ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન બનાવ્યું જર્મનીએ હવામાંથી રણમાં પાણી બનાવ્યું
05, ઓગ્સ્ટ 2025 બેઈજીંગ   |   4356   |  

હવા, પાણી અને સૂર્યપ્રકાશની મદદથી જેટ ફ્યુઅલ બનાવવામાં સફળતા

નવીન પ્રયોગોથી ઉર્જાનો પરંપરાગત સ્રોત બદલાશે

સાયન્સ અને ટેકનોલોજીના ચમત્કારો ઉત્તરોત્તર સર્જાઈ રહ્યા છે. ચમત્કાર લાગે એવા બે સફળ પ્રયોગો દુનિયામાં થયા છે. ચીને એક સોલર રિએક્ટર બનાવીને જગતને ચોંકાવી દીધું છે. તો જર્મનીએ પાણીની ટેકનોલોજી વિકસાવીને જગતને અચંબિત કરી દીધું છે. આ બંનેના કારણે ભવિષ્યમાં દુનિયામાં મોટું પરિવર્તન આવશે.

પશ્વિમી ચીનની ડાલિયન ઈન્સ્ટિટયૂટના સંશોધકોએ એક અભૂતપૂર્વ ડેમોન્સ્ટ્રેશન કરી બતાવ્યું હતું. એ પ્રયોગ પ્રમાણે ચીને હવા, પાણી અને સૂર્યપ્રકાશની મદદથી જેટ ફ્યુઅલ બનાવવામાં સફળતા મેળવી છે. ચીને એવું સોલર રિએક્ટર બનાવ્યું છે કે જેણે અશક્ય લાગતું પરિણામ મેળવ્યું છે. એવિએશન અને સસ્ટેનેબલ એનર્જીના ક્ષેત્રમાં આ ટેકનિકથી નવી ક્રાંતિ આવી શકે છે. આ પ્રયોગ દર્શાવ્યા પ્રમાણે જો સફળ થશે તો ઉર્જાનો પરંપરાગત સોર્સ બદલાશે. ફોઝિલ ફ્યુઅલમાં મોટું પરિવર્તન આવશે.

એવો જ બીજો ચમત્કાર જર્મનીની હેલિયો વોટર નામની કંપનીએ વીજળીના બિલકુલ ઉપયોગ વગર રણની હવામાંથી પાણી મેળવવાની તરકીબ શોધી કાઢી છે. રણમાં પાણીની ભયાનક અછત હોય છે, પરંતુ રણમાંથી મધરાતે પસાર થતી ઠંડીગાર હવામાં ભીનાશનું તત્ત્વ હોય છે. એ હવામાંથી પાણી ખેંચી કાઢવામાં આવે તો પાણીની અછતનો વિકટ પ્રશ્ન હલ થઈ જાય. આ વિચાર સાથે જર્મનીની કંપનીએ સૂર્યપ્રકાશ અને હવાની મદદથી હવામાંથી જ પાણી મેળવવાનો પ્રયોગ કરી બતાવ્યો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution