દિલ્હીમાં ભારે વરસાદથી રેડ એલર્ટ જાહેર,છ ફલાઈટ જયપુર-લખનૌ ડાયવર્ટ કરવી પડી
10, જુલાઈ 2025 વડોદરા   |   3861   |  

ગુરુગ્રામના રસ્તાઓ પર કમર સુધી પાણી પહોંચ્યું

દિલ્હીમાં ભારે વરસાદ યથાવત રહ્યો છે જેના પગલે જનજીવન પર અસર પડી છે,દિલ્હી-એનસીઆરમાં આજે ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બુધવારે ખરાબ હવામાનને કારણે 6 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. 4 ફ્લાઇટ્સ જયપુર અને 2 ફ્લાઇટ્સ લખનૌ ડાયવર્ટ કરવામાં આવી હતી. કેટલીક ફ્લાઇટ્સના રૂટ બદલવામાં આવ્યા હતા. કેટલીક ફ્લાઇટ્સ મોડી પણ પડી હતી.ભારે વરસાદને કારણે દિલ્હીના ઘણા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. ગુરુગ્રામના રસ્તાઓ પર પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વાહનો પાણીમાં તરતા જોવા મળ્યા હતા. રસ્તાઓ પર ચાલતા લોકોની કમર સુધી પાણી પહોંચી ગયું હતું.બુધવારે સાંજે ગુરુગ્રામમાં 90 મિનિટમાં 103 મીમી વરસાદ પડ્યો હતો. છેલ્લા 12 કલાકમાં 133 મીમી વરસાદ નોંધાયો છે. ગુરુગ્રામ જિલ્લા વહીવટીતંત્રે એક એડવાઇઝરી જારી કરીને તમામ કોર્પોરેટ ઓફિસો અને ખાનગી સંસ્થાઓને તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સલાહ આપી 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution