ભારતીયો માટે ૨૩ લાખમાં યુએઈના ગોલ્ડન વિઝાના સમાચાર તદ્દન ખોટા
09, જુલાઈ 2025 4059   |  

દુબઈ: યુએઈ દ્વારા ૨૩ લાખમાં ભારતીયોને કાયમી વસવાટનો વિકલ્પ આપતાં ગોલ્ડન વિઝાનો રિપોર્ટ ખોટો ઠર્યો છે. આઈડેન્ટિટી, સિટીઝનશીપ, કસ્ટમ્સ એન્ડ પોર્ટ સિક્યોરિટી માટેની ફેડરલ ઓથોરિટીએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ અહેવાલને અફવા તેમજ ગેરમાર્ગે દોરનારો ગણાવ્યો છે. ૨૩ લાખ રૂપિયામાં ગોલ્ડન વિઝા મળવાના સમાચાર તદ્દન ખોટા હોવાનું ઈમિગ્રેશન વકીલે જણાવ્યું છે. અજમેરા લૉ ગ્રૂપના ઈમિગ્રેશન એટર્ની પ્રશાંત અજમેરાએ જણાવ્યું હતું કે, આ સમાચાર તદ્દન ખોટા છે. ભારતીયો સાથે છેતરપિંડી કરવાના ભાગરૂપે આ અફવા ફેલવવામાં આવી છે. અમુક કંપનીઓ ભારતીયોને ટાર્ગેટ કરી રહ્યા છે. કારણકે, મોટાભાગના ભારતીયો વિદેશ સ્થાયી થવા માગે છે. ગોલ્ડન વિઝા માટે અન્યો પાસે યુએઈ કરોડો રૂપિયાનું રોકાણ કરાવે છે, તો તે સાવ નજીવી રૂ. ૨૩ લાખની રકમમાં કેવી રીતે કાયમી વસવાટની મંજૂરી આપી શકે?રેયાદ ગ્રૂપ તરીકે ઓળખાતી કન્સલ્ટન્સીએ પ્રેસ રીલિઝ જાહેર કરી દાવો કર્યો હતો કે, યુએઈના નોમિનેશન આધારિત ગોલ્ડન વિઝા માટે અરજદારોએ હવે પ્રોપર્ટીમાં કરોડો રૂપિયામાં રોકાણ કરવાની જરૂર પડશે નહીં. માન્ય અરજદારને માત્ર ૨૩.૩ લાખમાં કાયમી વસવાટ માટે મંજૂરી મેળવી શકશે. આ રીલિઝ વિઝા પ્રોસેસિંગ કંપની ફહ્લજી ગ્લોબલના નામે સર્ક્યુલેટ કરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution