પોરબંદર સમાચાર

 • ક્રાઈમ વોચ

  પોરબંદર: ભાજપના નેતા પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ, પોલીસ તપાસ શરૂ

  પોરબંદર- જિલ્લામાં ગત મધરાત્રે મીલ પરા વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો. પોરબંદર નગરપાલિકાના પૂર્વ સુધરાઈ સભ્ય ભલાભાઈ મૈયારીયા પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ દરમિયાન પોરબંદર શહેર ભાજપના પ્રધાન પ્રશાંત સીસોદીયા (પપ્પુભાઈ)ને એક ગોળી પેટમાં લાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘાયલને વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે અને ફાયરિંગ કોણે કર્યું અને શા માટે કર્યું છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદરમાં ગત મધરાત્રે મીલ પરા વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો. પોરબંદર નગરપાલિકાના પૂર્વ સુધરાઈ સભ્ય ભલાભાઈ મૈયારીયા પર કોઇ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું.
  વધુ વાંચો
 • ક્રાઈમ વોચ

  પોરબંદર ટ્રિપલ મર્ડર કેસ નો ભેદ ઉકેલાયોઃ વનકર્મી લખમણ ઓડેદરાએ કરી હત્યા

  પોરબંદર-પોરબંદરમાં ગર્ભવતી મહિલા બીટ ગાર્ડ અને તેના પતિ સહિત ત્રણ લોકોના હત્યાના પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હત્યા અન્ય વનકર્મી દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વનકર્મી લખમણ ઓડેદરાએ હત્યા કરી છે. લખમણની હેતલ સોલંકી સાથેની ફ્રેન્ડશિપ હત્યાનું કારણ બની છે. આમ, છેલ્લા ચાર દિવસથી ચર્ચા જગનાર હત્યા પ્રકરણનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. મળતી વિગતો પ્રમાણે સાથી ફોરેસ્ટ ગાર્ડ લખમણ ઓડેદરાએ મહિલા બીટ ગાર્ડ, તેના પતિ અને રોજમદારની હત્યા કરી છે. લખમણે હેતલ સાથે પરાણે ફ્રેન્ડશિપ રાખવાના મનદુઃખને લઈને હત્યા કરી છે. લખમણ અને તેની પત્ની વચ્ચે હેતલ સાથે મિત્રતા રાખતા ઝઘડો થો હતો. આ ટ્રિપલ મર્ડરના કેસમાં પોલીસે બરડા ડુંગર નજીકથી આરોપીની ધરપકડ કરી છે. જિલ્લા પોલીસ વડા રવી મોહન સૈની એ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી. નોંધનીય છે કે, બરડાના જંગલમાંથી સગર્ભા યુવતી, તેના પતિ અને યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશો મળી આવી હતી. આ ટ્રીપલ મર્ડરની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. પોરબંદર વનવિભાગના મહિલા બીટ ગાર્ડ અને તેમના શિક્ષક પતિ તેમજ વન વિભાગના રોજમદાર સહિત ૩ વ્યકિત શનિવારે લાપતા બન્યા બાદ સોમવારે ત્રણેયની લાશ કાટવાણા નજીકના બરડા ડુંગરમાંથી મળી હતી અને તેમની બેરહેમી પૂર્વક હત્યા કરવામા આવી હતી. બીટ ગાર્ડ હેતલબેન રાઠોડ અને તેમના શિક્ષક પતિ કિર્તિભાઈ સોલંકી તેમજ વન વિભાગમાં રોજમદાર તરીકે કામ કરતા નગાભાઈ આગઠ સહીતના ત્રણ લોકો શનિવારથી લાપતા બન્યા હતા.
  વધુ વાંચો
 • ગુજરાત

  ભુજના ધારાસભ્ય ડો.નિમાબેન આચાર્ય અને પોરબંદરના સાંસદ રમેશ ધડૂક કોરોના સંક્રમિત

  અમદાવાદ-ભુજ મતવિસ્તારના ધારાસભ્ય શ્રીમતી ડો.નિમાબેન આચાર્યનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.રેપીડ ટેસ્ટમાં તેમનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાનું જીલ્લા વિકાસ અધીકારીએ જણાવ્યુ હતું. ડો.નીમાબેન આચાર્યએ 15મી ઓગષ્ટના ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપી હતી.પોરબંદરના સાંસદ રમેશ ધડૂકના પુત્ર નૈમિષ ધડુકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જન્માષ્ટમીના દિવસે પોરબંદર ખાતેના સાંસદના બંગલે જન્માષ્ટમી પર્વનું આયોજન થયુ હતુ. જેમાં તેઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યાં હતા.અને તે કાર્યક્રમ બાદ સાંસદના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કાર્યક્રમમાં જાણીતા ગાયક કલાકાર ગીતા રબારી સહિતના કલાકારો ઉપસ્થિતિ રહ્યા હતા. 
  વધુ વાંચો
 • ગુજરાત

  પોરબંદરમાં 74મા આઝાદી પર્વની ઊજવણી, અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયુ

  પોરબંદર- જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શનિવારે સવારે 9 વાગ્યાથી જિલ્લા કલેકટર એન.એમ. મોદી દ્વારા ધ્વજ ફરકાવી ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશ મોરી સહિત જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિકારી સહિત તમામ સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આઝાદી પર્વની ઉજવણી સમયે જિલ્લા કલેકટર દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું કે, આપણી સામે સૌથી મોટો પડકાર કોરોનાનો છે. આ કપરા સમયમાં સરકારે ઇકોનોમી પુનઃ વેગવંતી કરવા વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. તેના અસરકારક અમલ માટે ટીમ પોરબંદર કટિબદ્ધ છે. સુરખાબી પોરબંદરના નગરજનો માટે પ્રવાસન વિભાગ દ્વારા 40 કરોડથી વધુના ખર્ચે જળાશયના કિનારે રિવરફ્રન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારી ઉદ્યોગ પ્રગતિ કરે તથા બોટ માલિકોને વધુ આર્થિક લાભ મળે તે હેતુથી સરકાર દ્વારા જિલ્લાના બોટ માલિકોને વર્ષ 2020માં ડીઝલ સેલ ટેક્સ રિફંડ પેટે રૂપિયા 35 કરોડ 80 લાખથી વધુ રકમનું ચૂકવણું કરાયું છે. blue revolution સ્કીમ અંતર્ગત ડીપ સી. ફિશિંગ બોટ બનાવવાની યોજના અને 10 જેટલા બોટ માલિકોને બે કરોડ 46 લાખની સહાય આપવામાં આવી છે.
  વધુ વાંચો