મોરબી સમાચાર

 • ગુજરાત

  સૌરાષ્ટ્રમાં કોરોના વધતાં રાજકોટમાં સરકારી તંત્ર ડિસેમ્બર સુધી એલર્ટ પર

  રાજકોટ-ગુજરાતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે, જેમાં અમદાવાદમાં કોરોનાએ જે રીતે માથુ ઉંચક્યું છે, તે જોતા હવે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 220 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો રાજકોટ જિલ્લામાં 96 કેસ અને 7 મોત નોંધાયા છે. તો અન્ય જિલ્લામાં જૂનાગઢ – 19, જામનગર – 22, સુરેન્દ્રનગર – 45, મોરબી – 12, અમરેલી – 11, ગીર સોમનાથ – 6, બોટાદ – 3, ભાવનગર – 7, દ્વારકા – 3 કેસ નોંધાયા છે. રાજકોટમાં વધી રહેલા કોરોનાના કેસ મામલે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું કે, બે દિવસથી ઓપીડીમાં લોકો કોરોના ટેસ્ટ કરાવવા વધુ આવી રહ્યા છે. ડિસેમ્બર સુધી તંત્રને વેઇટ એન્ડ વોચ મોડ પર રખાયું છે. સૌરાષ્ટ્રમાં દિવાળીને લઈને થઈ રહેલ ટ્રાવેલિંગ પેટર્નનું ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે. કયા તાલુકામાં અને કયા વિસ્તારમાં કેસ વધે છે તેનું એનાલિસીસ કરવામાં આવી રહ્યું છે. કેસ વધશે તે પ્રમાણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેઈન પાવર એક્ટિવ કરાશે. તો બીજી તરફ, ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. લોકો સેનેટાઇઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે તેવી અપીલ કરી રહ્યાં છે. સુરેન્દ્રનગરમાં પણ કોરોના વિસ્ફોટ સુરેન્દ્રનગર જિલ્લામાં તહેવારો બાદ કોરોના વિસ્ફોટ થયો છે. એક જ દિવસમાં સુરેન્દ્રનગરમાં 45 થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત અલગ અલગ તાલુકાઓમાં વધુ 45 વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો જિલ્લાનો ફુલ કોરોના પોઝિટિવ આંક 2898 થયો છે.
  વધુ વાંચો
 • રાજકીય

  ગુજરાત વિધાનસભા પેટાચુંટણી: 8 બેઠકો પર કોંગ્રેસની હાર, જંગી લીડ સાથે BJPની ભવ્ય જીત

  અમદાવાદ-આજે વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીના પરિણામમાં કોંગ્રેસની તમામ મોરચે હાર થઈ છે. તમામ 8 બેઠકો પર ભાજપની ભવ્ય જીત થઈ છે. જેમાં ડાંગ બેઠક પર 30 હજારથી વધુની લીડ સાથે ભાજપ બેઠક જીતી છે. તો બીજી તરફ, મોરબીમાં બહુ જ પાતળી સરસાઈથી બ્રિજેશ મેરજા જીત્યા છે. જોકે, દિવાળી પહેલા મતદારોએ ભાજપને મોટી ગિફ્ટ આપી છે. જેની ઉજવણી તમામ બેઠકો પર કરવામા આવી રહી છે. વિજયી ઉમેદવારો સરઘસ સાથે મતદારો વચ્ચે જીતનો જશ્ન મનાવવા પહોંચી ગયા છે. તો ભાજપના કાર્યાલય કમલમમાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. ધારીમાં જેવી કાકડિયાની જીત લીંબડીમાં કિરીટસિંહ રાણા 20 હજાર મતથી જીત ડાંગમાં 30 હજાર લીડથી વિજય પટેલની જીત કપરાડામાં જીતુ ચૌધરીની જીત કરજણમાં અક્ષય પટેલની જીત મોરબીમાં પાતળી સરસાઈથી બ્રિજેશ મેરજાની જીત અબડાસામાં 38 હજારથી વધુ મતથી પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત ગઢડામાં 21 હજાર મતથી આત્મરામ પરમારની જીત
  વધુ વાંચો
 • ગુજરાત

  મોરબી: અનુ.જાતિને અપમાનિત કરવા મુદ્દે કાર્યવાહીની માંગ, નીતિન પટેલે શબ્દો પાછા ખેંચ્યા

  મોરબી-મોરબી ચૂંટણીના પ્રચાર દરમિયાન નાયબ મુખ્યમંત્રી દ્વારા અનુસુચિત જાતિને અપમાનિત કરે તેવું નિવેદન કર્યું હોય જે મામલે જીલ્લા પોલીસવડાને આજે લેખિત રજૂઆત કરી કાર્યવાહીની માંગ કરી હતી તો વિવાદ સર્જાયા બાદ આજે નાયબ મુખ્યમંત્રીએ ટવીટ કરી પોતાના શબ્દો પાછા ખેંચ્યા છે. મોરબી જીલ્લા એસપીને કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યું હતું કે મોરબી-માળિયા ચૂંટણી પ્રચાર દ્વારા ભાજપની જાહેર સભામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મોરબી આવ્યા હતા જેમાં તેઓ અનુસુચિત જાતીને અપમાનિત કરતા શબ્દો બોલી જાહેર સભામાં અપમાનિત કર્યા હતા જે વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જાહેરસભામાં અનુ. જાતીને ઉતારી પાડવા અને સવર્ણોના વોટ ભાજપને મળે તે માટે જાહેરસભામાં ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કર્યો હતો જેથી કાર્યવાહી કરવાની માંગ કરી હતી  ટવીટ કરી નાયબ મુખ્યમંત્રીએ પોતાના શબ્દો પાછા ખેંચ્યા- જે મામલે વિવાદ સર્જાયા બાદ આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટવીટ કર્યું હતું જેમાં જણાવ્યું છે કે મોરબી ખાતેની જાહેરસભામાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલ અને ફિલ્મ અભિનેતા તથા ધારાસભ્ય સ્વ. મહેશભાઈ કનોડીયાને શ્રદ્ધાંજલિ આપી હતી ત્રણેય નેતાઓ માટે આદરની લાગણી વ્યક્ત કરી હતી જે વર્ણન વખતે મારા પ્રવર્ચનમાં જે શબ્દપ્રયોગ કર્યો તેનાથી લાગણી દુભાઈ છે જે ધ્યાનમાં આવતા હું તે શબ્દો પાછા ખેંચું છું કોઈની લાગણી દુભાવવાનો મારો કોઈ ઈરાદો ન હતો તેમ જણાવ્યું છે
  વધુ વાંચો
 • ગુજરાત

  મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મોકપોલમાં ઇવીએમ ખોટવાયા

  મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે બુથ નંબર 265, 160 અને ત્રાજપરના મોકપોલમાં ઇવીએમ ખોટવાયા છે. આ ત્રણેય જગ્યાએ તાત્કાલિકના ધોરણે ઇવીએમ મશીન રીપ્લેશ કરવામાં આવ્યા છે. જ્યારે મોરબીના કાલિકા પ્લોટમાં આવેલી સ્મિત સ્કૂલમાં evm મશીન બગડ્યું છે.
  વધુ વાંચો