આંતરરાષ્ટ્રીય સમાચાર

 • આંતરરાષ્ટ્રીય

  પાક.બફાટ, પાકિસ્તાનમાં કોરોના ફેલાવવા પાછળ અમેરીકાનો હાથ

  ઇસ્લામાંબાદ-પાકિસ્તાનની એક કોર્ટમાં કોરોના ફેલાવવાને લઈ અમેરિકા વિરૂદ્ધ 20 અબજ ડોલરનો કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટે સ્થાનિક યુવકની આ પ્રકારની અરજીને લઈ ઈસ્લામાબાદ ખાતેના અમેરિકી ઉચ્ચાયોગ, લાહોરમાં અમેરિકી મહાવાણિજ્ય અને વિદેશ મંત્રાલયને નોટિસ મોકલી છે. અરજીકર્તા રજા અલી પોતે કોરોનાથી સંક્રમિત છે અને બુધવારે તેમણે લાહોર કોર્ટમાં અરજી કરીને અમેરિકા પાસેથી પોતાને થયેલા નુકસાનની ભરપાઈ પેટે આ રકમ માંગી છે. સાથે જ અરજીમાં પાકિસ્તાનમાં કોરોના મહામારી ફેલાવા માટે અમેરિકા જવાબદાર છે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે. સિવિલ જજ કામરાન કારામતે આ અરજીના અનુસંધાને ઈસ્લામાબાદના અમેરિકી ઉચ્ચાયોગ, લાહોરમાં અમેરિકી મહાવાણિજ્ય, અમેરિકી સંરક્ષણ સચિવ અને વિદેશ મંત્રાલયને સાતમી ઓગષ્ટ સુધીમાં જવાબ આપવા નોટિસ પાઠવી છે. હવે આગામી ૭ ઓગષ્ટના રોજ કોર્ટ આ મામલે સુનાવણી હાથ ધરશે. 
  વધુ વાંચો
 • આંતરરાષ્ટ્રીય

  નેપાળમાં પુરને કારણે સ્થિતી વણસી:10ના મોત,40થી વધુ લાપતા

  કાંઠમંડુ- નેપાળમાં સતત વરસાદને કારણે કહેર સર્જાયો છે. વરસાદને કારણે નદીઓના પાણી છલકાઇ રહ્યા છે અને ડુંગરાળ વિસ્તારમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે. પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 40 થી વધુ લોકોનાં મોત થયાં છે. ગુમ થયેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે. આ સાથે પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલુ છે.અગાઉ, એવા અહેવાલો આવ્યા હતા કે નેપાળના સિંધુપાલચૌક જિલ્લામાં પૂરને કારણે ઓછામાં ઓછા બે લોકોનાં મોત થયાં છે અને 18 લોકો લાપતા હોવાનું નોંધાયું છે. ગુરુવારે પોલીસે તેની પુષ્ટિ કરી છે. પૂર અને ભૂસ્ખલનથી નેપાળ અને ચીન વચ્ચેની ટાટોપાની-ઝાંગ્મુ સરહદ બિંદુને જોડતા માર્ગને પણ નુકસાન પહોંચ્યું છે. સિંધુપાલચૌક જિલ્લા વહીવટી કચેરીના મુખ્ય જિલ્લા અધિકારી ઉમેશકુમાર ધાલે ગુરુવારે સવારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતુ કે બારાહાબીસે પાલિકાના 11 મકાનો વહી જવાને કારણે 14 લોકો ગુમ થયા છે. આ સાથે 3 લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, ભોટેકોશી પાલિકામાં બે મકાનો વહી જતા ચાર લોકો ગુમ થયા હતા અને બે લોકો ઘાયલ થયા હતા. ઉમેશકુમાર ધાલે એમ પણ કહ્યું હતું કે, રાજધાની કાઠમંડુને નેપાળ-ચીન સરહદ બિંદુથી જોડતો અરનીકો હાઈવે પણ ઓછામાં ઓછા સાત સ્થળોએ ક્ષતિગ્રસ્ત થયો છે. ધાલે કહ્યું કે આનાથી થોડા દિવસો માટે ચીન સાથેના આપણા દેશના વેપારને અસર થશે.
  વધુ વાંચો
 • આંતરરાષ્ટ્રીય

  અમેરિકાએ પાકિસ્તાન એરલાઇન્સની ફ્લાઇટ્સ પર લગાવ્યો પ્રતિબંધ

  નવી દિલ્હી- અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ ટ્રાન્સપોર્ટેશને કહ્યું કે, તેમણે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઇએ)ની અમેરિકા માટે ચાર્ટર ફ્લાઇટ્સના સંચાલનની અનુમતિને રદ કરી હતી. આ નિર્ણય પાકિસ્તાની પાયલટોના સર્ટિફિકેશનને લઇને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનની ચિંતાને જોતા લેવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ આ જાણકારી શુક્રવારે વિભાગના સ્પેશિયલ ઓથોરિટીએ આપી છે. પાકિસ્તાને ગત માસમાં તપાસમાં સામે આવ્યું હતું કે, તેના લગભગ એક તૃત્યાંશ પાયલટોએ પોતાની ક્વોલિફિકેશનના મામલે હેરફેર કરી છે.યૂરોપિયન યૂનિયને પણ લગાવી રોકયૂરોપિયન યૂનિયન એવિએશન સેફ્ટી એજન્સી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના કરિયર ઓપરેશન્સને છ માસ માટે આ પહેલા રોક લગાવી હતી. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સે અમેરિકા માટે ઉડાનોની રોક લગાવવા પર જો કે, કોઇ ટિપ્પણી કરી નથી.પાકિસ્તાનના ન્યૂઝે જણાવ્યું કે, પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સે અમેરિકા દ્વારા લગાવેલા પ્રતિબંધોની પુષ્ટિ કરી છે. પીઆઇએ કહ્યું કે, તે એરલાઇનની અંદર ચાલી રહેલા સુધારાત્મક ઉપાયોના માધ્યમથી આ ચિંતાઓને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.મહત્વનું છે કે, મે માસમાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું એક વિમાન એરપોર્ટ પર ઉતરતી સમયે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તેમાં 97 લોકોના મોત થયા હતા. જે બાદ પાયલટોના ક્વોલિફિકેશનને લઇને અનેક પ્રશ્નો ઉઠ્યા હતા.
  વધુ વાંચો
 • આંતરરાષ્ટ્રીય

  નેપાળમાં દુરદર્શન છોડીને તમામ ભારતીય ન્યુઝ ચેનલો પર પ્રતિબંધ મુકયો

  કાઠમાંડુ-ભારત અને નેપાળને લઇ તણાવ ચાલી રહ્યો છે. તેની વચ્ચે નેપાળે દૂરદર્શનને છોડી દરેક ભારતીય ન્યૂઝ ચેનલના પ્રસારણ પર રોક લગાવી દીધી છે. મલ્ટી સિસ્ટમ ઓપરેટરના અધ્યક્ષ, વિદેશી ચેનલના વિતરક દિનેશ સુબેદીએ ત્યાંના મીડિયાકર્મીઓને જણાવ્યું કે, અમે દૂરદર્શનને છોડીને દરેક ભારતીય સમાચાર ચેનલોના પ્રસારણ પર રોક લગાવી દીધી છે.ભારતની ખાનગી સમાચાર ચેનલોના પ્રસારણ પર રોક લગાવી દીધી છે. કારણ કે તેઓ નેપાળની રાષ્ટ્રીય ભાવનાઓને નુકસાન પહોંચાડનારી ખબરો દેખાડી રહ્યા હતા. જોકે, ઉપ પ્રધાનમંત્રી અને સત્તારૂઢ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રવક્તા નારાયણ કાજીએ કહ્યું કે, નેપાળ સરકાર અને અમારા પ્રધાનમંત્રી સામે ભારતીય મીડિયા દ્વારા આધારહીન પ્રચારે દરેક હદો વટાવી દીધી છે. આ ખૂબ જ વધારે થઇ રહ્યું છે. બકવાસ બંધ થાય.આ મુદ્દાને લઇ ભારત તરફથી હાલમાં કોઇ પ્રતિક્રિયા આવી નથી. ઘટનાક્રમ અંગે જાણકારી રાખનારા સૂત્રોનું કહેવું છે કે, દિલ્હીમાં નેપાળી દૂતાવાસે ભારત સરકારને ભારતીય ચેનલો દ્વારા નેપાળના રાજનીતિક ઘટનાક્રમને લઇ કરવામાં આવી રહેલી કવરેજ પર પોતાના નજરિયા અંગે જાણ કરાવી દીધી છે. નેપાળે આ પગલું એવા સમયે લીધું છે, જ્યારે ચીનના કહેવા પર નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ભારતને ઉશ્કેરનારા પગલા ઉઠાવ્યા છે. નેપાળના વડાપ્રધાન ભારત પર તેમની સરકાર તોડવાનો આરોપ પણ લગાવી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે, નેપાળનો નવો નક્શો બહાર પાડ્યા પછી તેમને સત્તામાંથી કાઢી નાખવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. નવી દિલ્હીમાં ચાલી રહેલી ચર્ચાઓ, દિલ્હીની મીડિયા, એમ્બેસીની ગતિવિધિ અને કાઠમાંડૂની જુદી જુદી હોટલોમાં બેઠકોને જોતા સમજવું અઘરું નથી કે લોકો મને બહાર કાઢવા માટે કઇ રીતે સક્રિય થઈ ગયા છે. પણ તેઓ સફળ થશે નહીં. નેપાળની રાષ્ટ્રીયતા નબળી નથી. કોઇએ પણ એ નહીં વિચાર્યું હોય કે નક્શાને છાપવા માટે કોઇ પ્રધાનમંત્રીને પદથી હટાવવા માટે ષડયંત્ર રચવામાં આવશે.
  વધુ વાંચો