રાંત કચેરીઓના ટોચના અધિકારીઓ દ્વારા જ વળતરની રકમના ર૦ ટકાની રકમની માગણી કરવામાં આવે છે ત્યારે રૂપિયા એક હજાર કરોડના આ ભ્રષ્ટાચારની વિગતો જાેઈ ખુદ રાજ્ય સરકાર પણ ચોંકી ઊઠી છે અને વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટની જાણ હોવા છતાં ભ્રષ્ટાચારના ઈરાદે અનેક જમીનમાલિકો અને ખેડૂતોના વળતર લટકાવી રાખવાની હિંમત કરનાર આવા અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા હમણાં જ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે ની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ પ્રોજેકટ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારે શહેર નજીકથી પસાર થતા હાઈવે માટેની જમીન સંપાદનની કાર્યવાહીમાં મોટા ભ્રષ્ટાચારને કારણે વળતર ચૂકવવામાં વિલંબ થતો હોવાથી ભવિષ્યમાં કાયદાકીય ગુંચ ઊભી થવાની શક્યતાઓ પણ હોવાનું જણાવી નીતિન ગડકરીને પણ ફરિયાદ કરવામાં આવી છે. અગાઉ ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરની જમીન સંપાદનની કાર્યવાહીમાં મોટો ભ્રષ્ટાચાર થતાં અંતે સીબીઆઈ સમક્ષ જાગૃત ખેડૂતે ફરિયાદ કરી હતી અને તપાસ થતાં અનેક અધિકારીઓ કાયદાની ચુંગાલમાં આવ્યા હતા. ત્યારે બુલેટ ટ્રેન અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે એમ બંને પ્રોજેકટોની પણ સીબીઆઈ તપાસ કરે તો સંપાદનની કાર્યવાહી માટે જવાબદાર ટોચના અધિકારીઓનો મસમોટો ભ્રષ્ટાચાર બહાર આવે એમ હોવાનું બહાર આવ્યું છે. જમીન ગુમાવનાર ખેડૂત કે માલિકની જમીન સંપાદન કરવામાં આવે ત્યારે હાલમાં સરકાર દ્વારા આવા લોકોને બજાર કિંમતથી વધુ વળતર આપવામાં આવે છે અને એ વાતને જ આધાર બનાવી વળતરની રકમના ર૦ ટકા જેટલી રકમની કટકી ઉચ્ચ અધિકારીઓ દ્વારા માગવામાં આવે છે અને એ પણ વળતરનો ચેક આપતાં પહેલાં એ રકમ રોકડમાં લઈ લેવાયા બાદ જ ચેક સુપરત કરવામાં આવે છે. આવા સંપાદનોમાં વળતરની રકમ કરોડોમાં થાય છે ત્યારે કટકીની ર૦ ટકા રકમ પણ રપ થી ૪૦ લાખ જેટલી થતી હોય છે એવા કિસ્સાઓમાં જમીન ગુમાવનાર માટે આટલી મોટી રકમ રોકડમાં આપવી શક્ય નથી હોતું એવા સંજાેગોમાં ચેક તૈયાર હોવા છતાં લાભાર્થીઓને લટકાવી રખાય છે અને એક યા બીજા બહાના હેઠળ ખેડૂત કે જમીનમાલિકોને ટલ્લે ચઢાવાય છે. પરિણામે નાછૂટકે જમીન ગુમાવનારને ઘર કે દાગીના વેચી અથવા ઊંચા વ્યાજે કટકીની લાંચની રકમ એકઠી કરવી પડતી હોય છે. આવા અનેક કિસ્સાઓ અંગેની ફરિયાદ રાજ્ય સરકાર તેમજ કેન્દ્રિય પરિવહન મંત્રીને મોકલવામાં આવી છે. તપાસ બાદ આવા કટકીબાજાે ઉચ્ચ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થઈ શકે છે. રાજ્ય સરકારને રજૂઆત કરાઈ આ મામલે પ્રાંત કચેરીઓમાં વળતરના કામોમાં થતો ભ્રષ્ટાચાર ઊડીને આંખે વળગે એવો હોય છે જેમાં બિલકુલ બાજુ-બાજુમાં સમાન પ્રકારની જમીનો ધરાવતા માલિકો પૈકી જેને ર૦ ટકા આપી દીધા હોય એને ક્યારનુંય વળતર ચૂકવી દેવાયું છે. જ્યારે જે માલિક આપવા તૈયાર નથી એને લાંબા સમયથી અટકાવી રખાયું છે. આવા કેસના પુરાવાઓ સહિતની રજૂઆત રાજ્ય સરકારને કરવામાં આવી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  પાલિકાની સામાન્ય સભામાં પાણી મુદ્દે પાણીપત ભાજપના જ કાઉન્સિલરોએ સભાને માથે લીધી!

  વડોદરા  : વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય સભામાં આજે ભાજપના જ કોર્પોરેટરોએ પાણીના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. સભાના આરંભ સાથે જ ભાજપના જ કોર્પોરેટરો દ્વારા પોતાની જ શાસન વ્યવસ્થા સામે સવાલ ઊભા કરી વડોદરા શહેરના નાગરિકોને પડતી મુશ્કેલીનો અવાજ ઉઠાવતાં અન્ય સાથી કાઉન્સિલરોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. એક તબક્કે પાણીના મુદ્દે પાણીપતના દ્રશ્યો સર્જાયા હોય તેમ ભાજપના જ બે જૂથો વચ્ચેની જૂથબંધી ખુલ્લી પડી હતી.વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય સભામાં આજે ભાજપના જ કાઉન્સિલરોએ પાણીના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. સભાના આરંભ સાથે જ પૂર્વ વિસ્તારના ભાજપના કોર્પોરેટર અને સ્થાયી સમિતિના સભ્ય અજીત દધીચીએ પાણીના મુદ્દે અધિકારીઓ કામ નહિ કરતા હોવાનો બળાપો ઠાલવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે પાણીનો પુરતો પુરવઠો હોવા છતાં પણ માત્ર ને માત્ર અધિકારીઓની અણઆવડત, નિષ્કાળજી અને ખરાબ વિતરણ વ્યવસ્થાના કારણે શહેરમાં પાણીની તંગી ઉભી થઇ છે. અજીત દધીચિના સૂરમાં સૂર પુરાવતા ભાજપના કાઉન્સિલર અને પાણી પુરવઠા સમિતિના અધ્યક્ષ મનીષ પગારે પણ કોર્પોરેશનના તંત્રની નિષ્કાળજી સામે સવાલ ઉઠાવ્યા હતા. સત્તાધારી પક્ષના જવાબદાર હોદ્દા પર હોવા છતાં પણ સભામાં બેબાકપણે બોલતા મનિષ પગારે જણાવ્યું હતું કે શહેરમાં જાે ૨૦૦ એમએલડી પાણી આવશે તો પણ ખરાબ વિતરણ વ્યવસ્થાના કારણે તે પૂરું થઈ શકે નહીં. આ સમયે તેઓએ કોર્પોરેશનના અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે કોર્પોરેશન પાણી પુરવઠા શાખાના અધિકારીઓ સુષુપ્ત અવસ્થામાં છે તેઓ કોઈપણ પ્રકારની કામગીરી કરવા માટે તૈયાર નથી અને આ ખરાબ વિતરણ વ્યવસ્થાના કારણે જ વડોદરા શહેરમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. મનીષ પગાર ની વાત વચ્ચે જ વાત સાથે સંમત પૂર્વ વિસ્તારના ભાજપના કાઉન્સિલર આશિષ જાેશીએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલાં તેમના વિસ્તારમાં એક મહિના સુધી પાણીની લાઇન લીકેજ હતી વારંવારની ફરિયાદો છતાં પણ અધિકારીઓ દ્વારા તેને ધ્યાને લેવાઈ નહતી. આ અંગે ભારે વિવાદ બાદ ખુદ મેયરની મધ્યસ્થી પછી બે દિવસમાં એ લીકેજ બંધ થઈ અને લોકોને પાણી મળતું થયું હતું. ત્યારે અધિકારીઓની આવી બેદરકારીના કારણે વડોદરા શહેરના નાગરિકોને પાણી નથી મળતું અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નાગરિકોના રોષનો ભોગ બનવું પડે છે. સામાન્ય સભાની આ બેઠકમાં પક્ષ અને વિરુદ્ધમાં જઈને બોલવાની હિંમત બીજા કાઉન્સીલરો કરી શક્યા ન હતા પરંતુ સભા દરમિયાન રજૂઆત કરી રહેલા ભાજપના જ કેટલાક કાઉન્સીલરોના સમર્થનમાં જાેરદાર તાળીઓ પાડીને રજૂઆતને વધાવી લીધી હતી. મેયર કેયુર રોકડિયાના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં ભાજપના જ કાઉન્સિલરોએ પાણીના મુદ્દે પાણીપત સર્જતા ભાજપનું જ એક જૂથ ગેલમાં આવી ગયું હતું. સામાન્ય સભાની બેઠકમાં જાેવા મળેલી આજની આ જુથબંધી આગામી દિવસોમાં ઘેરા પ્રત્યાઘાતો પાડે તેવું ભાજપમાં ચર્ચાઈ રહ્યું છે. હોદ્દેદારો માન નહીં રાખે તો અધિકારીઓ ક્યાંથી રાખશે? સામાન્ય સભાની બેઠકમાં ભાજપના કાઉન્સીલરો રજૂઆત કરી રહ્યા હતા ત્યારે મેયર અને પક્ષના નેતા દ્વારા તેઓને અટકાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમયે ભાજપના કોર્પોરેટરોએ સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે જાે પક્ષના હોદ્દેદારો જ અમારું માન નહીં રાખે તો અધિકારીઓ પણ અમને માન નહીં આપે. એટલે કે પરોક્ષ રીતે એવું કહેવામાં આવ્યું હતું કે ભાજપના કોર્પોરેશન હોદ્દેદારો જ તેમના સાથી કાઉન્સિલરોને માન નથી આપતા ને એના કારણે અધિકારીઓ પણ તેઓને માન નથી આપતા. જાે વાત સાચી હોય તો આગામી દિવસોમાં ભાજપમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે. પક્ષના નેતાને કાઉન્સિલરોએ બેસાડી દીધા સામાન્ય સભાની બેઠકમાં ભાજપના કાઉન્સીલરો દ્વારા થઈ રહેલી રજૂઆત અટકાવવા માટે ભાજપના પક્ષના નેતા અલ્પેશ લીમ્બાચીયા એ કાઉન્સીલરોને બેસી જવા માટે કહ્યું હતું પરંતુ ભાજપના આ નેતાને કાઉન્સિલરોએ બેસાડી દઇ કહ્યું હતું કે તમે અમને અમારી રજૂઆત કરતાં અટકાવી નહીં શકો. પક્ષના નેતાને જ આવી રીતે બેસાડી દેવામાં આવતા એક સમયે સામાન્ય સભાની બેઠકમાં સન્નાટો છવાઇ ગયો હતો. મેયરે કહ્યું હવે તમે કમિટીના અધ્યક્ષ સામાન્ય સભાની બેઠકમાં જ્યારે ભાજપના કાઉન્સીલરો ગેરકાયદેસર કનેક્શન અને લિકેજના મામલે રજૂઆત કરી રહ્યા હતા ત્યારે મેયર કેયુર રોકડીયાએ ડાયસ પરથી એવી જાહેરાત કરી હતી કે હવે તમે લોકો આ કમિટીના સભ્ય અને અધ્યક્ષ ગેરકાયદેસર કનેક્શન શોધી લાવો. આપણે તેને કાપીને તેનું નિરાકરણ કરીશું. પરંતુ મેયરના આવા વલણ સામે નારાજગી વ્યક્ત કરતા કાઉન્સિલરોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અધિકારીઓનું કામ અમે શું કામ કરીએ? અમારું કામ રજૂઆત કરવાનું છે. ગેરકાયદેસર કનેક્શન શોધવા અને લીકેજ શોધી તેનું રિપેરિંગ કરવું એ કામગીરી વહીવટી તંત્રના અધિકારીઓની છે. શાસક પક્ષના કાઉન્સીલરો દ્વારા કરવામાં આવેલી આવી રજૂઆત ના પણ ભાજપમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. વિપક્ષી નેતાએ પણ કટાક્ષ કર્યો સામાન્ય રીતે સામાન્ય સભાની બેઠકમાં શાસક પક્ષની ભૂલો પર વિપક્ષ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવતા હોય છે. પરંતુ આજે મળેલી સામાન્ય સભામાં વિપક્ષની ભૂમિકામાં શાસક પક્ષના કાઉન્સીલરો જાેવા મળ્યા હતા. આ દ્રશ્ય જાેઈ વિપક્ષી નેતા અમી રાવતે શાસક પક્ષના કાઉન્સિલરની રજુઆતોને બિરદાવી હતી. અને, વહીવટી તંત્રની આવી ભૂલો જાહેરમાં સ્વીકાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
  વધુ વાંચો
 • ગુજરાત

  અનામત બેઠકો પર અન્યાય અંગે આયોગને ફરિયાદ

  વડોદરા : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં શૈક્ષણિક સ્ટાફની ભરતીમાં ગોટાળાની બૂમ ઉઠી છે. યુનિવર્સિટીના કેટલાક સિન્ડિકેટ સભ્યોએ આ મુદ્દે આકરો વિરોધ નોંધાવ્યો હતો. આ ભરતીકાંડ વધુ ઘેરો બન્યો છે અને વિરોધ કરી રહેલા સિન્ડિકેટના સભ્યોએ મંગળવારે જણાવ્યું હતું કે આ ભરતીમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના ઉમેદવારોને ઘોર અન્યાય થયો હતો.યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલા, દિલીપ કટારિયા, સરકાર નિયુક્ત સેનેટ સભ્ય સુનીલ કહાર અને વ્રજેશ પટેલે જણાવ્યું હતું કે યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં શૈક્ષણિક સ્ટાફની ભરતીમાં વ્હાલાં દવલાંની પસંદગી કરાઇ હોવાની ફરિયાદ કરી હતી. તેઓએ કહ્યું કે ભરતીમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના ઉમેદવારોને અન્યાય થયો છે. તેઓએ અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અને પછાત વર્ગ આયોગ સમક્ષ માંગણી કરી છે કે ભરતી માટેની પસંદગી સમિતિ સામે પગલાં ભરાય અને ખાસ સમિતિની રચના કરીને ભરતી પ્રક્રિયામાં સામેલ બધી વ્યક્તિઓની તપાસ કરાય. જાે ભરતીમાં ગોટાળો જણાય તો વી.સી. પરિમલ વ્યાસને પદભ્રષ્ટ કરવા જાેઇએ. તેઓએ વિવિધ વિભાગોમાં પછાત જાતિના ઉમેદવારોને અન્યાય થયાની વિગતો આપી હતી. પસંદગી પામેલા પછાત વર્ગના ઉમેદવારની વિગતો ક્રમ ફેકલ્ટી વિભાગ કુલ જગ્યા આરક્ષિત પસંદગી પામેલા ઉમેદવારો ૧. આટ્‌ર્સ અર્થશાસ્ત્ર ૧૦ ૭(એસસી-૨, ૦     એસટી-૩, એસઇબીસી-૨   સમાજશાસ્ત્ર ૮ ૬ (એસસી-૧, એસટી-૧, ૧ (સામાન્ય વર્ગ     એસઇબીસી-૩, ઇડબલ્યુએસ-૧   સિંધી ૧ ૦૦ ૧ (સામાન્ય વર્ગ)   ફ્રેન્ચ ૧ ૦૦ ૧ (સામાન્ય વર્ગ) ૨. ફાઇન આટ્‌ર્સ સ્કલ્પચર ૪ ૧ (એસઇબીસી-૧) ૧ (સામાન્ય વર્ગ) ૩. પરફોરર્મિંગ આટ્‌ર્સ ડ્રામા ૫ ૩ (એસઇબીસી-૨, એસટી-૧) ૨ (સામાન્ય વર્ગ) ૪. ટેકનોલોજી એપ્લાઇડ ફિઝિક્સ ૩ ૧(એસટી-૧) ૧ (સામાન્ય વર્ગ)   ટેસ્સટાઇલ ૧૦ ૪(એસસી-૨, ૧ (સામાન્ય વર્ગ)   એન્જિનિયરિંગ એસઇબીસી-૨, એસટી-૧) ૧ (એસઈબીસી)   કમ્પ્યુટર એન્જિ. ૩૧ (એસઇબીસી-૧) ૨ (સામાન્ય વર્ગ)     ૧ (એસઇબીસી) ૫. સોશિયલ વર્ક સોશયિલ વર્ક ૯ ૭ (એસસી-૨, એસટી-૩, ૨ (સામાન્ય વર્ગ)     એસઇબીસી-૨ ૬. હોમ સાયન્સ કમ્યુનિકેશન ૫ ૪ (એસટી-૩, એસઇબીસી-૨) ૧ (સામાન્ય વર્ગ) ૭ કોમર્સ બિઝનેસ ૧૩ ૧૦ સામાન્ય, એસઇબીસી-૩   ઇકોનોમિક્સ (૧૦ ઉમેવારોએ ઇન્ટરવ્યુ આપ્યા) ૮ સામાન્ય વર્ગ, એસસી-૧     એસસી-૩ (૧૦ ઉમેદવારોએ ઇન્ટરવ્યુ આપ્યા      પરંતુ કોઇની પસંદગી નહીં   બિઝનેસ ૨ એસઇબીસી-૨ ૭ ઉમેદવારોએ ઇન્ટરવ્યુ આપ્યા   ઇકોનોમિક્સ પરંતુ કોઇની પસંદગી નહીં
  વધુ વાંચો
 • ગુજરાત

  ઈદ એ – મિલાદ નિમિત્તે શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા વિવિધ વિસ્તારોમાંથી જુલુસ કાઢવામાં આવ્યા હતા

  મુસ્લિમ બિરાદરોએ ઈદ-એ મિલાદ નિમિત્તે શહેરમાં ઠેરઠેર જુલુસ કાઢી ધાર્મિક માહોલ રચી દીધો હતો. શહેરની તમામ મસ્જીદોને રોશનીથી શણગારાઈ હતી તથા મુસ્લિમ ધર્મના આબાલ વૃદ્ધોએ ઈદ-એ મિલાદ નિમિત્તે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી પાક પરવરદિગારની ખિદમતમાં નમાજ અદા કરી હતી.
  વધુ વાંચો
 • ક્રાઈમ વોચ

  હાલોલ- વડોદરા રોડ પર LCBએ જરોદ પાસેથી વેદેશી દારુ ભરેલ ટેમ્પો પકડ્યો

  વાઘોડિયાવડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે એકવાર ફરી વિદેશી દારુની હેરાફેરી કરતો ડાલુ ટેમ્પો પેટ્રોલીંગ દરમ્યાન જરોદ રેફરલ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે. હાલોલ - વડોદરા રોડપર જરોદ પાસે આવેલ રેફરલ ચોકડી નજીક વે વેઈટ હોટલ પાસેથી વડોદરા ગ્રામ્ય LCBને બાતમી મડી હતી કે હાલોલ તરફથી વડોદરા બાજુ એક ક્રીમ કલરને ડાલુ ટેમ્પો વિદેશી દારુ ભરી આવી રહ્યો છે.જેથી LCBના મહેન્દ્ર સિંહ, કનુભાઈ, રવિભાઈ અને મેહુલ સિંહે વોચ ગોઠવી હતી. ડાલુને આવતા તેને રોકવાની કોશીષ કરી હતી.પરંતુ ડાલુ ચાલકે પુરપાટ ઝડપે હંકારતા પોલીસે ફિલ્મીઢબે પીછો કરી ડાલુ ટેમ્પાને હોટલ વે વેઈટ પાસે કોર્ડન કરી પકડી પાડ્યો હતો. ડાલુમા બેસેલ એક ઈસમ ડાલુનો દરવાજો ખોલી ભાગી ગયો હતો. જ્યારે બીજો ઈસમ પોલીસના હાથે જડપાઈ ગયો હતો.ડાલુ ટેમ્પાની પાછળની બાજુ બોડીનીચે ચોરખાનુ બનાવેલુ હતુ જેમા વિવિઘ બ્રાન્ડના વિદેશી દારુ ભરેલી બોટલ નંગ ૨૪૦ જેની કિંમત ૩,૯૩,૩૬૦/- તથા ડાલુ ટેમ્પાની કિંમત એક લાખ સાથે મોબાઈલની કિંમત એક હજાર તથા આરોપીની અંગજડીથી મડેલ ૫૪પ૬૦/- તથા પ્લાસ્ટીક કેરેટ કિંમત ૨૦૦ રૂપીયા કુલ મડી ૫,૪૯,૧૨૦/- રૂપિયાનો કુલ મુદ્દામાલ જડપી પાડ્યો હતો.પકડાયેલ આરોપી સંજય જેન્તીલાલ મોદી જહાંગીરપુરા ટીવાણી એપાર્ટમેન્ટ ૩૦૪ ઓલ પાડ રોડ સુરત પોલીસના હાથે જડપાઈ ગયો હતો, જયારે લક્ષ્મણસિંહ રામસિંહ રાજપુત વરાછા ઈશ્વરનગર, સુરત મુળ રાજસ્થાનનો પોલીસને જોતા ઘટના સ્થળેથી ફરાર થયો હતો.LCBએ વિના પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે પ્રતિબંઘીત વિદેશી દારુની હેરાફેરી કરવા બદલ ગુન્હોં નોંઘી વઘુ તપાસ હાથ ઘરી છે
  વધુ વાંચો
 • ગુજરાત

  થેલો લૂંટવા ફાયરિંગ કરી ફરાર ચાર લુંટારુને શોધતી પોલીસ

  વડોદર : શહેરના નિઝામપુરામાં થોડાક સમય પૂર્વે રાજકોટના જવેલર્સ પેઢીના કર્મચારીઓની નજર ચૂકવીને કારમાંથી સવા બે કરોડના સોનાના દાગીનાની ચોરીની ઘટના બની હતી.ત્યારે ગત રાત્રીના નિઝામપુરા આશીયાના સોસાયટીમાં બે બાઇક પર આવેલ ચાર લૂંટારુઓએ થેલામાં દાગીના હોવાનું માનીને જવેલર્સ પર રિવોલ્વરથી ફાયરીંગ કરીને પગમાં ગોળી મારવાની ઘટનાએ પોલીસની ઊંઘ હરામ કરી છે.પોલીસે લૂંટારુના સગળ મેળવવા વિવિધ ટીમો રવાના કરી છે.મળતી માહિતી મુજબ નિઝામપુરા બસ સ્ટેન્ડપાછળ આશીયાના સોસાયટામાં રહેતા ભાવેશ ભરત સોની છાણી ગામ સોખડા રોડ પર જૂની પાણીની ટાંકીસામે શ્રી અંબે જવેલર્સ નામની સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવે છે.ભાવેશ ભાઇ ગતરાત્રીનાનિત્યક્રમ મુજબ દુકાન બંધ કરી હિસાબ કીતાબના ચોપડા થેલામાં મૂકી કારમાં બેસીને ઘરે આવવા નીકળ્યાહતા.દરમ્યાન તેઓ છાણી કેનાલ સીતારામ કોમ્પલેક્ષમાં આવેલ તાપી હોટલમાં જમવાનું પાર્સલ કરી કારમાં બેસી ઘરે ગયા હતા.અને ઘરની પાસે કાર પાર્ક કરીને પાર્સલ કાઢી દાગીનાનો થેલો કાઢતા હતા.ત્યારે એક બાઇક પર ખભા ઉપર થેલો લટકાવી આવેલ માસ્કધારી બે અજાણ્યા યુવાનોએ બાઇક કાર પાછળ મૂકી ક્રીમ કલરનું શર્ટ પહેરેલ યુવાને ભાવેશભાઇને સાબજી સાબજી કહી ઉભા રાખ્યા હતા.અને બીજાએ કારમાંથી થેલો લૂટવાની કોશિશ કરતા ભાવેશભાઇએ કારનો દરવાજાે બંધ કરી દીધો હતો.અને લૂટારુને રોકવા ત્રણેય વચ્ચે ઝપાઝપી થઇ હતી.જેમાં જમવાનું પાર્સલનો ડબ્બો બચાવ માટે ઉગામતા ઉશ્કેરાયેલ વ્હાઇટ ગ્રીન પટ્ટાવાળી ટી શર્ટ પહેરેલ યુવાને કાળા કલરની પિસ્તોલ રીવોલ્વર જેવું હથિયાર કાઢી એક ગોળી ભાવેશભાઇના જમણાં પગની ઘૂટણની નીચેના ભાગે મારતા લોહી નીકળવા લાગ્યું હતું.ભાવેશભાઇએ બૂમાબૂમ કરતા બીજા બે યુવાનો બાઇક પર પહોંચી ગયા હતા.અને પકડાઇ જવાની બીક લાગતા બીજા એક યુવાને કાર પાછળ મૂકેલી બાઇક ચાલુ કરી ઝપાઝપી કરનાર બે યુવાનને બાઇક પર બેસાડી કાશીવિશ્વનાથ મંદિર થઇ છાણી જકાત નાકા તરફ ભાગી ગયા હતા.આ બનાવને પગલે આજૂબાજુના લોકો ભેગા થઇ ગયા હતા.અને ભાવેશ તેમના પાડોશી  મિત્ર ભાવીન ગજ્જર સાથે સારવાર કરવા છાણી ખાનગી હોસ્પિટલમાં ગયા હતા.આ બનાવ બન્યા પછી ભાવેશભાઇએ ફતેહગંજ પોલીસ મથકે લૂંટ તેમજ ફાયરીંગની ઘટના બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે  વિવિધ ટીમો કામે લગાવી લૂટારુઓનું પગેરુ શોધવાની કોશિશ કરી છે.અને સીસીટીવી કેમેરાની પણ મદદ  લીધી છે. બોકસ લૂંટારુઓને પકડવા ફતેહગંજની સાથે ડીસીબીની ટીમ કામે લાગી નિઝામપુરામાં રાત્રીના જવેલર્સ પર લૂંટના ઇરાદે ફાયરીંગની ઘટનાથી પોલીસની ઊંઘ હરામ થઇ ગઇ છે.આ બનાવને પગલે પોલીસ વિભાગે લૂંટારુઓના સગળ મેળવવા ફિંગર પ્રિન્ટ એક્ષપર્ટ, એફએસએલ તેમજ ડોગ સ્કવોર્ડની મદદ લીધી છે.અને પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા આ ચારેવ લૂંટારુઓ કેમેરામાં કેદ થયા છે.ત્યારે પોલીસે બાઇક નંબરના આધારે તેમજ શહેરના અન્ય વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરીને આ લૂંટારુઓ ક્યાંથી આવ્યા હતા.તેની તપાસ શરુ કરી છે. સાથો સાથ પોલીસ આ ગેંગ સ્થાનિક હોવાનું પ્રાથમિક તબક્કે માની રહી છે.એસીપી પરેશ ભેંસાણીયાના જણાવ્યા મુજબ આ બનાવમાં ફતેહગંજ પોલીસની મદદે ડીસીબીની સર્વેલન્સ ટીમ પણ કામે લાગી છે.અને લૂંટારુઓ ફતેહગંજ બ્રીજથી છાણી સુધીના તમામ સીસીટીવી કેમેરામાં આ ચારેવ નજરે ચઢે છે.અને આ લોકોને કોઇએ ટીપ આપી હોવાની શક્યતા છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  તારીખ.. ૫ે.. તારીખ..થી કંટાળેલા ઈસમ દ્વારા અદાલતી સંકુલમાં જ આત્મવિલોપનનો પ્રયાસ

  વડોદરા : શહેરના દિવાળીપુરા ખાતે આવેલી ડિસ્ટ્રિકટ કોર્ટમાં પારિવારિક મિલકતો સંદર્ભે ચાલતા કેસમાં અવારનવાર પડતી તારીખોથી કંટાળીને આધેડ વયની વ્યક્તિએ કોર્ટની બહાર પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાના બનાવથી ચકચાર મચવા પામી છે. બપોરના સુમારે આધેડની ચીસો સાંભળી સ્થળ પર હાજર વકીલો દોડી આવી આગ બુઝાવીને તેમને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી ડિસ્ટ્રિકટ કોર્ટમાં બપોરના સુમારે અસીલો અને વકીલોની અવરજવર ચાલુ હતી. બપોરના લગભગ ત્રણ વાગ્યાની આસપાસ કોર્ટના પહેલા માળના બાથરૂમમાં ઈન્દ્રવદન દવેએ પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને કોર્ટની બહાર આવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટ સંકુલના પહેલા માળે બનેલી આ ઘટનામાં સળગતા ઈન્દ્રવદન દવેની બૂમો સાંભળી સ્થળ પર હાજર વકીલો અને અન્ય અસીલો દોડી આવીને આગ બુઝાવી નાખી હતી તેમજ ૧૦૮ મારફત ગંભીર રીતે દાઝેલા ઈન્દ્રવદન દવેને સારવાર માટે ગોત્રી ખાતેની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને અત્રેની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના સંદર્ભે કોર્ટમાં હાજર વકીલોએ જણાવ્યું હતું કે, આત્મહત્યાનો પ્રયાસ કરનાર ઈન્દ્રવદન દવેનોે પારિવારિક મિલકતના મામલે વરસોથી ચાલતા ઝઘડા અંગેનો કોર્ટ કેસ ચાલુ છે. આ સિવિલ મેટરમાં કોર્ટમાં અવારનવાર પડતી તારીખોથી કંટાળીને ઈન્દ્રવદન દવેએ આ પગલું ભર્યું છે. ઈન્દ્રવદન દવે કોર્ટમાં થેલી લઈને આવ્યા હતા અને થેલીમાં કાગળિયાઓની સાથે પેટ્રોલ ભરેલી બોટલ પણ સાથે લાવ્યા હતા. હજુ ન્યાય નહીં મળે તો ઘરના તમામ સુસાઈડ કરશે ડિસ્ટ્રિકટ કોર્ટની બહાર પોતાના શરીર પર પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરનાર પ૬ વર્ષીય ઈન્દ્રવદન દિનકરરાય દવે (રહે. યમુનાનગર સોસાયટી, ઝવેરનગર પાસે, વાઘોડિયા રોડ) શરીરના પીઠના ભાગે દાઝી ગયેલા હોવાથી તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં સારવાર લેતા ઈન્દ્રવદનભાઈએ જણાવ્યું હતું કે, સામાવાળાએ ૩૦૭નો ખોટો કેસ રાવપુરામાં બનાવ્યો છે તે પહેલાં ૧૩૮નો કેસ હતો, જે રફેદફે કરી નાખ્યો, જેના પુરાવા માગ્યા નથી. આ કેસ મારા ભાઈનો છે. મને આ કેસમાં ખોટો સાક્ષી બનાવી તેના પુરાવા નહીં મંગાવીને સાજીસ કરી કેસને ફાઈલ કરી નાખ્યો છે. આ બાબતે ઉપલી અદાલતમાં ગયા, ત્યાં હાઈકોર્ટના વકીલ કહે છે, તમે હારી ગયા, કોઈ કેસની નકલ આપવા તૈયાર કે કેસની વિગત સમજાવવા તૈયાર નથી અને કહે છે કે, સુપ્રીમમાં જવાની તાકાત છે? સાહેબ નાના માણસને અહીંનું જ્ઞાન નથી, તો સુપ્રીમનું જ્ઞાન ક્યાંથી હોય! ઈન્દ્રવદનભાઈએ વધુમાં જણાવ્યું કે, અહીં વકીલોની મિલીભગતથી કેસો ચાલે છે જેની પાસે ઝેર ખાવાનો રૂપિયો નથી તેને કરોડપતિ બનાવી દીધો. મિલકતો, દાગીના બધુ પડાવી માતા પાસેથી પડાવી લીધું, હજુ ન્યાય નહીં મળે તો વારાફરથી ઘરના બધા સુસાઈડ કરશે. ખરેખર તો મને ન્યાય માગવાની રીત જ ના સમજાઈ. હાલમાં ઉપરોક્ત સ્થળે ભાઈ સાથે દસ દિવસથી રહું છું, મારું જીવન આ વકીલોને ફી ચૂકવવા છેલ્લા પાંચ વર્ષથી રોડપર રખડતો-ભટકતો થઈ ગયો છું, ગમે ત્યાં રહું છું અને સૂઈ જાઉં છું. છૂટક મજૂરી કામ કરી, રિક્ષા ચલાવી લઉં છું. છેલ્લા ત્રણ વર્ષથી જેલ રોડ પર રહું છું. મારા વકીલો શહેરના ધુરંધર વકીલો છે, પરંતુ તેઓ મને ન્યાય નહીં અપાવી શકે તેવું ઈન્દ્રવદનભાઈએ જણાવ્યું હતું.
  વધુ વાંચો
 • ગુજરાત

  પેથાપુર નજીક તરછોડાયેલો સ્મિત સચિન દીક્ષિતનો જ પુત્ર :ડી.એન.એ રિર્પોટ મેચ થયા

  ગાંધીનગર : ગાંધીનગરના પેથાપુર સ્મિત નામના બાળકને તરછોડવાની ઘટનામાં ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવી ગયો છે. તરછોડાયેલું બાળક સચિન દીક્ષિતનું જ હોવાનું પુરવાર થયુ છે. આરોપી સચિન દીક્ષિત અને બાળકના ડી.એન.એ મેચ થયા છે. ત્યારે સમગ્ર કેસમાં પોલીસ માટે ડી.એન.એ પરિણામો મહત્વપૂર્ણ પુરાવો બની રહેશે. બાળકને તરછોડવાના કેસમાં ગાંધીનગર કોર્ટે સચિન દિક્ષિતને જામીન આપ્યા હતા. લિગલ સેલ તરફથી મળેલા સચિનના વકીલને ગાંધીનગર કોર્ટમાં રજૂઆત કરી હતી. ત્યારે સચીનના વકીલે કોર્ટમાં કહ્યું કે, સચિનનો ગુનો જામીન લાયક છે. તેની સામે કલમ ૩૬૩ અને ૩૧૭ લગાવી છે. આ ગુનામાં અજાણ્યા ઈસમ સામે પોલીસે ફરિયાદ કરી છે. સચિનની સામે નામ જાેગ ફરિયાદ નથી. તેથી સચિનને આ કેસમાં જામીન પર મુક્ત કરવામાં આવે. હજુ ડી.એન.એ ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી છે. માટે તે સાબિત થતું નથી કે, ત્યજવામાં આવેલું બાળક સચિનનું જ છે. તેથી તેના પર ૩૬૩ અને ૩૧૭ કલમ લાગુ પડતી નથી. આ કારણે સચિનને જામીન મળવા જાેઈએ. ગાંધીનગરના પેથાપુર ગૌશાળામાં બાળકને તરછોડવાની ઘટના બાદ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો.
  વધુ વાંચો
 • ગુજરાત

  અલ્પુ સિંધીના રિમાન્ડ પૂરા થતાં જેલના સળિયા પાછળ ધકેલાયો

  વડોદરાઃ ગ્રામ્ય વિસ્તારમાંથી જિલ્લા પોલીસે માર્ચ મહિનામાં પોણા ત્રણ લાખની કિંમતનો દારૂનો જથ્થો એક ગોડાઉનમાંથી ઝડપી પાડયો હતો. જે ગુનામાં માલ સપ્લાયર બૂટલેગર અલ્પુ સિંધીનું નામ ખૂલવા પામ્યું હતું. જે ગુનામાં ધરપકડ કરાયેલા આરોપી અલ્પુ સિંધી ઉર્ફે અલ્પેશના આજે રિમાન્ડ પૂરા થતાં તાલુકા પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતાં અત્રેની અદાલતે આરોપી અલ્પુ સિંધીને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે.દારૂ-જુગાર સહિતની હેરાફેરીને અટકાવવા માટે જિલ્લા પોલીસે ગત માર્ચ મહિનામાં વરણામા હદ વિસ્તારમાંથી દારૂનું ધમધમતું ગોડાઉન ઝડપી પાડયું હતું. પોલીસના આ છાપામાં ગોડાઉનમાંથી એક શખ્સ અને રૂા.ર.૮૭ લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આરોપીની ઘનિષ્ઠ પૂછપરછમાં દારૂનો જથ્થો બૂટલેગર અલ્પુ સિંધીએ આપ્યો હોવાનું ખૂલવા પામતાં પોલીસે આરોપી અલ્પુ ઉર્ફે અલ્પેશ સિંધીની પ્રોહિબિશનના આરોપ હેઠળ ધરપકડ કરી હતી તેમજ આ ગુનાની તપાસ માટે પોલીસે આરોપી અલ્પુ સિંધીના અદાલતમાંથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જે રિમાન્ડ આજે પૂરા થતાં પોલીસે તેને અદાલતમાં રજૂ કરતાં અત્રેની અદાલતે આરોપી અલ્પુ સિંધીને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  આરોપી અશોક જૈનના રિમાન્ડ પૂરા થતાં કોર્ટે જેલમાં મોકલ્યો .

  વડોદરા ઃ શહેરમાં લૉનો અભ્યાસ કરતી હરિયાણાની યુવતી ઉપક દુષ્કર્મ આચરવાના ગુનામાં ધરપકડ કરાયેલા આરોપી અશોક જૈનના આજે રિમાન્ડ પૂરા થતાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીને અદાલતમાં રજૂ કરતાં અત્રેની અદાલતે તેને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે.રેસકોર્સ વિસ્તારમાં સી.એ.ની ઓફિસમાં કામ કરતી અને લૉ નો અભ્યાસ કરવા આવેલ પરપ્રાંતીય યુવતી ઉપર તેના બૉસ અને ક્લાયન્ટે દુષ્કર્મ આચારી ન્યૂડ ફોટા પાડી લીધા હોવાના બનાવ અંગે યુવતીએ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે પછી પોલીસે આરોપી રાજુ ભટ્ટને જૂનાગઢથી ઝડપી પાડયો હતો. ત્યાર બાદ પોલીસે ઓકટોબર માસની ૭મી તારીખે ફરાર આરોપી અશોક જૈનને પાલિતાણાથી ઝડપી પાડયો હતો. આ ગુનાની ગંભીરતા જાેતાં પોલીસે ઘનિષ્ઠ તપાસ માટે આરોપી અશોક જૈનના આજદિન સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. જાે કે, રિમાન્ડ દરમિયાન પોલીસે સમગ્ર ઘટનાનું રિ-કન્ટ્રકશન કરવાની સાથે તેના તમામ આશ્રયસ્થાનો ઉપર ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં આરોપી અશોક જૈનના આજે રિમાન્ડ પૂરા થતાં ક્રાઈમ બ્રાન્ચે તેને અદાલતમાં રજૂ કરતાં અત્રેની અદાલતે આરોપી અશોક જૈનને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  માસ્ટર માઈન્ડ ઉમર ગૌતમ અને ફન્ડિંગ કરનાર સલાઉદ્દીનના ૧૪ દિવસના રિમાન્ડની માગણી

  વડોદરા ઃ ઉત્તર પ્રદેશના બહુચર્ચિત ધર્માંતરણના કેસમાં માસ્ટર માઈન્ડ મનાતા ઉમર ગૌતમ અને તેને ફન્ડિંગ કરનાર આફમી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખને આજે ટ્રાન્ઝિટ વોરંટના આધારે યુ.પી. પોલીસે લોખંડી બંદોબસ્ત વચ્ચે વડોદરાની કોર્ટમાં રજૂ કરતાં એસઓજી પોલીસે કાનૂની કાર્યવાહી કર્યા બાદ બંને આરોપીઓની કસ્ટડી મેળવીને અદાલત સમક્ષ ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરી છે.ઉત્તર પ્રદેશના ધર્માંતરણના કેસમાં પકડાયેલા માસ્ટર માઈન્ડ ઉમર ગૌતમ અને તેને ફન્ડિંગ કરવાના આરોપમાં વડોદરાના આફમી ટ્રસ્ટના મેનેજિંગ ટ્‌્રસ્ટી સલાઉદ્દીન શેખની સંડોવણી બહાર આવી હતી. તેથી બંને આરોપીઓ સામે વડોદરામાં અલાયદો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સાથે બંને આરોપીઓ સામે રાષ્ટ્ર સામે યુદ્ધ છેડવાના પ્રયાસ જેવી ગંભીર કલમોનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. દરમિયાનમાં યુ.પી. પોલીસ બંને આરોપીઓને લઈને વડોદરાની કોર્ટમાં આવી રહી હોવાની માહિતીના પગલે ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી.એસ.ચૌહાણ અને સ્ટાફને કોર્ટ સંકુલ અને તેની આસપાસ ખડકી દેવામાં આવ્યો હતો. જાે કે, યુ.પી. પોલીસ લોખંડી સુરક્ષા કવચ સાથે વડોદરાની કોર્ટમાં બંને આરોપીઓને લઈને આવી હતી. બીજી તરફ આરોપી ઉમર ગૌતમ અને આરોપી સલાઉદ્દીન શેખને મળવા તેમના સગાંસંબંધીઓ ટોળે વળ્યા હતા. આરોપીઓ તરફે અમદાવાદથી ધારાશાસ્ત્રી રહીમઉદ્‌ીન ઝહીરઉદ્દીન શેખ વડોદરા કોર્ટમાં આવ્યા હતા. મોડી સાંજે બંને પક્ષોની દલીલો બાદ અદાલતે બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી લેવાનો આદેશ કર્યો હતો. એસઓજી શાખાને બંને આરોપીઓની આ ગુના સંદર્ભે ઘનિષ્ઠ પૂછપરછ કરવાની સાથે તમામ નેટવર્કમાં કોની કોની સંડોવણી છે. આરોપીઓ સામે રાષ્ટ્ર સામે યુદ્ધ છેડવાના પ્રયાસ જેવી ગંભીર કલમોનો ઉમેરો કર્યો હોઈ જે સંદર્ભે પણ તપાસ કરવાની બાકી છે. આમ આ ગુના સંદર્ભે તપાસ કરવા માટે એસઓજી શાખાએ વિવિધ કારણો હેઠળ ઝીણવટભરી તપાસ માટે બંને આરોપીઓના ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરી છે. ઉમર ગૌતમ, સલાઉદ્દીન અને કલીમને વિદેશથી ૧૫૦ કરોડ રૂપિયા મોકલાયા હોવાનું બહાર આવ્યું યુ.પી. ધર્માંતરણના ચકચારી મામલામાં મૌલાના ઉમર અને સાથીદારોને વિદેશથી રૂા.૧૫૦ કરોડનું ફંડ મળ્યું હોવાનું ઉત્તર પ્રદેશ એટીએસએ શોધી કાઢયું છે. આ મામલાના તાર ઈન્ટરનેશનલ કક્ષા સાથે જાેડાયેલા હોવાના પુરાવાઓ એટીએસને મળ્યા છે. અગાઉ વડોદરા પોલીસે પણ આ મામલાના આરોપી સલાઉદ્દીને આફમી ટ્રસ્ટ મારફતે સહાયના નામે વિદેશથી રૂા.૬૦ કરોડ જેટલી માતબર રકમ મેળવી હોવાનું શોધી કાઢયું હતું. ત્યારે મૌલાના ઉમર ગૌતમ, કલીમ અને સલાઉદ્દીનને રૂા.૧૫૦ કરોડનું ફન્ડિંગ મળ્યું હોવાનું બહાર આવ્યું છે. વિદેશી સંસ્થાઓ સાથે હાથમિલાવી ધર્માંતરણ માટે હિન્દુ ધર્મની બુરાઈ કરતી પત્રિકાઓ છપાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે જણાવ્યું છે કે, વડોદરા સ્થિત સલાઉદ્દીનની સંસ્થા અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ ઓફ ઈન્ડિયન ઓરિજિનને પાંચ વર્ષમાં ર૮ કરોડ રૂપિયા મળ્યા હતા, જે ઉમર ગૌતમને અપાયા હતા. ઉમર ગૌતમની પોતાની સંસ્થા ઈસ્લામીક દાવા સેન્ટરને રૂા.૩૦ કરોડ વિદેશથી મળ્યા હતા. જ્યારે રર કરોડ રૂપિયા કલીમની સંસ્થા અલહસન એજ્યુકેશન સોસાયટીને વિદેશથી મળ્યા હતા. મહારાષ્ટ્રના પ્રકાશ કાવડે ઉર્ફે એડમ અને તેના સહયોગીઓને બ્રિટનની એક સંસ્થાએ રૂા.પ૭ કરોડ ધર્માંતરણ માટે આપ્યા હોવાના પુરાવઓ પોલીસને મળ્યા છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખને લઈને ટીમ બપોર સુધીમાં પહોંચશે

  વડોદરા : સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમને લઈને વડોદરા પોલીસની ટીમ બાયરોડ અત્રે લઈને આવવા શુક્રવારે સવારે લખનૌથી લઈ રવાના થઈ ચૂકી છે જે શનિવાર બપોર સુધીમાં અહીં આવી પહોંચશે. યુ.પી. એટીએસ દ્વારા ધર્માંતરણના મામલે ઉમર ગૌતમને ઝડપી પાડયા બાદ એને ફન્ડિંગ કરનાર સલાઉદ્દીનને પણ વડોદરા આવીને ઝડપી લીધો હતો. ત્યાર બાદ લખનૌ અદાલતમાંથી રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન શહેર પોલીસે પણ સલાઉદ્દીન શેખ દ્વારા વિદેશોમાંથી સહાયના નામે મોટી રકમ હવાલા મારફતે મેળવી એનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિઓ અને મસ્જિદો બનાવવામાં કરાતો હોવાનું શોધી કાઢી અલગથી ગુનો નોંધ્યો હતો અને મુસ્લિમ મેડિકલ સેન્ટરના સુપરવાઈઝરની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા.શહેર પોલીસ દ્વારા પેનડ્રાઈવની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં સલાઉદ્દીનનો બધો હિસાબ હતો, પરંતુ એ પેનડ્રાઈવમાં કોમ્પ્યુટરમાંથી જ ડેટા ટ્રાન્સફર કરાયો હતો અને એ કમ્પ્યૂટરની હાર્ડડિસ્ક યુ.પી. એટીએસ લઈ ગઈ હોવાથી એ હિસાબોની વિગતો શહેર પોલીસ મેળવી જ લેશે એમ સૂત્રોએ જણાવ્યું છે. દરમિયાન ટ્રાન્સફર વોરંટ લઈ લખનૌ પહોંચેલી શહેર પોલીસની ટીમ ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખને લઈને વડોદરા આવવા રવાના થઈ ચૂકી છે, જે શનિવાર બપોર સુધીમાં અહીં આવી પહોંચશે. બંને આરો૫ીઓને સૌ પ્રથમ અદાલત સમક્ષ રજૂ કરવામાં અવશે. ત્યાર બાદ કોર્ટ દ્વારા આરોપીઓને પોલીસના હવાલે કરાશે અને રિમાન્ડ મેળવી બંનેની સઘન પૂછપરછ કરવામાં આવશે. એ દરમિયાન અનેક મોટા માથાઓની સંડોવણી અંગેની ચોંકાવનારી માહિતીઓ બહાર આવવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. દરમિયાન સીમી સાથે સંકળાયેલા ચાર જણાની પૂછપરછ ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  વર્દીધારી ગુંડાગીરીનો વધુ એક કિસ્સો બે પીધેલા પોલીસોએ ગાર્ડને ફટકાર્યો

  વડોદરા : ગઈકાલે રાત્રિના સમયે સયાજી હોસ્પિટલમાં વારસિયા વિસ્તારમાં રહેતા વિજયભાઈ રાજપૂતે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં મૃતદેહને સયાજી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. ત્યાર બાદ કોઈ કારણોસર મૃતદેહ લઈને મૃતકના સગાઓ હોસ્પિટલમાંથી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ હોસ્પિટલ દ્વારા હોસ્પિટલની પોલીસ ચોકીમાં કરવામાં આવતાં જ્યાં બે પોલીસ કર્મચારીઓ રાજાપાટમાં હોવાનું જણાઈ આવ્યું હતું.આ બંને પોલીસ કર્મચારીઓએ દારૂના નશામાં હોસ્પિટલના સિકયુરિટી ગાર્ડને તેમજ મૃતકના સગાઓને માર મારતાં હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં ભારે ભાગદોડ મચવા સાથે હંગામો મચી ગયો હતો. જાે કે, મૃતકના સગાને ફોન કરતાં સગાઓ મૃતદેહ લઈને હોસ્પિટલ ખાતે પરત આવી પહોંચ્યા હતા. તે બાદ ફરજ પરના તબીબોએ કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે કોલ્ડરૂમમાં મોકલી આપ્યો હતો. આ અંગે મળતી વિગત અનુસાર શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ વીમા દવાખાના પાસે રહેતા વિજયભાઈ બાબુભાઈ રાજપૂત (ઉં.વ.૪૬)નાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ત્યાર બાદ તેના મૃતદેહને સગાઓ સયાજી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા, જ્યાં ફરજ પરના એમએલઓ તબીબ દ્વારા કોરોના આરટીપીસીઆર સહિતની કાયદેસરની કાર્યવાહી કરતા હતા, એ દરમિયાન મૃતકના સગાઓ મૃતદેહને લઈને હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ ફરજ પરના તબીબી અધિકારીઓને થતાં તેઓએ સિકયુરિટી ગાર્ડ સંજય બારિયાને રાવપુરા પોલીસ ચોકીમાં જાણ કરવા જણાવ્યું હતું. જેથી સિકયુરિટી ગાર્ડ સંજય બારિયા પોલીસ ચોકી ગયો હતો. જ્યાં પોલીસ ચોકીના એએસઆઈ કિરણભાઈ અને પો.કો. આશિષ નામના બે પોલીસ કર્મચારીઓ દારૂ પીતા નજરે પડયા હતા. આ બંને પોલીસ કર્મચારીઓને હોસ્પિટલની સૂચના મુજબ મૃતદેહ લઈ ફરાર થઈ ગયા અંગેની જાણ સિકયુરિટીએ કરી હતી. આ બંને પોલીસ કર્મચારીઓના રંગમાં ભંગ પડતાં બંનેએ સિકયુરિટી ગાર્ડને દારૂના નશામાં ચાર-પાંચ લાફા ઝીંકી દીધા હતા. જેથી અન્ય સિકયુરિટી જવાનો દોડી આવ્યા હતા. આ પોલીસ કર્મચારીઓ દારૂના નશામાં હોવાથી બીભત્સ ગાળો અને વાણીવિલાસ કરતા હતા. જેથી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં લોકોના ટોળાં ભેગાં થઈ ગયાં હતાં. આ બનાવની જાણ તબીબો દ્વારા રાવપુરા પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસની પીસીઆર વાન આવી પહોંચી હતી અને મામલો થાળે પાડયો હતો. કેસ પેપર ઉપર લખેલા મોબાઈલ નંબરના આધારે પોલીસે મૃતકના સગાને ફોન કરતાં સગાઓ મૃતદેહ લઈને પરત હોસ્પિટલમાં આવ્યા હતા. ત્યાર બાદ ફરજ પરના તબીબોએ કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે કોલ્ડરૂમમાં મોકલી આપ્યો હતો. હોસ્પિટલની પોલીસ ચોકીના બંને કર્મચારીઓએ મૃતકના સગાઓને પણ માર માર્યો હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. આ બનાવને ૫ગલે લોકટોળા એકત્રીત થયા હતા. તેમ છતાં પોલીસ કર્મચારીઓ દ્વારા બિભત્સ વાણી વિલાસ ચાલુ રાખ્યો હતો. જેથી ઉપસ્થિત લોકો શોક અનુભવતા હતા. હોસ્પિટલના સિકયુરિટી સુપરવાઇઝર ગાર્ડના બચાવમાં આવવાને બદલે પાણીમાં બેસી ગયા સયાજી હોસ્પિટલમાં ડી.જે.નાકરાણીના ચાલતા સિકયુરિટીના કોન્ટ્રાક્ટમાં સિકયુરિટી સુપરવાઈઝર બારોટ પોલીસ સાથે સીધેસીધા ઘર્ષક કે સંબંધ બગાડવા માગતા ન હોવાથી તેમને પોતાના સિકયુરિટી ગાર્ડને બંને પોલીસ કર્મચારીઓએ માર માર્યો હોવા છતાં આ બંને પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ કરવાનું ટાળી બચાવ કરવામાં સક્રિય બન્યા હોવાની ચર્ચાએ જાેર પકડયું છે. જ્યારે બીજી તરફ કોન્ટ્રાક્ટમાં સિકયુરિટીની ફરજ બજાવતા કેટલાક સિકયુરિટી ગાર્ડ સુપરવાઈઝરના આવા વર્તનથી અસુરક્ષિત હોવાનો અહેસાસ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સયાજી હોસ્પિટલના મારામારીના બનાવમાં પોલીસ ફરિયાદી કેમ ન બની? સયાજી હોસ્પિટલમાં ગઈકાલે મોડી રાત્રે પોલીસ કર્મચારીઓ દ્વારા હોસ્પિટલના સિકયુરિટી ગાર્ડને વગરવાંકે માર મારવાના બનાવમાં પોલીસે ફરિયાદી બનીને ખોટું કામ કરનાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કેમ ગુનો ન નોંધ્યો એ ચર્ચાએ જાેર પકડયું છે. કેટલાક બનાવોમાં કોઈ ફરિયાદી ન હોય તો પોલીસ જાતે ફરિયાદી બની બનાવનો ગુનો નોંધીને ફરિયાદી બનતા હોય છે. તો આ બનાવમાં કેમ નહીં આ એક પ્રશ્ન હોસ્પિટલના કેમ્પસમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસ કર્મચારીઓના ગુનાને છાવરવા તેમજ બચાવવા માટે પ્રયાસો થઈ રહ્યા હોવાનું કહેવાય છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  મેયર સાથે ચડભડ કરનાર રાવપુરાના પીઆઇ ગોહિલની તત્કાળ અસરથી બદલી

  વડોદરા : વહો વિશ્વામિત્રી અંતર્ગત યોજાયેલ પદયાત્રામાં યવતેશ્વર કંપાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ કમિશનર આવે તે પૂર્વે રાવપુરાના પીઆઈએ ખુરશી ખાલી રાખવા સંદર્ભે કે સોશિયલ ડિસ્ટન્સ સંદર્ભે કહેતા મેયરે પીઆઈને કાંઈક કહેતા પીઆઈએ તમે ચૂપ બેસો કહેતાં મામલો ગરમાયો હતો. જાે કે, આયોજકોએ પીઆઈને બહાર લઈ જતાં મામલો થાળે પડયો હતો. પરંતુ આ સંદર્ભે ઉપસ્થિત ભાજપાના નેતાઓએ આ અંગે પોલીસ કમિશનરને ફરિયાદ કર્યા બાદ સાંજ થતાં સુધી પીઆઈની બદલી કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી.યવતેશ્વર મહાદેવ મંદિર કંપાઉન્ડમાં વહો વિશ્વામિત્રી અંતર્ગત આયોજિત પદયાત્રામાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મેયર, સાંસદ, ધારાસભ્યો, શહેર પોલીસ કમિશનર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેનાર હતા. તે માટે ગણતરીની બેઠક વ્યવસ્થા કરાઈ હતી અને તે ફૂલ થઈ ગઈ હતી. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર પહોંચે તે પૂર્વે મેયર, સાંસદ, અકોટા અને સયાજીગંજના ધારાસભ્યો પહોંચ્યા હતા અને ખુરશી પર બેઠા હતા. ત્યાં રાવપુરાના પીઆઈ સોલંકી ઉપસ્થિત હતા. દરમિયાન મળતી માહિતી મુજબ પીઆઈ સોલંકીએ એક ખુરશી ખાલી રાખવા કે બે ખુરશીઓ વચ્ચે અંતર જાળવવાનું કહેતાં મેયરે પણ કાંઈક કહ્યું હતું. દરમિયાન પીઆઈ સોલંકીએ તમે ચૂપ રહો કહેતાં શાંત ગણાતા મેયરનું અપમાન થતાં મેયરે રોષ વ્યક્ત કર્યો હતો. સાંસદની હાજરીમાં ગેરવર્તનથી સાંસદ પણ નારાજ થયા હતા. જાે કે, દરમિયાન પોલીસ કમિશનર ડો. સમશેરસિંગ આવતાં આ અંગે મેયર અને સાંસદે સમગ્ર મામલાની જાણકારી સર્કિટ હાઉસ ખાતે મળવા કહ્યું હોવાનું જાણવા મળે છે. જાે કે, સવારે થયેલી આ ઘટના બાદ સાંજ થતાં સુધીમાં તો પીઆઈ સોલંકીની રાવપુરા પોલીસ મથકમાંથી કંટ્રોલ રૂમમાં બદલી કરાઈ હતી. જાે કે, પોલીસ વિભાગ દ્વારા આ બદલી વહીવટી કારણોસર રૂટિન પ્રક્રિયાના ભાગરૂપે થઈ હોવાનું જણાવાયું હતું.
  વધુ વાંચો
 • ગુજરાત

  ઉત્સવપ્રિય નગરી વડોદરાએ પરંપરાગત રીત-રિવાજાે સાથે ‘દશેરા’ પર્વ ઉજવ્યો

  દશેરા નિમિત્તે પ્રતિવર્ષની જેમ ઉત્તર ભારત સાંસ્કૃતિ સંઘ દ્વારા રામલીલાની ઉજવણી કરાઈ હતી. લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે મહારાજા સમરજિતસિંહજી ગાયકવાડે શસ્ત્રપૂજનની વિધિ સંપન્ન કરી હતી. આજે દિવસભર વડોદરાવાસીઓએ ફાફડા- જલેબીની જ્યાફત માણી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  વડોદરામાં સયાજી હોસ્પિટલની મધર્સ મિલ્ક બેંકમાં 2 વર્ષમાં 4815 માતાઓએ દૂધનું દાન કર્યું

  વડોદરા-વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના રૂક્ષ્મણી ચેનાની પ્રસુતિ ગૃહના ત્રીજા માળે આવેલી મધર્સ મિલ્ક બેંકે બે વર્ષ પૂર્ણ કર્યાં છે. તેની કામગીરીનું સરવૈયું માંડીએ તો બે વર્ષમાં 4815 ધાત્રીઓએ આ બેંકમાં 549 લીટર અમૃતથી અદકેરું ધાવણ( દૂધ) જમા કરાવ્યું જે 1578 ભૂલકાઓ માટે જીવનશક્તિનો સ્રોત બન્યું છે. ક્યારેક એવા સંજોગો સર્જાય છે, જ્યારે માતાને પૂરતું ધાવણ આવતું હોય તેમ છતાં નવા જન્મેલા બાળકને માતા સીધેસીધી ધવડાવી શક્તિ ન હોય. માતાની સર્જરી થઈ હોય કે, અન્ય કોમ્પલિકેશનને લીધે માતા આઈસીયુમાં સારવાર હેઠળ હોય અને સ્વસ્થ બાળક વોર્ડમાં હોય, બાળક અધૂરાં માસે, ખૂબ ઓછા વજનનું જન્મ્યું હોય અને તે જાતે ધાવી શકે એવી સ્થિતિમાં ન હોય ત્યારે તાલીમબદ્ધ સ્ટાફ એવી માતાનું ધાવણ બ્રેસ્ટ મિલ્ક પંપના ઉપયોગથી મેળવી, પેશ્ચ્યુરાઇઝ કરી તેના બાળકને આપે છે. 5304 બાળકોને પોતાની જ માતાનું દૂધ અહીં આ રીતે સુલભ બનાવવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે તેના માટે જરૂરી અનુદાન અને દૂધને જંતુરહિત,શુદ્ધ કરવા માટે પેશ્ચ્યુરાઈઝર ઇકવિપમેંટ, માતાના દૂધના દોહન માટે જરૂરી બ્રેસ્ટ મિલ્ક પંપ,સંગ્રહ અને સાચવણીમાં ઉપયોગી ફ્રીજર, ડીપ ફ્રિજર જેવી પાયાની સાધન સુવિધા આપવાની સાથે સ્ટાફને જરૂરી તાલીમ આપી હતી. અને મમતાની સરવાણી જેવી આ સંસ્થાએ તાજેતરમાં પૂરી થયેલી નવરાત્રિમાં શિશુ સેવાના યશસ્વી બે વર્ષ પૂરાં કર્યા છે. તેની કામગીરીનું સરવૈયું માંડીએ તો વિગત વર્ષમાં 4815 ધાત્રીઓએ આ બેંકમાં 549 લીટર અમૃત થી અદકેરું ધાવણ( દૂધ) જમા કરાવ્યું જે 1578 ભૂલકાઓ માટે જીવનશક્તિનો સ્રોત બની રહ્યું.આ ઉપરાંત ક્યારેક એવા સંજોગો સર્જાય છે જ્યારે માતાને પૂરતું ધાવણ આવતું હોય તેમ છતાં નવા જન્મેલા બાળકને માતા સીધેસીધી ધવડાવી શક્તિ ન હોય.સયાજી હોસ્પિટલની આ દૂધ સેવા સંસ્થા દેશમાં માતૃ દૂધ બેંકિંગની પ્રણેતા સંસ્થાઓ પૈકીની એક છે.બાળ સારવાર વિભાગના વડા અને સ્થાપના વખતથી જ આ સંસ્થા સાથે જોડાયેલા છે એવા,બાળ સારવાર વિભાગના વડા ડો.શીલા ઐયર જણાવે છે કે,અમારી સંસ્થા માત્ર માતૃ દૂધ બેંક નથી,ધાવણ વ્યવસ્થાપન સંસ્થા છે. અમે પ્રથમ વખતની માતાને બાળકને કેવી રીતે તેડવું,કેવી રીતે ધાવણ આપવું એની તાલીમ આપીએ છે. દરેક બાળકને એની માતાનું જ દૂધ મળી રહે એ અમારી પ્રથમ કોશિશ હોય છે.તે માટે અમે ધાવણ સરળ બનાવવા માતાઓને મદદ કરીએ છે. માતા સ્વસ્થ હોય,સારું ધાવણ આવતું હોય પણ બાળક આઇ.સી. યુ.માં હોય તો તેની પોતાની જ માતાનું દૂધ મેળવી તેને પહોંચાડવાની વ્યવસ્થા કરીએ છે.એટલે અમારી સંસ્થા માત્ર માતૃ દૂધ બેંક નથી પણ તેના થી ખૂબ વ્યાપક,સર્વગ્રાહી ધાવણ વ્યવસ્થાપન કેન્દ્ર છે.કુદરતની કરામત અકળ છે.ક્યારેક કોઈ માતાને ધાવણ ખૂબ ઓછું,પોતાના બાળકની ભૂખ પણ ન સંતોષી શકે એટલું ઓછું આવતું હોય છે.તો ઘણી માતાઓને પોતાનું બાળક ધરાઈ જાય તો પણ વધે એટલું વિપુલ ધાવણ આવતું હોય છે.ત્યારે મમતા જેવા દૂધની સરવાણી વહેતી હોય એવી માતાઓ પોતાના બાળકને પૂરતું ધાવણ આપ્યાં પછી વધારાના ધાવણનું જે બાળકો કોઈપણ કારણસર માતાના દૂધથી વંચિત છે,તેમના માટે દાન કરી શકે છે એટલે કે આ બેંકમાં જમા કરાવી શકે છે.યાદ રહે કે રકતદાનની જેમ જ દૂધની દાતા માતાના શરીરને તેનાથી કોઈ જ નુકશાન થતું નથી. માતાના દૂધનું દાન રક્તદાન જેટલું જ અમુલ્ય છે. કોઈ નવજાત કે થોડું મોટું બાળક ત્યજાયેલી હાલતમાં મળી આવે ત્યારે તેને એકાદ બે સપ્તાહ સુધી સયાજી હોસ્પિટલમાં રાખવામાં આવે છે.તે દરમિયાન આવા નમાયા શિશુઓને આ બેંકમાં જમા થયેલું માતૃ દૂધ આપવામાં આવે છે જેના લીધે તેમના વિકાસને વેગ મળે છે. જે બાળકની માતા પ્રસૂતિમાં અવસાન પામી હોય તેવા નમાયા શિશુઓ માટે પણ સંસ્થા માતાનું દૂધ પૂરું પાડે છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  વિજયાદશમી નિમિત્તે CM ભૂપેન્દ્ર પટેલે કર્યું શસ્ત્ર પૂજન

  વડોદરા-નવરાત્રી નવ દિવસ બાદ દસમાં દિવસે વિજયાદશમી ઉજવાય છે. વિજસાદસમી એટલે દશેરા, સત્યનો અસત્ય પર વિજય. વિજયાદશમી એટલે અધર્મ પર ધર્મનો વિજય. આસો સુદ દસમના દિવસે દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન શ્રી રામે રાવણનો વધ કરી વિજય વિજય મળવ્યો હતો. તેથી આ તહેવારને તહેવારને વિજયાદશમી કહેવાય છે. આ ઉપરાંત માતા દુર્ગાના શુંભ-નિશુંભ પર વિજયના ઉપલક્ષ્યમાં વિજયાદશમી ઉજવવામાં આવે છે.વિજયાદશમી શક્તિની ઉપાસનાનો તહેવાર છે. શક્તિનો અર્થ છે – બળ, સામર્થ્ય અને પરાક્રમ. દરેક વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ જુદી જુદી રીતે કરે છે. ત્યાર ભારતમાં આજે આ તહેવારની ઉજવણી થઇ રહી છે. આજે ઘણા વિસ્તારમાં શસ્ત્ર પૂજન પણ કરવામાં આવશે. શત્રુ અને ખરાબ શક્તિ સામે વિજય મેળવવા માટે શાસ્ત્રનું પૂજન કરવામાં આવે છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરીકો, ભાઈ-બહેનોને વિજયાદશમી-દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રી નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, વિજ્યાદશમી પર્વે શસ્ત્ર પૂજનનો અનેરો મહિમા છે. આ વર્ષે યોજાયેલી શસ્ત્ર પૂજન વિધિમાં મુખ્યમંત્રીના સલામતી પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા અને નાયબ પોલીસ અધિક્ષકો, પોલીસ ઇન્સ્પેક્ટરો, સબ ઇન્સ્પેક્ટરો મળીને ૫૦ જેટલા સુરક્ષા કર્મીઓ જોડાયા હતા. 
  વધુ વાંચો
 • ગુજરાત

  ૭૦ હજારની મદદ કરનાર કાનજીની જામીનઅરજીની સોમવારે સુનાવણી

  વડોદરા, તા.૧૪ગોત્રીના હાઈપ્રોફાઈલ રેપકેસમાં પીડિતા અને રાજુ ભટ્ટ વચ્ચે પરિચય કરાવવાની સાથે આરોપી રાજુ ભટ્ટને રૂા.૭૦ હજાર આપી ભગાડવામાં મદદ કરનાર હાર્મની હોટેલના પૂર્વ સંચાલક કાનજી મોકરિયાએ અદાલતમાં દાખલ કરેલી જામીનઅરજીમાં બંને પક્ષોની દલીલો બાદ અત્રેની અદાલતે જેની વધુ સુનાવણી સોમવાર પર રાખી છે. અદાલતી વર્તુળોના જણાવ્યા મુજબ શહેરમાં અભ્યાસ માટે આવેલ પરપ્રાંતીય યુવતી પર દુષ્કર્મ આચરવાના કથિત ગુનામાં સંડોવાયેલા પાવાગઢ મહાકાળી મંદિરના માજી ટ્રસ્ટ રાજુ ભટ્ટ સામે ગોત્રી પોલીસમાં ગુનો દાખલ થતાં જ ફરાર થઈ ગયો હતો. આરોપી રાજુ ભટ્ટને બચાવવા માટે કાનજી અરજણભાઈ મોકરિયા (રહે. ફોચ્ર્યુન એમ્પાયર બિલ્ડિંગ, અલકાપુરી)એ સમાધાનના પ્રયાસો કર્યા હતા તેમજ પીડિતાને જીપીએસસીની પરીક્ષા આપી સરકારી અધિકારી બનવું હોવાથી કાનજી મોકરિયાએ તેના મિત્ર રાજુ ભટ્ટ સાથે પરિચય કરાવ્યો હતો. તદ્‌ઉપરાંત રાજુ ભટ્ટને ભગાડવામાં કાનજી મોકરિયાએ રૂા.૭૦ હજાર આપી રણોલી સુધી છોડી આવ્યો હતો. હાલમાં જેલવાસ ભોગવતા આરોપી કાનજી મોકરિયાએ જામીન પર છૂટવા માટે અદાલતમાં અરજી કરી હતી. જેના વિરોધમાં પોલીસે કોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરીને જણાવ્યું કે, સમાજવિરુદ્ધના ગુનાના આરોપી રાજુ ભટ્ટને ભગાડવામાં રૂા.૭૦ હજારની આર્થિક મદદ કરી છે. આરોપી સામે પ્રથમદર્શનીય પુરાવો છે. આ કેસમાં સાહેદોને ફોડી નાખી કેસને નુકસાન પહોંચાડે તેવી શક્યતા છે. આરોપીના જામીન મંજૂર કરવામાં આવે તો નિયત મુદતે હાજર રહેશે નહીં. બંને પક્ષની રજૂઆતો સાંભળ્યા બાદ અદાલતે જામીનઅરજીની વધુ સુનાવણી આગામી તા.૧૮ની પર રાખી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  મહેંદી હત્યા પ્રકરણમાં પ્રેમી સચિન દીક્ષિતની ધરપકડ કરતી પોલીસ

  વડોદરા, તા.૧૪લીવ ઈનમાં રહેતી પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી માસૂમને ઉઠાવી તરછોડી દેનાર સચિન દીક્ષિતને આજે બાપોદ પોલીસ મથકે લવાયો હતો. ખોડિયારનગર વિસ્તારમાં સિગ્નસ સ્કૂલ સામે દર્શન ઓસેસિસ ફલેટમાં ત્રણ માસ પહેલાં જ અમદાવાદથી સચિન અને તેની પત્ની મહેંદી અને દોઢ વર્ષનું બાળક રહેવા આવ્યું હતું. લીવ ઈનમાં રહેતી મહેંદીએ પતિ સચિનને ઉત્તર પ્રદેશ માતા-પિતા સાથે નહીં જવા માટે ઝઘડો કર્યો હતો. જેને લઈને ઉશ્કેરાયેલા પતિ સચિને મહેંદીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને બાળકને ઉઠાવી ગાંધીનગર ખાતે તરછોડી દીધો હતો. ગાંધીનગર અદાલતે આજે એને જામીન ઉપર મુક્ત કરતાં બાપોદ પોલીસે એનો કબજાે મેળવી અત્રે લાવી હતી અને આવતીકાલે એને અદાલત સમક્ષ રજૂકરી રિમાન્ડ માગવામાં આવશે અને ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કરવામાં આવશે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ફાફડા, જલેબી, બેસન સહિતના ૧૨૫ નમૂના લીધા ઃ ૧૫ કિલો અખાદ્ય પદાર્થનો નાશ કર્યો

  વડોદરા, તા.૧૪નવરાત્રી તથા દશેરા પર્વને ધ્યાનમાં રાખી વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફુડ સેફટી ઓફિસર્સની ત્રણ ટીમો બનાવી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફાફડા જલેબીનું વેચાણ કરતા ઉત્પાદકો તથા દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સાથે મરચા પાઉડર તથા છૂટક દૂધનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં પણ આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી હતી. આ તમામ સ્થળેથી પાલિકાની ટીમે ૧૨૫ જેટલા સેમ્પલો કબ્જે લઈ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. પાલિકાની આરોગ્ય વિભાગની ત્રણ ટીમો દ્વારા છેલ્લા ૧૫ દિવસથી ફતેગંજ, કડક બજાર, ઇલોરાપાર્ક, રાજમહેલ રોડ, ન્યુ વીઆઇપી રોડ, સંગમ ચાર રસ્તા, વાઘોડિયા રોડ સહિતના વિસ્તારની ૭૮ જેટલી દુકાનો તથા ઉત્પાદકોને ત્યા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફાફડા, જલેબી, બેસન, તેલ, ચોરાફળી ચટણી, સહિતના ૧૨૫ સેમ્પલ કબજે લઇ પૃથક્કરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. તેમજ ૫ કિલો પેપર પસ્તી અને ૧૫ કિલો અખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરના નવા બજાર, મકરપુરા, આજવા રોડ, ગોત્રી, ગોરવા સહિતના વિસ્તારમાં છૂટક વેચાતા દૂધની ૧૨ દુકાનોમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાંથી ૧૨ સેમ્પલ કબજે કરવામાં આવ્યા છે. જ્યારે મરચા પાવડર સંદર્ભે સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન હાથીખાના બજાર ખાતેની ધન ગુરૂ એન્ટરપ્રાઇઝ તથા ચોખંડી વિસ્તારમાં પાયલ ટ્રેડર્સ ખાતે દરોડા પાડી મરચા પાવડરના ૩ સેમ્પલ કબજે કરી રૂપિયા ૫૦ હજાર ઉપરાંતની કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
  વધુ વાંચો
 • ગુજરાત

  રેપ નહીં હનીટ્રેપ ઃ અલ્પુ સિંધીએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યાની ચર્ચા

  વડોદરા, તા.૧૪ગોત્રીના દુષ્કર્મકાંડમાં કેન્દ્રસ્થાને રહેલા બૂટલેગર અલ્પુ સિંધીએ પોલીસ સમક્ષ સ્ફોટક કબૂલાત કરી લીધી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. રિમાન્ડ પૂરા થયા બાદ જેલમાં ધકેલાયા અલ્પુ સિંધીને છાતીમાં દુઃખાવો ઉપડતાં આજે સયાજી હોસ્પિટલમાં લવાયો હતો, જ્યાં એને સારવાર અપાઈ હતી. વિશ્વાસપાત્ર વર્તુળોના જણાવ્યા મુજબ હરિયાણાના ગુડગાંવથી ઝડપી પાડીને અત્રે લવાયા બાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે થયેલી કડક પૂછપરછમાં અલ્પુ સિંધીએ પોતે જ હનીટ્રેપ ગોઠવી હોવાની કબૂલાત કરી હોવાનું કહેવાય છે, જેને લઈને પોલીસતંત્ર અવઢવમાં મુકાયું છે. અલ્પુ સિંધીની કબૂલાતના પગલે પૂછપરછ કરતાં અધિકારી ખુદ ચોંકી ઊઠયા હોવાનું કહેવાય છે. જાે કે, આખા પ્રકરણમાં પીડિતાના રોલ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ મિત્રતાના નાતે પીડિતાએ આપવીતી જણાવી હોય અને લાલચો આપી આરોપી અશોક જૈને અને રાજુ ભટ્ટે શારીરિક શોષણ કર્યું હોવાનું જણાવ્યા બાદ અલ્પુએ મોટા માથાઓને ખંખેરવા માટેનો પ્લાન ઘડી કાઢયો હોવાની શક્યતા છે. જાે કે, પીડિતાનું શારીરિક શોષણ તો થયું જ છે, એવા પુરાવા પણ બહાર આવ્યા છે. જાે કે, અલ્પુ સિંધી પોતે નામચીન બૂટલેગર છે અને કાયદાની છટકબારીઓ વિશે સારી રીતે જાણે છે, ત્યારે આ કબૂલાતનું મહત્ત્વ કેટલું અને એના નિવેદનને પોલીસ દ્વારા રેકોર્ડ ઉપર લેવાયું છે કે નહીં એની જાણકારી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. જેને લઈને શરૂઆતથી પેચીદા બનેલા આ મામલાનું રહસ્ય વધુ ઘેરું બનતું જાય છે. એવા અનેક સવાલો છે જેના ઠોસ જવાબો પોલીસ શોધી શકી નથી. મુખ્ય આરોપી અશોક જૈનના રિમાન્ડ આવતીકાલે પૂરા થાય છે. અગાઉ અન્ય આરોપી રાજુ ભટ્ટને છ દિવસના રિમાન્ડ પર લેવાયો હતો, એ દરમિયાન પીડિતા સાથે એની સંમતિથી ચાર વાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાની કબૂલાત કરી હતી. પરંતુ પીડિતાની રૂમમાં કેમેરો કોને લગાવ્યો અને એનું મેમરી કાર્ડ ક્યાં છે એ ઉપરાંત ૧૪મીની રાત્રે શું બન્યું, પીડિતાને માર કોણે માર્યો એ વિશે પોલીસ તપાસમાં હજુ સુધી કાંઈ સ્પષ્ટ થઈ શક્યું નથી. બચાવપક્ષ દ્વારા પણ અગાઉથી જ આ મામલો હનીટ્રેપનો હોવાનું જણાવાતું હતું. અલ્પુ સિંધી દ્વારા બહાર પડાયેલી યાદીમાં નામ અને મોબાઈલ નંબરો ઉપરાંત આધારકાર્ડના નંબરો પણ લખાયા હતા. ત્યાર બાદ મયંક બ્રહ્મભટ્ટ અને કેદાર કાણિયા વચ્ચેની વાતચીતો બહાર આવી હતી. અલ્પુ સિંધીએ કરેલી કબૂલાતને જાે રેકોર્ડ પર લેવાશે તો આ મામલો હનીટ્રેપનો જ હોવાનું સ્પષ્ટ થશે ત્યારે પોલીસ આ અંગે શું કાર્યવાહી કરે છે એની ઉપર સૌની મીટ છે. આવતીકાલે અશોક જૈનના રિમાન્ડ પૂરા થયા બાદ અદાલત સમક્ષ પોલીસ કઈ વિગતો અને પુરાવા રજૂ કરે છે એની ઉપર હવે મામલો શેનો હતો એ નક્કી થશે.
  વધુ વાંચો
 • ગુજરાત

  પત્ની-પુત્રીના હત્યારા તેજસને ચાર દિવસના રિમાન્ડ અપાયા

  વડોદરા, તા. ૧૪મુળ ગોધરાના શહેરા તાલુકાનો વતની અને ચાર વર્ષથી સમા વિસ્તારની ચંદનપાર્ક સોસાયટીમાં શ્વસુરગૃહે ત્રીજા માળે ૩૬ વર્ષીય પત્ની શોભના અને ૬ વર્ષની પુત્રી કાવ્યા સાથે રહેતા ૩૦ વર્ષીય તેજસ અંતરસિંહ પટેલ (બારિયા)ના લગ્નેત્તર સંબંધો તેમજ શોભનાને તેની સાસુ અને નણંદ સાથે અણબનાવ હોઈ આ મુદ્દે દંપતી વચ્ચે કાયમ ગૃહક્લેશ થતા હતા. આ ગૃહક્લેશથી કંટાળીને તેજસ ગત રવિવારે આઈસ્ક્રીમના કોનમાં ઉંદર મારવાની દવાનો ભુક્કો મેળવી તે પત્ની અને પુત્રીને ખવડાવી દીધા હતા અને ત્યારબાદ બંનેના મોંઢા પર ઓશિકું દબાવી તેઓના શ્વાસ રૂંધાવીને મોત નિપજાવ્યા હતા.  આ ડબલ મર્ડર કેસમાં શોભના અને તેજસ વચ્ચે ખરેખરમાં કયાં પારિવારક મુદ્દે ઝઘડા થતા હતા, તેજસનું લગ્ન બાદ પણ કોની સાથે પ્રેમપ્રકરણ છે, તેણે હત્યા માટે ઝેર ક્યાંથી અને કોની પાસેથી ખરીદેલું અને તેના મોબાઈલની કોલ્સ ડિટેઈલ કઢાવી તે કોની કોની સાથે સંપર્કમાં છે તેની તેજસને સાથે રાખીને પુછપરછ કરવાની બાકી હોવાના કારણો સાથે પીઆઈ નિલેશ બ્રહ્મભટ્ટે તેજસને આજે કોર્ટમાં રજુ કરી તેના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે તેજસને ચાર દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો હતો. તેજસને લીગલ એડ દ્વારા વકીલની મદદ પૂરી પડાઈ આરોપી તેજસને આજે દિવસ દરમિયાન તેના કોઈ જ પરિવારજનો મળવા માટે આવ્યા નહોંતો જેના પગલે તે ભારે ડિપ્રેશનમાં આવ્યો છે. આજે તેને કોર્ટમાં રજુ કરાયો હતો પરંતું તેના બચાવમાં કોઈ વકીલ ન હોઈ તેને લીગલ એડ મારફત બચાવપક્ષે ધારાશાસ્ત્રી ભાવિન પટેલની સેવા આપવામાં આવી હતી. આ બનાવમાં આવતીકાલે તેજસની માતા અને બહેન સહિતના પરિવારજનોને પણ પુછપરછ માટે આવવાની પોલીસે જાણ કરી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  પત્નીનું ગળું દબાવી અને પુત્રીને ઝેર પીવડાવી હત્યા કર્યાની કબૂલાત

  વડોદરા : શહેરના ન્યુ સમા રોડ ઉપર આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં માતા અને માસૂમ પુત્રીના ચકચારી રહસ્યમય મોત પ્રકરણનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. જેમાં પતિએ જ પત્નીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પુત્રીને ઝેર પીવડાવી દીધું હોવાની ચોંકાવનારી વિગતો પોલીસ તપાસમાં બહાર આવતાં સમા પોલીસે પતિ સામે ડબલ મર્ડરનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.શહેરના ન્યૂ સમા રોડની ચંદનપાર્ક સોસાયટીમાં રહેતાં ૩૬ વર્ષીય શોભનાબેન તેજસભાઇ પટેલ અને તેમની ૬ વર્ષની પુત્રી કાવ્યા પટેલ રવિવારે રાત્રે ૧૨ વાગે ગરબા રમીને ઘરે આવ્યાં હતાં. ત્યાર બાદ બંનેની તબિયત બગડતાં પતિ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો, જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યાં હતા. માતા-પુત્રીના શંકાસ્પદ મોતને પગલે સમા પોલીસ દોડી ગઇ હતી અને તપાસ શરૂ કરી બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી અપાયા હતા. પોલીસ દ્વારા માતા-પુત્રીના રહસ્યમય મોતના બનાવમાં મહિલાના ગળામાં ઇજાના નિશાન હોવાથી આ રહસ્યમય મોતનો ભેદ ઉકેલવા માટે પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. વિસેરા પણ લેવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ અને વિસેરા રિપોર્ટમાં પતિ તેજસ પટેલ દ્વારા પત્ની શોભના અને પુત્રી કાવ્યાનું ગળું દબાવ્યા બાદ ઝેર પીવડાવી દીધું હોવાની વિગતો બહાર આવી હતી, જેથી સમા પોલીસે પત્ની અને પુત્રીના ડબલ મર્ડરના ગુનાના આરોપમાં હત્યારા પતિ તેજસ પટેલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હત્યાને અંજામ આપતાં પહેલા મોબાઇલમાં યુ-ટ્યૂબ તથા ગૂગલમાં સર્ચ કર્યું હતું માતા-પુત્રીના રહસ્યમય મોત પ્રકરણની તપાસ કરતી પોલીસે મૃતક શોભનાબેનના પતિ તેજસ પટેલની સઘન પૂછતાછ શરૂ કરવાની સાથે તેનો મોબાઇલ તપાસ માટે કબજે લીધો હતો. જે મોબાઇલ ફોનના છેલ્લા એક મહિનાની યુ-ટ્યુબ અને ગૂગલની સર્ચ હિસ્ટ્રી તપાસતાં પોલીસ ચોંકી ઊઠી હતી. જેમાં તેજસ એક અઠવાડિયા કરતાં વધુ સમયથી પોતાના મોબાઇલમાં ગૂગલ તથા યુ-ટ્યુબમાં “રેટ કિલર, ઝહર કો કોન સા હૈ, મોત કૈસે હોતા હૈ, હાઉ ટુ ગીવ ડેથ, રેટ કિલર વોટ ઇફેક્ટ ઓન મેન, પોઇઝન, ઘ રેટ કિલર પોઇઝન, હાઉ ટુ કિલ અ મેન વિથ પીલો” વગેરે વિષયો સર્ચ કરતો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પત્ની અને પુત્રીની હત્યા તેજસ પટેલે જ કરી હોવાનું સ્પષ્ટ થયું હતું. આ અંગે પોલીસે તેજસ પટેલની કડકાઇથી પૂછપરછ કરતાં તેને પત્ની અને પુત્રીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. ગત તા.૧૦-૧૦-૨૧ના રોજ રાત્રિના સાડા અગિયાર વાગે ખાવામાં ઊંંદર મારવાની દવા આપી દઇ ત્રણેવ સૂઇ ગયા હતા. થોડીવાર પછી પત્ની શોભના મોઢાથી ડચકા ભરતી હોય તેવો અવાજ આવતાં તેણે શોભના ઉપર બેસી જઇ ગળું દબાવી દીધું હતું તથા દીકરી કાવ્યાને પણ મોંઢા ઉપર ઓશિકું મૂકી દબાવી દઇ બંનેની કોઇ હલનચલન ન જણાતાં તે પલંગની પાસે બેસી રહ્યો હતો. ત્યાર બાદ મોડી રાતના લગભગ બે વાગે તેના સાળાને જાણ કરી પત્ની-પુત્રીને હોસ્પિટલમાં લઇ ગયો હતો, જ્યાં બંનેને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. ઘરજમાઇ તરીકે રહેતા તેજસને અન્ય મહિલા સાથે આડાસંબંધ હતા પટેલ પરિવાર પંચમહાલ જિલ્લાના નાંદરવાના વતની છે. ત્યાંથી તેજસનું વતન એરંડી ગામ જે ૧૫ કિ.મી.ના અંતરે આવેલું છે. લગ્ન બાદ તેજસ શોભનાના ઘરે ઘરજમાઇ તરીકે રહેતો હતો. તેજસને નોકરી પણ શોભનાના ભાઇએ અપાવી હતી. તેજસને ઘરજમાઇ તરીકે રહેવું પસંદ ન હતું. પરંતુ પત્ની શોભનાની જીદના કારણે તે મજબૂરીથી રહેતો હતો. પત્ની વધુ ખર્ચાઓ અને અજુગતી માગણીઓ કરતી હોવાથી બંને વચ્ચે અવાર-નવાર ઝઘડાઓ થતા હતા. તેજસને અન્ય મહિલા સાથે આડાસબંધ હોવાની જાણ થતાં બંને વચ્ચે ઝઘડાઓ શરૂ થયા હતા. માતા-પુત્રીના શંકાસ્પદ મોતના બનાવમાં પોલીસે વિવિધ થિયરી પર તપાસ કરી હતી. જેમાં ગત મોડી રાત્રે પતિ અને તેના સાસરિયાંની ઘનિષ્ઠ પૂછપરછમાં તેજસ પટેલ ભાંગી પડ્યો અને પત્ની શોભના તથા પુત્રી કાવ્યાનું ગળું દબાવી હત્યા કર્યા બાદ ઊંંદર મારવાની દવા પીવડાવી દીધી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  શક્તિપીઠ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે ભીડ

  હાલોલ : સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે આસો નવરાત્રીના આઠમાં નોરતે દોઢ લાખ ઉપરાંત માઇભકતો ઉમટી પાડયા. માતાજીના ભકતોએ માતાજીના દર્શન ની સાથે સાથે માતાજીના આઠમના હવન દર્શન નો પણ લાભ લીધો હતો.મંદિર ટ્રસ્ટ દ્વારા આજે આઠમ ના દિવસે વહેલી સવારના ચાર વાગે માતાજીના મંદિરની નીજ દ્વારા ભક્તોના દર્શનાર્થે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દ્વવાર ખુલ્લો મુકતા ની સાથે માતાજીના ભક્તોએ જય માતાજી ના જય ઘોષ સાથે ગુંજી ઉઠ્‌યું હતું. આઠમના દર્શન ને લઇ માતાજીના ભક્તો ગત મોડી રાત્રીથી અવિરત પ્રવાહ ચાલુ રહેતા વહેલી સવારથી મોડી રાત્રી સુધી દોઢ લાખ જેટલા માઇ ભકતો એ માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા પામ્યા હતા. મંદિર પરિષદમાં હવન કરવામાં આવ્યો હતો. યજ્ઞ નો આરંભ સવારે ૯.૦૦ કલાકે શાસ્ત્રોક્ત વિધિવત વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો. બપોર ના ૪.૩૦ કલાકે હવન કુંડમાં શ્રીફળ હોમી યજ્ઞ નું સમાપન કરવામાં આવ્યું હતું. આજે આઠમ ના નોરતાને લઇ માતાજીના ભકતો એ માતાજીના દર્શન ની સાથે સાથે માતાજીના આઠમ ના હવન ના દર્શનનો આનંદ માણ્યો હતો. નવરાત્રી ને લઇ પાવાગઢ ખાતે ભક્તોનો પ્રવાહ વધારે હોવાથી પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વવારા પ્રતિવર્ષની જેમ યાત્રિકોને સલામતી અને સુરક્ષાને લઈ પાવાગઢ તળેટી થી પાવાગઢ ડુંગર સુધી સી.સી.ટીવી કેમેરા સજ્જ કરવામાં આવ્યું છે. જે જગ્યા ઉપર સી.સી. ટીવી કૅમેરા નથી ત્યાં પોલીસ પોઈન્ટ મૂકવામાં આવ્યો છે. પોલીસ વિભાગ દ્વારા ૮૦૦ પોલીસ કર્મી સજ્જ બની યાત્રિક ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. એસટી બસ વિભાગ દ્વારા ગત રાત્રીના ૧૨ વાગ્યાથી અવિરત ૬૦ એસટી બસ દોડાવવામાં આવી હતી. તળેટીથી માંચી જવા પાસધારકોને ના પાડતાં ઊહાપોહ તળેટી થી માંચી ડુંગર પર પ્રતિબંધ દરમિયાન ખાનગી વાહનો આવવા જવા માટે જે પાસ બનાવી આપવામાં આવ્યા હતા. તે પાસધારકોને વહેલી સવારથી ઉપરોક્ત સરકારી રંગારંગ કાર્યક્રમમાં વીવીઆઈપી મહેમાનોનું આગમન થનાર હોઈ, પોતાના ખાનગી વાહનો લઈને માંચી સુધી જવા પર પોલીસ દ્વારા રોક લગાવવામાં આવતાં ભારે ઉહાપોહ થયો હતો. જ્યારે આઠમે આવનાર માઈભક્તો ને લઈને બંદોબસ્તમાં હાજર પોલીસે પ્રશાસનના ઉપરોક્ત કાર્યક્રમને લઈને ત્યાં બંદોબસ્તમાં જાેતરાવાનો વારો આવ્યો હતો. જ્યારે ખ્યાતનામ સુફી ગાયક ઓસમાન મિર દ્વારા મહાઆરતી મહોત્સવમાં પોતાના સંગીતની સુરાવલી પીરસવામાં આવનાર હોવાથી, સામાન્ય પ્રજાએ ભારે હાલાકી ભોગવવી પડી હતી
  વધુ વાંચો
 • ગુજરાત

  દશેરાના દિવસે વિશ્વામિત્રી પદયાત્રા યોજાશે

  વડોદરા, તા.૧૩વહો વિશ્વામિત્રી અભિયાન સમિતિ દ્વારા તા.૧૫મી ઓક્ટોબરે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના જન્મદિવસ અને વિદ્યાર્થી રાષ્ટ્રીય દિવસ નિમિત્તે હરણી મોટનાથ મહાદેવ મંદિરથી એક વિશાળ પદયાત્રા નીકળશે.ગો.૧૦૮ પંકજકુમારે જણાવ્યું કે નદી આપણી માતા છે. આપણે ઈચ્છતા હોઈએ કે તે તેના નૈસર્ગિક સ્વરૂપમાં સુંદર અને સ્વચ્છ રહે તો વડોદરાના તમામ નગરજનોએ સ્વચ્છ નદી માટે બધાએ કટિબદ્ધ બનવું પડશે. અભિયાન સાથે જાેડાયેલા અને કન્યાકુમારીથી કાશ્મીરના પદયાત્રી રાજુભાઈ ઠકકરે જણાવ્યું કે, આ નદીને પુનઃ વહેતી કરી શકાય તેવો પૂર્વ રાષ્ટ્રપતિ કલામ સાહેબે પ્રોજેક્ટનું મોડલ નિહાળી કહ્યું હતું અને આ વિશ્વામિત્રી નદી પુનર્જિવિત થશે તો ભારત દેશની અનેક નદીઓ આના પગલે વહેતી થશે. વડોદરા કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના ડાયરેકટર ડો. જિતેન્દ્ર ગવળીએ જણાવ્યું કે, તેમને અમેરિકામાં વિશ્વામિત્રી જેવી જ નાના પટ વાડી નદીને લોકોએ ૧૬ વર્ષમાં પુનઃ સજીવન કરી તો આપણો સામૂહિક પ્રયાસ હશે, તો આપણે પુનઃ વહેતી કરી શકીશું. તેમને વધુમાં નદીને પ્રાકૃતિક રૂપે વહેવડાવવા માટે જાણીતા ભૂસ્તરશાસ્ત્રીઓ, નિષ્ણાતો, પર્યાવરણ પ્લાનર, હાઈડ્રોલોજિસ્ટના મંતવ્યો આપ્યા હતા. એમ.એસ.યુનિ.ના પૂર્વ સેનેટ સભ્ય અને પાવાગઢ જૈન મંદિરના ટ્રસ્ટ દીપક શાહે જણાવ્યું કે, નદી પાવાગઢથી નીકળે છે જેને સરકારે વર્લ્ડ હેરિટેજ સાઈટ પણ ઘોષિત કરી છે અને આ અભિયાનના શરૂઆતમાં વલ્લભસૂરિ સમૂદાયના જૈનાચાર્ય જગતચંદ્રસૂરિ મ.સા. અને પૂર્ણચંદ્ર વિજયજી મ.સા.એ ખૂબ સક્રિય ભૂમિકા ભજવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જનજાગૃતિ અભિયાન વધારે સુદૃઢ બને તે માટે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને પાવાગઢ જૈન મંદિર વચ્ચે સેટેલાઈટ કોમ્યુનિટી સેન્ટર પાવાગઢ ખાતે બનાવવા એમઓયુ પણ કરવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું કે, આ પ્રથમ તબક્કાની પદયાત્રા વડોદરાના નવનાથને જાેડશે અને મોટી વિશાળ પદયાત્રા ૧૬મી જાન્યુઆરી આ.જગતચંદ્રસૂરિ મ.સા.ના જન્મદિવસે નીકળશે, જે પાવાગઢથી અંતિમ બિંદુ પિંગલવાડાની ૧૩૨ કિ.મી. યાત્રા નીકળશે. આ યાત્રા હરણી મોટનાથ સવારે ૭.૩૦ કલાકે મોટનાથ મહાદેવ મંદીર ખાતે પૂજન-અર્ચન બાદ ગો.૧૦૮ પંકજકુમાર લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે, જે પ્રતાપ રોડ, રાત્રિ બજાર, ફતેગંજ, કામનાથ મંદિર, સુખનાથ હેગિંગ બ્રિજ, યવતેશ્વર ઘાટ (કાલાઘોડા બ્રિજ) સવારે ૧૦.૧૫ વાગે પહોંચશે. જ્યાં વડોદરાના પોલીસ કમિશનર, મેયર, ધારાસભ્યો, સાંસદ પણ જાેડાશે. ત્યાર બાદ યદયાત્રા ભીમનાથ, જેલરોડ, અકોટા-દાંડિયાબજાર, સંગ્રામસિંહ ક્રિકેટ એકેડેમીથી માગનાથ થઈ વિશ્વામિત્રી બ્રિજ ઉપરથી સૂર્યદર્શન ટાઉનશિપ, જાગનાથ કલાલી થઈ વડસર બ્રિજ, કોટનાથ મહાદેવ ખાતે પાંચ વાગે પૂર્ણ થશે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ‘મા શક્તિ’ના શ્રદ્ધાસ્થાનોએ પવિત્ર આઠમેે ભક્તોનું ઘોડાપુર

  વડોદરા : ગઈકાલે સમી સાંજથી શરુ થયેલો વરસાદ મોડી રાત્રે બંધ થતાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.પાણી ભરાવા છતાં પણ ખૈલયાઓ પાણીમાં તેમજ વરસતા વરસાદમાં છત્રી અને રેઈનકોટ પહેરીને ગરબે ગુમ્યા હતા. આજે નવલી નવરાત્રીનો આઠમો દિવસ હોવાથી સવારથી જ માઈભક્તોની ભીડ જાેવા મળી હતી. માંડવી ખાતે અંવેલ અંબામાતાના મંદિરે ભક્તોનું ધોડાપુર જાેવા મળ્યું હતું. વિવિધ સ્થળે આઠમ નિમિત્તે હવન કરવામાં આવ્યું હતું. બહુચરાજી મંદિર ખાતે રાજવી પરિવાર દ્વારા હવન કરવામાં આવતું હોવાથી ભક્તો માટે તે મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. નવલી નવરાત્રીનો આઠમો દિવસ. માઈભક્તોમાં આઠમનું અનેરુ મહત્વ જાેવા મળે છે. માઈભક્તો વહેલી સવારથી જ મતાજીની આરાધના કરવાનું શરુ કરી દે છે. મા આદ્ય શક્તિની સાથે કુળદેવીની પણ આરાધના કરવામાં આવે છે. આઠમના દિવસે ખાસ કરીને પાવાગઢ ,અંબાજી સહિતના અન્ય તીર્થસ્થાનોમાં ભક્તોનું ધોડાપુર જાેવા મળે છે. શહેરમાં ધડીયાળી પોળ ખાતે આવેલ સુપ્રસિધ્ધ અંબામાતાના મંદિરે અને માંડવી ખાતે આવેલ મેલડી માતાના મંદિરે ભક્તોેની ભારે ભીડ જાેવા મળી હતી. તે સાથે જ અનેક માઈ મંદિરોમાં હવન વિધી પણ કરવામાં આવી હતી. શહેરના રાજવી પરિવાર દ્વારા પણ બહુચરાજી મંદિર ખાતે હવન વિધી કરવામાં આવતી હોવાથી ભાવીભક્તો માટે મંદિરના દ્વાર બંધ રાખવામાં આવ્યા હતા. સહજ રંગોળી ગ્રુપ દ્વારા માતાજીના વિવિધ સ્વરુપોની રંગોળી દોરવામાં આવી. સહજ રંગોળી ગ્રુપ દ્વારા આઠમના દિવસે માતાજીના વિવિધ સ્વરુપો દર્શાવતી રંગોળી બનાવીને લોકો સમક્ષ પ્રદર્શન માટે મુકવામાં આવ્યું હતું.
  વધુ વાંચો
 • ગુજરાત

  પવિત્ર આઠમે રાજવી પરિવારથી માંડી રૈયત સુધીના તમામ મા શક્તિના ચરણે

  પવિત્ર આઠમ નિમિત્તે આજે માતાજીના તમામ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી હતી. વડોદરાના રાજમાતા શુંભાગિની રાજે , મહારાજા સમરજિત સિંહ તથા મહારાણી રાધિકા રાજેએ આજે બહુચરાજી માતાજીના દર્શન કર્યા હતા. જ્યારે ઘડિયાળી પોળ સ્થિત અંબા માતાના મંદિરે તથા પાવાગઢ સ્થિત મહાકાળી માતાજીના મંદિરે લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
  વધુ વાંચો
 • ગુજરાત

  પાલિકાની મુખ્ય કચેરી પાસેના વિસ્તારોમાં દૂષિત પાણીથી રોષ

  વડોદરા, તા.૧૩દુષિત પાણીની સમસ્યા છે. ત્યારે પાલિાકની મુખ્ય કચેરીની સામેજ આવેલ ખાડિયાપોળ અને આસપાસના વિસ્તારોમાં દુષિત પાણીની સમસ્યા થી ત્રસ્ત નાગરિકોએ પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કરીને આ અંગે સ્થાનિક કાઉન્સિલરને રજૂઆત કરી હતી. ખંડેરાવ માર્કેટની સામે આવેલ ખાડિયા પોળ ૧ અને ૨ તેમજ તેની આસપાસ ના ફળિયાઓ માં પણ દુષિત પાણી આવી રહ્યું છે જેનાથી ત્રસ્ત નાગરિકો આજે એકત્ર થયાં હતા અને જાે સમસ્યા નો ઉકેલ ન આવે તો વેરો નહીં ભરવાની ચીમકી ઉચ્ચારી હતી સાથેજ કોંગ્રેસ ના કોર્પોરેટર બાળુ સુર્વે ને રજુઆત કરી સમસ્યા ઉકેલ ની માંગ કરી છે.ઉલ્લેખનીય છે કે જે વિસ્તારમાં દુષિત પાણી આવી રહ્યું છે તેની સામેજ પાલિકા ની વડી કચેરી અને પાણી પુરવઠાની મુખ્ય કચેરી આવેલી છે છતાંય તંત્ર નું ધ્યાને આવતું નથી તો જાે માંગણી સંતોષાય તો સ્થાનિકો ને લઈ કમિશનર ને રજુઆત કરાશે તેવી ચીમકી આપી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  છમ્ફઁએ સ્જીેંમાં પોલીસ સામે વિરોધ કરી શિક્ષણ કાર્ય બંધ કરાવ્યું

  વડોદરા,તા.૧૩સુરતમાં આવેલ વિર નર્મદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે માતાજીની ભકિતમાં વિલન બનેલી ઉમરા પોલીસ મથકના પીએસઆઇ બિપીન પરમાર, ડી સ્ટાફના કોન્સેટબલ ઇસુ ગઢવી સ્ટાફ સાથે યુનિવર્સિટીના સત્તાધિશોની પરવાનગી વિના કોલેજ કેમ્પસમાં પ્રવેશ કરીને ગરબા રમી રહેલા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓની જબરદસ્તીથી ધરપકડ કરીને પોલીસ મથકમાં લઇ જઇને માર માર્યો હતો.જેને પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર લેવાની ફરજ પડી હતી.લોકશાહીમાં પોલીસની આ દમનકારી નીતિના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.એબીવીપી દ્વારા આજે એમ એસ યુનિવર્સિટીમાં ખાખી વર્ધીના નશામાં ચકચુર અને પોલીસ વિભાગને લજવતા આ પીઆઇ કિરણ મોદીની વિદ્યાર્થીઓને કેસ કરી જીંદગી પુરી કરી નાંખવાની ધમકીને લઇને વિરોધ કર્યો હતો.અને પોલીસની હાય હાય બોલાવી રાજયની તમામ યુનિવર્સિટીનું શિક્ષણ કાર્ય એક કલાક ખોરવી નાંખી વીસી થકી રાજ્યપાલને આવેદન આપ્યું હતું. જેમાં, અપરાધીઓની જગ્યાએ નિર્દોષ વિદ્યાર્થીઓ પર હુમલો કરનાર નપુંસક સિંઘમ બનવવાળા ઉમરા પોલીસ મથકના પીઆઇ કિરણ મોદી, પીએસઆઇ બિપીન પરમાર, કોન્સેટેબલ ઇસુ ગઢવી અને તેના ગુંડાઓને તરત નિલંંબિત કરવા માગ કરી છે.
  વધુ વાંચો
 • ક્રાઈમ વોચ

  લવ જેહાદના વડોદરાના રાજ્યના પ્રથમ કિસ્સામાં તમામ આરોપીઓને જામીન આપવાનો ગુજરાત હાઇકોર્ટનો આદેશ

  વડોદરા-ગુજરાત રાજ્યમાં લવ જેહાદનો પહેલો કેસ નોંધાયો હતો. આ કેસમાં સાત આરોપીને જામીન આપવા માટે ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો છે. સમગ્ર રાજયમાં ચર્ચા જગાવનારા આ લવ જેહાદના કેસમાં તમામ આરોપીઓના જામીન હાઇકોર્ટે મંજુર કર્યા છે. પિડીતાએ તમામ આરોપીઓ સામે ડરાવી, ધમકાવી લગ્ન કરાવીને ધર્મ પરિવર્તન કરાવી લીધું હોવાનો સનસનાટી મચાવનારો આક્ષેપ કર્યો હતો. જોકે તમામ આરોપીઓએ સામેની ફરિયાદ રદ કરવા માટે ફરિયાદીએ હાઇકોર્ટમાં અરજી કરતાં કેસમાં નવો વળાંક આવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે લંબાણપૂર્વકની સુનાવણી અને તમામ પાસાઓની ચકાસણી કરીને આરોપીઓને જામીન આપવાનો આદેશ કર્યો હતો. વિધાનસભામાં રજૂ થયેલા બીલ બાદ રાજ્યપાલની મંજૂરી બાદ રાજ્યમાં 15 જૂનથી લવ જેહાદના કાયદા અમલમાં આવ્યો હતો. જેમાં વડોદરામાં 17 જૂને આ કાયદા અંતર્ગત રાજ્?ની પહેલી FIR નોંધાઇ હતી. જો કે આ કિસ્સામાં નવો વળાંક તો ત્યારે આવ્યો જ્યારે ફરિયાદ રદ કરી પતિના જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ કેસની વિગતો અનુસાર વડોદરાની યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિએ તેની મુસ્લિમ તરીકેની ઓળખ છુપાવી તેની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા લગ્ન કર્યા હતા. ગુજરાત ધર્મસ્વાતંત્ર્ય અધિકારના કાયદા અન્વેયે તેણે પતિ, સાસુ સસરા અને લગ્ન કરાવનારા કાઝી સાથે અન્ય બે સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે આ કેસે રાજ્યમાં ખાસ્સી ચકચાર જગાવી હતી અને એકાએક ફરિયાદી દ્વારા ફેરવી તોળવામાં આવ્યું હતું અને પોતાના પતિ સહિતના તમામ આરોપીઓ સામે ફરિયાદ રદ કરીને તેમને જામીન આપવા માટે વડી અદાલતમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી બાદ ગુજરાત હાઇકોર્ટે તમામ આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા. ગુજરાત સરકારે આ કાયદામાં 5 વર્ષ સુધીની સજા અને રૂ.2 લાખ સુધીના દંડની, જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધીની સજા અને રૂ.3 લાખ દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જોગવાઈ કરાઇ છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  સુમનદિપ વિદ્યાપીઠના તબીબ વિદ્યાર્થીની કારે પારૂલ યુનિ.ની વિદ્યાર્થીનીનો ભોગ લીધો

  વાઘોડિયા : વાઘોડિયાની પારૂલ યુનિવર્સીટીમા ફિઝીયોથેરાપીમા અભ્યાસ કરતી ૨૩ વર્ષીય હર્ષિતા મનીચંદ્રા વેન્ટાંપ્રગરડા(રહે. ૪૪-૧૭-૧૭/૪ તોહટાવિઘી જી. ઈસ્ટ ગોદાવરી, આંધ્રપ્રદેશ) ગત રાત્રે ૧૧.૩૦ વાગે તેના પરિચિત ૧૯ વર્ષીય સાંઈકુમાર રેડ્ડી તુમાટી (પત્તાગુડમ ,મંાડલ, તેલંગાણા) સાથે ડિઓ મોપેડ પર પાછળ બેસી વડોદરા તરફ જવા નીકળ્યા હતા. દરમિયાન તેઓ શ્યામલ કાઊન્ટી પાસેના પેટ્રોલપંપ પાસેથી પસાર થતા હતા તે સમયે તેઓની પાછળથી પુરપાટ ઝડપે આવેલા ક્રેટા કારના ચાલક ૨૩ વર્ષીય પ્રાથ્વીક હાડાએ મોપેડને ટક્કર મારી અકસ્માત કર્યો હતો. આ અકસ્માતમાં મોપેડસવાર હર્ષીતા અને સાંઈકુમાર હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા જયારે પ્રાથ્વીકે પણ કારના સ્ટિઅરીંગ પરથી કાબુ ગુમાવતા તેની કાર શ્યામલ રેસીન્ડસી પાસે ઘુસી જઈ થાંભલા સાથે ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્માતમાં ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને ધીરજ હોસ્પિલટમાં ખસેડાયા હતા જયા હર્ષિતાનું કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં કારચાલક પ્રાથ્વીકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં બેભાનવસ્થામાં ખસેડાયો હતો જયાં તેની હાલત પણ ગંભીર હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ બનાવની વાઘોડિયા પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં પ્રાથ્વીક પણ વાઘોડિયાની સુમનદિપ વિદ્યાલયમાં એમબીબીએસનો અભ્યાય કરતો હોવાની અને હાલમાં કોલેજ કેમ્પસમાં રહેતો હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે. આ બનાવની પારુલ યુનિ.માં એડમીશન કાઉન્સિલર તરીકે ફરજ બજાવતા માધવરેડ્ડીએ વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં કારચાલક પ્રાથ્વિક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
  વધુ વાંચો