જામનગર સમાચાર

 • ક્રાઈમ વોચ

  પ્રેમ સબંધ તૂટ્યા બાદ પ્રેમીએ બિભત્સ ફોટા વાયરલ કરતા ફરિયાદ

  જામનગર-આજના સોશ્યલ મીડીયાના યુગમાં યુવતીઓ સરળતાથી પ્રેમીઓ પર આંધળો વિશ્વાસ મુકીને ફોટાઓ અને વિડીયો આપી દે છે. ત્યારે મુકેલા યુવકો વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી લે છે. આવો જ કિસ્સો જામનગર જીલ્લાના ધ્રોલમાં સામે આવ્યો છે. પ્રેમી સાથે સંબંધ તોડી નાંખતી યુવતીના બિભત્સ ફોટાઓ સોશ્યલ મીડીયામાં વાયરલ કરી દેતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ધ્રોલમાં રહેતી એક યુવતીને અગાઉ ધ્રોલના જ એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. તે સમયે પ્રેમીએ વિશ્વાસમાં લઈને અશ્લીલ ફોટાઓ અને વિડીયો કોલ રેકોર્ડ કરીને યુવકે તેના મોબાઈલમાં સંગ્રહ કરીને રાખ્યા હતાં. જે બાદ યુવતીએ યુવક સાથે પ્રેમ સંબંધ તોડી નાંખતાં પ્રેમીએ પોતાના મોબાઈલ એપ્લીકેશન દ્વારા બિભત્સ ફોટાઓ અને વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ કરી દીધા હતાં. મોબાઈલ એપ્લીકેશન મારફતે ખરાબ તેમજ ધમકી ભર્યા મેસેજ તેમજ કોલ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હોવાની યુવતીએ ગઈકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપી હેમત ગેલજીભાઈ ઉર્ફે ઘેલાભાઈ ચાવડા સામે ધી ઈન્ફર્મેશન ટેકનોલોજી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. 
  વધુ વાંચો
 • અન્ય

  કોરોનાના વધતા કેસને ધ્યાને લઇ જયંતી રવિ જામનગરની મુલાકાત

  જામનગર- જામનગરમાં કોરોનાના વધતા કેસને ધ્યાને લઇને ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિ જામનગર આવી પહોંચ્યા હતા. કલેક્ટર કચેરીએ કોરોનાના સંક્રમણને કેવી રીતે અટકાવવું તે અંગે મનપા કમિશનર સતિષ પટેલ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જયંતી રવિએ કોવિડ-19ની સ્થિતિ અંગે જિલ્લા તંત્ર સાથે બેઠક યોજી હતી. તેમજ કોરોના સંદર્ભે તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે વિગતો માગી હતી. જામનગર બાદ સાંજે રાજકોટ પહોંચશે અને રાત્રિ રોકાણ રાજકોટમાં કરે તેવી શક્યતા છે. રાજકોટમાં પણ મનપા કમિશનર, કલેક્ટર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં કોરોના કેસની સંખ્યા 414 થઇ ગઇ છે. 
  વધુ વાંચો
 • અન્ય

  સૌરાષ્ટ્રના પ્રથમ પરિવારે ખરીદ્યું પ્રાઇવેટ જેટ, પ્રથમ ઉડાનમાં દ્વારકાધીશના કર્યા દર્શન

  જામનગર- રાજ્યના પૂર્વ પ્રધાન હરિદાસ જીવણદાસ લાલના બંન્ને પુત્રો અશોકભાઇ લાલ તથા જીતુભાઇ લાલ જામનગરમાં શીપીંગ વ્યવસાય સાથે સંકડાયેલા છે. ટાઉનહોલ પાસે તેમની પ્રતિષ્ઠીત શ્રીજી શિપીંગ કંપનીની ઓફિસ આવેલી છે. શિપીંગ ક્ષેત્રે ખુબ જ મોટી નામના ધરાવનાર લાલ પરિવાર રાજકારણ તેમજ સામાજિક સેવા ક્ષેત્રે પણ વર્ષોથી સંકડાયેલો રહ્યો છે. સેવાકિય પ્રવૃતિ માટે જાણીતા લાલ પરિવારે તેમના પિતા સ્વ.હરિદાસ જીવણદાસ લાલના નામે ચેરીટેબલ ટ્રસ્ટની રચના કરી છે. જેના નેજા હેઠળ વર્ષોથી શહેર અને જિલ્લામાં અનેક સેવાકિય પ્રવૃતિઓ નિયમિત રીતે કરવામાં આવે છે. જામનગરનો લાલ પરિવાર પ્રાઇવેટ જેટ ધરાવનાર સૌરાષ્ટ્રનો પ્રથમ પરિવાર બન્યો છે. તાજેતરમાં જ લાલ પરિવારે પ્રાઇવેટ જેટ ખરીદ કર્યું છે. જેમાં પરિવારના વડીલોએ દ્વારકા સુધીની મહુર્ત ઉડાન ભરીને જગત મંદિરમાં ભગવાન દ્વારકાધિશના દર્શન કર્યા હતા.  જામનગરના આ પ્રતિષ્ઠિત સ્વ. બાબુલા જીવનદાસ લાલ પરિવારે તાજેતરમાં પ્રાઇવેટ જેટ ખરીદીને તેમની યશકલગીમાં વધુ એક પીછું ઉમેર્યું છે. તેમજ પ્રાઇવેટ જેટ ધરાવનાર સભંવત: સૌરાષ્ટ્રનો પ્રથમ પરિવાર બનીને જામનગરને પણ ગૌરવ અપાવ્યું છે. પ્રાપ્ત માહીતી આનુસાર અંદાજે રૂપિયા 15 કરોડના ખર્ચે ખરીદવામાં આવેલા આ ખાનગી જેટની ડિલીવરી મળી જતાં પરિવારના મોભીઓ અશોકભાઇ લાલ તેમના માતા તથા તેમના પુત્ર શનિવારે આ પ્રાઇવેટ જેટમાં ઉડાન ભરીને યાત્રાધામ દ્વારકા ગયા હતા. જ્યાં તેમણે ભગવાન દ્વારકાધિશના દર્શન કર્યા હતા.10 સીટનું આ પ્રાઇવેટ જેટ હાલ અમદાવાદ એરપોર્ટના પાર્કિંગ સ્લોટમાં રાખવામાં આવશે, ત્યારબાદ જામનગર એરપોર્ટ પર એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાર્કિંગ સ્લોટ ઉપલબ્ધ કરાવ્યે જામનગર લાવવામાં આવશે.
  વધુ વાંચો
 • અન્ય

  GPCBનાં અધિકારી પર ACBત્રાટકી બેનામી સંપત્તિ મળતા ખળભળાટ

  જામનગર,જામનગર GPCBનાં કલાસ વન ઓફિસર બી.જી.સુતરેજા ACBના હાથે ઝડપાઇ ગયા છે. અધિકારી પર ઘણા દિવસથી ACBની વોચ હતી. આજે અધિકારીને બેનામી રોકડ સાથે હાથ લાગતા જામનગર જિલ્લામાં GPCB સ્ટાફમાં નાસભાગ મચી જવા પામી હતી. કલાસ વન અધિકરી બી.જી.સુતરેજા પાસેથી મળી આવી રૂ.5 લાખથી વધુની રોકડ રકમ મળી આવતા અધિકારીઓ ચોકી ઉઠયા હતા. જોકે છેલ્લાં એક મહિનાથી ACB અધિકરીની વોચમાં હતું. ACBએ મોડી રાત્રે જામનગરથી અમદાવાદ આવેલા અધિકારીની લીધી તલાશી લેતા તેમની પાસેથી બેનામી રકમ મળી આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.  આ અધુકારી બી.જી.સુતરેજા પાસેથી મળી આવી. તે લાખોની રોકડ રકમ ક્યાથી આવી કોની પાસેથી આવી કોને આપવાની હતી તે અંગે હવે ACB તપાસ કરશે.  અધિકરી બી.જી.સુતરેજા ફરજ બજાવે છે જામનગર,રહે છે અમદાવાદમાં ACB પાસે ચોક્કસ માહિતી હતી. દર સપ્તાહે સુતરેજા લાખોની રકમ લઇ આવે છે તે બાબતની પણ માહિતી ACB પાસે હતી. બાતમીને આધારે ACBએ પાર પાડયું ઓપરેશન હતું.  કલાસ વન ઓફિસર પાસેથી આટલી મોટી રકમ મળી હોય તેવી પ્રથમ ઘટના ACB અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરશે. હાલ જામનગર GPCBનાં ઓફિસરની પુછપરછ ચાલી રહી છે. ACBના સફળ ઓપરેશનથી સરકારી અધિકારી-કર્મીઓમાં ખળભળાટ મચી જવા પામેલ છે. 
  વધુ વાંચો