દક્ષિણ ગુજરાત સમાચાર

 • ગુજરાત

  સુરત: લગ્નપ્રસંગે પોલીસે રૂપિયા 5 હજારનો ચાંદલાનો દંડ વસૂલ્યો

  સુરત- સુરતમાં કોરોના સંક્રમણ વધવા સાથે મ્યુનિ. તંત્રએ હવે જાહેર પ્રસંગો પર નજર રાખવાનું શરૂ કર્યું છે. આજે વરાછા બી ઝોનના ગંગા જમુના સોસાયટીની વાડીમાં લગ્ન પ્રસંગ હતો. અહીં વરાછા ઝોનના આરોગ્ય વિભાગે તપાસ કરતા અહીં 100 લોકોની મંજૂરી છતા 250થી વધુ લોકો એકત્ર થયેલા હતા. અને મહેમાનોમાં સોશિયલ ડિસ્ટન્સ વગર ગીચોગીચ બેસાડાયા હતા. આરોગ્ય વિભાગે તાકીદ કરી હોવા છતા લગ્નપ્રસંગમાં લોકોને ઓછા કરાયા નહતા અને આ ઉપરાંત માસ્ક તેમ જ સેનિટાઇઝરનો પણ અહીં ઉપયોગ કરાયો નહતો. આ ઉપરાંત પ્રસંગમાં કોરોના જાગૃતિ અંગેના બોર્ડ પણ લગાડાયા નહતા. આથી આરોગ્ય વિભાગે રાહુલ જીવાણી પાસે રૂ. 5 હજાર દંડ વસૂલ કર્યો હતો. પહોંચમાં કન્યાનું નામ પણ લખવામાં આવ્યું હતું. લગ્ન પ્રસંગમાં કોવિડ ગાઈડલાઈનના ભંગ બદલ સુરતનો આ પ્રથમ કિસ્સો છે. અને દંડની પહોંચ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. લગ્ન પ્રસંગમાં ફટકારાયેલા દંડને લઈને સોશિયલ મીડિયામાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે, નેતાઓની રેલીમાં મનપા ક્યાં ગયું હતું તે પણ લોકો સવાલ ઊઠાવી રહ્યા છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ગુજરાત: હોદ્દાનો દુરપયોગ કરનાર 2 પોલીસ અધિકારીઓને DGPએ સસ્પેન્ડ કર્યા

  અમદાવાદ-DGP આશિષ ભાટિયા દ્વારા ગેરકાયદેસર રીતે જમીનનો કબ્જો લેવાની ઘટના સંદર્ભે ગુનો દાખલ થયા બાદ ગુનામાં સામેલ પી.આઇ.ને સસ્પેન્ડ કર્યા છે. તા. ૨૪/૧૧/૨૦૨૦ના રોજ આણંદ જીલ્લાના તારાપુરમાં ગેરકાયદેસર રીતે જમીનનો કબ્જો લેવા માટે એક પી.આઇ. સહિત અન્ય ૫૦થી ૭૦ જેટલા લોકો દ્વારા તોડફોડ કરવા અંગેનો તથા ત્યાં આવેલ દુકાનોમાં લૂંટ કરવા અંગેનો એક ગુનો તારાપુર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૪૪૭, ૪૪૮, ૩૫૪, ૩૯૫, ૪૨૭ હેઠળ દાખલ થયો છે. આ ગુનામાં આરોપી તરીકે સામેલ આણંદ જીલ્લાના ખંભાત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એસ. ગોહીલને પોતાના હોદ્દાનો દુરપયોગ કરીને પોલીસ અધિકારી તરીકે ન શોભે તેવું કૃત્યુ કરેલ હોવાથી રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાની સૂચનાની અમદાવાદ રેન્જ આઇ.જી.પી. દ્વારા પી.આઇ. ડી.એસ. ગોહીલને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તારીખ ૨૪/૧૧/૨૦૨૦ના રોજ સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજ્યની સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ચાર અલગ-અલગ જગ્યાઓએ દારૂના દરોડા પાડવામાં આવ્યા હતા. આ ચાર દરોડામાં કુલ આશરે રૂા. ૨.૧૫ લાખની કિંમતનો ગેરકાયદેસરનો દારૂનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ હતો સૂત્રોએ જ્ણાવ્યું હતુ કે, સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા થયેલી દારૂની રેઇડના પગલે સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઇપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહિ તેવો સંદેશ ગુનેગારોની સાથે સાથે સમગ્ર પોલીસ વિભાગને પણ આપવા માટે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા આજ રોજ એક પી.એસ.આઇ.ને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. 
  વધુ વાંચો
 • ગુજરાત

  લોકડાઉનને લઈને CM વિજય રૂપાણીનું નિવેદન, કહ્યું સરકારે પાસે માસ્ટર પ્લાન તૈયાર છે

  ગાંધીનગર-કોરોનાની વકરતી સ્થિતિને ધ્યાને લઈને અહમદાવાદ, રાજકોટ અને સુરતમાં રાત્રી કર્ફ્યું લગાવવામાં આવ્યું છે. અને રાજ્યમાં ફરીથી લોકડાઉન લડવાની વાતો ચર્ચાઈ રહી છે. આં વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતના અમુક શહેરોમાં લાગેલ કર્ફ્યું અને લોકડાઉનની થતી ચર્ચાઓ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોનાને રોકવા માટે સરકાર યોગ્ય પગલા લઇ રહી છે અને સરકાર કટિબદ્ધ છે. હાલ સ્થિતિને ૪ મહાનગરોમાં રાત્રી કર્ફ્યું લાગેલ છે. ત્યારે સરકારે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. લોકો માસ્ક પહેરે અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખે તે જરૂર છે . હાલ કોઈ પ્રકારનું લોકડાઉન અને દિવસે કરફ્યું લાદવાની કોઈ વિચારણા નથી. કોરોનાની સ્થિતિ વધુ વકરશે ત્યારે ઉચિત નિર્ણય કરશું. લોકોની સલામતીની જવાબદારી અમારી છે પરંતુ લોકોએ સાવચેતી રાખવી અને અફવામાં આવવું નહી. હાલ વેકસીનની ટ્રાયલ શરુ છે અને રાજ્યમાં ૧૦૦૦ થી વધુ લોકો પર આ ટ્રાયલ થવાની છે. અને રાજ્યના મહાનગરોમાં વીકેન્ડમાં દિવસે કર્ફ્યૂ લાદવાનો હાલ કોઈ વિચાર ન હોવાનું જણાવ્યું હતું. અને આવી કોઇ અફવામાં રાજ્યના નાગરિકને ન આવવાનું કહ્યું હતું.
  વધુ વાંચો
 • ગુજરાત

  ગુજરાત:છેલ્લા 24 કલાકમાં 1540 થી વધુ પોઝીટીવ કેસ, 14 ના મોત, કુલ 2,01,949 કેસ

  અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1540 થી વધુ નોંધાયા છે. જેની સામે 1283 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 14 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3906 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1540 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,01,949 થયો છે. તેની સામે 1,83,756 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,01,949ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 14,287 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,01,949 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 14,287 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 96 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 14,287 કેસો હાલમાં સ્ટેબલ છે, 1,83,756 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3906 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 09 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
  વધુ વાંચો

સુરત સમાચાર

તાપી સમાચાર

નવસારી સમાચાર

વલસાડ સમાચાર

ડાંગ સમાચાર